________________
તા. ૧–પ-૮૯ તા૧૬-૫–૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
પણ મનાય છે.
આદિપુરાણ અનુસાર ભગવાન ઋષભદેવે ભારતને બાવન જનપદોમાં વિભાજિત કર્યું હતું, તેમાં અવંતિ પણ હતું એમ કહેવાય છે. માળવાનું પ્રાચીન નામ અવંતિ હતું. અવંતિના વૈભવની સરખામણી અમરાવતીના સ્વર્ગ સાથે થતી, જેને કારણે બીજું નામ અમરાવતી પણ હતું.. - હાસમપુરા : આ તીથ' ઉજજૈનથી લગભગ ૫૦ કીમીટર દુર આવેલું છે. આ તીર્થ અલૌકિક પાર્શ્વનાથ તરીકે પણ પ્રખ્યાત છે,
નાગેશ્વર : એક વખત નજર માંડે પછી ત્યાંથી આંખ ખસેડવાનું મન ન થાય તેવી બેનમૂન અદ્દભુત, નીલવણ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૧૪ ફૂટ ઊંચી પ્રતિમા કાઉસગ્ન મુદ્રામાં બિરાજેલી છે. આ પ્રતિમા લગભગ વર્ષ પહેલાંની હોવાનું મનાય છે
ભક્ષી: અહીંનું મંદિર સં. ૧૪૭૨ માં વઢિયાર દેરીના લોલાડા ગામના રહેવાસી સની સંગ્રામે બંધાવ્યું હતું એમ કહેવાય છે. આ મદરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. ફાગણ મહિનાની આઠમે અહીંયા વાર્ષિક મેળા ભરાય છે. - ઇન્દોર : શીશ મહેલ તરીકે આખા ભારતમાં સુપ્રસિદ્ધ થયેલું એવું સર હુકમીચંદનુ બંધાયેલું કાચનું દેરાસર અત્યંત મને હર અને જોવાયક છે. આ ઉપરાંત પીપળી બજારમાં બે દેરાસરો છે. કુલ લગભગ ૨૫ મંદિર છે. ઇન્દોરની જૈવેરી બાગમાં સર શેઠ હુકમચ દછની સમાધિ છે, ત્યાં જૈન ધર્મશાળાઓ છે. ત્યાં જ જિનાલય, જૈન મહાવિદ્યાલયો તેમ જ છાત્રાલયો છે. તે ઇન્દર મધ્યપ્રદેશનું મુખ્ય વ્યાપાર કેન્દ્ર પણ છે. ઈન્દોર તથા આજુબાજુના પ્રદેશ ઉપર હોલકર રાજવંશીએ લગભગ બે સદી સુધી રાજ કર્યું. તેમાં અહલ્યાબાઈ પ્રતાપી રાજમાતા થયાં. જનો રાજમહેલ, ગઢ, રાચરચીલું, દરબારખંડ ઇત્યાદી એતિહાસિક વસ્તુઓ જોવાલાયક છે.
સિદ્ધવરકુટ: નર્મદા અને કાવેરી નદીઓના સંગમની પશ્ચિમ દિશામાં પર્વતની વચ્ચે કુદરતી સૌંદર્યથી ભાયમાન આ તીર્થોમાં વિ. સંવત ૧૧ ના સમયની શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમા આવેલી છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની શ્યામ રંગની કાઉસગ્ગ મુદ્રાની પ્રતિમા ખૂબ જ . મને તારી અને રમણીય છે. સિદ્ધવરકુટ સિદ્ધક્ષેત્ર છે. અહીંથી બે ચક્રવતિ અને સાડાત્રણ કરોડ મુનિઓ નિર્વાણને પ્રાપ્ત થયા હતા,
કારેશ્વર મંદિર : ઇન્દોરથી માંધાતા (કારેશ્વર) ૧૦ કિલોમીટર દુર છે. આ મંદિર જતાં લાગે છે કે અંશત ઃ આ મંદિર જૈનેનું રહ્યું હશે. આ મંદિરની કહાપુરના અંબા મંદિર અજમેરના ખામ સાહેબની દરગાહ
આ ત્રણેની રચનાલીમાં ઘણી સમાનતા લાગે છે. અહીં દસ મંદિર છે, જેમાં નેમીનાથ, શાંતિનાથ, બાહુબલિ રવાણી, પાશ્વનાથ હવામી, મહાવીર સ્વામી ઇત્યાદિની પ્રતિમાઓ છે.
બઠવાની : અહીં એક વિશાળ દગંબર જૈન મંદિર છે જેમાં ભગવાન નેમીનાથની ભવ્ય પ્રતિમા છે, જેની પ્રતિષ્ઠા સં. ૧૭૮૦માં થઈ હતી તેને લેખ છે.
ચૂલગિરી – બાવનગજાજી: ઇન્દોરથી રસ્તા માગે બડવાની ૧૫૦ કિમી. અને ચૂલગિરી બાવનગજાજી ૧૫૦ કિ. મીટર દુર છે. સાતપુડાના પર્વતના સર્વોચ્ચ શિખર ચૂલગિરી પર આવેલું આ તીથ જંગલમાં મંગલ સમાન છે. એક જ, પથ્થરમાંથી કતરેલી ૮૪ ફૂટ ઉંચી શ્રી આદિનાથ ભગવાનની
લગભગ ત્રણ હજાર વર્ષ જૂની મૂતિ' છે, એના જેવી બીજે વિશ્વમાં ક્યાંય જોવા નહીં મળે. આ પ્રતિમા ખગાસનમાં છે અને બાવનગજાના નામથી સુપ્રસિદ્ધ છે. એમનાં ચરણોમાં વંદન કરતાં એમની મહાનતા સમક્ષ આપણી લઘુતાને અનુભવ : થાય છે. આપણું મને પાવનતાથી આન દિત થઈ જાય છે. હૃદય ભકિતથી નાચી ઊઠે છે. પ્રભુના મુખ ઉપર ભવ્ય મિત પથરાયેલું નજરે પડે છે. પ્રભુ આપણું પર કરુણુની વર્ષો વસાવી અભયદાન આપતા હોય ! તેમ લાગે છે. આ પ્રતિમાની છાતી પર શ્રીવત્સલાંછન છે, ડાબી બાજુ ચતુર્ભુજી ગોમુખ યક્ષ અને જમણી બાજુ ચક્ર
શ્વરી યક્ષિણીની મૂર્તિ છે. આ પ્રતિમાનાં દર્શન પગ પાસે ઊભા રહી નથી કરી શકતાં. પ્રતિમાથી થોડે દુર ઊભા રહેવું પડે છે. ચૂલગિરી ક્ષેત્રમાં વીસ જૈન મંદિરો છે અને તે સિદ્ધક્ષેત્ર છે. જ્યાંથી મુનિશ્રી ઇન્દ્રજિત, કુંભકર્ણ અને બીજા અનેક મુનિશ્રીએ મુકિત પામ્યા છે.
માંડવગઢ: વિંખાચલ પર્વતના ઊંચા શિખર પર આવેલું માંડુના નામે ઓળખાતું તીર્થ ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક હોવાથી પ્રવાસી યાત્રાળુઓનું મેટું ધામ છે. ૧૩મી સદીના મધ્ય ભાગમાં જયવમદેવ રાજાના મંત્રી પૃથ્વીધર (પેથડ) ખૂબજ ધર્મશીલ હતા. તેના વખતમાં અહીં ૩૦૦ જિન મંદિર હતાં અને એક લાખ જેનાં ઘરે હતાં. તેણે દરેક મંદિર પર સોનાના કળશે ચઢાવ્યા હતા. તેણે તે જમાનામાં રૂપિયા અઢાર લાખના ખર્ચે “શ૩ યાવતાર, નામે ૭૨ જિનાલયવાળું ભવ્ય મંદિર બંધાવ્યું હતું. પેથડ પછી તેને પુત્ર ઝાંઝણ મંત્રીપદે આવ્યો. તે પણ ધર્મવીર હતા. તેણે સં. ૧૪૩૯માં શરુંજયને ભવ્ય સંધ કાઢયા હતા. તે સમયે શ્રેષ્ઠી જાવડ શહે લાખે રૂપિયા ખચી પાંચ વિશાળજિનાલયે બંધાવ્યાં હતાં. અને તેમાં ૧૧ શેર સેનાની અને ૨૨ શેર ચાંદીની મૂર્તિએ પધરાવી હતી. લેકવાયકા પ્રમાણે ત્યાં વસતા જેમાં એ સ૫ હતું કે કઈ નવો જેન માડુમાં વસવા માટે આવે તે તેને ધર દીઠ એક ઈટ અને એક સુવર્ણમહાર આપવામાં આવતી હતી. જેથી આગંતુક જૈન પ્રથમ દિવસથી જ લક્ષાધિપતિ બની જતો અને રહેવા માટે સુંદર મકાન બની જતું - અહી શ્રી શાંતિનાથ અને સુપાર્શ્વનાથ ભગવાનના બે મંદિર છે.
માંડવગઢમાં રાજબહાદુર અને રાણી રૂપમતિના મહેલે છે. પ્રાચીન રાજવીઓની સમૃદ્ધિ જાહોજલાલીની ઝાંખી કરાવતા જ મહેલ. વાયુમહેલ ઇત્યાદિ ઘણા જોવાલાયક સ્થળો છે. ત્યાં એક ચેક પિઇન્ટ' છે, તેમાં એ જગ્યાએ. ઊભા રહીને બૂમ પાડે તે એક પડઘે તે જ અવાજનો પડે અને બીજી જગ્યાએ ઊભા રહીને બૂમ પાડે તે તેના તુરત જ બે પડ્યા પડે છે.
પાવર-મેહનખેડા-લક્ષમણિ : - અહીં પણ અત્યંત નથનરમ્ય, ભવ્ય, ચમત્કારિક પ્રતિમાઓ છે. પાવરમાં શાંતિનાથ ભગવાનની ઊભી ઊંચી. પ્રતિમા છે. લમણિમાં ત્યાં પાસેનાં ખેતરોમાંથી નીકળેલી અત્યંત પ્રાચીન પ્રતિમાઓ છે. આ બધાં તીર્થો એવાં દર છે કે તેની જાણકારી ઓછા લેકેને હોય છે.
એક કહેવત છે કે બાવાના બેઉ બગયા' પણ અમારા. માટે તે બન્ને સુધર્યા, અર્થાત નવાં સ્થળે જોવાનું-માણવાનું ત્યાંના લોકોની રહેણીકરણી જવાની - જાણવાની કેટલીક સુંદર તક મળી. યાત્રામાં એક ધમનુભાવી ઉદ્યોગપતિઓ,