SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯ મુદ્ધાણુ સૂત્રમાં ૨૦ પદ છે. અને તેની અતાવવામાં આવી છે. પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જય‘તી વિરોષાક સંપદા પણ ૨૦ સ પદાની ગણતરીમાં આમ ક્રૂરક શા માટે હશે તેની ઈ વિશેષ સ્પષ્ટતા ચૈત્યવ`દન ભાષ્ય' ‘પ્રવચન સારાહ્વાર'' વગેરે ગ્રંથેામાં કરવામાં આવી નથી, પરંતુ જે રીતે એની સ પા અતાવવામાં આવી છે તે રીતે તેની પાછ! કાણ વિશિષ્ટ પ્રયોજન રહ્યું હશે તેમ માની શકાય. શાસ્ત્રકારાએ સંપદાને અથ ના વિશ્રામસ્થાન તરીકે ઓળખાવી છે અને તે વિશ્રામસ્થાને વિશ્રામ લેવાઇ જાય છે એમ કહેવા કરતાં વિશ્રામ અવશ્ય લેવો જોઇએ એવા આદેશ કરેલા છે. એ ઉપરથી પણ એમ ભાસે છે કે સપાની ગણતરી પાછળ ક્રાઇ વિશિષ્ટ ઉદ્દેશ રહેલા હવા જોઇએ. મા કે સૂત્રાના ઉંચ્ચાર વિરુદ્ધ અને ગૌરવવાળા હોવા જોઇએ. ખાલનાર્ અને સાંભળનારના ચિત્તમાં તે પ્રસન્નતા અને ઉત્સાહના ભાવ જન્માવે એવુ વ્યવહારું પ્રત્યેાજન તે તેમાં રહેલું હશે જ, પરંતુ તે ઉપરાંત આંતરચેતનાની અનુભૂતિ અનુસાર કઇ વિશિષ્ટ પ્રયજન પણ રહેલુ હશે એવું આ બધા તફાવત ઉપરથી લાગે છે. સપામાં અક્ષર કરતાં અથ'નું મહત્ત્વ વધારે છે. નવકાર મત્રમાં નમો સિદ્ધાળ’- એ પદમાં પાંચ અક્ષર ૪. અને તેની એક સ પદા ગણવામાં આવી છે. બીજી બાજુ ‘તમ ઉત્તરી सूत्रभां तस्स उ-तराथी ठामि काउसग्गाग સુધીનાં છ પદ અને ૪૯ અક્ષરની માત્ર એક જ 'પદા ગણવામાં આવી છે. તેવી જ રીતે પરિયાવહી સૂત્રમાં ‘અભિહ્યા'થી ‘તરસમિચ્છામિ દુકકડ સુધીનાં અગિયાર પદના ૫૧ અક્ષરની પણ માત્ર એક જ સાંપા ગણવામાં આવી છે. પૂર્વાચાžએ સ'પલની આ રીતે જે ગણતરી કરી છે તે ઉપરથી એમ અનુમાન કરી શકાય છે કે માત્ર અથની પૂર્ણતા અનુસાર સંપ ગણવામાં આવે છે એટલુ જ નથી, પ:રેપૂ અથ'ના ગોરવ અનુસાર પણ સંપદાને વિચાર કરવામાં આવે છે. સ'પદા એટલે અથ'નું વિશ્રામસ્થાન એમ નતિ પણ એ પદ્મ વચ્ચે આવતુ વિશ્રામ સ્થાન એવા અ` ઘટાવાને નવપદની વચ્ચે આઠ વિશ્રામસ્થાન આવે છે માટે આઠ સંપદા હશે. એમ કેટલાક બતાવે છે ‘પટ્ટમમ્ હવ મંગલમ' એ છેલ્લું પદ ઉચ્ચારતાં મંત્ર પૂરો થાય છે એટલે ત્યાં વિશ્રામ સ્થાન ગણવાની આવશ્યકતા રહેતી નથી. પરંતુ આ અથ સ્વીકાય નથી, કારણ કે ઇરિયાવહી, શક્રરતવ, સિદ્ધસ્તવ, સૈયતવ વગેરે સૂત્રમાં એ પદ વચ્ચેના જેટલાં વિરામસ્થાને છે એટલી. સંપટ્ટા ગણવામાં આવી નથી. વળી, એ પ્રમાણે ગણીએ તે ‘લેગસ સૂત્ર’નાં ૨૮ ૫૬ વચ્ચે ૨૭ વિશ્રામસ્થાન ગણવાં. પડશે. પરંતુ તેમાં ૨૭ નહિ પણ પદ્મ અનુસાર ૨૮ સંપદા છે, તેવી જ રીતે પુખ્ખરવરદી' તથા 'સિદ્ધાણુ બુદ્ધાણુ માં પદ પ્રમાણે સંપદા છે, એટલે સપદાના અથ' એ પદ - વચ્ચે આવતુ વિશ્રામસ્થાન એવા નહિ ધટાવી શકાય નવકારમ ત્રમાં આઠુ સ ́પદા હેવાથી અના ઉપધાન (જ્ઞાન આરાધન માટેના તપામય અનુષ્ઠાન)ની વિધિમાં નવકારને આ અધ્યયનસ્વરૂપ ગણીને, પ્રત્યેક અધ્યયન માટે એક આયંબિલ એમ કુલ આઠ આયંબિલ કરવાનું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે. gu નવકારમંત્રમાં પહેલાં સાત પદની પ્રત્યેકની એક એમ સાત સ'પટ્ટા છે. એ પ્રમાણે સાત પુત્રના સત આલાપક છે; સાત અયન છે; અને સાત આયંબિલ છે. આઠમા અને નવમા પદની મળીને એક સપા છે. તેને એક આલાપક છે. તેનુ એક અયન છે. અને તે માટે ઉપધાન તપની વિધિમાં એક આંબિલ કરવાનુ હાય છે. આમ સ ́પદ્દાની કુલ આતી સંખ્યા માટે સવ શાસ્ત્રકાર સમત -. સત્યવંદન ભાષ્યમાં ઈરિયાવહી, શક્રસ્તવ અને અરિહંત ચેઆણુની સોંપદાઓનાં પ્રત્યેકના ભિન્ન ભિન્ન નામ પણ દર્શાવવામાં આવ્યાં છે. એ નામે નીચે પ્રમાણે છે : રિયાવહીની, સ’પદાએ અનુક્રમે આ પ્રમાણે છે : (૧) અભ્યુપગમ સ ંપદા (૨) નિમિત્ત સ`પદા (૩) આધ હેતુ સપા (૪) ઇતર હેતુ સ ંપદા (૫) સ ંગ્રહ સપા (૬) વ સ પદા (૭) વિરાધના સંપદા (૮) પડિકકમણુ સપા, શક્રરતવની સ ંપદા અનુક્રમે આ પ્રમાણે છેઃ (૧) સ્તોતવ્ય સ પા (૨) એલ હેતુ સંપદા (૩) વિશેષ સ ંપદા (૪) ઉપયોગ સ ંપદા (૫) ત ́તુ સ ંપદા (૬) સવિશેષ પયાગ સંપદા (૭) સ્વરૂપ સપદા (૮) નિજસમક્લદ સ ́પદા (૯) મેક્ષ સપદા. ચૈત્યસ્તવની સપા અનુક્રમે આ પ્રમાણે છે : (૧) અભ્યુપગમ સ ંપદા (૨) નિાંમત્ત સ ંપદા (૩) હેતુ સ ંપદા (૪) એક વચના-નત સોંપદા (૫) બહુવચનાન્ત આગાર` સંપદા (૬) આગ તુક આગાર સંપદા ૭, કાયાત્સગ વાંધ. સ ́પદા (૮) સ્વરૂપ સોંપદા. પર તુ નવકારમંત્રી આઠ સપદાઓનાં નામ ક્યાંય જોવા મળતાં નથી. અલબત્ત અન્ય કેટલાંક સૂત્રેાની સંપદાઓનાં આપેલાં નામે ઉપરથી અનુમાન કરી શકાય કે નવકારમંત્રના પહેલા પાંચ પદની સ પા તે રતતવ્ય સ ંપદા હોઇ શકે, કારણ કે તેમાં અનુક્રમે પંચપરમેષ્ઠિને નમરકાર કરવામાં આવે છે. તવ્ય સ પદાને ‘અરિહંત તવ્ય સપદા', 'સિદ્ધરતાતન્ય સપદા' એમ અનુક્રમે ઓળખાવી શકાય. બાકીની સ’પાએમાં એસો પંચ નમુકકાર, સવ્વપાવ પણાસણા'ની સંપદાને ‘વિશેષ હેતુ સ પદા' કહી શકાય. અને મગલાણુ ચ સબ્વે સિં પમ હવઇ મ ગામની સ પાને 'સ્વરૂપ સ પટ્ટા' અથવા ફૂલ સ પદા' કહી શકાય. અલબત્ત આ તે માત્ર અનુમાન છે. આ વિષયમાં જાણકારે વધુ પ્રકાશ પાડી શકે. એક મત એવો પણ છે કે નવકાર્મ ત્રમાં સોંપદા એટલે. વિશ્રામસ્થાન એવે અથ ન ઘટાવતાં ‘સ'પદા' એટલે પસિદ્ધ એવા સીધા અથ જ ઘટાવવે જોઇએ. એ રીતે નવકારમંત્રમાં બાઠ સંપદા એટલે આઇ સિદ્ધુ રહેલી છે એવા અથ' ઘટાવવાના છે. [જુએ શ્રી મંત્રરાજ ગુણુકલ્પમહાદાધે(પ. જયદલાલ શર્મા) છઠ્ઠો પરિઠદ] સિદ્ધિ આઠ પ્રકારની બતાવવામાં આવે છે. એને મહાસિદ્ધિ પણ કહેવામાં આવે છે. એ નીચે પ્રમાણે છે: (૧) અણુમા અણુ જેટલા સૂક્ષ્મ થઇ જવાની શક્તિ. (૨) લધિમા-પ્રુચ્છાનુસાર હલકા અને શીઘ્રગામી થઇ જવાંની શક્તિ. (૩) મહિમા – મહાન અને પૂજાવાને યોગ્ય થઇ જવાની
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy