SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રબુદ્ધ જીવન ત, ૧-૯-૮૭ તા ૧૬-૯-૮૯ હત્યાની છૂટવાળા કાયદાને ગેરલાભ લેવાય એવી શકયતા રહે છે. વળી, બીમાર ભકિતના ચિત્તની અસ્થિરતા પણ રહેવાને સંભવ હોય છે, અસ્વસ્થ હોય ત્યારે મૃત્યુ વાં છે અને સ્વરથતા આવે ત્યારે એને જીવવું ગમે એવી વારંવાર બદલાતી પરિસ્થિતિમાં હત્યાને નિર્ણય લેવાનું કેટલે અંશે ડહાપણભર્યું છે તે પ્રશ્ન પણ રહે છે. જે માણસે અતિશય વેદના ભગવતી વખતે એમ બેલતા હોય છે કે હે ભગવાન ! હવે તે મેત આવે તે સારું” એવા કેટલાક યુવાને કે વૃદ્ધો જ રે ખરેખર મૃત્યુ આવીને ઊભું રહ્યું હોય છે ત્યારે તેનાથી દુર ભાગવાને વિચાર કરતા હોય છે. જે કેટલાક લોકો અંતિમ અવસ્થાનું દદ, આખરી માંગી કે Terminal Diseaseના તબકકામાં હોય છે અને મૃત્યુ હવે બેચાર દિવસમાં પિતાને કેળિયે કરી જશે એ ભાસ થાય છે, ત્યારે અત્યંત અસ્વસ્થ થઇ જાય છે. અલબત્ત કેટલાક તે સમયે જાગ્રત અવસ્થામાં સમાધિંપૂર્વકની શાંતિ અનુભવતા હોય છે. પરંતુ તેની ટકાવારી ઘણી ઓછી હોવાની. . કેઈકવાર એવા બનાવે પણ જેવા કે સાંભળ્યા છે કે જ્યારે કે એક વૃદ્ધ વ્યકિત બીમાર હોય, બેભાન અવસ્થામાં હેય અને ડોકટરની ટીમે બધા રિપોર્ટને આધારે એ અભિપ્રાય આપ્યો હોય કે એ વ્યકિત હવે ગણતરીના કલાકોમાં જ પિતાને દેહ છેડશે. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે એવી ઘટના બને છે કે એ બેભાન વ્યકિત ભાનમાં આવે છે, આંખ ખેલે છે, ઉપચાર થતાં એના શરીરમાં ફરી પાછું ચેતન આવે છે અને સ્વસ્થ થઈ એ ઘરે જાય છે. એનું આરોગ્ય પાછું સારું થાય છે અને ઘણાં વર્ષ સુખેથી તે પસાર કરે છે. વૃદ્ધ હોવા છતાં પણ નવજીવનરૂપે મળેલાં એ વર્ષે એના જીવનને વધુ કૃતાર્થ કરે છે. ' કોઈકવાર એવી ઘટના પણ બનતી સાંભળવા મળે છે કે પિતાના કુટુંબની એક વૃદ્ધ વડીલ વ્યકિત માંદી પડે છે. તેને હોસ્પિટલમાં રાખવામાં આવે છે. તેનું જીવન બચાવી લેવા માટે ઉપચાર કરવામાં આવે છે, પરંતુ એ ઉપચારો બહુ મેધા હોય છે છતાં નછૂટકે કરવા પડે છે અથવા કરવાની સગાંસંબંધીઓ તરફથી ફરજ પાડવામાં આવે છે. મૃત્યુ પામનાર વ્યકિત પાંચ – પંદર દિવસ તબીબી ઉપચારથી વધુ જીવે છે, પરંતુ એથી એનું કુટુંબ આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે. ક્યારેક તે મેટ દેવામાં ઊતરી પડે છે. એવે વખતે ઘરના સ્વજનોને જનાર વ્યકિત માટે એટલે બધે ઉત્કટ રોહ - રાગ નથી હોત અને આર્થિક તકલીફને કારણે પિતાના કુટુંબની વ્યક્તિ માટે “મરતા ગયા અને અમને મારતા ગયા” એ. ભાવ તેઓ અનુભવે છે. ક્યારેક કુટુંબીજનો પિતાના ભાવ લેકભયને કારણે વ્યકત નથી કરતા, પરંતુ મનમાં તે એમ છે કે જનાર પતિ હવે જલદી છૂટે તે સારું. - વૃદ્ધ, બીમાર અને રિબાતી વ્યક્તિના જીવનને એની ઈચ્છાનુકાર જલદી અંત આણવાનાં નીતિ-સિદ્ધાંતને દુરુપયેગ ચેવાને પણ સંભવ રહે છે. પિતાને માથે આવી પડેલી તકલીફમાંથી છૂટવાનો આશય તે હોય જ છે, પરંતુ તે ઉપરાંત એ વ્યકિતનાં માલ-મિલકતને વારસે મેળવવાની ઉતાવળ પણ હોય છે. કયારેક વારસાને હક ધરાવનાર એક કરતાં વધારે વ્યકિત હોય અને તેમાં મહેમાહે વારસા માટે ઝઘડા ચાલતા હોય ત્યારે પ્રેરિત હત્યા જે કાયદેસર હોય તે તેને કોઈ ગેરલાભ ઉઠાવી જાય એવી શકયતા રહે છે. અલબત્ત, આવા દુરુપયોગને અટકાવવાના ઉપાય ન થઈ શકે એમ નથી. પશ્ચિમની સુશિક્ષિત પ્રજામાં પણ કેવી કેવી ગેરરીતિ સગાંસંબંધીઓએ અને દાકતરોએ અપનાવી છે એના પ્રસંગે વાંચવાસાંભળવામાં આવે છે. એક દાકતરે તે પોતે પોતાના એકરાર વિશે ગ્રંથ લખે છે. - કેટલીકવાર કે અકસ્માતના કારણે મગજને થયેલા નુકસાનને લીધે માણસ બેભાન થઈ જાય છે. દાકતરે મગજના રિપોર્ટના આધારે કહે છે કે, કંઈ ચમત્કાર થાય તો જુદી વાત છે. નહિ તે મગજના રિપોર્ટ પ્રમાણે એ વ્યકિત હવે ક્યારેય પછી ભાનમાં આવવાની નથી. એવી વ્યકિત જાં સુધી એનું હૃદય ચાલે છે ત્યાં સુધી જીવે છે. એના બીજા તબીબી ઉપચારે પણ બહુ કરવાના રહેતા નથી. એવી કેટલીક બેભાન વ્યકિતઓ બે દિવસ – પાંચ દિવસ કે પચ્ચીસ દિવસથી માંડીને છ – આઠ મહિના કે બે – પાંચ વર્ષથી વધુ સમય સુધી સતત બેભાન અવસ્થામાં રહી હોય અને એ રીતે દેહ છોડયો હોય એવા પ્રસંગે બને છે આવી વ્યક્તિની બીજી કશી ઉપગિતા ન હોવા છતાં એનું અસ્તિત્વ કેઈક કુટુંબને આશ્વાસનરૂપ રહ્યા કરે છે, તે કોઈક કુટુંબને તે બે જારૂપ લાગે છે. જેમ દવા આપીને દર્દથી રિબાતા માણસના જીવનને અંત લાવવાનું વિચારાય છે તેમ દવા આપીને માણસના જીવનને લંબાવવાને પ્રશ્ન પણ વિચારાય છે. કેટલીકવાર કેટલાક વૃદ્ધ માણસને અંતકાળ નજીક આવી રહ્યો હોય છે અને દાક્તરોના અભિપ્રાય પ્રમાણે બેભાન અવસ્થામાં રહેલી એ વૃદ્ધ વ્યકિત કેટલો વધુ સમય ખેંચી શકશે એ અનિશ્ચિત હોય છે. તે વખતે પણ એ વ્યકિતનાં સ્વજને એમ ઈચ્છતા હોય છે કે એવી અવરથામાં પણ પિતાના સ્વજનનું જીવન જેટલું લાંબુ ટકી શકે તેટલું સારું. એ વખતે તેઓ 6 પિતાની આર્થિક શકિત સારી હોય તો એ માટે મારે મેંઘી દવાઓ અને મેંઘામાં મોંઘા અન્ય ઉપચાર | કરાવે છે. બેભાન અવસ્થામાં રહેલી એ વ્યકિત સાથે વાત ચીતને કઈ વ્યવહાર થવાની શકયતા નથી. બીમાર વ્યકિ રવજનેને નજરે જોઈ શકે કે ઓળખી શકે એવી શક્યતા છે રહી નથી હોતી. એટલે કે બીમાર વ્યકિતનું જીવન પરાધીન વ્યવહારુ ઉપગિતા વિનાનું, નિષ્ક્રિય અને ખર્ચાળ હો છતાં તે વધુમાં વધુ સમય જીવે એ ભાવ એના સ્વજને થાય છે, કારણ કે પિતાના વડાલા સ્વજનને વિગ : ઘણી વસમી ઘટના છે. જયાં સુધી શરીરમાં પ્રાણું છે ત્યાં સુધી એ પ્રાણ રહ્યા કરે એ કુદરતી ભાવ તેમ થાય છે. આ બતાવે છે કે જીવંત રવજન જાથે સંબ કેટલે બધે મૂલ્યવાન છે. એક વખત પ્રાણ જાવ, આ જાય પછી ખાલી પડેલા નશ્વર દેહની કશી જ કિંમત નથી એ દેહનું વિસર્જન થાય છે. જેવી રીતે આવી કે અજાણી વ્યકિતની બાબતમાં એના સ્વજનોને ભાવ થાય તેવી રીતે પિતાના પ્રાણપ્યારા ધર્મનેતા, સમાજનેતા . (અનુસંધાન પૃષ્ઠ ઉમે)
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy