________________
તા. ૧-૫–૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
જૈન ધરધરોના ધબકતા દસ્તાવેજ: જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ’
– ગુલામ રુઢિયા
શ્રી મેહનલાલ દલીચ'દ દેશાઇએ 'જૈન સાહિત્યને સક્ષિપ્ત ઇતિહાસ' લખીને આપણા ઉપર એક માટી ઉપકાર કર્યો છે. એક હજારથી વધુ પાનાંના પુસ્તકને લેખક સંક્ષિપ્ત ઇતિહાસ કહે છે, જેમાં ઇતિહાસના સીમાડાઓ વિશેની એમની વિસ્તૃત જાગૃત સમજદારીને આપણને ખ્યાલ આવે છે. જૈન ગૂજર કવિએ' જેવું માતબર સર્જ'ને આપનાર મેહનલાલભાએ આ વામન છતાં વિસ્તૃત ઋતિહાસ લખવામાં જે શ્રમ લીધા હશે તેને ખ્યાલ આજે પણ એ પુસ્તકને ઉપર ઉપરથી જોનારને પણ તરત મળી શકે એમ છે.
ઇ. સ. ૧૯૩૩માં આ ગ્રંથ લખાયા અને શ્રી જૈન શ્વેતામ્બર ઊન્ફરન્સ–મુંબઇએ તે પ્રગટ કર્યાં. આજે ૫૬ વર્ષ' પછી પણ આ ગ્રંથનું મહત્ત્વ જરાય થયુ નથી; લક વધતુ જાય છે.
આ પુસ્તકમાં લેખક જૈનધમના ઉદયથી શરૂ કરી છેક સંવત ૧૯૬૦ સુધીના શ્વેતામ્બર જૈતેના સાહિત્ય સુધી ક્રમબદ્ધ રીતે આવ્યા છે. આડ વિભાગમાં આ ગ્રંથ વિભાજિત છે, દરેક વિભાગમાં ૭ પ્રકરણ છે.
લેખકની સશોધનવૃત્તિ અને ચીવટના ખ્યાલ તે ગ્ર’થને છેડે આપેલ ૧૮૭ પાનાંની વિસ્તૃત અનુક્રમણિકા પરથી તરત આવી જાય એમ છે. જેમાં જૈન લેખકાની સૂચિ, જૈન લેખકાએ લખેલ સ ંરકૃત, પ્રાકૃત 'ય-કૃતિએની સૂચિ જૈન લેખકાએ લખેલ ગુજરાતી ગ્રંથાની સૂચિ, અતિહાસિક સાધનાની સૂચિ, જૈન પારિભાષિક શબ્દો અને બિરુદની સૂચિ, તીથ કરા, જૈન તીર્થા અને મદિરાની સૂચિ, જૈન ગચ્છ, ગણુ, સંપ્રદાય આદિની સૂચિ શ્રાવકા, મંત્રીઓની સૂચિ, વણિક ગેત્ર આદિની સૂચિ, યુરાપીય સ્કાલરાની સૂચિ, જૈનેતર હિન્દુ ગ્રંથકારોની સૂચિ, જૈનેતર હિન્દુ લેખા કૃત ગ્ર ંથોની સૂચિ, હિન્દુ દે-મદિર, સપ્રદાયની સૂચિ, શહેરો, સ્થળેાની સૂચિ, હિન્દુ રાજકર્તા, રાજ વંશ જાતિની સૂચિ, મુસલમાન રાજકર્તાઓ, સુબા, જાતિની સૂચિ. સામયિકા, ગ્રંથમાળા, પ્રેસેાની સૂચિ અને પ્રકી' સૂચિ. ગ્રંથમાં અપાયેલ વિગતને શેાધવા આ સૂચિ ખૂબ જ ઉપયેાગી છે. આ સવે વિગતે આઠ હજાર જેટલી થવા જાય છે. પુસ્તકમાં પેરેગ્રાફને સળંગ ૧૧૯૫ સુધી નંબર આપયામાં આવેલ છે અને ફૂટનેટને સળગ ૫૭૭ સુધી નંબર આપવામાં આવેલ છે.સૂચિમાં દરેક નામ સામે પેરેગ્રાફ નંબર કે ફૂટનેટ નબર આપેલ છે. જે ધારી વસ્તુને શેાધવામાં સહાયક બને છે. આ અતિ શ્રમસાધ્ય અને કષ્ટદાયક કા એમણે કઇ રીતે કર્યુ” શે ? કેટલી હાંશથી કર્યુ હશે ?
સૂચિની જેમ બીજી ધ્યાન ખેંચતી વસ્તુ તે ગ્રંથનાં ૬૦ જેટલાં ચિત્રા અને ગ્રાસ છે. એ ચિત્રના પરિચય આપતા સા: પાનાં જેટલે વિગતવાર લેખ મૂકયો છે. અમુક ચિત્રા બહુર ગી પણ્ છે. અમુક તીથ સ્થળના ફાટાગ્રાફ્સ કલાની દ્રગ્નિએ પણ ખેનમૂન છે. પાંચ દાયકા પહેલાંની છકલા, પ્રેસેસિ’ગ-પ્રિન્ટિંગ વગેરેના પણ ખ્યાલ આવે છે.
આ ફોટોગ્રાફસ પણ અનેક વ્યાકતગત સંગ્રાહા અને સંસ્થાએ।તા સૌજન્યથી એમણે મેળખાં છે. તિયામને વધુ
وی
અપ ટુ ડેટ, વધુ ગહન છતાં સરળ બનાવવા એમણે પારાવાર મહેનત કરી છે. લેખક સ્વ. શ્રી મોહનલાલભાઇ દલીચંદ્ર દેશાઇનુ આ ભગીરથ કાય' જોતાં આપણું મસ્તક આદરપૂર્ણાંક એમના પ્રત્યે આજે પણ ઝુકી જાય એવું આ અદ્ભુત કાય છે.
આઠમા વિભાગમાં એમણે વિક્રમની વીસમી સદી વિશે લખ્યું છે. જેમાં પેાતાની નજીકના ભૂતકાળમાં થઇ ગયેલ જૈન વિભૂતિઓની વાત કરી છે. જેમાં મુંબઇ યુનિવર્સિટીના રાજબાઈ ટાવરના સક દાનવીર પ્રેમચંદ રાયચંદ, નાટયકાર ડાહ્યાભાઈ ધોળશાજી, શ્રીમદ્ રાજચન્દ્ર, જૈન સાહિત્ય પ્રકાશક શ્રાવક ભીમશી માણેક, રાય ધનપતિસંહ બહાદુર. જૈન ધર્મ' પ્રસારક સભા, ‘જૈન’ના આદ્યત`ત્રી ભગુભાઇ ફતેહચંદ કારભારી, જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ વિશે ટુંકમાં પણ ઊંડાણથી લખ્યુ છે. ડા. હમ'ન યાક્રાખી વિશે નોંધ, જૈન ધર્મ'ના મુખ્ય સિદ્ધાંતાની વાત પણ એમણે વાંચનારને તરત સમજ પડે અને ઉપયોગી થાય એ રીતે કરી છે.
જૈન સ ંસ્કૃતિ અને કલાઓનુ પ્રકરણુ એક સરસ અભ્યાસનિબંધ જેવું છે. જેમાં જૈન ચિત્રક્રળા વિશે ડૉ. કુમારસ્વામીએ જન`લ એફ ઇન્ડિયન આર્ટ એન્ડ ઇન્ડસ્ટ્રી’માં જે લેખ લખ્યા તે એમના ધ્યાન બહાર નથી. એનુ અવતરણ આપે છે. જે એમની સૂક્ષ્મ બધે ફરી વળતી તલાવગાહી ષ્ટિનું પરિણામ છે,
તે જૈન સાહિત્ય અને કલા માટે સૂચન કરતાં પાશે લખે છેઃ
(૧) જેટલા જૈનો ભંડારા હોય તેમાંથી ગ્રંથેા, ચિત્રા વગેરેની યાદી કરાવવી, અને વિદ્વાને પાસેથી તે ગ્રંથા તપાસાવી તેમના વિશે સવિસ્તાર રિપેટ તૈયાર કરાવવા.
(૨) ભંડારામાં કપડાં, ચિત્રા વગેરે જે જે પ્રાચીન અને અત્યારે અપ્રાપ્ય ચીજો હાય તેના અહેવાલ પ્રગટ કરવા અને એક સ ંગ્રહસ્થાન સ્થાપી ત્યાં તે ચીજો સુરક્ષિત રાખી તેમને પ્રસિદ્ધિમાં લાવવી.
(૩) જે જે જૈન વેપારીઓનાં જૂનાં નિવાસસ્થાનો હાય ત્યાંથી જૂનામાં જૂના ચેપડાઓ, દસ્તાવેજો વગેરે મેળવી તેમાંથી પ્રાચીન જૈન વેપારની વિગતા પ્રગટ કરવી.
આવા સૂચને કર્યો પછી તેમણે રણુન્તિરામ વાવાભાઈને જૈન સંસ્કૃતિ' અંગેના લેખમાંથી અવતરણુ મૂકે છે : ‘આ પ્રમાણે થયા પછી વિજ્ઞાન, ઉદ્યોગ, સમાજવ્યવસ્થા, રાજ્યવસ્થા, ધ' વ્યવસ્થા, ચિંતન અને કલાના પ્રદેશમાં જૈનએ શું શું કર્યુ. તેમનુ સ્વરૂપ નિરુપવાનાં સાધતા અને અનુકૂળતા પ્રાપ્ત થશે.' અને છેલ્લે લખે છે, હ્લાલ જૈનેનું જીવન કેવું કલાવિહીન બની ગયું છે, તે માટે પરમાનંદ કુંવરજી કાપડિયાને આધુનિક જૈનેનુ કળાવિહીન ધાર્મિ'ક જીવન' પુસ્તક વાંચવા-વિચારવાનુ કહે છે. આ વિગત પરથી ખ્યાલ આવે છે કે, મેહનલાલભાઇમાં જૈનધમ અને સંસ્કૃતિની જાળવણી માટે કેટલી ફિકર હતી.
79