________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૮૯ તા. ૧૬-૫-૮૯
તે હાનિ પહોંચાડે છે એમ મંત્રવિદે માને છે. એટલે એમાં પણ સંપદાનું-વિશ્રામસ્થાનનું વર્ગીકરણ ગંભીરતાપૂર્વક વિચારાયું છે
' , ' , નવકારમંત્રમાં પદની જે ગણુને કરવામાં છે તે વ્યાકરણ અનુસાર નથી વ્યાકરણ અનુસાર વિમરવર્તે પમ્- એટલે કે જેને છેડે વિભાકિત છે તે પદ કહેવાય. એને સાદો અર્થ કર હોય તે એમ કહેવાય કે વાકયમાં વપરાયેલ શબ્દ તે પદ કહેવાય. શબ્દકેશમાં આપેલે શબ્દ તે શબ્દ છે. અને તે શબ્દ જે વાક્યમાં વપરાયે હોય તે તે પદ બને છે. “પિતા” શબ્દ શબ્દકેશમાં હોય તે તે શબ્દ છે અને “પિતા આવ્યા” એમ વાકયમાં વપરાયે હોય તે તે પદ ગણાય છે.
એટલે વ્યાકરણને નિયમ પ્રમાણે તે નવકારમંત્રને પ્રત્યેક . શબ્દ પદ ગણી શકાય. એ રીતે નવકારમંત્રમાં
વ્યાકરણની દષ્ટિએ વીસ પદ આવે છે. પરંતુ નવકાર મંત્રમાં આવાં બે કે ત્રણ પદના સમૂહનું અર્થની દષ્ટિએ એક જ પદ ગણવામાં આવ્યું છે. “નમો અરિહંતાણુમાં વ્યાકરણની દષ્ટિએ બે પદ છે, પણ અર્થની દષ્ટિએ તે એક જ પદ . નવકાર મંત્રમાં એવાં નવ પદ છે. પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા રૂપ પ્રત્યેક પદને અંતે અર્થની દષ્ટિએ વિશ્રામસ્થાન આવે છે. એટલે નવકારમંત્રના પહેલાં પાચ પદમાં પાંચ સંપદા આવી જાય છે એ તે સ્પષ્ટ છે. હવે બાકીનાં ચાર પદમાં ત્રણ સંપદા શાસ્ત્રકારે કેવી રીતે બતાવે છે તે જોઇએ. છ પદ છે-“એસે પંચ નમુકકારે” અને સાતમું પદ છે સવૅ પાવપણુસણો’—આ બે પદના મળીને સેળ અક્ષર થાય છે. આ બે પદમાં બીજી બે સંપદાએ રહેલી છે. એટલે કે છઠ્ઠા અને સાતમા પદમાં છઠ્ઠી અને સાતમી સંપદા રહેલી છે. આઠમું પડ્યું છે ‘મંગલાણં ચ સોવેસિં' અને નવમું પદ છે 'પઢમમ હવઈ મંગલમ' આ બે પદના મળીને સત્તર અક્ષર થાય છે. પરંતુ આ બે પદમાં ફકત એક સંપદા રહેલી છે એમ બતાવવામાં આવે છે. એ રીતે નવકારમંત્રમાં કુલ આઠ સંપદાઓ બતાવવામાં આવે છે. ગૌયવંદન ભાષ્ય”, “પ્રવચન સારોદ્ધાર’ વગેરે ગ્રંથમાં આઠમી સંપદા ઉપર પ્રમાણે સત્તર અક્ષરની બતાવવામાં આવી છે.
પ્રવચન સારદ્વારમાં લખ્યું છે : पंचपरमेष्ठिमते पए पर सत्त संपया कमसो । पजंतसत्र सक्खरपमाणा अहमी भणिया ॥ पंचपरमेष्ठिमंत्र पदे पदे सप्त संपद:। વર્ષેatતતદ્રરાક્ષાઘમાળા વષ્ટમી મળતા તે
પચ પરમેષ્ઠિ મંત્રમાં બધાં મળીને નવ પદ છે તેમાં ક્રમશ: પ્રથમ સાત પદની સાત સંપદા છે. સત્તર અક્ષરના છેલ્લા બે પદની આઠમી એક સંપદ છે.) મૈત્યવંદન ભાષ્યમાં લખ્યું છે કેपन्नस नवपय, नवकारे अह संपया तत्य । । खगसंपय पयतुल्ला, सतरकर अकृमी दुपया ॥ ३० ॥
. (નવકાર મંત્રમાં વર્ણ (અક્ષર) અડસઠ છે, પદ નવ છે અને સંપદા આઠ છે. તેમાં સાત સંપદા સાત પદ પ્રમાણે જાણવી , અને આઠમી સંપદા સત્તર અક્ષરવાળી બે પદની જાણવી).
મૈત્યવંદન ભાષ્યમાં એના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિએ સૈય
વંદનના સુમાં બધી મળીને સત્તાણું સંપદાઓ રહેલી છે.
તેમ જણાવ્યું છે. તેમાં લખ્યું છેઃ " પ્રદનાક જ અદવસ કોણ ૫ વીલ વીમા |
कमसो मंगल इरिया--सक्कथयाईसु सगनतुई ॥ २९ ।।
ચેતવંદનના સૂત્રોમાં નવકારમંત્રની ૮, ઈરિયાવહીની ૮, શક્રતવ (નમુથુર્ણ) ની ૮, ચૈત્યસ્તવ (અરિહંત ચેઇઆણ) ની ૮, લેગસ્સની ૨૮, શ્રતરતવ (પુખરવરદી) ની ૧૬ અને સિદ્ધસ્તવ સિદ્ધાણું બુદ્ધાણું) ની ૨૦-આ પ્રમાણે બધી મળીને ૯૭ સંપદા થાય છે.
એમાં જણાવ્યું છે તે પ્રમાણે સંપદા એટલે મહાપદની ગણતરી અથવા વિસામાની ગણતરી.
સંપદાનું પ્રયોજન તે તે સ્થાને વિશ્રામ કરવાને માટે છે, જે ગાથામાં ચાર ચરણ હોય તે તેમાં પ્રત્યેક ચરણને પદ; ગણીને તે ગાથાની ચાર સંપદા સામાન્યરીતે ગણવામાં આવે છે. નવકારમંત્રમાં ચૂલિકાની ગાથામાં ચાર પદ હેવા છતાં એની સંપદા ત્રણ જ ગણવામાં આવી છે. એટલે કે નવકારમંત્રમાં કુલ ૫૬ નવ છે અને એની સંપદા આઠ બતાવવામાં આવી છે. આ આઠ સંપદાને નિર્દેશ પ્રાચીન સમયથી થતા આવે છે. જિનેશ્વર, ભગવાને એ પ્રમાણે આઠ સંપદા ભાખેલી છે એમ પણ કહેવાય છે. એટલે સંપદાની સંખ્યા વિશે મતમતાંતર નથી. બધા જ શાસ્ત્રકારે આઠની સંખ્યાનું જ સમર્થન કરે છે. - ' . ' . . | નવકારમંત્રની પાંચ પદની પાંચ સંપદાઓ વિશે કે. વિભિન્ન મત નથી. વળી ચૂલિકાનાં ચાર પદની ત્રણ સંપદાઓની સંખ્યા વિશે પણ વિભિન્ન મત નથી. પર તુ ચાર પદમાં ત્રણ સંપદા કેવી રીતે ગણવી તે વિશે બે જુદા જુદા મત છે. તેમાં મુખ્ય મત ઉપર પ્રમાણે જ છે. પરંતુ “મૈત્યવંદન ભાષ્ય', પ્રવચન સારોદ્વાર’ વગેરેમાં જણાવ્યું છે કે કેટલાક આચાર્યોની માન્યતા પ્રમાણે ૬ઠ્ઠી સંપદા ૨ પદની (૧૬ અક્ષરની) એસે પંચ નમુકકારો સત્ર પાવપણાસણો’ની. સાતમી સંપદા “મંગલાણુંચ સસિ” એ આઠમા પદના આઠ અક્ષરની અને આઠમી સંપદા. પઢમં હવઈ મંગલમ – એ નવ અક્ષરની છે. તેઓ કહે છે ‘તારવામિ દુય છો એટલે કે છઠ્ઠી સપદ બે પદની સમજવી અને આઠમી સંપદા પઢમં હવઈ મંગલ” એ નવ અક્ષરની સમજવી.) | નવકારમ ત્રમાં નવ પદ છે એટલે એમાં તેટલી સંખ્યાની જ સંપદા હોવી જોઈએ એવું અનિવાર્ય નથી. પદ અને સંપદાની ગણતરીમાં માત્ર નવકારમંત્રમાં જ આ ફરક જોવા મળે છે એવું નથી. ઇરિયાવહી સૂત્રમાં કુલ ૩૨ પદ છે ૫ણું તેની સ પદા ફક્ત એક જ ગણવામાં આવી છે. એવી જ રીતે 'શક્રસ્તવ’ નમુહુણ માં ૩૩ પદ છે અને સંપ ૯ બતાવવામાં આવી છે. તથા “અરિહંત ચેઈઆણુ” સૂત્રમાં તે પદ ૪૩ જેટલાં છે અને એની સંપદા પણું ફકત અાઠ જે બતાવવામાં આવી છે. આમ આ બધાં સૂત્રમાં પદની સંખ્યાના પ્રમાણમાં સંપદાએ એછી બતાવવામાં આવી છે. બીજી બાજુ લેગસ સૂત્રમાં ૨૮ પદ છે. અને ૨૮ સંપદા બતાવવામાં આવી છે. પુખરવરદી સૂત્રમાં ૧૬ પદ છે. અને ૧૬ સંપદા બતાવવામાં આવી છે. તથા સિદ્ધાર્થ