________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૮૯
તમે વચલીને એ માટે રાજી કરી શકે ? એ પછી છે બહુ ભણેલી અને હમણાં હમણાં તે વિજ્ઞાન એટલે વિજ્ઞાન વિજ્ઞાને . તે માણસને ન્યાલ કરી દીધા એવું વાતવાતમાં બેલે છે. એટલે મારી વાત એને જુનવાણી તે નહીં લાગે છે? તમને - મારી વાત ગમે તે તમે તેને સમજાવશે ?”
માને છે તે ટાઢક થઈ ગઈ. મહાવીર સ્વામીને મનમાં ને મનમાં પ્રણામ કરીને એણે મટીને બાથમાં લીધી અને કહ્યું, તેં આ કુટુંબને મોટા પાપમાંથી ઉગારી લીધું. જે હવે આ વાત મારા પર છેડી દે. ભગવાન બધાં સારાં વાનાં કરી દેશે.”
એક દિવસ માએ વચેટ દીકરાન્યૂહુને પાસે બેલાવ્યાં અને મેટા દીકરા અને એની વહુની મહેચછા કહી અને પિતાના તરફથી સૂર પર કે, ‘જુએ, પેટની કોઈને ખબર નથી પડતી પણ ન કરે નારાયણ ને ત્રીજી વાર જે દીકરી આવે તે ઉદાર થઈને જેઠ-જેઠાણીને આપશે ? તેઓ એમને નાને દીકરે તમને આપશે. એ બંનેએ આખા ઘર માટે બહુ ભેગ આપે છે. મેટાએ તે ભોગ આપવો જ જોઈએ. એમાં નવાઈ શું ? આજે ડોક બદલો આપવાનો વખત આવ્યું છે. તમે જે જરાક ઉદાર બની શકે
અને દીકરી આવે છે એમને આપશું એવું વચન આપે તે બને બહુ રાજી થશે. તમતમારે નિરાંતે વિચાર કરીને કાલપરમમાં જવાબ આપજો ને !'
અને પછી મેટાભાઇએ દત્તક લીધેલી દીકરીને લાપાથી ઉછેરીને કન્યાદાન વખતે વચેટ ભાઈની બન્ને દીકરીઓ. કરતાંયે એમ કહીને વધુ કરિયાવર કર્યો કે ધંધાપાણી હમણાં વધુ સારા છે તે વધુ કરિયાવર કરવો જોઇએ ને ? મેઘવારીય કેટલી વધી ગઈ છે !, ' ', .
" કુટુંબ જેટલું ભણેલું એટલું ગણેલું: ' જેટલું સમજે એટલું બેલે નહીં. મનમાં ને મનમાં એકબીજા તરફની લાગણીથી મનને ભીંજાવા દે, વ્યક્ત કરીને વાતનું ગૌરવ ઓછું ન કરે..
મહારાજશ્રીએ વાત પૂરી કરી ત્યાં ભાવનગરના કેટલાક શ્રેષ્ઠીઓ ધર્મલાભ પામવા પધાર્યા અને હું માનવસ્વભાવની વધુ એક ઓળખ પામીને હરખાતે હરખાતે ઘરભણી ઉપડયો ત્યારે હું થોડોક જુદે અદમી હતો, થોડોક વધુ આશાવાદી, થોડોક વધુ માનવતાવાદી, માણસજાત ડાહી તે ખરી, એની ખાતરીવાળા. '
સાચે ધર્મલાભ તે હું પામ્યું હતું.
| બિચારી માતૃભાષા !
પક “સગી .
હેય. ૧૯૫૪ સુધી ગુજરાતની કોલેજમાં માતૃભાષા ગુજરાતી સિવાય બધા વિષયે અંગ્રેજીમાં શીખવવાના હતા. એટલે ૧૯૫૪ સુધી બધા વિષયનાં પુસ્તકે અંગ્રેજીમાં જ મળતાં. આ અંગે પૂર્વતૈયારી વિના શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી ભાષા દાખલ કરવામાં આવી. આ સિદ્ધાંત સામે કઈ જ વાંધો ન હોય. પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાતીમાં પુસ્તક આપવાની જવાબદારી જે રીતે સ્વીકારવી જોઈએ તે રીતે સ્વીકારી નહિ એમ સખેદ કહેવું પડે છે.
કેમ જાણે ઉપેક્ષાવૃત્તિ માણસના સ્વભાવમાં જડાઈ ગઈ હાય! માણસ નુકસાન સહન કરે છે, પશુ સાવધ, અપ્રમત્ત રહેવા તૈયાર નથી. બીજી બાબતમાં યુનિવર્સિટીઓએ ઉપેક્ષા કરી હોય તે અભ્યાસીઓ માટે અલગ વિષય બને અને એ અંગે તેમને ઘણું કહેવાનું હોય. પરંતુ યુનિવર્સિટીઓએ એક પાયાની બાબતનાં ઉપેક્ષા સેવી છે જે શિક્ષકને તે ખેંચે તેવી છે. યુનિવર્સિટીઓની આ ઉપેક્ષાવૃત્તિ અંગે લખવાની પ્રેરણુ મને મળી હોય તે તે માનનીય વિદ્વાન લેખક મહાશય શ્રી તનસુખ ભટ્ટના તા. ૧-૪–૮૯ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા “ખાટલે મોટી ખેડ' લેખને આભારી છે. તેમની હૌયાવરાળ સાથે હું સહમત છું અને તેમના પ્રત્યે મારી પૂરી સહાનુભૂતિ છે. યુનિવર્સિટીઓની જે ઉપેક્ષાવૃત્તિ હું બતાવવા માગું છું તે માતૃભાષા પ્રત્યેની છે.
ગુજરાત યુનિવર્સિટીએ બી. એ.ની પહેલી પરીક્ષા ૧૯પરમાં લીધી જે વખતે પરીક્ષા આપવાનું સદભાગ્ય અમારા બેચનું હતું. તે પહેલાં એકમાત્ર બેખે યુનિવર્સિટી સમગ્ર મુંબઈ રાજ્યમાં હતી. આજે તે એકલા ગુજરાત રાજ્યમાં જ ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, બરડા યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરે ઘણુ યુનિવર્સિટીઓ કામ કરી રહી છે. યુનિવર્સિટીનું કામ અલગ ધટકામાં વહેંચાઈ જાય એનાથી રૂડું શું ? પરંતુ આ બધી યુનિવર્સિટીએ પાયાના જ પ્રશ્ન અર્થાત માતૃભાષાનું જ પ્રશ્ન પરત્વે ઉપેક્ષાવૃત્તિ રાખતી હોય તે શું સમજવું ?
હું ન ભૂલત હેઉં તે ગુજરાત યુનિવર્સિટીએ ૧૯૫૫માં કોલેજોમાં શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી ભાષાને અપનાવી, અર્થાત્ ૧૯૫૫થી કેલેજના પ્રથમ વર્ષમાં, ૧૯૫૬માં બીજા વર્ષમાં અને ૧૯૬૦ સુધીમાં એમ. એ, સુધી આમ બન્યું
શિક્ષણના માધ્યમની ભાષા ફેરવવી એ ગંભીર બાબત હતી. માધ્યમ તરીકે ગુજરાતી ભાષા એકએટ દાખલ થઈ જાય એટલે પછી બધું થઈ રહેશે એ નિર્ણયમાં પૂરું શાણપણ નથીફેરફાર કરતાં પહેલાં તેનાં પરિણામને વિચાર કરીને રચનાત્મક પાસું તૈયાર કરવું પડે અને તે જ તે ફેરફાર સારું પરિણામ લાવનાર બને. વાસ્તવમાં ગુજરાતની કોલેજોમાં જુદા જુદા વિષષે શીખવતા પ્રાધ્યાપકે મહારાષ્ટ્ર, મદ્રાસ, યુ. પી. વગેરે તરફના હતા. આને અર્થ એ થયે કે ગુજરાતમાં તે તે વિષયના પ્રાધ્યાપકે મળતા નહોતા તે પછી તે વિષયનાં ગુજરાતી પુસ્તક તૈયાર કરનાર કેટલા. મળે ? તે ગુજરાતી પુસ્તકે કેવાં થાય ? માર્ગદર્શિકા લખવી, અને લાઠય પુસ્તક લખવું એ બે વચ્ચે ઘણે તફાવત છે. ઇગ્લેંડના પ્રાધ્યાપકાનાં પુસ્તકે જે પાઠય પુસ્તક અને સંદર્ભ ગ્ર તરીકે સૂચવાતાં તે પણ ભાગ્યે જ વચાતા એવા સમયમાં ગુજરાતી ભાષાના માધ્યમની વાત વહેતી થઈ હતી અને ત્યાર પછી ૩-૪ વર્ષમાં જ તે વાસ્તવિકતા બની. જે કાયાપકે તેમના વિષય અંગ્રેજીમાં શીખવવાને વર્ષોથી ટેવાયેલા હતા અને તેમની માતૃભાષા ગુજરાતી હોય તે પણ તેઓ તે વિષય ગુજરાતીમાં શીખવવા ઘણા નારાજ અને ખિન્ન હતા. તેમના