SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫૮૯ તા. ૧૬-૫-૮૯ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક વાત ગયાં હતાં તેથી જોવા મળે છે. નમૂનો બને છે. વિચારરહિત સમાજ-નાત પ્રત્યે ભાવ રાખનારાં અને સીધે માર્ગે પણ વિચારપૂર્વક ચાલનારાં કુટુંબ પરના પાશવી અત્યાચારોથી વાચકને આંસુ પણ આવે અને સાથે સાથે મોનજી જેવા સહનશીલ, પુરુષાર્થ'પ્રેમી અને ભગવદ્ભકત થવાની વાચકને પ્રેરણા જાગે તેમ જ ભીખીબાઇનાં જેવાં નીડરતા અને શૌર્ય કેવી રીતે અને કઈ જગ્યાએ મળે તે ઢંઢવા માટેની દોડધામની ઝંખના વાચકના મનને કબજે લઇ લે એવાં આ બંને ધરતી પરનાં વાસ્તવિક પાત્રો લેખકે હૃદયસ્પર્શી રીતે આલેખ્યાં છે. ગાંધીજીએ અંગ્રેજોના શાસન તળે ચાલતા ભારતમાં પિતાની નિરાળી દુનિયા સઇ હતી. આ દુનિયામાં અનેક નાનામેટાં પાડ્યા હતાં. આવું એક અદ્દભુત પાત્ર તે શ્રી છોટુભાઈ દેસાઇ. ઘણા લોકે કોધ પર કાબૂ મેળવવા માટે ફાંફાં મારે છે પણ ક્રોધના પ્રસંગે કોઈને તાબે થતા હોય છે. ટુકાકાને કઓ વેચાત લીધા વિના જમવાનું ન ભાવે એ એમને મિજાજ હતો. પણ હંમેશા આ કઇઓ અન્યાય સામે હતું. તેઓ રેલવેમાં નેકરી કરતા ત્યારે ગોરા અમલદારો સાથે પણ બાખડ્યા – માત્ર અન્યાય સામે. સમાજના કાર્યકર તરીકે જીવ્યા ત્યાં સુધી અન્યાય સામે લડતા જ રહ્યા અન્યાય સામે કોધ કરવાથી ક્રોધનું ઉદ્ધકરણ થાય એવું છેટુકાકાનું સુંદર પત્ર વાંચવા મળે છે. આજના કાર્યકરોએ "મહાદેવથી મોટેરા” લેખ ન વાંચ્યો હોય તે તેઓ તેમનું કાર્ય ગ્ય અર્થમાં ન સમજી શકે એમ મને સપષ્ટ લાગે છે. ટુકાકા જેવા કાર્યકરોએ જીવી જાણ્યું અને તેઓ ગાંધીજીનું નામ ઉજાળતા ગયા. જેવું પાત્ર તેવી શૈલી લેખકની કલમમાંથી સહજ રીતે ટપકે જ છે. મંગુ બળ” નામને લેખ પિતાનું પાત્ર ભજવતા સૌ કોઈને માટે ખૂબ પ્રેરક છે. વડોદરાના પ્રતિષ્ઠિત ડોકટર બાલાભાઈ રાજ્યના દાકતરી ખાતાના વડા બન્યા હતા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત દાકતર પણું હતા. તેમના સૌથી નાના દીકરા ચંદુલાલ બી. એ. થયા પછી આવા નામાંકિત પિતા આગળ પોતે વેપારી બનવા માગે છે એવી પિતાની ધંધાની પસંદગી દર્શાવે એ અંગે કથા વાચકને આશ્રય ન થાય? વળી, ચંદુલાલ પ્રામાણિક વેપારી બનવાની નેમ રાખે છે. પરિણામે ઝવેરાતના વેપારથી તેઓ શરૂઆત કરે છે અને વેપારીઓ બાલાભાઈ દાકતરના દીકરાને સહર્ષ આવકારે પણ છે. પરંતુ ચંદુલાલની પ્રામાણિકને તેમને આ વેપારમાંથી રૂખસદ આપે છે. પછી તે પેટ ખાતાં ખાતાં રસ્તે બેસીને બૂટચંપલ સાધીને પિટિયુ રળવાના વિચાર પર આવે છે, પણ તેમના મિત્રને ભેટે થવાથી જોડા સીવવાનું કામ એગ્ય ગણે છે અને કરે પણ છે. પરંતુ પછી બંને મિત્રે કોલસાના વેપારમાં ઝંપન્નાવે છે. સારું એવું દેણું કર્યા બાદ આ કેલસાના ધંધામાં તેઓ ફાવે છે અને પ્રામાણિકતાથી સંપત્તિ પણ મેળવે છે. પછી તે દેશમાં ચાલતી અઝાદીની લડતના સત્યાગ્રહીઓ પ્રત્યે તેઓ પિતાની ફરજ બજાવે છે અને દેશ પ્રેમની અસરકારક વાત તેમના જીવનમાં જોવા મળે છે. " ચંદુલાલ એક પછી એક જુદા ધંધામાં પડે છે અને ખોટ ખાય છે, છતાં તેમના પિતા તેમને કદી ઠપકો આપતા નથી. ચંદુભાઈની વેપારી તરીકે સ્વતંત્ર જીવન જીવવાની ભાવના અંગે તેઓ લગીરે માથું મારતા નથી. ચંદુલાલને ધંધામાં એવી પછડાટે આવતી રહેતી કે તેમને સાદાં ગુજરાન માટે પણ તકલીફ પડતી, તેથી તેમના પિતા તેમને ફરજીઆત તેવી મદદ મોકલતા અને તે સિવાય ધંધાની રીતે નાણાં પણ આપતા. તેમના પિતાની એક જ વાત હતી કે ચંદુલાલનાં માતા તેમનાં નાનપણમાં જ દુનિયા છોડી ગયાં હતાં તેથી ચંદુભાઈને માતૃવાત્સલ પણ મળતું રહે. આવા પિતા ભાગ્યે જ જોવા મળે. બાલાભાઈ દાકતર કે વાર્તાનું પાત્ર નથી, ધરતી પરનું વાસ્તવિક પાત્ર છે. લેખનું શીર્ષક “મૂંગું બળ” યથાર્થ જ છે. નારી જગદંબા છે એ ખ્યાલ ધનીમા” લેખ પરથી ' સાંપડે છે શેઠ મોરારજી ગોકુળદાસનાં ત્રીજી વારનાં ધણિયાણી તે ધનકારો છે. મેરારજી શેઠે ૪૬ વરસની વયે દુનિયા છેડી તે વખત ધનકેરબાની ઉંમર માત્ર ૨૧ વરસની. ૭૩ વરસ વૈધવ્ય હેઠળ તેમણે ગાળ્યાં. શેઠના લાખની મિલકત અસ્કયામતે અને વેપારધંધે તેમણે સાચવ્યાં અને નાના દીકરાદીકરીઓને ઉછેર્યા. રજવાડાં જેવો વહીવટ અટલી નાની. ઉંમરે તેમણે એકલે હાથે સંભાળ્યો અને દીપાવ્યું. મેરારજીશેઠને રાજવીઓ સાથે સંબંધે. તેથી ધનીમાં તેમને પિતાના બીજા વાડીબંગલાઓમાં ઉતારે આપીને તેમની બાદશાહી મહેમાનગતી કરતાં. દીકરા દીકરીઓ કરેડપતિનાં સંતાન હતાં, પણ ધનીમા એમને લાકડાની પાટ પર કઠણ પથારીએ સુવાડે, મોટે મળસ્કે અંધારામાં ઉઠાડે, પોતપોતાની પથારીઓ હાથે ઉપડાવે અને નહાવું દેવું, દેવદર્શન વગેરે સંસ્કારે પોતાની નજર હેઠળ રેડતાં. તેમના નેકરે પ્રત્યે માયાળુ સ્વભાવ. એમની નોકરીમાં કેઈને રજા મળ્યાનું કે દંડ થયાનું કેઈએ જાણ્યું નથી. તેમની મુશ્કેલીમાં તેઓ તેમનું બરાબર ધ્યાન રાખતાં. દેશી વાદાંના ઇલાજે પણ તેઓ એવા જાણે કે ગેરા ડોકટરને પણ તેમને વંદન કરવાં પડે. - ધનીમા વૈધવ્ય પછી આખી જિંદગી એક જ વખત જમતાં. હમેશાં વહેલા ઊઠીને ઠંડે પાણીએ નહાય અને પૂજાપાઠ, ધાર્મિક ક્રિયાઓ વગેરે નિત્ય નિયમિત કરતાં રહેતાં. વૈધવ્ય પછી આખી જિંદગી કદી તેમણે કરી ન ખાધી. પિતે ૧૦ આનાનું છાયલ પહેરે પર તુ કરચાકરને તહેવારને દિવસે ૧૦ રૂપિયાની કિંમતની ચંદ્રકળા આપે. જેમ રાજાએ તેમને ત્યાં ઊતરતો, વાઇસરા પણ તેમના બંગલાની અચૂક મુલાકાત લેતા, તેમ ગાંધીજી પણ તેમને ત્યાં ઊતરતા. પતિના ગયા પછી જે અબળા જ ગણાય તેવાં ધનકરબાઈ ત્યાગ અને સંયમની અદ્ભુત ભૂમિકા પર સૌનાં ધનીમાં બન્યાં અને કુળને ઉજાળવા સતત પરિશ્રમ અને પુરુષાર્થમાં એતપ્રેત રહ્યાં. આવી દેવીનાં જીવનમાંથી પ્રેરણા લેવા કણું ન ઈ છે ? સમાનતાને મે લેખ સૌ કોઈને હિંમત આપે તેવો છે. આ સંસારમાં આંસુ શેધવા જવા પડતાં નથી. તે પછી ૨ ડગે જ રાખવું? અરે, મરદ થઇને રડાય ! પણ હિંમત કેવી રીતે આવે ? દુઃખમય સંસારને સામને કઇ રીતે થાય ? સાધુ થવાથી ? હા સાધુ થવાથી; પણ ભગવા વસ્ત્રો પહેરનારા સાધુ જ નહિ સમતાને આત્મસાત કરનાર સાધુ થવાથી, પછી ભલે માણસ
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy