________________
વષ : ૫૧
ક
અંક : ૬ *
તા. ૧૬-૭-૧૯૮૯........Regd. No. MR. By sooth 54 * Licence No 1 37 *
શ્રીજી જાલીની
વાર્ષિક લવાજમ રૂા. ૩૦-
શ્રી મુંબઈ જેન યુવક સંઘનું મુખપત્ર
*
પરદેશમાં રૂા. ૩૦૦/
તંત્રી : રમણલાલ ચી. શાહ મુનિ સેવા આશ્રમ
આઝાદી મળ્યા પછી ગુજરાતમાં ગરીબોના ઉદ્ધાર માટે, લોકસેવાના ક્ષેત્રે જીવનને સમર્પિત કરનાર સ્વ પુષ્પાબહેન મહેતા શ્રી જયાબહેન શાહ, શ્રી કાશીબહેન મહેતા શ્રી અરુણબહેન દેસાઇ, શ્રી કાન્તાબહેન, શ્રી હરવિલાસબહેન, શ્રી શાંતાબાઈ દેસાઇ, શ્રી ઇલાબહેન ભટ્ટ વગેરે મહિલા લોકસેવિકાઓનાં નામોની યાદીમાં મુનિ સેવા આશ્રમ અને એનાં સંચાલિકા-પ્રમુખ શ્રી અનુબહેન ઠકકરનું નામ પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉમેરાયું છે.
કેટલાંક વર્ષ પહેલાં અમારા વડીલ મિત્ર અને ન્યૂ એરા ફૂલના આચાર્ય રવ કાન્તિભાઈ વ્યાસે મુનિ સેવા આશ્રમને સહાય કરવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંધને પત્ર લખ્યો હતો ત્યારે આ આશ્રમનું નામ પહેલીવાર સાંભળ્યું હતું. “મુનિ સેવા આશ્રમ” એવું નામ કંઈક વિલક્ષણ લાગ્યું હતું. એની શી શી પ્રવૃત્તિઓ હશે તેની કંઇ જાણ પણ ત્યારે નહતી, પરંતુ કાન્તિભાઈ પાસે જ્યારે ભલામણ કરી હોય ત્યારે તે સર્વ રીતે યોગ્ય જ હોય એવી શ્રદ્ધા હતી. એટલે સંધ તરફથી આશ્રમ માટે કાન્તિભાઈ વ્યાસને સહાયની રકમને એક મેકલી આપ્યા હતા.
ત્યારપછી કેટલાક સમય બાદ બહેનથી અનુબહેન ઠકકર મુંબઈ આવ્યાં હતાં ત્યારે કાન્તિભાઈ પાસે તેમને મારા ઘરે મુનિ સેવા આશ્રમની પ્રવૃત્તિઓની જાણકારી આપવા માટે મોકલ્યા હતાં ભગવા વસ્ત્ર ધારણ કરેલાં એ તેજસ્વી સન્નારીને જોતાં પ્રથમ મુલાકાતે જ એમના સૌમ્ય અને પવિત્ર વ્યક્તિત્વની અને એમના નિઃસ્વાર્થ, નિદભ સરળ, સંનિષ્ઠ સેવાકિય સ્વભાવની પ્રતીતિ થઈ હતી અને મનમાં એમ થયું કે એમની સંસ્થાની મુલાકાત અવશ્ય લેવી જ જોઈએ, અને એમની લેકસેવાની પ્રવૃત્તિઓ નજરે નિહાળવી જોઈએ ત્યાર પછી એક વખત સંઘ તરફથી મુલાકાત ગોઠવવાનું વિચાર્યું હતું પર તુ ત્યારે ગુંદીના આશ્રમ દ્વારા જાયેલા નેત્રયજ્ઞમાંથી પાછા ફરતાં સંધની સમિતિના સભ્યોની પાસે વડોદરાથી મુનિ સેવા આશ્રમ જવા જેટલે સમય હાથમાં રહ્યો નહિ. પરંતુ ત્યાર પછી સંઘ તરફથી જ્યારે વડોદરાના શ્રમમંદિરની મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો તે વખતે સંધના સભ્યને માટે સાથે સાથે મુનિસેવા આશ્રમની મુલાકાત લેવાને કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. લગભગ બે કલાકની એ મુલાકાત દરમિયાન મુનિસેવા આશ્રમની કેટલીક પ્રવૃત્તિઓ નજરે નિહાળતાં અને તેમાં પણ ખાસ કરીને અનાથ બાળકે અને મંદબુદ્ધિની બહેને પ્રત્યે
અનુબહેન સહજ રીતે, એમની સાચી માતાની જેમ તે અપાર વાત્સલ્યભાવ વરસાવતાં હતાં તે જોઈને બધાં સભ્ય પ્રભાવિત થયાં હતાં અને દરેકને એમ થયું કે આ આશ્રમ માટે મેટી મદદ તે ભવિષ્યમાં જયારે કરીએ ત્યારે પરંતુ અત્યારે જ કંઈ સહાય કસ્તાં જવું જોઇએ; અને ત્યાંને ત્યાં વીસેક હજારથી વધુ રૂપિયાની સહાય એકત્ર થઈ ગઈ હતી. મુનિ સેવા આશ્રમ અને અનુબહેન ઠકકરની છબી સંઘની સમિતિના સભ્યના હૃદયમાં ત્યારથી ચિરાંકિત થઈ ગ5.
સંધ તરફથી પ્રતિવર્ષ કેઇ એક સેવાભાવી સંસ્થાને પjપણ પર્વ દરમિયાન આર્થિક સહાય કરવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને એ માટે દાતાઓને અપીલ કરવામાં આવે છે. આ વર્ષે સંધની સમિતિએ કરાવ્યું છે તે પ્રમાણે મુનિ સેવા આશ્રમને સહાય કરવાને કલંક્રમ નકકી થયે છે. સામાન્ય રીતે જે કઈ સંસ્થાને સાથે કરવાની હોય તે તે પહેલાં તેની મુલાકાત સંધના જિજ્ઞાસુ સભ્યો માટે ગોઠવવામાં આવે છે. તે અનુસાર થોડાક સમય પહેલાં સંઘના કેટલાક સમેએ મુનિ સેવા આશ્રમની મુલાકાત લીધી હતી. અનુબહેને અમારા સૌનું ભાવભર્યું સ્વાગત કયું હતું. આશ્રમની ઉત્તરોત્તર વિકસતી જતી પ્રવૃત્તિઓનું
એમણે દર્શન કરાવ્યું હતું. આશ્રમ તરફથી નાના પાયા • ઉપર હરિપટલ ચલાવવામાં આવે છે અને તેને હવે વિસ્તાર થવાને છે. અનુબહેને કહ્યું કે હેપિટલ માટે જે નવાં મકાનો કાનું અમે વિચાર્યું છે તેમાં એક મકાન ઉપર શ્રી મુંબઈ જેત યુવક સંઘનું નામ આપવાની મારી ભાવના છે.’ હું એમને કંઇ પણ પૂછવા જાઉં તે પહેલાં જ એમણે ઉત્સાહ અને આનંદથી ખુલાસે કરતાં કહ્યું કે, “એ માટે કઈ રકમની કંઈ જ અપેક્ષા નથી કે કેદ શરન અમારે કરવી નથી. મને શ્રી મુબઈ જૈન યુવક સંધ અને એની વિવિધ પ્રવૃત્તિઓ માટે બહુ જ પ્રેમ અને આદર છે. એટલે એનું નામ અમારી સંસ્થા સાથે જોડાય એ જ અમારે મન ન દ અને ગૌરવની વાત છે. એટલે સંઘ કશી રકમ ન આપે તે પણ અમે એક મકાનને જૈન યુવક સંધનું નામ અવશ્ય આપીશું. વરસ પહેલાં તમે બધા આશ્રમની મુલાકાતે આવ્યા હતા અને આવેલા સભ્યોએ જે ભાવપૂર્વક પાંચ દસ મિનિટમાં જ વીસેક હજાર જેટલી મોટી રકમ ઊભાં ઊભાં કરી આપી ત્યારથી જ