________________
'' પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૮૯
સુખશીલા અપરમા પગ પર પગ ચડાવીને બેસે છે એમ કવિ પણ વર્ણવે છે. કવચિત કવિ નવું સુભાષિત ગૂથે છે. જેમકે વિધુત્રભાની માતાનું મરણ થતાં કવિ કહે છે - બાળકને માતાનું મરણ, યૌવનારંભે પત્નીનું મરણ, વૃદ્ધાવસ્થામાં પુત્રનું મરણ એ ત્રણે ભારે દુઃખજનક છે. કવચિત તળપદાં એઠાંને ઉપયોગ થયો છે. જેમકે આરામશોભાને માટે ઉપહાર લઈ જવાની વાત આવતાં અગ્નિશર્મા કહે છે કે કપૂરે કોગળા કરતી હોય તેને માટે આને અર્થ? કૃત્રિમ આરામશેભા પાસેથી ઈષ્ટ સુખ મળતું નથી તેથી રાજા વિચારે છે કે ચૂળથી શું ઘેબર બને ? આ ઉકિતએ પછીથી ગુજરાતી કૃતિઓમાં પણ જોવા મળે છે.) આ કવિનાં બે ખાસ વલણે તારવી શકાય છે. એક, એ
વ્યકિતનામે અર્થ કરી એનું ઔચિત્ય સૂચવે છે. જેમકે, વિદ્યુટભાની મા પરપુરુષ પ્રત્યે અગ્નિની આંચ જેવી છે તેથી એનું નામ જવલનશિખા. વિઘપ્રભાની દેહદીતિ વિદ્યુત જેવી છે. કુલાનંદા નામ એટલા માટે કે પિતાના મહાન ગુણાથી એ પિતાના કુલને આનંદ આપે છે. :
બીજુ, ઘણી ઘટનાઓને કવિએ કર્મવિચાર સાથે જેડી છે. વિદયુપ્રભાની માતાનું મૃત્યુ કમષથી થયાનું કવિ કહે છે. વિદયુ...ભાએ માતાને ગુમાવી તે સંબંધમાં પણ એ શુભાશુભ કર્મના પરિણામની વાત કરે છે. વિદપુત્રભાને માથે પડેલા ઘરકામને અનુલક્ષીને એ કમભેદને મુદ્દો આગળ કરે છે માણસ આ લોકનાં કર્મો : દુઃસહ હોવા છતાં કરે છે, પરલોકનાં કર્મો પણ એવી રીતે કરે તે એ કદી દુઃખી ન થાય. નાગકુમારની પાછળ ગારુડિકે પડ્યા છે તેમ એ પિતાના પાપકર્મને ઉદય જુએ છે તે વિધુત્રભાને એ પોપકારકર્મ કરવા પ્રેરે છે. અહીં પરોપકાર એ મનુષ્ય જીવનને સાર હોવાનું કવિ સાંત સમજાવે છે. આરામોભા પણ પતિ પહેલાં સત્કર્મ કર્યું ન હતું અને હવે તક આવી છે એને વિચાર કરે છે. એને ઉદ્યાનનું વરદાન મળ્યું એનાથી પણ એ એમ વિચાર કરે છે કે આટલા થડા પરોપકારથી આવું ફળ મળે તે બધાંને ઉપકાર કરનારને કેવું ફળ મળે ? નાગકુમાર રામશેભાને મારી નાખવાની એરમાનમાની યુતિ જાણે છે ત્યારે 'પિતા સમાન હું વિદ્યમાન હોવા છતાં એને મરણદુઃખ કેમ આપશે ?' એમ વિચારવાની સાથે જ ‘એણે પહેલાં પુણ્ય ઉપજન કરેલું છે એમ કહે છે. જૈનધર્મને કમવાદ તે બધી કૃતિઓમાં વાચા પામે છે, પણ એ મુખ્યત્વે આરામશોભાના બે ભવને સાંધે છે. આ કવિએ કર્મવાદને વારંવાર પ્રગટપણે વચ્ચે આપે છે એવું અન્ય કવિઓમાં જોવા મળતું નથી.
રાજકીતિએ શુભવધનના પ્રાકૃત પદ્યને સંસ્કૃત ગદ્યમાં મૂકી આપવા જેવું જ કર્યું છે. માત્ર શુભવર્ધન કરતાયે એમણે કથાનિરૂપણ વધારે લાઘવયુકત અને સરલ કર્યું છે. શુભવધને નામેનાં અર્થધટન કયાં છે તે એમણે જતાં કર્યા છે અને સૈન્યના પડાવનું જે થેડુવર્ણન શુભવધને આપેલું તેયે અહીં નથી. તળપદાં એઠાં શુભવર્ધને
જેલાં છે તેનેયે રાજકીતિએ લાભ લીધો નથી. આ કવિ નંદનના વર્ણનમાં એના વાળ વીખરાયેલા છે, એનાં વસ્ત્રો તથા વાળમાં જજૂના ઢગલા છે' એ રંગ ઉમેરે છે એ જરા વિલક્ષણ લાગે છે. બાકી શુભવર્ધનમાં જે લાક્ષણિક નિરૂપણ અંશે છે તે રાજકીતિમાં પણ છે અને બન્નેની શબ્દરચના પણ ઘણી સમાન છે.
આમ છતાં શુભવર્ધનની કૃતિથી-કવચિત આખી પરંપરથીઅહીં થોડાક ફેરફારો નજરે ચડે છે :
૧ નામમાં ફેરફાર છે. અહીં એક રથાને અપરમાનું નામ અનિશિખા આપવામાં આવ્યું છે જે આખી પરંપરામાં કયાંય નથી. કુલધરની પુત્રીઓનાં શુભવર્ધનના અકાતરા ને થશેદેવી એ નામેને સ્થાને સરરવતા અને જામતી નામે મળે છે. શ્રીદત્તનું અહીં નામ નથી. વસતદેવને ઘેર જ સંદેશ આપવાની વાત છે. A ૨. નાગકુમાર અહીં ઘણી વાર યક્ષ તરીકે ઉલ્લેખાય છે.
૩. આરામશોભાએ એરમાન બહેનને રાજાના મારમાંથી બચાવી પણ એને કાઢી મૂકવામાં તે આવી એવું અહીં વર્ણન છે. સમગ્ર પરંપરામાં આરામશોભાનાં માતાપિતાને દેશપાર કર્યાનું કહેવાયું છે, જે પરંપરાથી તદ્દન જુદી વાત છે. પરંપરામાં છેઆ બધાં પર આરામશોભા ભલાઈ બતાવે છે તે નિમિત્તે સાજન-દુર્જનભેદ બતાવે છે.
૪. શુભવર્ધનમાં વિઘઐભા પિતાને પરણવાનું કહે છે ત્યારે પિતા સ્વીકારે છે કે “વિપુલ સેના થી ભરેલું, -સે ગેખ ને સાત માળવાળું ઘર પણ ઉત્તમ ગૃહિણી વિના શેભતું નથી દેખીતી રીતે જ આ ઉત્તમ ગૃહિણીની આવશ્યકતા બતાવતી સામાન્ય ઉકિત છે. રાજકીતિ પિતાના મુખમાં ‘આ ઘર શોભતું નથી’ એવા શબ્દો મૂકે છે તેથી અગ્નિશમનું ઘર એવી સમૃદ્ધિવાળું એ અર્થ થઈ જાય છે.
પ. આરામભાની ગેરમાન મા અહીં “સાવકી પુત્રીને મારવામાં પા૫ નથી” એમ કહે છે તે સમાજશાસ્ત્રીય દષ્ટિએ નોંધપાત્ર મુદ્દો છે.
૬. આરામભાને સ્થાને બેસાડેલી પોતાની પુત્રીના રેગદેગ દૂર કરવા નજર ઉતારવાની વિધિ મા કરે છે એ નિદેશ અહીં છે તે પણ સામાજિક માન્યતાની દષ્ટિએ , ધપાત્ર છે.
એકંદરે રાજકીતિની કૃતિમાં પિતાની વિશિષ્ટ છાપ ઊભી કરે એવું ભાગ્યે જ કંઇ છે.
એમ કહી શકાય કે શુભવર્ધનની કૃતિ વિશેષપણે ધમબેધની કૃતિ બનવા જાય છે.
રાજકીતિગણિવિરચિત વર્ધમાનદેશના પ્રકાશિત છે. (પ્રકા હીરાલાલ હસરાજ, જામનગર, વીર સં. ૨૪૬૩) કૃતિને રચના સમય મળતું નથી, પરંતુ કવિના ગુરુ રનલાભની ગુજરાતી કૃતિઓ છે ૧૬૦૦-૧૬ ૦૬ (સં. ૧૬૫૬-૧૬૬૨)ની નોંધાયેલી છે. તેથી કવિને સમય ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ લેખી શકાય. સમગ્ર વર્ધમાનદેશના” સંસ્કૃત ગદ્યમાં છે.