________________
'પ્રબદ્ધ છવન :
તા. ૧-૭-૮૯
વિનાનાં દેખાય છે.
ગેજીંચેવને સામ્યવાદના પરિણામે દેખાવા લાગ્યાં છે. લેક કાંતિના સાત દાયકા પછી ત્યાંના કેટલાક રાજદ્વારી પુરુષોને અને ચિંતકાને સમજાયું છે કે રશિયામાં કામ ઘણું થાય છે, પરંતુ તે જરૂર પુરતું જ થાય છે. લોક વધુ મહેનત કરતા નથી અને વધુ મહેનત કરવી હોય તેને માટે પુરતો અવકાશ નથી. વળી આખા રાષ્ટ્રના અસંખ્ય લોકો એવું બેઠાડું જીવન જીવવાને હવે ટેવાઈ ગયા છે અને એવી મનોવૃત્તિ ધરાવતા થઈ ગયા. છે કે ફરજ ઉપરનું કામ જેટલું થાય તેટલું કરવું; ન થાય ? તે પિતાને કઈ કશું કરી શકવાનું નથી. આથી પ્રજામાં નિક્રિયતાનું તત્વ ઉત્તરોત્તર વ્યાપક બનતું ગયું છે. કશુંક કરી બતાવવાનું, કશુંક સિદ્ધ કરવાનું કે કોઈ બાબતમાં પહેલ કરવાની ઉત્સાહભરી ગતિશીલતાનું તત્ત્વ એકંદરે ઓછું થતું ગયું છે. ક્રિયાન્વિતતાને ભાવ ઉત્તરોત્તર વધતું ગમે છે ગર્ભાચેવની ફરિયાદ છે કે પિતાના રાષ્ટ્રમાં કેટલાય લે હવે જાણી જોઈને ઓછું કામ કરે છે. એટલા માટે સમગ્ર રાષ્ટ્રમાં પરિવર્તન પુનંવિધાન, પુર્નરચનાની પેરેસ્ટ્રોઇકાની આવશ્યકતા છે. પેરેસ્ટ્રોક એટલે પુનરચના. Transformation, Reconstraction.. સોવિયેત યુનિયનમાં પેરેટ્રિોડકાનું નવું વાતાવરણ હવે ચાલુ થયું છે. પેરેસ્ટ્રોઇકાના નવા યુગનું મંડાણ થઇ ચૂક્યું છે. એ માટે જોખંડી દીવાલ દુર કરવાની, રાષ્ટ્રને દુનિયાની દ્રષ્ટિએ ખુલ્લું મૂકવાની. લેને પિતાને અભિપ્રાય મુકત પણે વ્યક્ત કરવાની Glasinost ની આવશ્યકતા છે.
અમારા એક ગાઇડે અમને કહ્યું કે સ્ટેલિનથી વર્તમાન સમય સુધીના બધાજ રાજ્યકર્તાઓએ છાપાઓ રેડિશે અને ટી. વી. દ્વારા અમારી પ્રજા સમક્ષ હંમેશા એવું જ ઠસાવ્યા કર્યું કે આખી દુનિયામાં વિકાસ અને પ્રગતિની દષ્ટિએ, સુખ અને સમૃદ્ધિની દ્રષ્ટિએ આપણે દેશ પહેલા નંબરે છે. પરંતુ ત્યારે દુનિયાના બીજા કોઈ દેશની કશી જ ખબર અમને પડતી નહિ. ગેબચે સત્તા ઉપર આવીને નિખાલસતાપૂર્વક અમને કહ્યું કે “આપણે દેશ દરેક બાબતમાં પહેલા નંબરે નથી. કેટકેટલી બાબતમાં આપણે દેશ બહુ જ પછાત છે અને આપણે હજુ ઘણું બધું કામ કરવાનું છે. આથી અમારી આંખ હવે ઉઘડી છે.”
સેવિયેત યુનિયને લશ્કર અને ટેકનોલોજીમાં. ઘણી જ પ્રગતિ કરી છે. અવકાશક્ષેત્રે પણ તે ઘણું આગળ નીકળી ગયું છે. સેવિયેત યુનિયનને કંઈ કેટલાય માણસે અવકાશમાં બારે માસ વારાફરતી ફર્યા કરે છે. એની આ વૈજ્ઞાનિક પ્રગતિના પ્રમાણમાં લેકેપગી ચીજવસ્તુના ઉત્પાદનની બાબતમાં સેવિયેત યુનિયન ઘણું પછાત રહ્યું છે. સાબુ, સીગરેટ, બુટ ચંપલ, છત્રી, કે એવી બીજી ઘર વપરાશની ચીજોની ઘણી અછત કે તંગી પ્રવર્તે છે. અને એક વસ્તુ લેવા માટે લેકેને દોઢ બે કલાક લાઈનમાં ઊભા રહેવું પડે છે. મેટાં મેટાં શહેરમાં દરેક કાણે લેકે લાઈનમાં ઊભેલા જોવા મળે છે. અને કયારેક તે બે કલાકના અંતે વારો આવે ત્યારે વસ્તુ ખલાસ થઈ ગઈ હોય છે તેવા અનુભવ થાય છે. ત્યાં વસતા એક ભારતીય સજને કહ્યું હતું કે 'હજામત કરવાની બ્લેડ ન મળતાં મારે કેટલાય દિવસ સુધી હજામત કર્યા વિના રહેવું પડ્યું હતું.' સેવિયેત યુનિયનમાં પ્રજાની જરૂરિયાતના પ્રમાણમાં ઘરવપરાશની ચીજોનું ઉત્પાદન ઘણું ઓછું છે અને તેની વહેંચણી અસંતોષકારક છે. વિદેશથી અનેક
વરતુઓની આયાત કરવી પડે છે. લોકોને લાઈનમાં ઊભા રહ્યા વગર ચીજ વસ્તુઓ મળી રહે એવી સંતોષકારક વ્યવસ્થા હજુ થઈ શકી નથી. '
જે ઘરવપરાશની ચીજોની બાબતમાં આમ હોય તે મેજશેખની વસ્તુઓ માટે તે કેટલી પડાપડી હોય. તેને છેલ્લાં થોડા મહિનાઓમાં મોજશેખની વસ્તુઓ માટે ભૂખ ઉધડી છે અને નવી નવી વસ્તુઓ લેવા-વસાવવા માટે માણસ ભારે કિંમત આપવા તૈયાર થવા લાગ્યા છે. જ્યાં જ વિદેશી પ્રવાસીઓ ફરતા હોય એ યુવાને આવીને પ્રવાસીઓ પાસે શર્ટ, પેન્ટ, બૂટ ચશ્માં, કેમેરા, વગેરે વેચાતા લેવા માટે માગણી કરતા હોય છે અને તે માટે વધુમાં વધુ રૂબુલ આપવાની તત્પરતા બતાવતા હોય છે.
આ વખતની મુલાકાત દરમિયાન હોટેલમાં, બસમાં, રસ્તામાં, બજારમાં લેકે છુટથી વાત કરતા હતા લોકોને , પતાને અભિપ્રાય મુકતપણે વ્યકત કરવાની જે તક સાંપડી છે. તેથી ચારે બાજુ આનદેલ્લાસનું વાતાવરણ પ્રસરતું જાય છે. લોકોનાં ગમગીન ચહેરાઓ હવે હસવા લાગ્યા છે. અમે ઘણે ઠેકાણે ઘણું માણસને લેનિ, સ્ટેલિન, બ્રેઝનવ, ગેબીચેવ વગેરે. માટે બેધડક નિખાલસ સવાલ પૂછતા લોકો પણ પિતાને નિખાલસ અભિપ્રાય નીડરતાથી દર્શાવતા હતા. ટી. વી. ઉપર રાજદ્વારી બાબતે વિશે રોજે રેજ થતી નિખાલસ ચર્ચાઓ સમગ્ર રાષ્ટ્રને બતાવવામાં આવી રહી છે. વળી દુનિયાભરમાં બનતી રજેરોજની ઘટનાઓ ટી. વી. ઉપરના સમાચારમાં દેખાડવામાં આવી રહી છે. આથી સેવિયેટ પ્રજા જાણે કે નવા યુગમાં પ્રવેશી રહી છે લેનિનગાદની અમારી એક ગાઇડ બહેને પિતાને અભિપ્રાય દર્શાવતાં કહ્યું કે સેવિયેત યુનિયનમાં સાઠથી સી તેર ટકા લોકે પેરેન્ટ્રોકની તરફેણમાં છે. જે લોકે વિરોધમાં છે એ લેકામાં મુખ્યત્વે કામદાર સંગઠને છે. તેઓને એવો ભય છે. કે નવી નીતિ અમલ થતાં બુદ્ધિશાળી અને મહેનતુ લેકે આગળ વધી જશે અને પોતે પાછળ રહી જશે અને અસમાનતા વધશે. તેઓને ભય વાસ્તવિક છે કારણ કે હવે પેરેન્ટ્રાઇકાના યુગમાં જે વધુ કામ કરશે અને વધુ શકિત બતાવશે તે સ્પર્ધામાં આગળ નીકળી જશે અને સમાજમાં વધુ ઊંચુ સ્થાન ધરાવશે
સેવિયેત યુનિયનમાં અત્યાર સુધી કોઇને પિતાની નેકરી સિવાય સ્વેચ્છાએ વધુ કામ કરી વધુ કમાવાની છૂટ નહતી. કેઈપણ માણસને પોતાની ચાલુ નોકરી ઉપરાંત ઘેડા વધુ કલાક કામ કરી વધુ કમાવુ હોય તો સરકારની પરવાનગી મેળવવી પડે અને એવી પરવાનગી સામાન્ય રીતે મળતી નહિ. પેરેરકાની આ નવી નીતિ અનુસાર કેઈપણ માણસને હવે પિતાના ચાલુ વ્યવસાય ઉપરાંત બેચાર કલાક વધુ કામ કરવું હોય અથવા શનિ રવિની રજાના દિવસે માં વધુ કામ કરીને વધુ કમાવું હોય તે તે કરી શકે છે અને એ માટે સરકારની કોઈ પરવાનગી લેવાની હવે જરૂર રહેતી નથી.
સેવિયેત યુનિયનમાં અત્યાર સુધી કોઈ પણ માણસ પિતાને અંગત વેપાર ધંધે કરી શકો નહિ. ચેકલેટ-સિગારેટની નાની સરખી દુકાન પણ માંડી શકે નહિ. જે હોય તે બધું
| (વધુ પૃષ્ઠ ૧૦ પર) "