________________
પ્રોદ્ધ જીવન
૧૬-૭-૮૯
માટે તે
જ જોઈએ. થિએને ?
એ
સમીક્ષા, સારલેખન, સંક્ષેપલેખન, છંદ, અલંકારે વગેરે જેવી બાબતને સ્થાન આપ્યું છે, પરંતુ તેથી ગુજરાતીના વિષયનું ઘનિષ્ટ શિક્ષણ ચાલે છે એ દાવો થઈ શકે એમ નથી.
બીજી બાજુથી ગુજરાતી ભાષાના વ્યાકરણ અંગે વિદ્યાર્થીઓને અભ્યાસ કરે છે તે જાણવા અને સમજવા માટે તે ગુજરાતની હાઇસ્કૂલના ગુજરાતી શિક્ષકોને પરિસંવાદ જેવો જોઈએ. ગુજરાતી ભાષાનું પણ વ્યાકરણ હોય એ વાત વિદ્યાથીઓને કૌતુકભરી લાગતી હોય એવું પણ જોવા મળે તે એ અશકય નથી. ગુજરાતના વિદ્યાથીઓ લેખનકળા અંગે એમ સમજે કે ગુજરાતી તેમની માતૃભાષા છે. એટલે લખતાં તેમને સહજ રીતે જ આવડે, પછી એ અંશે વિશેષ માથાકૂટની શી જરૂર છે. એમ તેઓ માને તે પરિસ્થિતિની અવધિ જ ગણુય. જોડણી, ઉચ્ચાર વગેરે ગુજરાતી ભાષામાં કંઈ હોય જ નહીં અને હોય તે સરળતાથી બધાંને આવડી જ જાય એ ભ્રમને પિવામાં વિદ્યાર્થીઓનું હિત નથી. અ ગ્રેજી, હિંદી અને સંસ્કૃત ભાષાઓ માટે આ સઘળા મુદ્દા સહર્ષ સ્વીકારાય છે, પરંતુ ગુજરાતી ભાવાની વાત આવે ત્યાં આ સઘળા મુદ્દાઓ અંગે મૌન છવાઈ જતું હોય છે. વિદ્યાથીઓને ચલચિત્રનાં સંખ્યાબંધ ગીતા મોઢે આવડે, જયારે જે ગુજરાતી કાવ્ય ગાઈ શકાય એવાં હોય છે અને જેનાં ગાનથી સારા સરકારી પડે એ સ્પષ્ટ છે તેમાંનું કે આખું કાવ્ય તે ભાગ્યે જ વિદ્યાર્થીઓને આવડતું હોય છે. , જે પ્રાથમિક શાળા સાથે અનેક વ્યકિતઓને પ્રત્યક્ષ અને પક્ષ સંબંધ છે તેનો ઉલ્લેખ કેવળ અનિવાર્ય જ છે. પ્રત્યક્ષ સંબધ એટલે વ્યકિતએ પોતે પોતાના બાળપણમાં પ્રાથમિક શિક્ષણ લીધું હોય તે જાતનો સંબંધ. પરોક્ષ સંબંધ એટલે પિતાનાં સતાને કે સંતાનનાં સંતાને પ્રાથમિક શાળામાં અસ કરતાં હોય તે જાતને સંબંધ પ્રાથમિક શાળા બાળકને કેવળ નિરક્ષરતા નિવારણ માટે નથી તેમ માત્ર બાળકની ગાણિતિક શક્તિ જ ખીલવવા માટે નથી. પરંતુ પ્રાથમિક શિક્ષણના તબકકામાં ભાષાશિક્ષણ ઘણી મહત્વની બાબત છે. પ્રાથમિક શાળામાં એકથી ચાર ધોરણ સુધીમાં ભાષાની જે સમજ બાળક ગ્રહણ કરે છે તે તેના ભવિષ્યના ભાષાના અભ્યાસ માટે પાયે બને છે. વાંચતાં આવડવું, લખતાં આવડવું, જોડણુને ખ્યાલ બેસો, ઉચ્ચાર સ્પષ્ટ થવા, સરળ અથ' સમજમાં આવે, ભાવાર્થ સમજમાં આવે. કાવ્ય ગાતાં રાવડે અને તેને અર્થ સમજાય, ઇતર વાચનને શેખ, વ્યાકરણની સાદી સમજ વગેરે બાબતના સંસ્કારો ચાર ઘેરણ સુધીમાં જેટલા પ્રમાણમાં સરસ અને દ્રઢ પડે તેટલા પ્રમાણમાં ધોરણ ૫ થી માંડીને કાલે જના અભ્યાસ સુધી ભાષાજ્ઞાનની ઇમારતનું ચણતર થાય. પરંતુ પ્રાથમિક શિક્ષણ પ્રત્યે સમગ્ર સમાજની ઉદાસીનતા પ્રવર્તે છે ત્યાં ગુજરાતી ભાષાનાં શિક્ષણ કે ગૌરવની વાત અંગે કેટલું ઉરોજન મળે એ પ્રશ્ન છે. સમાજમાં આ પાયાના શિક્ષણ પ્રત્યે રસ હશે તે તે વ્યકિતને વ્યકિતગત દ્રષ્ટિએ રસ હશે, જેથી ગુજરાતી ભાષાના ગૌરવની વાત ઘડીભર હોય તો તે મર્યાદિત રીતે હાય.
આશ્ચર્થની વાત તે એ છે કે શિક્ષિત માબાપે પોતાનાં
બાળકને બાતમંદિરથી જ ત્યાં અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ અપાતું હૈય ત્યાં મોકલે છે. વળી, ગુજરાતી ભાષાના શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતાની અવધિ તે એ છે કે પ્રાદયા-- પક અને શિક્ષકે પણ પોતાનાં બાળકને અંગ્રેજી માધ્યમવાળાં બાલમંદિર અને શાળાઓમાં મોકલે છે. પ્રાધ્યાપકૅના આ વલણને આપણે ક્ષમ્ય ગણીએ, કારણ કે તેમને શિક્ષણ અંગેની તાલીમ લેવી પડતી નથી, તેથી તેમને કેળવણીશાસ્ત્રને ખ્યાલ ન હોય. પરંતુ શિક્ષકને તે કેમ શીખવવાની તાલીમ લેવી પડતી હોય છે અને કેળવણીરાઅને અભ્યાસ કરવા જ પડે છે. બાળકને બાલમંદિરમાં કે પ્રાથમિક શાળામાં પરભાષા દ્વારા શીખવવું એ તેમના પર અત્યાચાર છે એ કેળવણીશાસ્ત્રની સ્પષ્ટ વાત છે. ઉચ્ચ શિક્ષણમાં પણ વિષય સારી રીતે સમજાય અને સરળતાથી ગ્રહણ થાય તેટલા માટે માતૃભાષાનું માધ્યમ અપનાવવામાં આવ્યું અને નાનાં બાળકને અંગ્રેજી માધ્યમ દ્વારા ભણાવવા માટે માબાપ ગૌરવ લે એ તે વિધિની વિચિત્રતા જ ગણાય.
આ વારતવિક પરિસ્થિતિમાં ગુજરાતની માતૃભાષા ગુજરાતીનું સ્થાન મેગ્ય કક્ષા સાથે ગૌરવભર્યું બને તે માટે ગુજરાતની યુનિવર્સિટીઓની જવાબદારી શી ગણાય ? વહીવટી દષ્ટિએ અને શિક્ષણની દષ્ટિએ યુનિવસિરીઓને હાઇસ્કૂલે અને પ્રાથમિક શાળાઓ સાથે તે કશે જ સંબંધ નથી પરંતુ યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક તૈપાર કરે છે અને બહાર પડે છે. આ સ્નાતક અને અનુરનાતક હાઈસ્કૂલમાં પણ કામ કરવા લાગે છે. હાઈસ્કૂલના શિક્ષક એસ. એસ. સી. અને એચ. એસ. સી.ના વિદ્યાથી એને તૈયાર કરે છે જે પી ટી સી.ની તાલીમ લઈને પ્રાથમિક શાળાઓ સંભાળે છે. આ રીતે યુનિવર્સિટીઓને પ્રત્યેક શૈક્ષણિક સાથે પક્ષ સંબંધ છે. તેથી ગુજરાતની યુનિવર્સિટીઓ માતૃભાષા ગુજરાતી માટે એગ્ય દષ્ટિ અને વાતાવરણ નિર્માણ કરે તે આ પ્રશ્ન જરૂર હલ થઈ શકે તે છે પરિણામે સમય જતાં પ્રાથમિક શાળાઓમાં ભાષાશિક્ષણ યોગ્ય બને, તે પછી શિક્ષણના પ્રત્યેક તબકકે ભાષાશિક્ષણની યોગ્ય ઇમારતનું ચણતર થતું રહે
નાણાંની ખેંચનું કારણ આપીને અથવા તે માતૃભાષા ગુજરાતીની કક્ષા એગ્ય બને અને તેનું સ્થાન ગુજરાતમાં ગૌરવભર્યું બને એ સંકુચિતતા ગણાય એવું કારણ આપીને ગુજરાતની યુનિવર્સિટીએ પિતાની ઉચિત જવાબદારી પ્રત્યે ઉદાસીનતા ન સેવે એવું ગુજરાતી જરૂર છે. ગુજરાતી ભાષાના સાહિત્યકારોની પ્રેરણા આ દિશામાં અવશ્ય શુભ પરિણામગામી નીવડે.
માં જાવ,
જાવાની છે તથમિક
પ્રબુદ્ધ જીવનને સંયુક્ત અંક ' 'પ્રબુદ્ધ જીવનને તા. ૧લી ઓગસ્ટ અને તા. ૧૬મી ઓગસ્ટને અંક પયુંષણ પર્વ નિમિત્ત સ યુકત અંક તરીકે તા. ૧૬મી ઓગસ્ટ, ૧૯૮૯ ના રોજ પ્રગટ થશે.
-તંત્રી