________________
૭૦
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૮ તા. ૧૬-૫-૮૯
અને બીજા છ મા એ મળને કયા
ચલાવવાનું
વેપાર કરતા હોય અને બૈરી છોકરા સાથે રહેનાર ગૃહસ્થ હેય. “સુખમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી” એવી જેણે સમતા કેળવી છે તે સાચે સંસારી અને સાધુ પણ છે. લેખક વામનદાદાને સમતાના મેરુ ગણવે છે. સ્વામી આનંદને આ ગૃહસ્થાશ્રમી પાસેથી જ સાધુજીવન ગાળવા માટેના ઉત્તમ સંસ્કાર મળ્યા છે. એ વામનદાદા કારમી ગરીબી વચ્ચે જીવે છે, પણ કે. દિવસ ફરિયાદ નથી. “મૂઠી જવાર ને વાડલાની ભાજી ભાગ્યમાં લખાવીને આવ્યા છીએ.” પર સદા મસ્ત રહેનાર વામનદાદાને પ્રણામ કરવાનું કોને મન - ન થાય? તેમને તેમનાં કુટુંબમાં કરુણ બનાના સાક્ષી બનવું પડ્યું, છતાં સદાય સમતાથી-વેદાંતનું જ્ઞાન જીવનમાં આત્મસાત્ બનેલું–તેથી સહન કરતા ગયા ' દાદાએ દેશભાવના ખાતર તલાટીની નોકરી છોડીને રાષ્ટ્રીય શાળા કાઢી. રવિવારે બે શિક્ષકે ગ્યને વિદ્યાથીએ મળીને મૂઠી જુવાર ઊઘરાવે, ગૂણી થાય. છ માસ્તર સરખે ભાગે વહેંચી લે અને બીજા રવિવાર સુધી એમાંથી કુટુંબ ચલાવવાનું. આવી સ્થિતિમાં નવયુવાનોમાં રાષ્ટ્રપ્રેમ સીચે. આજે શિક્ષકને જે સગવડે મળે છે અને જે માગણીઓ થાય છે એ જોતાં આવી ગરીબીમાં કામ કરનારાઓનું હૃદય કેવું હશે અને કયાં વીટામીને તેમનું જીવન ટકાવતાં હશે અને તેમને કાર્યરત બનાવતાં હશે એ પ્રશ્ન સંશાધન, આત્મનિરીક્ષણ માગી લે છે. સ્વામી આનંદે વામનદાદાને પિતાની લાક્ષણિક શૈલીથી અમર બનાવ્યા છે. તેના રસારવાદની તે વાચકને જ ખબર પડે. '
જૂની પેઢીના લોકો જાણે છે કે મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના અંગત સેક્રેટરી હતા. પરંતુ તેમનાં બુદ્ધિશક્તિ અને પ્રતિભા ખરેખર કેવાં હતાં તેને સચોટ ખ્યાલ તે સ્વામી આનંદને લેખ શુકતારક સમા” વાંચ્યા પછી જ મળે. અત્યારના યુવાન વર્ગને તે આ લેખ ઘડીભર વાર્તા જેવો લાગે. ગાંધીજીમય બનવું, સાદાઇ, જાતપરિશ્રમ, જનસેવા, ઊંડાં સૂઝ અને સમજણ, વિશાળ વાચન, સુંદર લેખનશકિત, આધ્યાત્મિક જીવનપથ પર સતત જાગૃતિ સાથે ચાલવું, પ્રવૃત્તિપરાયણ રહેવું, ફરિયાદ વિના આનંદથી કાર્યરત રહેવું. મેતીના દાણા જેવા અક્ષર વગેરે સગુણોને સમન્વય મહાદેવભાઈ દેસાઈમાં જે જોવા મળે છે તે ભાગ્યે જ જોવા મળે. શર્ટહેન્ડ જાણનારાઓની ધમાં ભૂલ જડે, પણ મહાદેવભાઈની નેધમાં ભૂલ ન જડે. પરંતુ આવું રત્ન ભગવાને અકાળે લઈ લીધું. ગાંધીજીને હીયે આ જખમ તેઓ જીવ્યા ત્યાં લગી રહ્યો. સ્વામી આનંદનાં ઘણા વરસ મહાદેવભાઈનાં અકાળ અવસાનથી ઊડી ગમગીનીમાં વીત્યાં. તેઓ બંને વચ્ચે સગા ભાઈ જે નાતે અને દિલેજાન દેત જેવો સ્નેહ હતા. લેખકની આ ઊંડી વ્યથા અને મહાદેવભાઈ પ્રત્યે તેમનાં મમતા અને આદર લેખની લીટીએ લીટીએ જોવા મળે છે. આજ નાતક કે અનુસ્નાતક અથવા સમજદાર યુવાન આ લેખ ન વાંચવા પામે તે તેની વાચનની દિશામાં નજર ખામીભરી છે એમ હું જરૂર માનું
આ લેખે સિવાય વાસ્તવિકતાને ખ્યાલ આપતો “મારા ઘરધણીએ તેમની પિતાની જીવન-દ્રષ્ટિની
ઝાંખી કરાવતે, “મારી કેફિયત” સાધુ સમાજમાં કેટલાક સાધુ ન કહેવાય તેવા સાધુઓ અને કેટલાક વંદનીય સાધુઓને પરિચય આપતે, “મારા પિતરાઈએ” લશ્કરમાં જે હિંમતથી કામ કર્યું હોય તેવા જ સ્પીરીટથી ભયંકર રોગને સામને કરનારને આબેદૂબ ખ્યાલ આપતે. કરના કરડા', બાઈબલમાં જે The Sermon on the Mount Prodigal Son વગેરેની દષ્ટાંતકથાઓ છે તેનું ગ્રામ્યભાષામાં સરસ રૂપાંતર કર્યું છે તેવા “ીંબાને ઉપદેશ', રામને ખેડુ’ અને ‘વારતા છેલ છોગાળાની', પાળેલાં. પ્રાણીઓમાં પિતાના માલિક પ્રત્યે કેવી મમતા હોય છે અને તે માટે કેવી સમજ કામ કરે છે તે અંગે ઘડીભર વાર્તા જેવું લાગે પણ સત્ય બીન રજુ કરતે પાનેલાં પ્રાણી', હિંદુઓમાં નાતજાતની સંકુચિતતા અસરકારક રીતે આલેખતે ‘હાડનું કેન્સર' વગેરે લેખે વાચકનાં માનસિક જીવનમાં કંઈક સંગીન બાબતનો ઉમેરો કરે છે અને તેને વિચાર કરતો બનાવે છે. આમાં જે લેખેને ઉલ્લેખ થયું નથી તે લેખે પણ એટલા જ રસસભર છે. આ આખો ગ્રંથ પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી ન વંચાય તે વાચકને અફસેસ થાય એવા આ લખાણમાં વિચારસમૃદ્ધિ, વિચિત ભાષા, હયપશી રજૂઆત અને શ્રેયનું અસરકારક સૂચન રહેલાં છે, તેમજ લેખકનાં તપ અને સચ્ચાઇની પ્રતીતિ થાય છે. આ ગ્રંથ વાંચવાની ભણામણું કરવાની મારી લાયકાત નથી, પરંતુ આ પુસ્તક નજરે ચડે તે વાચકનું સદ્ભાગ્ય એટલું જ સૂચન કરવાનો હેતુ છે.
દિવસે દિવસે ગુજરાતીઓ પણ આજના યુગની ભૌતિક ઝાકઝમાળમાં વીંટળાતા જાય છે, ટેલિવિઝનની દુનિયા સર્વસ્વ બનતી જાય છે. અને પૈસે સર્વસત્તાધીશ બનતો જાય છે, ત્યારે શાશ્વત મૂલ્યો અને માનવીનું ખમીર સૂચવતાં આ લખાણ પ્રત્યે અંગૂલિનિર્દેશ કરું તે ભૌતિક દુનિયાના તાલેવરે અને તેમના અનુયાયીઓને રોષ હું વહોરવા નહિ પામું એટલી આશા જરૂર રાખું છું. વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓ ભૌતિકવાદથી પાછા વળે એમ કહેવા જેટલું મારું સ્થાન નથી, પણ તેઓ આ લખાણને અહ૫ રંગ પણ લગાડશે તે તેમણે તેમના અંગત જીવનમાં અને વ્યવસાયનાં ક્ષેત્રની દ્રષ્ટિએ કંઈક કરવા જેવું કર્યું છે એમ તેમને કયારેક તે જરૂર લાગશે. તેમને આ આનંદ તેમની પ્રગતિની દિશા ઉઘાડે તો તેમાં આશ્ચર્યની વાત નથી. વાંચકે જે “રસ અને ‘આનંદ’ શોધવા આંધળી દેટ મૂકે છે તેવા “રસ અને ‘આનંદ’ આ તપસ્વી લેખક સાથે તાદામ્ય સાધતાં સાધતાં તેમનાં નિ:સ્વાર્થ અને પરહિતકારી લખાણ વાંચવાથી મળે છે.
વળી, ખૂબી તે એ છે કે લેખક ઉપદેશ આપવા કયાંય થોભતા નથી. લેખક સાધુ છે. છતાં પોતાના ઉપદેશથી કઈ સુધરે એવી તૃષ્ણ જોવા મળતી નથી. પિતાની રજૂઆત વાચકને અતિશકિતપૂર્ણ લાગે અથવા પાત્રને અન્યાય થાય એવી સાવચેતી ખાતર પાત્રને ગુણ દર્શાવે તેવા પાત્રના પિતાના જ શબ્દ લેખક આપે છે. આ માટે લેખકે કોઇ વ્યકિતની વાત બરાબર રજૂ થાય તે માટે તેલ વગેરેની રીતે કેટલે પરિશ્રમ લીધે હશે એ અભ્યાસીને તરત ખ્યાલમાં આવે તેવી વાત છે. લેખકે જે પાત્રે રજૂ કર્યા છે તે ચૂંટીઘુંટીને નેતાવર્ગ કે બુદ્ધિજીવીવર્ગ