SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન બીજા એક મત પ્રમાણે લેટિન Aprillis ના મૂળમાં છે. Aperine-એટલે ઊંઘવું." યુરોપમાં એપ્રિલ વસંતને મહિનો છે, જેમાં ફૂલની કળીઓ ઉધડે છે. આવા અર્થમાં એ લેટિન નામ પરથી એણે ક્રોચમાં Avril ને અંગ્રેજી April નામ ધારણ કર્યું છે. ત્રીજા મત પ્રમાણે આ નામ સાથે ગ્રીક પ્રેમની દેવી Aphroditeનું નામ સંકળાયું છે જેનું લાડમાં ટૂંકું રૂપ થયું છે Aphro. ભૂમધ્ય સમુદ્રના પ્રદેશમાં યુવક-યુવતીઓ આ માસમાં પ્રેમનાં સ્વપ્ન જોવા માંડે છે-આ પરથી આ માસ એપ્રિલ કહેવાય છે. તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯ સાતમે, આઠમ, નવમે ને દસ એવા અથના નામે જ ઓળખાતા રહ્યા છે; જોકે આ પછી મહિનાઓનાં નામ ઘણી રીતે જુદાં પડે છે. હવેનું નવું વર્ષ ડિસેમ્બર પછીના જાન્યુઆરી માસથી શરૂ થાય છે. પ્રાચીન રોમના એક દેવતા Janus નામે ઓળખાય છે; એ દરવાજા-ફાટકના રક્ષક દેવતા છે. (Janua એટલે જ દરવાજે) એને બે મુખ હોય છે. એક આગળ ને એક પાછળ; પ્રાચીન રેમમાં, યુદ્ધકાળ દરમિયાન એના દેવળનાં દ્વાર હમેશાં ખુલ્લાં રહેતાં-શાંતિકાળમાં બંધ ! આ વર્ષના પ્રવેશદ્વાર જે આ માસ એ દેવતા ગણાય છે. પ્રાચીન લેટિનમાંના એના Januarius નામ પરથી આ માસ અંગ્રેજીમાં જાન્યુઆરી નામે ઓળખાય છે. - એક મુખે શિશિર તરફ નિહાળતા ને બીજે મુખે વસંત તરફ મીટ માંડતા બે મુખવાળા દેવતાને નામે આ માસને ઓળખાવવામાં કેવું ઔચિત્ય રહેલું છે ! આ પછી બીજો માસ ફેબ્રુઆરી, પ્રાચીન પદ્ધતિ પ્રમાણે વર્ષને છેલ્લો માસ છે. પ્રાચીન રોમનમાં આ માસમાં સફાઈ–વચ્છતા થતી (આપણે ત્યાં વર્ષના છેલ્લા આ માસમાં દિવાળી પહેલાં સાફસફાઈ થાય છે જ ને !) આ માસ સફાઇ ને સ્વચ્છતાને. આંતર-બાહ્ય શુદ્ધિને માસ ગણાત. આ માસની ૧૫ મી તારીખે ત્યારે સ્વચ્છતાને, શુદ્ધિને ઉત્સવ ઊજવાતો. લેટિનમાં Februum એટલે શુદ્ધિકરણ પવિત્રીકરણ, આ પરથી રામને આ શુદ્ધિઉત્સવ Februa કહેવાય; ને આ પરથી જ પવિત્ર થવાને, શુદ્ધિ માટે માસ ફેબ્રુઆરી કહેવાયે. પ્રાચીન રોમન પદ્ધતિ પ્રમાણે વર્ષના પ્રારંભના જે હવે ત્રીજા ગણતા “માચ” માસના નામના મૂળમાં છે રામના પૌરાણિક દેવતા Mars - આ વિગ્રહના દેવતા છે. ને આ જ છે સૂર્યથી અંતર પ્રમાણે ગણુ એ ગ્રહ મંગળ ! આ પછીના “એ” માસનું નામ રોમનોની પૈરાણિક દેવી Maiaના નામ પરથી પડ્યું મનાય છે. આ નામના મૂળમાં છે Magdut-એટલે મહાન; ને વધુ મહાન એટલે Maion (આ જ અ ગ્રેજી Main છે !! આ પરથી Maion Mensis એટલે “વધુ મહાન” દેવી)ને માસ !ટૂંકમાં આ માસ Maion નામે ઓળખાયે જેનું પ્રાચીન ફ્રેંચમાં રૂપ થયુ lai ને અંગ્રેજીમાં થયું May ! (જો કે કેટલાક, “વધુ મહાન” ના અર્થમાં મહાન દેવતા “યુપિટરનું નામ, આ માસ-નામ જોડે સાંકળે છે, એય નોંધવું જોઈએ.) આ માસ પણ વસંતઋતુને છે; એટલે આ જ નામ વસંત ઋતુ સૂચવવા માટે પણ વપરાયું. આ “મ' એટલે વસંત, એવું પણ થયું! ને એટલે જ યુરેપમાં જે દિવસે વસંતસંવ ઊજવાય છે તે May Day કહેવાય છે. જહાજો અને વિમાને મુસીબતમાં મદદ માટે હોય ત્યારે રેડિયે - ટેલિફેનમાં એક સંકેત શબ્દ વપરાય છે, તે પણ May day છે. (આમાંનો ‘d કેપિટલ નથી.) અને તેને મે મહિના સાથે કંઈ સંબંધ નથી.) ને હવે જૂન માસ! આ નામ રોમનોની પૈરાણિક દેવી Juno પર પડયું, એવું મનાય છે. આ દેવી લગ્નની અને વિશેષ તે મહિલાઓની દેવી છે. મેટા ભાગના વિદ્વાને આ માસનું નામ એક જાણીતા પ્રાચીન રોમન ખાનદાન જેડે સાંકળે છે. લેટિનમાં Innius નામે ઓળખાતા આ ખાનદાનનું નામ મયકાલીન લેટિનમાં Junius રૂપ પામ્યું; આ પરથી આ માસ એ જ નામે ઓળખાયો. આ પરથી પછી કંચમાં Juin થઈ, અંગ્રેજીમાં એણે, June રૂપ ધારણ કર્યું છે. ઓગસ્ટ નિમિત્તે શરૂ થયેલી, જુલાઈથી જૂન માસનાં નામની આ મુલાકાત આપણી સામે ઇતિહાસનાં કેટલાંક પાનાં ખેલી. હવે આપણે ત્યાં પ્રચલિત થયેલા અંગ્રેજી મહિનાઓને પરિચય પણ કરાવે છે ! લેટિનમાં એના Martius નામ પરથી આ માસ પણ એ જ નામે ઓળખાયા. પ્રાચીન કેચમાં આનું એક રૂ૫ બન્યું Marehe; જે પરથી અંગ્રેજી March નામ બન્યું છે. આ માસમાં વાતાવરણ ખૂબ જ ખુશનુમા હોય છે. વિજયયાત્રા માટે એ અત્યંત અનુકુળ હોય છે; કદાચ એથી જ આ માસ એ યુદ્ધના દેવતાને નામે ઓળખાય છે. આ પછીના એપ્રિલ માસનું નામ વિશે વિઠાને એકમત નથી. લેટિન Aprillis પરથી આ નામ બન્યું છે, જેના મૂળમાં છે Apero-એટલે પછીનું, પછી આવનારું પાછળ આવતું, બીજું વગેરે. પ્રાચીન પદ્ધતિ પ્રમાણે વર્ષના પ્રથમ માસ માચં; એટલે તે “પછી', “પાછળ આવત', બીજો” (માસ) એવા અર્થમાં એના લેટિન નામ પરથી ફેંચમાં એ નામ Avril બન્યું જેણે અંગ્રેજીમાં પ્રવેશતાં, મૂળ લેટિન રૂપની અસર હેઠળ April રૂપ ધાર કર્યુંઆ એક મત !
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy