________________
પ્રવ્ય જીવન
તા-૧૬-૭-૮૯
નાના ચેરમાં અંકાયેલી કૂલ, કળ ને પાન-વેલીઓ વગેરેની અસંખ્ય નયનરમ્ય આકૃતિઓને જાણે અહીં એક અનોખે સંગ્રહ કરવામાં આવ્યો છે. કમળ, હાથી, વૃષભ, હંસ વગેરેને પણ આ ભાતીગળ લાલિત્યપૂર્ણ સુશોભનોમાં છૂટથી – ને અલબત્ત, સુરુચિપૂર્વક, આકર્ષક રીતે વિનિયોગ થયે છે.
આમાં કમળ અને હાથીનાં ચિત્રો ખાસ ધ્યાન ખેંચે છે. કમળનાં ફૂલ, કળીઓ, ડોડા, ગુચ્છ વગેરેની એટલી વિવિધતા છે, કે નવીનતા ખૂટતી જ નથી. હાથી હાથણીઓ ને એમનાં બચ્ચાંઓની ચેષ્ટાઓ પણ એટલી જ વૈવિધ્યભરી, વાસ્તવિક ને સજીવ છે.
બૌદ્ધ તત્વજ્ઞાનનાં ઉદાત્ત, પવિત્ર ને આધ્યાત્મિક તોનું દર્શન કરાવતાં આ ચિત્રમાં વસ્ત્રપરિધાન, કેશકલાપ, આભૂષણ, નૃત્યકલા, વાસ્તુકલા ઉપરાંત લેકરુચિ, સામાજિક રીતરિવાજો, વ્યવહારમાં વપરાતાં ઉપકરણો વગેરે દ્વારા એક રીતે અહીં સમાજના લગભગ નવ વર્ષના ગાળાનું જીવનદર્શન પણ થાય છે; તે બીજી રીતે, નવસો વર્ષના અનુભવની પીઠિકા પર ઘડાયેલી પરંપરાની ચિત્રશૈલી ને એ નવસે વર્ષ દરમિયાન એણે સાધેલા વિકાસની ક્રમબદ્ધ અખલિત ધારાનું દર્શન પણ એમાં થાય છે.
વાતાવરણ, પાત્ર, પરિસ્થિતિ વગેરેને સુરુચિપૂર્ણ સમન્વય સાધી સમગ્ર ચિત્રમંડળનું સર્જન કરવામાં આશ્રયજનક સિદ્ધિ પ્રાપ્ત કરનાર અહીંના કલાકારે, ચિત્રકલાનાં આંતર – બાહ્ય અંગે, તેનું તંત્ર. તેનાં સાહિત્ય વગેરેની બાબતમાં તે પારંગત હોય જ ને ! મનહર રંગમિલાવટ, છીયા – પ્રકાશનું પ્રતિભાપૂણું આજન, પાસે કે દુર હોવાપણું, લંબાઈ, પહોળાઈ ને ઊંડાણુ કે ગેળ હોવાપણું દર્શાવવાની કલાથી તેઓ દેખીતી રીતે સુપરિચિત હોવાની પ્રતીતિ થાય છે. પણ આ બધાનેય આંટી જાય એવું, પ્રવાહી, વેગવતી, સુકુમાર છતાં સમર્થ, સજીવ ભાવવાહી ને લયબદ્ધ રેખાઓનું આલેખન, ચિત્રકલાના વિશ્વ ઇતિહાસમાં એમને અનોખું સ્થાન અપાવે છે. પાણીના રેલાની જેમ સરળ ને સહજ રીતે વહી જતી આ રેખાઓ જગતના મહાનમાં મહાન કલાકાર માટે પણ આવાને રૂપ છે.
મુનિસેવા આશ્રમ
(પૃષ્ઠ ૨ થી ચાલુ) બાલમંદિરો પણ ચાલુ થયાં છે અને આશ્રમ-શાળાઓ તથા છાત્રાલય માટેની પ્રવૃત્તિ પણ ચાલુ થઈ છે. બાળકને પિષ્ટિક આહાર અપાય છે. અને શિસ્તબદ્ધ તાલીમ પણ અપાય છે. તેમના આરોગ્યની તપાસ પણ થાય છે. અશ્રમ દ્વારા લોકોને વિનામૂલ્ય છાશ આપવામાં આવે છે. આશ્રમમાં ગૌ મંદિર છે અને ગોબરગેસના પ્લાન્ટ પણ છે. આશ્રમ તરફથી લોકોને આજીવિકા અથે ગાય-ભેંસ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ખેતી માટે સાધને પણ અપાય છે. અશ્રમના શ્રમમંદિરમાં હાથશાળ ઉપર આકરા છોકરીઓ વણાટનું કામ કરીને રાજી કમાઈ શકે છે.
સંધ તરફથી મુનિ સેવા આશ્રમને સહાય કરવાના હેતુથી શ્રી અનુબહેન સાથે વિચાર વિનિમય કરી નીચે પ્રમાણે રોજના વિચારી છે. આશ્રમની હોસ્પિટલ (આરોગ્ય મંદિર)ના દરદીઓને દવાઓ આપવા માટે કાયમી તિથિની રકમ નેધીને માતબર રકમ પર્યુષણ પર્વ દરમિયાન આપવાની સંધની ભાવના છે. દરદીઓની દવાઓ માટે એક કાયમી તિથિના રૂ. ૨૫૦૦/- રાખવામાં આવ્યા છે. એના વ્યાજમાંથી તે તે તિથિએ દરદીઓને વિના મૂલ્ય દવાઓ આપવામાં આવશે. અને જે કંઈ વધારાને ખર્ચ થશે તે આશ્રમ ભોગવશે. આ રીતે મુનિ સેવા આશ્રમને રૂપિયા ૨૫૦૦/- લેખે શકય તેટલી વધુ તિથિએ નોંધાવીને સહાય કરવાની સંઘના સર્વ સભ્યને અને અન્ય ચાહકે તથા શુભેરછકેને સંઘ વતી નમ્ર અરજ કરવામાં આવે છે. આશ્રમને સહાય કરવા માટે તે વિવિધ યોજનાઓ છે, પરંતુ દવાની કાયમી તિથિની આ યોજના ઉપર લક્ષ કેન્દ્રિત કરવાનું સંઘની સમિતિએ કરાવ્યું છે.
દીન, હીન, દુઃખી, અસહાય ભાંડુઓ પ્રત્યેની આપણી કરુણાસભર કર્તવ્યબુદ્ધિને સતેજ કરવાને આ અવસર છે.
-રમણલાલ ચી. શાહ
અધ્યાત્મભાવ ને કલ્પના સમૃદ્ધ સૌંદર્યોપાસનાને આ અપૂર્વ સમન્વય સાધનાર આ કલાકારોની અદ્ભુત સર્જકતાને, એમની છીણી ને પીંછી દ્વારા થયેલે આ ઉમેષ વિશ્વભરમાં અજોડ છે. શિલ્પ અને સ્થાપત્યકલા જોડે આવી અનન્ય ચિત્રકલાના સંયોજનથી થયેલા આ સમગ્ર નિર્માણમાં એવી અજબ એકરાગતા સધાઈ છે, જાણે કેાઈ કાવ્ય સૂટ થઈને લયબદ્ધ સંગીતરૂપે વહે છે. '
નવસે નવા વર્ષની ચિત્રકલા ને શિલ્પકલાની શૈલી ને પરંપરાના સળંગ ઈતિહાસનું ને નવસે નવા વર્ષના જીવનના દર્શનનું અખ્ખલિત સાતત્ય જાળવતું આવું એક પણ ચિત્રાલય વિશ્વભકમાં ક્યાંય મળે એમ નથી.
અજંતા, ભારતીય સંસ્કૃતિએ, વિશ્વસંસ્કૃતિના ઇતિહાસને આપેલો અનન્ય વારસે છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું નવું પ્રકાશન શ્રી દીપચંદ ત્રિભૂવનદાસ ટ્રસ્ટ ગ્રંથ શ્રેણી-ગ્રંથ છો પ્રભાવક સ્થવિરે
ભાગ પહેલે [આ ગ્રંથમાં શ્રી મૂળચંદજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ, શ્રી વલસૂરિમહારાજ, શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ અને શ્રી ચારિત્રવિજયજી મહારાજનું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે.] લેખક : ડો. રમણલાલ ચી. શાહ
મૂલ્ય રૂા. ૨૦-૦૦ '
– પ્રકાશક :શ્રી મુંબઈ જૈન યુવક સંધ
૩૮૫, સરદાર વી. પી. માર્ગ,
મુંબઈ-૪૦૦ ૦૦૪, ફેન : ૩૫૦૨૯૬ . નોંધ : સંઘના સભ્યોને માટે કિંમત રૂપિયા પંદર !