________________
પ્રબુદ્ધ જીવન :
તા. ૧-૬-૮૯ તા. ૧૬-૬-૮૯
સમજવા અને સમજાવવા માટે પારદશી સાહિત્યકલા જ ઉચિત પરિપ્રેક્ષ્ય રહેશે.
જોવા જેવું તે એ છે કે આપણે ત્યાં વાસ્તવના કલામાં રૂપાન્તર વિશે એકજ વિદ્વાન તરફથી બે અન્તિમ કહી શકાય તેવી કે સામસામે મૂકી શકાય એવી વિરોધી વિચારધારા વાંચવા મળી છે. ટોયની મહાન લેખાયેલી વિશ્વવિખ્યાત નવલકથા ‘એન્ના કેરેનીનાને મેથ્ય આર્નોલ્ડ જેવા વિવેચકે Piece of Life-જીવનને એક ખંડ-કહી એ આર્નોલ્ડની વારતવલક્ષી કલાની ઊંડી સૂઝ અને પરખ દર્શાવે છે. પરંતુ આર્નોલ્ડના એ વિધાનની પશ્ચિમના જ . અન્ય વિદ્વાનને. આધાર લઇને તેની ટીકા કરવામાં આવી છે અને જીવન સમઝને નિરૂપવાની લ્હાયની અશકિતનું ‘એના કેરેનીના ઘોતક છે” એવું વિધાન કરવામાં આવ્યું છે. ત્યાં વારતવલક્ષી કલાના અનાદર સાથે જે નરી આંખે જોઇ શકાય એ વારતવિકતા નથી કે એવા નિરૂપણમાં કંઈ કલા નથી એ ધરાર આગ્રહ અભિભૂત લાગે છે; અને ' સ્પષ્ટ થાય છે કે કલા જીવનનું કેવળ અનુકરણ કરે કે વાસ્તવલક્ષી બને તે સામે આપણી “આધુનિક વિવેચનાને વાંધે છે. કલામાં વાસ્તવનું રૂપાન્તર જીવનના પ્રતિબિંબ રૂપે નહિ, પણ કઈ જુદી જ રીતે થવું જોઈએ એમ તેનું કહેવું છે. એ રૂપાન્તર પછી Fantasy કે Absurdity જેવું હોય તે પણ વાંધો નહિ ! આ માટે આધુનિક'ની વહારે તેમને મહાન આરાધ્ય દેવ એલેંગા વારંવાર આવ્યો છે.. Art has no right to escistif, content to reproduce reality. અને એથી વિરુદ્ધ “સરસ્વતીચન્દ્રમાં પૂરી વાસ્તવિક્તા કયાં છે ? એને આક્રોશ પણ થયેલો જ છે!
મુખ્ય મુદ્દો આ છે: કલાની વાસ્તવિકતા પોતે જ સાપેક્ષ વતું નથી ? એક વ્યકિતને જે વાસ્તવિક લાગે તે બીજી વ્યકિતને ન પણ લાગે એવું વ્યવહારમાં પણ બને જ :- છે. પ્રેમમાં નિષ્ફળતા મળતાં બધા જ યુવાનો દેવદાસની જેમ મદ્યપાન કરતા નથી કે ગણિકાઓને ત્યાં પડ્યા રહી પિતાની જિંદગી બરબાદ નથી કરતા. અથવા તે એને કેરેનીનાની જેમ બબ્બે પુરુષની જિંદગી બરબાદ કરીને પિતાના સ્વાર્થ માટે કે અનન્ત ઈષની આગમાંથી છૂટવા માટે કેટલી સ્ત્રીઓ આ મહત્યા કરતી હશે? મકાનમાલિકના ત્રાસથી વાજ આવી જઈ સંવેદનશીલ યુવાનોમાંથી કેટલા યુવાને રાકૅલનિકેચની જેમ ખૂન કરવા ધસી જતા હોય છે? અથવા તે સામાજિક આપત્તિઓમાં ઘેરાયેલા યુવક-યુવતીઓમાંથી કેટલા યુવક-યુવતીઓ આજની ગુજરાતી નવલકથાઓનાં પાત્ર જેવું જીવન જીવે છે? આર્થિક આપત્તિને નેકીથી ઊંચી ગણીને કેટલા યુવાને ચેક ઉપર બેટી સહી કરી જુવાન સ્ત્રીઓ જોડે અનૌતિક સંબધે રાખે છે ? આજની આપણી કહેવાતી અતિવાસ્તવ લક્ષી વાર્તાઓમાં કવિતાઓમાં પ્રતિબિસ્મિત થતું જીવન એ ગુજર સ્ત્રી-પુરુષોનું જીવન લાગતું નથી, ખુદ વાર્તાકારનું જીવન પણ તેમની વાર્તાઓમાં નિરૂપિત જીવનથી અવળી દિશામાં વહેતું હોય છે ! તેઓ પણ આનન્દ છે, મેળાઓ ભરે છે, પરિષદ કે સંમેલનમાં સેલ્લાસ ભાગ લે છે. પદ કે હોદ્દાઓ માટે સ્પર્ધાઓ કરે છે (કે મરે છે), ખાય છે, પીએ છે ને મોજ માણે છે.
એટલે વિશ્વસાહિત્યમાં ભાગ્યે જ એવી કઇ રચના હશે જેની વાસ્તવિકતા પડકારી શકાય નહિ. રમણલાલ દેસાઇની
ભાવનાશીલતા “અસંભવિતતા'ના દેષથી ઘણાને અવૃત્ત લાગે. છે તેમ તૈયેવકીની વાસ્તવિક્તા' પણ કેટલાંયને અસંભવિત લાગવાનું અશકય નથી. ધૂમકેતુની ‘આદર્શપ્રિયતા” કેટલાય વિદ્વાનને અપગે કરે છે તેમ આજની કહેવાતી અતિવાસ્તવિકતા -Surreality અપાં પણ નીવડે છે... અને તે જ તે કલામાત્રની મર્યાદા છે, કલાની વાસ્તવિકતાની સાપેક્ષતા છે.
કલા જીવે છે કે રૂપાન્તરના ગણિતથી નહિ, કઈ સિદ્ધાંતથી દોરવાઇને નહિ, પણ કોઈ અદ્રષ્ટ લક્ષણથી – જે પ્રતિભાને નામે ઓળખાય છે. હેમ્લેટ’માં કે 'શાકુન્તલ'માં. ભરચક Melo-Dramatic સામગ્રી હોવા છતાં તે કલાત્મક લાગે છે; તે આજની રૂપાન્તરની પ્રક્રિયાવાળી કે સામા છેડાની કઈ અતિવારતવલક્ષી સાહિત્યકૃતિ કલાત્મક ન હોય એ ય પૂરી વાસ્તવિકતા છે !
નિશેએ કહ્યું છે કે 'કલા વારતવિકતાને સાંખી શકતી નથી.” તે શબ્દનું અર્થઘટન પણ જુદી રીતે આપણે ત્યાં થયું લાગે છે. વાસ્તવિકતા એટલે રેજીદા જીવનની એકધારી યન્ત્રવત વાસ્તવિકતા. સાહિત્યકૃતિમાં જીવનની આવી, નીરસ વારતવિકતાનું નિગરણ કરવાનું હોય છે એમ નિશૈને અભિપ્રેત હોય એ શકય છે. માની લઈએ કે કલામાં વાસ્ત--- વિકતાના રૂપાન્તરનું આધુનિક અર્થધટને સાચું છે, તે પણ આજથી વર્ષો પહેલાં નિશે જે કહી ગયું હોય તેને પકડી રાખવાનું ધરાર ૨૮ વલણ આજની કે હવે ગઇ કાલની અસ્તિત્વવાદી ફિલસૂફીથી ચેપાયેલા ગુજર વિધાને શા માટે અપનાવી રહ્યા છે એ પણ એક મહત્ત્વને પ્રશ્ન છે. નિજો કે સાત્રને વિભૂતિઓ ગણીને તેમની માળા, ફેરવ્યા કરવાનું કેટલે અંશે ઉચિત ગણાય ? નિશે ગમે તેવા વિરાટ હશે પણ એથી કરીને તેમની વિચારણામાં કોઇ ક્ષતિ કે અસંગતિ ન હોય એમ તે ન જ માની લેવાય. એટલે નિઃશેને તેમને સ્થાને દ્રઢ પ્રતિષ્ઠિત કરીને આજની જીવન-. રીતિને અનુરૂપ દ્રષ્ટિની રવતંત્ર વિચારકે પાસે અપેક્ષા. કેમ ન રહે ?
આપણે ત્યાં સિદ્ધાંત પહેલાં સ્થપાયા છે અને પછી એ સિદ્ધાંતોની ગુલામી કરતી ગેડીક સારી ને વધારે નિમય, સાહિત્યકૃતિઓનું સર્જન થયું છે. છેલ્લા ત્રણ દાયકાઓએ આ. વિધાનને વધારે સમર્થન આપી જાણ્યું છે. વાસ્તવમાં સાચી પ્રતિભા સિદ્ધાંતને ઉથાપીને કે ઉથલાવીને જ ઉત્તમ સાહિત્યકૃતિઓનું નિર્માણ કરે છે.
'બુદ્ધિપ્રધાન અર્થ ધન કવિતા એ જ સાચી કવિતાનું ગાણું ગાઇને અને પછી અનુયાયીઓ પાસે ગવડાવીને બલવન્તરાય ઠાકોર અને તેમના શિષ્ય એક જમાનામાં અંતિમે બેસી ગયા હતા, આજે તેમનું અંતિમ છિન્નભિન્ન થઈ ગયું છે. આજે “જીવનની વાસ્તવિક્તાનું કલામાં થતાં રૂપાન્તરની પ્રક્રિયા ગમે તેટલી આધુનિક’ લાગે પણ તેમાં ઠાકરની કાવ્ય વિભાવના જેવું જ એકાંગી સત્ય છે. અને આધુનિક કવિતાયે જેમ ઠાકરશાહીને કબ્રસ્તાન ભેગી કરી દીધી તેમ આજની સાહિત્યવિચારણને પણ હવે પછીના થોડા જ સમયમાં દિવંગત બનવું પડે તે અસંભવિત નથી. કેમકે, કયામતને દિવસ તે સૌ માટે નિર્ધાર થઈ ચૂકી હોય છે. કેઈ વહેલું જય છે તે કઈ
ડું. પ્રશ્ન માત્ર સમયનો જ હોય છે.