________________
તા. ૧-૬-૧૮૯ તા, ૧૬-૬-૮૯
પ્રબુદ્ધ જીવન :
કાર્યમાં, તમે સૌએ જે સહિયારે સહકાર આપે તે, ગાંધીજીની પરંપરાનું કામ છે.
જૈન યુવક સંઘ તરફથી રૂપિયા એક લાખને એક સર્વોદય પરિવાર ટ્રસ્ટના શ્રી કાંતાબહેન તથા હરવિલાસ-બહેનને અર્પણ કરતાં જૈન અગ્રણી શ્રી દીપચંદભાઈ ગાડી'એ જણુવ્યું હતું કે આજે ભારતમાં છ કરોડ જેટલા આદિવાસીઓ છે. ભારતનું સાચું દર્શન શહેરોમાં નહિ ગામડાંઓમાં અને આવા આદિવાસી વિસ્તારમાં છે યુવક સંઘ દ્વારા આદિવાસીઓ માટે આવું સુંદર કામ થાય છે તેને મને અત્યંત આનંદ છે.
સર્વોદય પરિવાર ટ્રસ્ટના અગ્રણી શ્રી કાંતાબહેન શાહે જણાવ્યું હતું કે આદિવાસીઓનાં કામ કરવાની પ્રેરણા અમને પૂ વિનોબાએ આપી હતી. તેમણે અમને આદેશ આપ્યો હતો કે “ભાવનગર” નહિ ‘અભાવનગરના વિસ્તારમાં જઈ આ સેવા કાર્યને પ્રારંભ કરો. અને અમે પાણી, વીજળી, એસ. ટી. કે અન્ય કોઈ જાતની સુવિધાથી વંચિત આ પિંડવળને વિસ્તાર પસંદ કર્યો અને છેલ્લા બાવીસ વર્ષથી અમે અહીં કાર્ય કરી રહ્યાં છીએ. ગીચ જંગલમાં રહેતી અહીંની આદિવાસી પ્રજા સાથે બહારની દુનિયાને સંપર્ક ઘણો ઓછો છે. અહીં કુદરતે છૂટા હાથે સૌંટ્સ વેચું છે પરંતુ કુદરતના ખોળે જીવતે અહીંને ગરીબ આદિવાસી અનેક અભાવથી પીડાય છે. પિષક તત્વે અને સમતલ ખેરાકનો અભાવ ગંદા, ડહોળા પાણી, અસ્વચ્છ આદત, શાકભાજી અને લીલોતરીને અભાવ, દહીં, છાશને અભાવ. આને લીધે અહીંની પ્રજા જ જા રોગથી પીડાય છે. મેલેયા, મરડે, ક્ષય અને કુષ્ટરોગનું પ્રમાણ પણ અહીં ઘણું છે. ચામડીના દરદ તે અહીં ધરે ધરે છે. રતાંધળાપણું તે અહીં ખરું જ. તેથી આ આદિવાસી પ્રજાને શક્ય સારવાર, સમજણ અને સરળ જીવન જીવવાની ઉકંઠા જાગે તે માટે સર્વોદય પરિવાર ટ્રસ્ટના કાર્યકરો ઉત્સાહથી કામ કરે છે.
પિંડવળના બીજા અગ્રણી કાર્યકર બહેનશ્રી હરવિલાસ બહેને જણાવ્યું હતું કે પિંડવળની ધરતીનું ઋણ અમને બેલાવતું હતું. અને તેથી જ અમે અહીં વસ્યા અને આજે અમારૂં તીર્થ પિંડવળ છે. અમારા ભગવાન આદિવાસીઓ છે અને એમને મદદરૂપ થવું એ અમારી પૂજા છે. છેલ્લા આઠ વરસથી અહીંના લોકોને મેંગ્લેમરી નળિયા આપવાની યોજના અમે હાથ ધરી છે. આ પેજનામાં દરેક કુટુંબને પિતાના સુપડાં પર પાકું છાપરું કરવા એક હજાર નળિયા અપાય છે. કુટુંબ દીઠ નળિયાને ખર્ચ પંદરસે રૂપિયાને આવે છે. તેમાંથી પાંચસે રૂપિયા નળિયા લેનાર કુટુંબ ભોગવે અને બાકીની રકમ ટ્રસ્ટ આપે અને આ રીતે અત્યાર સુધીમાં બે હજારથી વધુ કુટુંબેના ઝુંપડાં પર મેંગલેરી નળિયાનું પાકું છાપરું કરી આપવામાં આવ્યું છે. આજ સુધીમાં વીસ લાખથી વધુ રકમ આ યોજના પાછળ અમે ખચી ચૂક્યા છીએ. ચાર-પાંચ વરસની અંદર આ વિસ્તારનું કેઇ ઝુંપડું પાકા છાપરા વિનાનું ન રહે એવી અમારી નેમ છે. અહીંના આદિવાસી પ્રજાના વિવિધ ક્ષેત્રમાં રસ લઈ સમગ્રપણે એમને ટેકારૂપ
થવાને પ્રયત્ન અમે કરીએ છીએ. ત્રીસ ચાલીસ હજારની વસતીના એક આખા વિરતારની સર્વાગી ઉન્નતિમાં બને તેટલી સહાય કરવાનું. અમારું ધ્યેય રહ્યું છે. આના કારણે લગભગ બે દાયકાના ગાળામાં આ વિસ્તારમાં અને આદિવાસીઓના જીવનમાં ઘણુ ફેરફારો થયા છે.
પિંડવળમાં પિતાનું જીવન સમર્પણ કરવાને સે કપ કરનારા સર્વોદય પરિવાર ટ્રસ્ટના કર્મઠ કાર્યકર છે. નવનીતભાઈ ફોજદારે જણાવ્યું હતું કે છેલ્લાં એકવીસ વર્ષથી આ વિસ્તારમાં હું કામ કરું છું. અહિંના આદિવાસીઓને પિતાના છોકરા-છોકરીના નામની સુદ્ધા ખબર નથી તેમને તાવ આવે, રતાંધળાપણું થાય તે પણ તેમને કંઇ પડી નથી અહી ગરીબી અને અજ્ઞાનતા તે છે જ પણ વિચારની અભિવ્યકિતને પણ અહીં અભાવ છે તે અમારે દુર કરવાનો છે. છેલ્લાં અઢાર વર્ષથી પિંડવળ ગામે આરોમ કેન્દ્ર ચલાવવામાં આવે છે. પ્રતિવર્ષ પંદર હજાર જેટલા દદીઓ આ કેન્દ્રને લાભ લે છે. રતાંધળાપણું નિવારવા વિટામીન “એની ગાળી ઝુંપડે છું પડે ફરી અપાય છે. ખસ-ખૂજલી અને ચામડીના અન્ય રોગ નાબૂદ કરવા ગામ આખાની સામૂહિક સારવારની મુ ખેલ ચલાવાય છે. સ્વચ્છ ચેકખા પીવાના પાણી માટે દરેક ગામે પાકા કુવા , બંધાવાય છે. તેમાં માલસામાન અને કારીગર ટ્રસ્ટ પૂર પાડે છે અને શ્રમદાન જે તે ગામના લેકે કરીને આવા ફૂવાઓનું નિર્માણ કરે છે.
આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ શ્રી મફતલાલ મહેતાએ પિતાના તરફથી રૂપિયા એકાવન હજાર સર્વોદય પરિવાર ટરટને આપવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી આવા સેવા કાર્યોમાં મને વધુ રસ પડે છે. આવાં સત્કાર્યો વધુ ને વધુ થવા જોઈએ અને આદિવાસી પ્રજાને વધુને વધુ ઉપયોગી બનીને આપણે આપણું કતલ બજાવવું જોઇએ.
કાર્યક્રમનું સંચાલન સંધના મંત્રી શ્રી કે. પી. શાહે કર્યું હતું. સંધની સમિતિના સભ્ય શ્રી ગણપતલાલ ઝવેરીએ આભારવિધિ કર્યા બાદ આ કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.
સાભાર સ્વીકાર
| [] મસ્મૃતિ સંપ, કુમારપાળ દેસાઈ * પાકું પૂઠું * સાઇઝ ડેમી * પૃષ્ઠ-૧૨૦ * મૂલ્ય રૂા. ૫૦/- + પ્રકા.. શ્રી અનિલભાઈ ગાંધી મંત્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી મહોત્સવ સમિતિ-અમદાવાદ ] આત્મવલ્લભ (દિલ્હીના વલ્લભ સ્મારક પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગની
સ્મરણિકા) પ્રક. શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિ મંદિર ૨૦મે કિ. મી., જી. ટી. કરનાલ રોડ, પોસ્ટ-અલીપુર દિલ્હી૧૧૦૦૩૬ ] મેઘધનુષ લે. નવનીત પારેખ * ડેમી સાઈઝ પૃષ્ઠ-૧૦૨ * મૂલ્ય ૨૦—૦૦ પ્રકા, બાલગેવિંદ પ્રકાશન,' ' બાલા હનુમાન પાસે ગાંધી માગ, અમદાવાદ - ૩૮૦૦૦૧ સંત સુરભિ લે. વિનોબા સંપાદિક : મીરા ભટ્ટ , પૃષ્ઠ. ૧૯૩ + મૂલ્ય રૂ. ૧૬ પ્રકાશક યજ્ઞ પ્રકાશન ભૂમિપુત્ર, હુઝરાત. - પાગા, વડોદરા-૩૯૦૦૦૧ . . . . . So,*