SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન જ શ્ વડોદરામાં મળેલા લેખક મિલન વખતે ઇ. સ. ૧૯૫૦માં થયા હતા. મુંબઇ યુનિવર્સિટિમાં ગુજરાતી વિષય સાથે પ્રથમ નખરે આવેલા અને તે વખતે પછીથી ખબર પડેલી કે અમારા પરીક્ષકામાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને વિજયરાજ વૈદ્ય સાથે ઉમાંશ કર જોશી પણ હતા. લેખક મિલનમાં મેં મારા પરિચય આપ્યા ત્યારે પરીક્ષાના પરિણામની એમણે αγ વાત કાઢેલી અને લેખક મિલનના કાયક્રમના છેલ્લા વિસે ચાંદમાં. રાત્રે નદીકિનારે મળેલી સભામાં બધાને પરિચય ઉમાશં કરે કરાવ્યેા તે વખતે નવા એમ. એ. થયેલા યુવાનોમાં નિર જન ભગત અને મારા પરિચય કરાવેલા. એ વખતે સે-સવાસે જેટલા લેખકાને ઉમાશ ંકરે વિગતે પરિચય કરાવ્યો હતા. તે ઉપરથી તેમની અદ્ભુત સ્મરણુશકિતની પ્રત્યક્ષ- પ્રતીતિ બધાને થઈ હતી. વાદરાના સમેલન પછી ઉમાશ કરને મુંબઈમાં અને અમદાવાદમાં વાર ંવાર મળવાનું થતુ. મુબદ્ધમાં પર્યુષણુ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા આવેલા અને પાન દભાઇ કાપડિયાને ત્યાં ઊતરેલા ત્યારે એમની સાથે ગાઢ પરિચય થયેલા. મારાં પત્નીએ ત્યારે સેલ્ફિયા કાલેજમાં એમનું વ્યાખ્યાન પણ ગાવેલુ 1 • સાહિત્ય પરિષદના નડિયાદના સ ંમેલન વખતે, મુનશી પાસેથી સાહિત્ય પરિષદ લેવાના આંદુલન વખતે મુનશી સાથેની વાટાઘાટમાં ઉમાશંકર વધુ પડતા ગુસેા કરી. ખેઠેલા એ ત્યાં ચર્ચાના વિષય થઈ ગયેલા. એમના ગુસ્સા વિશે પછીથી મિત્રાએ ટકાર કરેલી. ઉમાશંકરની યુવાનીને એ આક્રોશ 'સાહિત્ય પરિષદને છેડાવવા માટેના હતે.. .નડિયાદમાં સદ્ભાગ્યે જયેાત્સનાબહેનની સાથે એક જ રૂમમાં મારાં પત્ની તારાબહેનને ઉતારા મળ્યેા હતેા. એથી ન્યાત્સનાબહેન સાથે ધણી અત્યંત અંગત વાતા થયેલી. ઉંમાશ ંકરને નાની ઉંમરે ક્ષયરાગની અસર થયેલી અને તે માટે ઉમાણ કરે કેટલી બધી કાળજી રાખીને એ રાગ મટાડેલા તેની વાત . જ્યોત્સનાબહેને કહેલી. વળી ચિ. સ્વાતિના જન્મ પછી ઉમાશ કરે . આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારેલું તેની વાત પણ જ્યુસનાબહેને કરેલી. પેાતાનાં આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન હતાં તે સામે એમનાં સગાંસ બધીઓને કેટલા વિરાધ હતે. અને પોતાને કેટલુ સહન કરવુ પડેલુ તેની વાત પણ કરી હતી. ‘સખી મે કલ્પી’તી' કાવ્યના રચયિતા અને 'મનુજ મુજ શી’ તથા ‘મધુરતર હૈયાંની રચના' કહેનાર કવિ ઉમાશંકર અને જ્યોત્સનાબહેનનુ દામ્પત્ય જીવન અત્યંત સ્નેહપૂર્ણ અને પ્રસન્ન હતુ. ઉમાશંકર જ્યોત્સનાબહેનની સંભાળ બહુ રાખતા. ઉમાશંકરના પ્રેમ અને પ્રત્યુત્પન્નમતિના ઉદાહરણ તરીકે 'જ્યોત્સનાબહેને કહેલા એક પ્રસગ યાદ આવે છે. તે બંનેને ખાદી, કે સ્વદેશી વસ્ત્ર પહેરવાને નિયમ હતા. કે બન્નેએ સાદાથી જીવન નકકી કરેલુ. વળી યેટ્સનાબહેને મની નિયમ રાખેલા કે વધુમાં વધુ ત્રીસ રૂપિયા સુધીની સાડી ખરીછી. એક વખત જ્યેત્સનાબહેનને એક સાડી બહુ ગમેલી અને લેવાનું નકકી કર્યું; પર ંતુ એની કિ ંમત પૂછતાં સાડત્રીસ રૂપિયા છે એમ જાણ્યું એટલે પાતે તે લેવાનું માંડી વાળ્યુ સાડી બહુ સરસ છે. અને ગમી ગઇ છે એટલે ઉમાશંકરે તે લેવાના આગ્રહ કર્યાં, પણ યાત્સનાબહેને ના પાડી. ઉમાશંકરે કારણ પૂછ્યું, એટલે જ્યેત્સનાબહેને કહ્યું કે વધુમાં વધુ ત્રીસ રૂપિયા જીવવાનું એવા મ તા. ૧-૧-૮૯ સુધીના નિયમ છે અને આ સાડીની કિંમત સાડત્રીસ રૂપિયા છે, માટે તે લેવી નથી ઉમાશંકર જ્યેત્સનાબહેનની મૂંઝવણ સમજી ગયા. પરતુ સાડી અપાવવાની એમની પૃચ્છા પ્રબળ હતી. વળી જ્યાત્સનાબહેનની આ કાઇ અક્ર પ્રતિજ્ઞા નહેાતી. સાદાઈથી ધર ચલાવવા માટે ધારણ કરેલા સામાન્ય નિયમ હતા. એટલે ઉમાશંકરે વચલા માર્ગ કાઢી જ્યોત્સનાબહેનને સમજાવતાં કહ્યું” કે ‘તમારા નિયમ પ્રમાણે આ સાડી લઈ શકાય એમ છે. વધુમાં વધુ ત્રીસ રૂપિયા સુધી એટલે કે ત્રીસ શબ્દની સાથે જે વધુમાં વધુ રકમ આવે ત્યાં સુધી લઇ શકાય. ૩૧ થી ૩૮ સુધીની રકમેમાં ત્રીસ શબ્દ આવે છે એટલે સાડત્રીસ જ નહિ, આડત્રીસ રૂપિયા સુધી લઇ શકાય, એગણુચાલીસની સાડી ન લેવાય.' આમ અનુકૂળ અથ કરી અને વિશેષ તા પ્રેમપૂર્ણાંક ખૂબ આગ્રહ કરી ઉમાશ કરે યાત્સના બહેનને એ સાડી અપાવેલી. ૧૯૫૫માં અમદાવાદની સેન્ટ ઝેવિયસ કાલેજમાં મારે ગુજરાતીના અધ્યાપક તરીકે એક ત્રત્ર ભણાવવાનું થયું. અમદાવાદના એક વર્ષના તે નિઃશસ દરમિયાન ઉમાશ કરને મળવા એમના બાવાડીના નિવાસસ્થાને ઘણીવાર તે. ત્યારે ઉમાશ ંકર એટલા વ્યસ્ત નહોતા. વળી હુર ! સાં ૫, સુખલાલજી પાસે એમને જે કંઇ વાંચવું હોય તે વાંચી આપવા માટે તે. ઉમાશ’કર પણ એમને મળવા માટે વખાવખત આવતા. અને એ રીતે એમની સાથે સારી સાહિત્યગેષ્ઠિ થતી. ગુજરાતી સાહિત્ય પરિષદ મુનશી પાસેથી લઇ લેવા માટે જે આંદોલન થયેલુ તેમાં પહેલી સહી ૫. સુખલાલજીની હતી. તે સમયે "પતિજીનાં સાંનિધ્યમાં ધણી વાટાઘાટ થતી તથા પરિષદ મુનશી. પાસેથી લેવાયા પછી તેના નવા બંધારણની ચર્ચાએ પંડિતજીની હાજરીમાં થતી. એ વખતે ઉમાશ કર, જીણાભાઇ, યશવ ત શુકલ, જયંતી દલાલ વગેરેની વિચારધારા કેવી છે તેના પ્રત્યક્ષ પરિચય થયેલા. ત્યારે હજુ ઉમાશકરે ગુજરાત યુનિવસિ'ટીમાં કાઈ સ્થાન સ્વીકારેલુ નહિ. ભે. જે. વિદ્યાભવનમાં માના અધ્યાપક તરીકે તેઓ કામ કરતા અને એક ંદરે તે સંસ્કૃતિ' ચલાવવામાં અને સાહિત્યલેખનમાં પોતાના બધા સમય ઉપયેગમાં લેતા. ઉમાશંકર પારિતષિક-એવે...' વગેરે સ્વીકાયાં છે અને તેના સમારંભમાં હાજરી આપી છે, પરંતુ પેાતાનાં પચાસ, સાહ કે પચેતેર વર્ષ નિમિત્તે જન્મ મહોત્સવ ઉજવવાની સ ંમતિ કયારેય આપી નથી. તેમને ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે. સઠ વર્ષો પૂરાં થયા ત્યારે, સીત્તેર વર્ષ પૂરાં થયા ત્યારે અને છેલ્લે પચેતેર વર્ષ પૂરાં થયાં ત્યારે દરેક વખતે તે તે ઉજવવા માટે દરખાસ્ત લઈને કેટલાક સાહિત્યકારા તેમની પાસે ગયા હતા, પર ંતુ તેને તેમણે ક્યારેય સ્વીકાર કર્યાં નહેાતા. એમના એ નિર્ધાર એમના અભિજાત સૌંસ્કારના દ્યોતક છે. વળી તે અન્ય લેખકા માટેની એવા પ્રકારની માત્ર ઉંમર સાથે સંકળાયેલી ઉજવણીના કાર્યક્રમમાં કર્ણ સ્થાન સ્વીકારીને ભાગ લેતા નહિ. કૅટલાંક વર્ષ પહેલાં મુ અજીના એક સાહિત્યકારને પચાસ વર્ષાં પૂરાં થયાં ત્યારે તેમની ઉજવણીના કાર્યક્રમમાં પ્રમુખ તરીકે ઉમાશ કર પધારશે એવી જાહેરાત થઇ હતી. એ દિવસેમાં મારે માઉન્ટ આબુ જવાનું થયું હતું. ત્યાં એક દિવસ - સ સ્ટેન્ડ પાસે ઉમાશકર અચાનક મળી ગયા. ઘેાડી વાતચીત થઇ. છૂટા પતી વખતે મે એમને કહ્યું, ‘હવે મુંબઇમાં...ની ૫૦ વર્ષની ઉજવણી પ્રસંગે તમે પ્રમુખ તરીકે આવવાના છે ત્યારે (અનુસધાન પૃષ્ઠ ૧૦ મુ’)
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy