________________
પ્રબુદ્ધ જીવન :
તા. ૧-૬-૮૯ ત, ૧૬-૬૮૯
ચીનમાં ચાંગકાઈશેકને દુર કરી માએસે તુંગે સામ્યવાદની સ્થાપના કરી એ પછી પ્રજાએ આટલા મોટા પાયા ઉપર સરકાર સામે પિતાને અવાજ ઉઠાવ્યો હોય એવી ઘટના પહેલીવાર બની છે.
વિઘાથી"એનું આ આંદેલન સારી રીતે અહિંસક રહ્યું એ એની એક મેટામાં મોટી સિદ્ધિ ગણાય. વિદ્યાથીઓનો સમુદાય અહિંસક આંદોલન માટે ભેગા થાય તે પણ સરકારી અધિકારીઓ ઉપર, પોલીસે ઉપર અને તેમનાં વાહને ઉપર, કે સરકારી બસ વગેરે અન્ય વાહને કે મકાનો ઉપર . છંછેડાઈને પથરાબાજી કર્યા વગર રહી ન શકે. પરંતુ અહીં દસ લાખથી વધુ વિદ્યાર્થીઓ એકત્ર થયેલા હોવા છતાં આંદેલને હિંસક વળાંક લીધે નથી એ ઘટના વિદ્યાથીઓ માટે ગૌરવરૂપ ગણાય અહિંસક લડતની અસર થયા વગર રહેતી નથી એ ભારતે સિદ્ધ કરી બતાવેલું છે. ચીની વિદ્યાથીઓએ એનું સચેટ અનુસરણ અોટલી મેટી સંખ્યામાં કર્યું છે એ ચીનની આ સૈકાની બીજી ઐતિહાસિક ઘટના ગણાય,
બીજિંગમાં ટાઈનામેન સ્કવેરમાં ભૂખહળતાલ એટલે કે ઉપવાસ પર ઉતરેલા વિદ્યાથીઓની સંખ્યા ત્રણ હજારથી પણ વધુ હતી. એમાં વિદ્યાથીએ હતા અને વિદ્યાર્થિનીઓ પણ હતી. કેટલાક વિદ્યાથીઓએ ખેરાક ન લેવાની સાથે સાથે પાણી પણ ન લેવાને સંકલ્પ કર્યો હતે એવા કેટલાક વિદ્યાથીઓ અને વિદ્યાર્થિનીઓની હાલત એથી બે-ત્રણ દિવસમાં જ ગંભીર થઈ ગઈ. તેઓને હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી. બીજી બાજુ ભૂખહડતાલ ઉપર ઉતરવાની પ્રક્રિયા જ એવી છે કે માણસને તરત જ તેમના પ્રત્યે સહાનુભૂતિ થાય, કઠિન મનના માણસનું હૃદય પણું આવે વખતે દ્રવી જાય છે. ઉપવાસ પર ઊતરેલા વિદ્યાથીઓની ગંભીર દશા જોઈ કેટલાય ડેકટરને એમ લાગ્યું કે વિદ્યાર્થીઓને સારવાર માટે પિતાની પાસે લઈ આવવામાં આવે તેના કરતાં પોતે જ સ્વેચ્છાએ વિદ્યાર્થી પાસે પહોંચી જવું જોઈએ. અને એટલા માટે ડોકટરોની ટુકડીઓ પિતાના સ્ટાફ સાથે ટાઇનનમેન સ્કેવરમાં આવી પહોંચી. કેટલાય કામદારએ અવીને ડોકટરને સહાય કરવા માટે લાકડાની કેબિને સ્વેચ્છાએ તૈયાર કરી આપી કે જેથી માંદા વિદ્યાર્થીઓને તેમાં રાખીને ડોકટરે બરાબર સારવાર કરી શકે. કેટલાયે લેકેએ ભૂખહડતાલ સિવાયના વિદ્યાર્થીઓ માટે ખાવા-પીવાને માટે રવેચ્છાએ બંદબત કર્યો હતો. એકંદરે પ્રજાની સહાનુભૂતિ વિદ્યાથીએ તરફ રહેલી છે.
બીજિંગના આ આંદોલનના પથ્થારૂપે શાંઘાઈ શહેરમાં પણ વિદ્યાથીઓએ શાંત આંદેલન કર્યું અને ત્યાર પછી ચીનના જુદા જુદા પ્રદેશમાં ત્રીસ કરતાં વધુ શહેરોમાં વિદ્યાથીએ આ રીતે ભૂખહડતાલ ઉપર ઉતર્યા હતા. ચીનની સરકારે અન્ય પ્રદેશના સમાચારને બહુ પ્રસિદ્ધિ મળવા દીધી નથી. તે પણું એટલું તે નકકી છે કે બીજિંગનાં બીજાં શહેરામાં સારો પ્રતિસાદ સાંપડયો છે. એ રવાભાવિક પણ છે. વિદ્યાથીમાનસ જ એવું છે કે અન્ય સાચાં સ્થ પ્રત્યે સહકાર અને સહાનુભૂતિ દર્શાવ્યા વગર રહી શકે નહિ. : ચીનની સરકારે લશ્કરી કાયદે-(માર્શલ લે) જાહેર કરવા
છતાં વિદ્યાથીએ ટાઈનામેન સ્કવેરમાંથી ખસ્યા નહિ એને. અર્થ એ થયો કે લશ્કરી કાયદાની અવગણના થઈ. કેઈપણુ સરકાર માટે આ અવગણનારૂપ ગણુય. અને સરકાર તે સહન કરી શકે નહિ, કારણ કે રાજ્યની પિલીસ દ્વારા કેટલુંક કાર્યમાં જ્યારે ન થઈ શકે ત્યારે તે લશ્કર પાસે કરાવવું પડે. પરંતુ લશ્કર પણ જે તે કાર્ય ન કરી શકે તે પછી કેની પાસે કરાવી શકાય ? એનો અર્થ એ થયો કે સરકારી તંત્ર નિષ્ક્રિય અને નિરર્થક બની ગયું છે અને સત્તાને. અમલ નિષ્ફળ નીવડ્યું છે.
લશ્કરનો હુકમ વિદ્યાથીઓ જે ન માને તે વિદ્યાર્થીએ ઉપર ગોળીઓ છોડીને પણ તેમને લશ્કરે હટાવવા જોઇએલકરને એટલે અધિકાર અપાય છે. પરંતુ લશ્કરી સે પતિ શાણપણુવાળા નીકળ્યા. તેમણે જોયું કે બે - ચાર બંદુકે
વાથી એકત્ર થયેલા લાખ વિદ્યાથીઓ ભાગવાના નથી પિતાના પ્રાણ જાય તે પણ તેઓ ત્યાંથી ખસવાના નથી. જે આવી પરિસ્થિતિ હોય તે શું લાખ વિદ્યાર્થીઓને એટલે કે પિતાના જ પ્રજાજનોને સંહાર કરી શકાય? સામાન્ય બુદ્ધિથી વિચારતાં, પણ લાગે કે પિતાના જ નિર્દોર વિધાથીઓને આ રીતે સંહાર કરી ન શકાય. માટે જ લશ્કરી સેનાપતિઓએ સરકારને લશ્કરી કાયદો અમલ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી એ બહુ જ સમજદારીભર્યું". દીર્ઘદ્રષ્ટિથયું અને કુનેહભર્યું પગલું ગણાય.
વળી લશ્કરના કેટલા બધા માણસોને વિદ્યાર્થીઓ પ્રત્યે સાચી સહાનુભૂતિ રહેલી છે ! એને લીધે જ જયારે લશ્કરી કેમાં સૈનિકાની હેરફેર થતી હોય અથવા ત્યાં રાખવામાં આગ્યા હોય ત્યારે ફરજ બજાવતા ભૂખ્યા -- તરસ્યા સૈનિકોને ખાવાનું આપવાનું અને પાણી પીવરાવવાનું કામ આ વિદ્યાથીઓ જ પ્રેમથી કરતા હતા. ટી.વી. ઉપર દર્શાવેલાં દ્રશ્ય જોતાં ચીનના વિદ્યાર્થીઓ પ્રત્યે ખરેખર માન થાય એવું છે. ફરજ બજાવીને કંટાળેલા સૈનિકના સમુદાયને એકત્ર કરીને વિદ્યાથીઓ તેમની સમક્ષ લેકનૃત્ય અને સંગીતના કાર્યક્રમો રજુ કરતા હતા. યુવાન સૈનિકે અને વિદ્યાથીઓ વચ્ચે જો આવી પ્રેમભરી સહકારની પરિસ્થિતિ હોય તે એ સૈનિકે વિદ્યાથીઓ ઉપર બંદુકની ગેoળી કેવી રીતે ચલાવી શકે ?
ચીનમાં વિદ્યાર્થીઓનું આંદોલન સેવિયેત પ્રમુખ ગેબચેની મુલાકાત વખતે જ થયું તેથી ચીનના સત્તા વાળાઓ ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા. ગેબચેવની ચાર દિવસની મુલાકાત ચીની સત્તાવાળાઓએ જેમતેમ કરીને પતાવી. ગેચવના એક પ્રતિનિધિએ કહ્યું હતું કે અમારી ચીનની મુલાકાત એકંદરે સારી રહી, પરંતુ કયારે, ક્યાં, કેની સાથે કયા વિષયની અમારે ચર્ચા વિચારણા કરવાની છે એ વિશે અમને છેલ્લી ઘડી સુધી કશી જ ખબર પડતી નહોતી, કારણ કે નિયત કરેલા બધા જ કાર્યક્રમ બદલાઈ ગયા હતા’ ગર્ભાવ એટલા ઉદાર હતા કે ચીનમાં મુલાકાતને પૂરો સમય રોકાયા. એમની જગ્યાએ બીજી કોઈ વ્યકિત હેત તે આવી અવ્યવસ્થિત મુલાકાત રદ કરીને પાછા, ચાલ્યા ગયા હોત. પરંતુ ગેબચેવ શાંતિ, સમજદારી અને સુલેડના માણસ છે. તેઓ ચીન સાથે શુભ હેતુથી વાટાઘાટે જ
જ (પૃષ્ઠ નં. ૧૦ ઉપર)
છે, કે
,