SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯૭–૩૮૯ વિશ્વનુ દેવતાઓને એકવાર, મૃત્યુલેાકમાં કાઇ રમણીય સ્થળે વિદ્યાર કરવાની ઇચ્છા થઇ. એમણે દેવરાજ ઇન્દ્રની આજ્ઞા માગી. આજ્ઞા તે આપી, જોડે એ પણ કહ્યુ કે ‘*ધ્ય પહેલાં પાછા કરજો !' અનન્ય ચિત્રાલય-અજતા » પ્રવીણચન્દ્ર જી. રૂપારેલ દેવતાઓ, અસરાએ, ગધાઁ, યક્ષ – કિન્નર, સિદ્ધો વિદ્યાધરા વગેરે સૌ ઊપમાં તે પારિજાતકનાં વૃક્ષોથી છવાયેલા અને એના પુષ્પપરિમલથી માદક બનેલા અહીંના વાતાવરણથી આકર્ષાઈને આ કુંદરામાં ઊતરી પડયાં. આનદપ્રમેાદમાં રાત્રી કયાંય વહી ગઇ તે પ્રાતઃકાળ થવાને ખ્યાલ ન રહ્યો. સમયસર પાછા ન ફરતાં, સૂર્યનાં પ્રથમ કિરણની પીંછીના સ્પશથી એ સૌ જ્યાં, જેમ હતાં ત્યાં તેમ, ચિત્રરૂપે અ ંકિત થઈ ગયાં ! લેાકમાનસમાં રમતી આ કથા કવી કાવ્યમય છે! તે ખરેખર, અહીંનું વાતાવરણ એવુ અદ્ભુત જ છે. લગભગ ૩૦૦ ફૂટ ઊંચી, અર્ધચન્દ્રાકાર ટેકરીઓની ખીણમાં, ભેખડાની વચ્ચે કંડારાયેલી અટારીને આ કદા ને નીચે એમાં ચરણ પખાળતી વહી જતી વાઘેરા (વાધૂર કે વ્યાધ્રી) નદી સામે, વચ્ચે એક ખૂણે પડતા જલધેાધ વાતાવરણને પ્રસન્નતાથી ભરી, ગુફાઓને ઢળવા મધુર સંગીતથી ગુ ંજતી કરી દે છે. આવા વાતાવરણમાં અજંતાનાં ગુડ્ડામણિમાંનાં આ ચિત્રાનું દર્શન, કાઇ અલૌકિક સ્વપ્નસૃષ્ટિના વિહાર સમું પ્રતીત થાય છે. આવા સુરમ્ય, શાંત તે એકાંત સ્થળની પસદગીને લગભગ માઇલના ત્રીજા ભાગ જેવડા નાનકડા વિસ્તારમાંય આટલે કલાવૈભવ સમાવવાની કલ્પના કરનારના નિસગ પ્રેમ, સૌ ધ્યપ્રેમ, ને કલાપ્રેમ દવે, કેટલા ઉત્કટ હશે ? આ છે ભારતના ભવ્ય ભૂતકાળની ગરવી ગાથા ગાતાં અજંતાનાં આ ગુફા દિનું આકષ ણુ. ભારતના ભવ્ય ભૂતકાળની ગરવી ગાથા ગાતા અજંતાનાં આ ગુફા મંદિરનું આકષ ણુ આપણાં r નહીં, દુરસુદુર વસતી જગની અન્ય પ્રજાએનાં હૈયામાં પણ અજ પેા જગાડે છે. છેક ૧૮૧૯ . સુધી તે આપણે આ સમૃદ્ધ લાધામના અસ્તિત્વથી પણ અજાણ હતાં. ઔર ગાબાદથી લગભગ ૬૬ માઈલના અંતરે આવેલી આ ટેકરીઓમાં એકવાર અકસ્માત ઍક સેનાધિકારી જઇ ચડયેા તે પ્રાચીન ભારતના સમૃદ્ધ સંસ્કારસ્વર્ગ'નાં દ્વાર વિશ્વ માટે ખૂલી ગયાં ! ચૈત અને વિહાર, એવા ખે પ્રકારમાં વહેચાયેલી અહીંની ૩૦ ગુફાઓમાં કેટલીક તા અધુરી પણ રહેલી છે. ચૌય ગુફાએ આકારમાં લાંખી હોય છે તે તેને સામે છેડે નાનકડા સ્તૂપ હેાય છે; આ પ્રાથ'ના મ ંદિર તરીકે વપરાતી. જ્યારે વિદ્વાર ગુફાએમાં બૌદ્ધ ભિખુએ રહેતા તે અધ્યયન કરતા. પ્રબુદ્ધ જીવન આ બધી ગુફાઓનું નિર્માણ એક જ સમયમાં નથી થયુ' એ તા સહેજે જોઇ શકાય છે. અનેક વિદ્વાનાતા અભિપ્રાયાના તારવણી કરતાં જણાય છે કે ઇ. સ. પૂર્વે' ખીજી સદીથી ઈ. અેસ.ની સાતમી સદી સુધીમાં જુદે જુદે વખતે આ ગુફાઓનુ નિર્માણુ થયુ છે. અત્યારે જે અનુક્રમમાં એમાંનખરા અપાયા છે તે માત્ર સગવડ પૂરતા છે. –એમના નિર્માણ કાળના ક્રમ જોડે એને કાઇ જ સબંધ નથી. પહેલાં ત્યાં પ્રવેશવા માટેતેા માગ પણ જુદા તે; એની સેપાનશ્રેણીના અવશેષો તે એના છેક ઉપરનાં પગથિયાં પાસે કંડારાયેલી નાગરાજની મૂર્તિ' એ મુખ્ય પ્રવેશમાગ' પ્રત્યે આંગળી ચીધે છે. એક કાળે આ બધી જ ચુક્ય ચિત્રા તે શિલ્પથી સમૃદ્ધ હતી. અત્યારે ચિત્ર તેા. ૧, ૨, ૧૬, અને ૧૭ નંબરની ગુઢ્ઢામાં જ સૌથી (શક્ય તેટલી) સારી રીતે સચવાય છે; ને તેમાંય ૧ અને ૨માં સવિશેષ. ૧, ૪, ૧૭, ૧૯, ૨૪ અને ૨૬ નખરની ગુફાઓનુ શિલ્પ ધ્યાન ખેંચે એવું છે-તેમાં ય ૨૬ નંબરની ગુઢ્ઢાનું શિલ્પ ખાસ! આમ છતાં અહીં ના આકર્ષણનું કેન્દ્ર અહીંનાં ચિત્રો જ છે, તથાગત મુદ્રના જીવનપ્રસંગે અને જાતાને નામે ઓળખાતી તેમના પૂર્વ જન્મની કથાઓ અહીં નાં ચિત્રાના મુખ્ય વિષયો છે. પ્રાણીમાત્ર માટે કરુણાભાવ તે માનવમૂલ્યેાની મહાનતાનું ગાન કરતાં અહીંનાં ચિત્રામાં દેવતા, યક્ષ – કિન્ના, રાજા તેર્ક, સ્ત્રી, પુરુષ તે બાળા, સાંધુ – સંન્યાસી – ભિક્ષુક તે નારિકા, પ્રથમત્ત યુગલે ને ગીતા ગાતાં વાયુવિહાર કરતાં ગંધા, પશુ – પક્ષીએ તે વૃક્ષવલ્લરીએ, રાજદરા તે વન-ઉદ્યાન, સૃષ્ટિનાં સવ વૈવિધ્યા તે સવ`સ્તરે જાણે અહીં આવરી લેવાયાં છે ! આ બધામાં, વિશ્વભરના કલાપ્રેમીઓને હૈયે વસી ગયેલુ ‘ખેધિસત્ત્વ પદ્મપાણિ' (ગુ. ૧), હૌયુ. હલાવી દેતું 'મૃત્યુશયાએ પોઢેલી રાજકુમારી (ગુ. ૧૭) અને ખુદ્ધત્વ પ્રાપ્તિ પછી પહેલી જ વાર-તે તેય કુવા અકલ્પ્ય સોંગામાં મળતાં ‘બુદ્ધ, યશોધરા તે રાહુલ' (ગુ. ૧૭)-આ ચિત્રા । ભૂલ્યાં ભુલાય એમ નથી ! ઉપરાંત સજીવ રેખાઓથી મુખર ‘સવ‘નાશ’, ‘શ્યામા રાજકુમારી’ તથા ‘માર વિજય’ ચિત્રાનુ` પણ આકણુ બુરુ છે. અહીંનાં સ્ત્રીપાત્રોના આલેખને વિશ્વભરના કલાકારનું ધ્યાન ખેચ્યું છે. ‘સૌષ્ઠવપૂણ' અગઉપાંગે, સુદીધ નયતા, લાલિત્યભરી છટાદાર અંગભંગી, સુરમ્ય શૃ ંગાર સાધના, અખૂટ અલંકાર વૈભવ, કલાપૂર્ણ કૅશકલાપ'તેં આ સૌને મેાખરે રહેલી મુખર ભાવાભિવ્યકિત, અહીંનાં સ્ત્રીપાત્રાને વિશ્વભરની ચિત્રકલામાં વિશિષ્ટ સ્થાન અપાવે છે. એમના કેશકલાપનું વૈવિધ્ય, એક આખા નવા જ સંગ્ર તૈયાર થઇ શકે એટલા વિપુલ પ્રમાણમાં છે; તેા હાથ ને આંગળીઓની મુદ્રાઓનુ વૈવિષ્ય પણ એટલું સમૃદ્ધ છે કે જગતનું કાઇપણ ચિત્રાગાર આ ક્ષેત્રે એની ખરાખરી કરી શકે એમ નથી. આવી અદ્ભુત ચિત્રાવલિ ઉપરાંત ગુફાઓનાં રત ભે, ભા'તા તે છતા પણુ કલાત્મક સુરોલીાથી ભચક છે. નાના
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy