________________
૭૨
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિરોષાંક
તા. ૧ ૫.૮૯ તા. ૧૬-૫૮૯
,
જય મળે તેવા શત્રુંજયના શિખર પર કે પછી મનની ભૂમિકા હિમાલય જેટલી ઉત્તુંગ રચાય તેવા દિવ્ય વાતાવરણમાં.
પર્વત એટલે સૂકું એટલે કે તપને પર્યાર્થ છે. તપશ્ચર્યા પ્રધાન જૈનધર્મનાં સ્થાનકે તેથી ઊંચે પર્વત પર જ જોવા મળશે. જળ એટલે રસ એટલે ભેગ; અર્થાત સંસારમાં રહીનેય પરમતત્વની સાધનામાં રત ઋષિઓના આશ્રમે બહુધા નદી તીરે જોવા મળશે. નિસર્ગના સાન્નિષમાં પ્રાકૃતિક સંદર્યનો ભાગ લેતાં વેગાસકિત વધે છે. ' આ મંદિરનું સામાજિક જીવનમાં જેટલું સ્થાન હતું તેટલું આજે જવલ્લે જ જોવા મળે. સંગીત, નૃત્ય, નાટય, શિલ્પ જેવી બહુવિધ કલાઓની ઉપાસના દેવાલયના આશ્રયે થતી. મંદિરોમાંથી કલા બહાર પડતાં તેમાં ભ્રષ્ટતા અને વાસના જન્મી. દરબારમાં તે મુજરો કેવળ નજને ભડકાવવા જ હે છે. જ્યારે દેવાલયમાં પરમેશ્વરની આરાધના અર્થે થતું નૃત્ય મનને ભકિતભાવથી સભર ભરે છે મંદિરના પવિત્ર વાતાવરણમાં દેવત્વ પાંગરે, મંદિર બહાર પશુવે કૂકારે.
કે પ્રાચીનકાળનાં મંદિરે શિક્ષણનાં કેન્દ્રો હતાં. સંસ્કારધામ હતાં. આજે પણ તિરુપતિ જેવાં દેવસ્થાને યુનિવર્સિટી થાપી આ કાર્ય કરી રહ્યાં છે. પણ આવાં મંદિરે આજે કેટલાં? જૂના મંદિર તરફથી સંસ્કૃત પાઠશાળાઓ ચાલતી. ધર્મનું શુદ્ધ જ્ઞાન તેમાં અપાતું. મંદિરમાં પૂજારીને સ્પષ્ટ મિત્રોચ્ચાર શીખવાતા. પૂજાવિધિનું વ્યવસ્થિત શિક્ષણ અપાતું. આજના વિજ્ઞાનયુગમાં જીવનાર વ્યકિત પૂજન કરાવનારને વિધિઓ પાછળનું રહસ્ય પૂછે કે પછી ધમને સ્થળ નહીં બલકે સૂક્ષ્મ અથ" જાણવા ઇછે તે સૌજન્યશીલ, સંતુષ્ટ કે જ્ઞાની પંડિત પૂજારીઓને બદલે મોટે ભાગે ચતુ
દીમાંથી બા અને સદ્દરામાંથી ગેરની પાયરીએ ઊતરેલા બહુધા અજ્ઞાની, વિશેષ શ્રમલાભ વિના ધનલાભ ઇચ્છતા, અધિકાર માટે પરસ્પર ઝઘડતા, ભકતને છળતાં, અસં તેથી, સ્વાથી, ધનલભી પંડાપૂજારીઓ બૌદ્ધિક જનસમાજની સર્વથા, સર્વદા ધર્માજિજ્ઞાસા સંતોષવા ઊણાં ઉતરે છે.
મંદિરેએ યુગના યુગ સુધી ભારતની એકતા ટકાવી છે, ટકાવતાં રહ્યાં છે. ભારતભરમાંથી તીર્થસ્થાનમાં યાત્રીઓ આવે, પિષાક, રહેણીકરણી, ભાષા બધું વીસરી ભાવુક બની જાય. કેદારનાથની યાત્રા કરતાં 'જ્ય કેદાર, જય કેદાર’ને વનિ પરસ્પર અજાણ વિવિધભાષી વ્યકિતઓના મુખમાંથી સહજ અભિવાદન રૂપે સરી જાય. આવા ભાવસંસ્કારમાં સહજતા છે, અકૃત્રિમપણું છે. ભકિતથી ભાવાત્મક સંસ્કાર સહજતાથી રફરે છે. જે ય બુદ્ધિ, વિચાર કે પ્રવચને સાધી નથી શકતા, જે કય ભાષાથી સિદ્ધ નથી થતું તે ભાવનાથી, ભકિતથી સહજ અનુભવાય છે. ઉત્તરની ગંગા દક્ષિણમાં રામેશ્વર પર ચઢાવતાં, દેવદર્શન કરતાં કરતાં લોકદર્શન અને દેશદર્શન સહજતાથી થાય છે. આ એકયમાં આડખીલી રૂપ કાંઈ હોય તે તે અસ્પૃશ્યતા. ટિળકનું વિધાન ખૂબ ઉચિત લાગે છે, “અસ્પૃશ્યતા જે દેવને માન્ય હોય તે તેને દેવ માનવા હું તૈયાર નથી.” , રામશાસ્ત્રી પ્રભુને લખે છે-દરેક મંદિરને સંભામડ૫ હેય. રામેશ્વર જેવા મંદિરોને સભામંડપ લગભગ ૫૦,૦૦૦ લોકોને સમાવેઃ તે વિશાળ છે. મંદિરમાં જ દેવની સાક્ષીએ ન્યાય મળત. મંદિરે ન્યાયમંદિરે હતાં. ઉત્સ, લગ્ન મંદિરના કલાણમંડપમાં યોજાતાં. ધર્મસભા, ચર્ચાસભાએ મદિરના સભામંડપમાં જાય. મંદિરમાં પગરખાં ઉતારીને; અર્થાત્ પ્રતીક સ્વરૂપમાં અહંકાર ઉતારીને જ અંદર જવાનું
હોય છે. મંદિરને એની મર્યાદા છે. મંદિરનું વાતાવરણ જ એવું છે. જ્યાં આસુરી સંપત્તિને વિનાશ અને દેવી સંપત્તિને, વિકાસ થયા વિના રહે નહીં.
ગાંભીર્ય-પાવિય-સૌ દય-આ ત્રણેયને અનુભવ મંદિરના વાતાવરણમાં થયા વિના રહે નહીં. કેટલાંક મંદિરને એની ગૌશાળા હોય, ખેતર હોય કે જેમાં અયુવેદિક વનસ્પતિઓ ઉગાડે. પૂજારીને આ વનસ્પતિઓ અને તેના ઉપગનું જ્ઞાન હોય. કાંઈ વ્યાધિ-ઉપાધિ આવી તે રોગીને દેવના દ્વારે લાવે. શકય છે અધધની સાથે સાથે ઇશ્વરમાં તેની શ્રદ્ધાથ તેને સાજો કરે. મંદિર આવેઝનાં ધામ હતાં. થોડા વખત પહેમાં એક કુંડ પર ગઇ. પાણીની માથું ફાટી જાય તેવી દુર્ગંધ, વાસી ફૂલેને ઢગલો અને આજુબાજુની ગંદકી ધૃણા ઉપજાવે એવી હતી. જ્યાં શ્વાસ લેવો ય મુશ્કેલ લાગે. આ સ્વચ્છતાને અભાવે પણ કયારેક સાલ હોય છે.
મંદિરમાં ગાય ઉપરાંત હાથી, મેર જેવાં પશુ-પંખીઓ પણ પાળે દાદાની આંગળીએ વળગી બાળક મંદિરમાં જાય. કીર્તનના સુર સાથે સાથે એના હૃદયને તાર નિસર્ગના અન્ય પશુ-પંખી, વૃક્ષ-વનસ્પતિઓ સાથે સહજ ભળે, કરુણા-અહિંસા સહજ જાગે. દાદાની આંગળી ઝાલી મંદિરમાં જઈ બાળક ભાવથી પ્રસાદ ગ્રહણ કરે તેમાં અને આયાની આંગળીએ
પાટી જઈ ભેળપુરી ખાય તે બેનાં પરિણામ જુદાં જ આવે. આ અસલનાં કેટલાક મંદિરે અનાથાલયની ગરજ પણ સારતાં. સમાજ કલ્યાણનાં ભવ્ય કાર્યો હાથ ધરતાં તેથી કેટલાક સામાજિક પ્રશ્નો આપોઆપ હલ થતા.
કેટલાંક મંદિર સાથે અતિથિગૃહ હતાં. ભારતીય સંસ્કૃતિમાં અતિથિને દેવ માન્યા છે. તીર્થાટન કરવા નીકળેલા પદયાત્રીઓ અજાણ્યા ગામમાં રાતવાસે કરે કયાં? તે કહે મંદિરમાં. મંદિરમાં ગામલેક ખાલી હાથે જાય નહીં. કાંઈ ને કાંઈ ફળફળાદિ, અનાજ, સીધુ-સામગ્રી લઈ જાય. તેમાંથી બેગ ધરાવાય તે આ યાત્રીઓને પ્રસાદ રૂપે વહેંચી દે. દેનાર દેવને અર્પણ કરે અને લેનાર પ્રસાદરૂપે લે તેથી લેનારને ઊણપ નહીં અને દેનારને અહંકાર નહીં. એક મરાઠી સંતે લખ્યું છે- “આહીં કાય કેણા ખાતે રે, દેવ આવ્હાલા
જૂના ગામમાં મંદિરના કળશ કરતાં હવેલી તે શું રાજપ્રાસાદ પણ ઊંચે હોવો ઘટે નહીં. એનો અર્થ એ કે જે દિવસે મંદિરના ભ-તુંગ શિખર નીચે સમાજ, રાજનીતિ, કક્ષાએ ઇત્યાદિ આશ્રય લેશે (દેરાસર દેવાશ્રયને અપભ્રંશ છે એમ કેટલાક માને છે) તે વેળા સમાજને નકશે શક્ય છે જ હશે. રાષ્ટ્રકવિ શ્રી મેવાણીનું એક કાવ્ય છે –
"કરું આશ કેની નવરાશ કેને
ઊંચે શ્વાસ આ આલમ ધાઈ રહી.” -કહેવા પ્રગતિશીલ સુસભ્ય સમાજ બહિર્ગામી હડિયા- “ પટ્ટીથી થાકીને, મનથી હારીને, પિતાના મહિયર દ્વારે, જૂના પિયરઘરે આવીને ઊભશે ત્યારે જગતરૂપી સાસુના સહવાસમાં રૂંધાયેલે શ્વાસ પરમપ્રભુ વરૂપિણી માતાની ગેદમાં મેકળા મને વિશ્વાસમાં પરિણમશે અને તે વેળા દીવા વગરનું અલૌકિક–
તુકારામના શબ્દોમાં કહું તે. ‘તુકા આકાશ મેવડા', –-આકાશ જેટલું વિશાળ દેવઘર રચાશે.