SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૯૮૯ .. Regd. No. MH, By / South 54 Llcence No. 1 37. પ્રબુદ્ધ જીવન વર્ષ: ૫૦ ૧૭ મુંબઇ, તા. ૧-૧-૧૯૮૯ વાર્ષિક લવાજમ રૂા. ૩૦/– છૂટક નકલ રૂા. ૧-૫૦ તંત્રી : રમણલાલ ચી. શાહુ ઋતાપાસક ઋષિ સ્વ. ગુજરાત અને ગુજરાતી સાહિત્યનું નામ આંતરભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સુખ્યાત બનાવનાર આપણુા લાડીલા કવિ, વિવેચક અને સંસ્કારપુરુષ ઉમાશંકર જોશીનુ સેમવાર તા. ૧૯મી ડિસેમ્બરે રાત્રે મુખશ્ર્વમાં કૅન્સરની બીમારીથી અવસાન થયું. એમના રવગ વાસથી આપણને એક વિરલ વિભૂતિની ખેટ પડી છે. અ`ગત રીતે તેા અમે જાણે કુટુંબની એક વડીલ વ્યક્તિ ગુમાવી હેાય એવુ લાગે છે. મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરશમાં વાર્ષિક રૂા. ૨૦૦ ગાંધીજી અને કાકા કાલેલકરની છત્રછાયા હેઠળ જીવન– ઘડતર કરનાર બ્રાહ્મણુત્વના શ્રેષ્ઠ સંસ્કાર ધરાવનાર, વેદ અને ઉપનિષદકાળના ઋષિની યાદ અપાવનાર સ્વ. ઉમાશ કર જોશીએ એક ગુજરાતી કવિ કે સાહિત્યકાર તરીકે જીવનમાં જે સિદ્ધિ મેળવી તે ઘણી મોટી હતી. રણજિતરામ સુવણું ચદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન, ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિનું પદ, જ્ઞાનપીડને એવોર્ડ', સાહિત્ય અકાદમીનુ પ્રમુખસ્થાન, કેન્દ્રની રાજ્યસભાનું સભ્યપદ, વિશ્વભારતી-વિશ્વ વિદ્યાલયનું ઉપકુલપતિપદ જેવી માનભરી સિદ્ધિએ મેળવવા તેએ સદ્ભાગી અન્યા હતા. આ બધી જ સિદ્ધિએ આયાસ કુ ખટપટ કરીને નહિ, પરંતુ કેવળ પેાતાની ગુણવત્તાને ધેારણે તેમણે પ્રાપ્ત કરી હતી. તેએ સત્ય, ન્યાય, નીતિ અને પ્રામાણિકતાના જીવનભર ઉપાસક રહ્યા હતા, ઋત' એમના જીવનને મંત્ર હતા. તેમની ઋતની ઉપાસના અખંડ હતી. અસત્ય કે દંભને આશ્રય લઈ આયાસપૂર્વ ક કશુંક પ્રાપ્ત કરી લેવાતું કે પેતાને બચાવ કરવાનું તેમણે કદી વિચાયુ નહાતુ. એમના અંતરમાં એક બાજુ જેમ કાયસિદ્ધિની આકાંક્ષા રહી હતી તેમ ખીજી બાજુ અનાસકિત પશુ રહેલી હતી. પેાતાની ભૌતિક એષણાઓને તેએ કયારેય વાચા આપતા નહિ. યથાશય તેએ નિસ્પૃહ કે ઉદાસીન રહેતા. સંબધે બાંધીને કશુંક મેળવી લેવાની ઝખના તેઓ કયારેય રાખતા નહિ. જેમ પત્રવ્યવહારની ખબતમાં તેમ મિત્ર સાથેના સંબંધોની ખાખતમાં પણ જૂજ અપવાદ સિવાય, તે સામેથી બહુ ઉત્કંઠા દર્શાવતા નહિ. સહજ રીતે થાય તેટલું થવા દેતા. જાહેર-જીવનમાં અન્ય લેાકાના આકાણુ ષ કે ઇર્ષ્યાને પાત્ર થવાનુ' થાય, પરંતુ ત્યારે પણ ઉમાશંકર સમભાવ અને ઉદાસીનતા ધરાવતા. તેમની પાસે અગાધ જ્ઞાન હતું અને વિશિષ્ટ જીવનદર્શન હતું. તેમની સ્મૃતિ પણ એટલી જ સતેજ હતી. એને લીધે તેમની પાસે અનૌપચારિક રીતે શાંતિથી ખેઠા હાઇએ ત્યારે પ્રાચીનકાળના કાર્ટે ઉચ્ચ ઉમાશંકર જૉશી પ્રતિભાસંપન્ન ઋષિમુનિની પાસે, / Geniusની પાસે ખેઠાં હોઇએ તેવો અનુભવ થતા. ઉમાશંકરની વિવિધ સિદ્ધિઓને લક્ષમાં રાખીને એમને વિવિધ બિરુદ આપવામાં આવ્યાં છે. પરંતુ ‘ઋતેપાસક ઋષિ' તરીકે એમને ઓળખાવવામાં એમને, અપાયેલા ઘણાં બિાને સમાવેશ થઇ જાય છે. કવિતા, નાટક, વાર્તા, વિવેચન, સંશોધન-સંપાદન, ઈત્યાદિ વિવિધ ક્ષેત્રે એમની બહુમુખી અને બહુશ્રુત પ્રતિભાએ પાંચ દાયકાથી અધિક સમય સુધી સતત યાગદાન આપ્યા કર્યુ. એમનું સત્ત્વશીલ વનલક્ષી વિપુલ સાહિત્ય ચિરકાળ સુધી અનેકને પ્રેરણા આપતુ રહેશે. એમનું જીવન પણ એવુ જ પ્રેરણામય હતું. એમના નિકટના સંબંધમાં આવવાનુ અમને સદ્ભાગ્ય સાંપડયું હતું. અહીં થોડાંક મરણા તાજા કરું છું. શાળા અને કૉલેજનાં રાયપુસ્તામાં ઉમાશંકરની કવિતા ભણવાની આવી હતી ત્યારથી એટલે કે કિશારાવસ્થાથી જ ઉમાશંકરના નામથી હુ* સુપરિચિત થયેા હતે. મુંબઇમાં સેન્ટ ઝેવિયસ" કાલેજમાં પ્રથમ વર્ષ માં હતા ત્યારે અમારા અધ્યાપકા બાદરાયણુ અને પ્રે. ગૌરીપ્રસાદ ઝાલાએ ઉમાશંકર જોશીનુ ગુજરાતી કવિતાની આવતી કાલ’ એ વિષય ઉપર વ્યાખ્યાન ગેાઠવ્યુ હતું . એ દિવસે ઉમા કરને પહેલીવાર જોયેલા. ઉમાશ કરે ત ખ્યાનની શરૂઆતમાં કહેલું તે આજે પણ યાદ છે. તેમણે કહ્યું” હતું કે મારી અટક જોશી છે. હું માનું છું કે મારી અટક જોઈને આવતી કાલની ગુજરાતી કવિતા વિશે મને ખેાલવાનુ નહિ કહ્યું હાય. આવતી કાલની કવિતા વિશે હું જે કહીશ તે પેતિથી તરીકે નહિ પણ કવિતાના પ્રવાહમાં પડેલા કવિ તરીકે કહીશ.' એ દિવસે ઉમાશંકરને સાંભળ્યા ત્યારે એક તેજસ્વી કવિ અને ધુરરસિક વિદ્વાન વકતાને સાંભળવાને આનંદ અનુભવ્યેા. પછીથી તે મુબઇમાં જેટલીવાર તેમનાં વ્યાખ્યાનોતો કે કાવ્યવાચનના કાય'ક્રમ હોય તેટલીવાર તેમાં જવાતુ અચૂક રાખતા. ૧૯૪૮માં B, A. થયા પછી મારા પારસી મિત્ર શ્રી મીનુ દેસાઈ સાથે ગુજરાતી સેનેટનુ સંપાદન ‘મનીષા’ નામથી કરવાનુ અમે વિચાયુ. તે વખતે ઉમાશકર સાથે મારે પત્રવ્યવહાર થયા હતા. પત્રના વાળ ન લખવાની ઉમાશંકરની પ્રકૃતિ ત્યારે હજુ વિકસી ન હતી. એટલે પત્રના તરત જવાબ આપતા અને વિગતે સલાહ-સૂચન આપતા, કારણ કે સેનેટ એમના એક પ્રિય કાવ્યપ્રકાર હતે. એ પુત્રવ્યવહારથી ઉમાશંકર સાથે પરિચય થયો હતેા, પરંતુ રૂબરૂ મળીને વાતેા કરવાના પ્રસંગ હજુ ત્યારે સાંપડયે નહાતા. ઉમાશંકર સાથે મારે વ્યકિગત અંગત પરિચયતા
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy