________________
પ્રબુદ્ધ જીવન :
તા. ૧૬-૭-૮૯
મૂળ ક
તમાં અમદાવાદ
રે કરીને
જૈન યુવક સંઘ સાથે મારે એક સ્નેહની ગાંઠ બંધાઈ ગઈ છે”
અનુબહેનના આવા અત્યંત ઉદાર વલણથી અમે પ્રભાવિત થયા હતા. એક દિવસની મુલાકાત દરમિયાન આશ્રમમાં જે બધી પ્રવૃત્તિઓ અમે નિહાળી તે જોઈને કોઈ એક નિષ્ઠાવાન વ્યકિત ધારે તે એકલે હાથે પણ કેટલું , બધુ સરસ સેવાકાર્ય કરી શકે છે તે જોઈ ધન્યતા અનુભવી. - મુનિ સેવા આશ્રમની સ્થાપના અને એના વિકાસને
ઈતિહાસ પણ એટલે જ રોમાંચક છે.. અનુબહેન ઠકકર મૂળ કચ્છ અંજારનાં વતની, પરંતુ પિતાશ્રીના વ્યવસાયને કારણે ગુજરાતમાં અમદાવાદ પાસે સાણંદમાં આવીને વસેલાં. અનુબહેને શાળાને અભ્યાસ પૂરો કરીને એક શિક્ષિકા તરીકે કારકિર્દી શરૂ કરી હતી.
તેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં જઇ: શાળાના નિરીક્ષકની પદવી સુધી પહોંચ્યાં હતાં. પરંતુ એથી મન ધરાતુ નહોતું. કેઈ વન સિદ્ધ થયાને સાત્વિક સંતેષ નહોતો. એમણે પિતાને માટે અને જગતને માટે કશુંક કરી છૂટવું હતું. આજીવન બ્રહ્મચારિણી રહેવાના સંક૯પ સાથે સાણંદમાં એક સંન્યાસી મહાત્માના પરિચયમાં તેઓ આવ્યા સત્સંગ વધતે ગયે. હરદ્વારથી સાણંદમાં આવીને વસેલા નેવું વર્ષની ઉંમર વટાવી ચૂકેલા એ મહાત્માને “મૌની મહારાજ તરીકે લેકે ઓળખતા કારણ કે એમણે સતત બાર વર્ષ સુધી મૌન પાળેલું. “મૌની’ શબ્દ લોકોની જીભે ‘મુની” (મુનિ) બની ગયો અને મૌની મહારાજને લોકે મુનિ મહારાજ તરીકે ઓળખતા. આ મૌની મહારાજના સત્સંગે અનુબહેનની જીવનદિશા ફેરવી નાખી. પાંત્રીસ વર્ષની યુવાન વયે એમણે નોકરી છોડી દીધી અને મૌની મહારાજની આજ્ઞા અનુસાર વડેદરા જિલ્લાના વાઘેડિયા તાલુકાના ગોરજ ગામે આવીને એકલા પંડે સેવાની ધૂણી ધખાવી. દેવ નામની નાનકડી નદીના કિનારે આવેલા આ ગામની બહાર ઘાસની એક કુટિર કરીને તેઓ રહ્યાં. ગામના લેકેએ એમને મદદ કરી અને સાથે સાથે ચેતવણી પણ આપી કે આ તરફના આદિવાસી પછાત વિસ્તારના નાયકા નામની જાતિના લોકે કૃર અને ઘાતકી હોય છે. અનેક ગુનાઓ કરતા ફરે છે. એમની વચ્ચે એકલા રહીને સેવાનું કામ કરવામાં જો કોઈ પુરુષ માટે પણ બહુ કઠિન હોય તે તમારા જેવી એકલી યુવાન મહિલા માટે તે વાત જ શી કરવી? પરંતુ અનુબહેનના હૃદયમાં એવા ઘાતકી લો કે માટે પણ પ્રેમ જ છલકાતું હતું. તેઓ નીડર હતાં. શ્રદ્ધાવાન હતાં. એક સ્વપનું લઈને આવ્યાં હતાં. માથે ગુરુ મહારાજના આશીર્વા હતા. અને આજ્ઞા પણ હતી. પરિણામ જે આવવાનું હોય તે ભલે આવે. પિતે સાચી નિષ્ઠાથી લોકસેવાનાં કાર્યો કરવા ઇચ્છતાં હતાં.
એમણે અનાથ બાળકને પોતાની પાસે રાખવા-ઉછેરવાનું ચાલુ કર્યું. એક પછી એક એવાં બાળકોની તેઓ માતા બનતાં ગયાં. પછી તે ગ્રામજનોને સહકાર મળતું ગયે. ચેર - લૂંટારુઓના વિસ્તારમાં અનુબહેનના પ્રેમકુસુમે જુદી જ સુવાસ પ્રસરાવી. ગુનેગાર કેમ પણ વશ થતી ગઈ અને આસપાસના ગામડાઓમાંથી સારો સહકાર મળવા લાગ્યા. જેમ જેમ સહકાર મળતા ગયા તેમ તેમ સેવાની પ્રવૃત્તિઓની નવી નવી દિશા ખૂલતી ગઈ અને ઇ. સ.
૧૯૮૦માં એક કુટિર બાંધીને શરૂ કરેલા આશ્રમે એક દાયકામાં તે ઘણે બધે વિકાસ સાથે. વ્યકિતમાં નિઃસ્વાર્થપણું હેય, પરગજુપણું હોય, સેવાની તમન્ના હોય, લેકાના સુખ માટે કંઇક કરી છૂટવાની ભાવના હોય, સહનશીલતા હોય પ્રેમ અને વાત્સલ્ય હોય, સરળ અને ઉદારતા. હેય, હૃદયમાં એક સ્વનું હોય તે સમાજમાં એને પડ પડયા વિના રહેતું નથી. અનુબહેને પિતાના વ્યકિતત્વની પવિત્ર મહેકથી અનેક લોકોના હૈયાને જીતી લીધાં છે, અને એને લીધે મુનિ સેવા આશ્રમે એક દાયકામાં વટવૃક્ષ જેવું રૂપ ધારણ કરી લીધું છે.
અનુબહેને આશ્રમનું નામ તે પિતાના ગુરુ મહારાજનું આપ્યું પરંતુ એ વિરતારમાં તે માત્ર “આશ્રમ” એટલે શબ્દ કહે છે તે અનુબહેનને 'આશ્રમ’ એમ સૌ કોઈ જાણે છે.
અનુબહેનના માત્ર વસ્ત્રને રંગ જ ભગવો નથી, એમના હૃદયને રંગ પણ ભગવે છે. એ વિરતિને કારણે જ એમણે પોતાની પ્રત્યેક પ્રવૃત્તિને “મંદિર તરીકે ઓળખાવી છે. છેલ્લાં થોડાંક વર્ષમાં જ કેટલાં બધાં “મંદિર'ની સ્થાપના આશ્રમમાં થઈ ગઈ !
આશ્રમ દ્વારા ચાલતાં આ મંદિરની પ્રવૃત્તિ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે. (1) પ્રાર્થના મંદિર : સવાર-સાંજ સવંધમ પ્રાર્થના અને મૌન માટે (૨) બાળમંદિર : આજબાજુનાં દસ ગામડાંમાં બાળકોની સંભાળ અને કેળવણી (૩) આરોગ્ય મંદિર ઃ વીસ પથારીની હોસ્પિટલ, પ્રસૂતિગૃહ આરોગ્ય શિક્ષણ. તપાસ, દવા તથા ઓપરેશનની સુવિધા (૪) પરિવાર મંદિર : સ્વજનહીન બાળકેને પરિવાર (૫) ગૌ મંદિર : ગામની આધુનિક તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી, સંવર્ધન અને સેવા (૬) શારદા મંદિર. બક્ષી પંચ અને આદિવાસી બાળક માટે નિવાસી શાળા, પ્રાથમિક શિક્ષણ તેમજ વ્યાવસાયિક સંસ્કારિક તાલીમ (૭) શ્રમમંદિર : ગાલીચાવણુટ કેન્દ્ર અને હાથશાળા (૮) ગ્રામમંદિર : ગામડાંનાં બહેને અને ભાઈઓને પગભર કરવા પશુપાલન, ખેતી વિકાસકાર્યો, શિક્ષણ શિબિરે તેમજ યુવક મંડળ તથા મહિલા મંડળની પ્રવૃત્તિઓ (૯) જલારામ મંદિર : શ્રમયજ્ઞ દ્વારા જન તથા કપડાનું સ્વમાનભર્યું વિતરણ (૧૦) ભગિની મદિર : મંદબુદ્ધિની બહેને માટેનું કેન્દ્ર (૧૧) ગંગા મંદિર : વયેવૃદ્ધ-અશક્ત અને આશરા વગરની માતાઓ માટે જીવન સંધ્યા સુખેથી ગુજારવા માટેનું સ્થાન.
વહેમ, અંધશ્રદ્ધા, અજ્ઞાન અને કુરિવાજોથી ભરેલા આ વનવગડાના પછાત વિસ્તારના લોકોને શિક્ષણ, આવિકા અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડીને તેમના જીવનને નિરામય અને સંસ્કારી બનાવવાનું ભગીરથ કાય' આશ્રમ દ્વારા ઉપાડવામાં આવ્યું છે. આસપાસના ગામડાઓમાં સ્ત્રીઓ પણ જ્યારે મજૂરી કરવા જતી હોય ત્યારે તેમનાં એકબે વર્ષનાં બાળકને સાચવવા માટે તાલીમ લીધેલી બહેનને મોકલવામાં આવે છે અને એ પ્રવૃત્તિને “ઘડિયાધર' જેવું સરસ, સાયંક નામ આપવામાં આવ્યું છે. મફત સેવા, આપવા ઉપરાંત લોકજીવન સાથે આત્મીયતા કેળવવાને પણ આ એક સરસ ઉપાય છે. આસપાસનાં ગામડાઓમાં
( પૃષ્ઠ ૮ ઉપર ).
મંદિર ના વિકાસાતી > "ડનું
માટે