SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯ થઈ જાઓ. તે તમારે અહિંથી સીધે મેક્ષ થઈ જશે.” યુરેપના આધ્યાત્મિક કવિ રિલ્કએ આ જ વાત કાવ્યમાં કહી છે. · "I am the pause between two notes" & સંગીતના બે સૂર વચ્ચેની રિકતતા છું –શૂન્યતા છે અને અંતિમ પંકિતમાં કવિ કહે છે અને સંગીત-સૂરાવલિ અખંડ અકબંધ રહે છે.' ટાગોરે સુંદર વાત કહી. 'Leave some gaps in Life and let Sweet Music flow. એક સંગીત પણ કહ્યું છે કે સંગીત સેરેમાંથી નથી નીપજતું પણ બે સૂર વચ્ચેના અવકાશ-ન્યતામાંથી - નીપજે છે. એક અન્ય ગીતમાં ટામેર “સૂરજ ડૂબી ગયો છે, ચાંદ હજી ઉમે નથી એવી થાણે માનીને પૂછે છે કે તારે ક્યા દેશમાં જવું છે ? ઊભો ઉભો શું વિચારી રહ્યો છે ? તું આબે કયાંથી?” કયાંથી આવે એ સમજાય, તે ક્યા જવાનું તેને ઉત્તર મળી રહે ! - ૧૯૬૦-૬૧માં પંડિત જવાહરલાલ નહેરુની તબિયત નાદુરસ્ત રહેતી હતી. આનંદમયીમાં પંડિતજીના પત્નીના ગુરુ હતાં એટલે નેહવશ પંડિતજી ઘણીવાર મા પાસે જતા આ અરસામાં પંડિતજી મા પાસે દહેરાદુન પહોંચ્યા અને કહે, મા. બરાબર ઊંઘ નથી આવતી, કંઈક ઉપાય દેખા”. આનંદમયીમાએ કહ્યું “બાબા, ઉપાય તે થશે પણ પહેલાં એ બતાવે કે રોવીસ કલાકમાંથી એક અખંડ ક્ષણ મને આપી શકશે ? એ ખંડિત ન જોઇએ કાર કે ખંડિત બીજ વાવવાથી અંકુર ન ફૂટે.’ તે પંડિતજીએ પૂછ્યું: “અખંડ ક્ષણ અર્થ ' માએ કહ્યું. “અખંડ ક્ષણ એટલે એ ક્ષમાં તું કેવળ તું જ રહીશ, તે વખતે તું દેશને વડા પ્રધાન નહિ હોય, કે ન તે કોંગ્રેસને નેતા. એ ક્ષણમાં દેશની, પક્ષની, કુટુંબની કે ચિંતા નહીં કરે. નહિ તે ક્ષણ આપવા જઈશ અને અડધી ક્ષણમાં તે દેશની ચિંતા શરૂ કરી દઈશ.. મને આવી ખંડિત ક્ષણ ન જોઈએ, અખંડ ક્ષણ જોઈએ, અને ચકકસ સમય જોઇએ. મારે એક ક્ષણ જોઈએ. વટવૃક્ષનું બી તે એક જ હોય છે જેમાંથી આખે વાલે ઊગે છે. ધરતીના એક કણમાંથી મણ બને છે. તું મને એક કણ દે જે.' પંડિતજીએ કહ્યું : “રોજની એક ક્ષણ તે આપી શકીશ, પણ ચોકકસ સમય તે મા હું નહીં આપી શકું.” ' માએ કહેવું પડયું: “તે બાબા ઉપાય નહીં થઈ શકે.” આ સંધિકાળની હાણ એટલે શુન્યત્વ, અખંડ ક્ષણ, ભીતરમાં અવમાં છલાંગ લાગી જાય તે વૈશ્વિક ચેતના સાથે અનુસંધાન થઇ જાય ! અન્ય એટલે મૌન, મૌન એટલે શબ્દોનું, ઇચ્છાઓનું અને વિચારનું મૌન. અને મન, એટલે સહજ પ્રાર્થના, પ્રાર્થના એટલે પરમતત્વ પાસે પહોંચવાને સૌથી ટૂંકે રસ્તા! પિંજરામાં તે પાંખો જ પડી શકે, ફફડાવી રોકાય. પરંતુ ઉયત માટે તે અવકાશ જોઈએ. પાંખો ફફડટ સંભળાય, પણ ઉયના તે નિઃસ્વન જ હોય! આખું આકાશ પાંખમાં સમેટી માળામાં ગોઠવાતા પક્ષીની ક્ષણ ધરતીની આરતી વિદ્યાથીઓ તેમ જ યુવાન અભ્યાસીઓ કેટલીક વખત કેાઈ સારાં વાંચ્યા પછી તૃપ્તિ થાય એવા પુસ્તકની ખોજમાં રહેતા હોય છે. તેવું પુસ્તક મને અનાયાસે ધરતીની આરતી’ વાંચવા મળ્યું. અલબત ધરતીની આરતી’ તે વૃદ્ધો માટે પણ વાચન અને મનનને સારા ખેરાક પૂરા પાડે છે. આ પુસ્તકમાં શ્રી રામકૃષ્ણ મિશનની દીક્ષા પામેલા મહાત્મા ગાંધીજીના નિકટના અનુયાથી તથા શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી છોટુભાઈ દેસાઈ, શ્રી મહાદેવભાઈ દેસાઈ વગેરેના સહકાર્યકર હવામી આનંદનાં નાનાંમોટાં અનેકવિધ પાસાંને આવરતાં ૨૮ લખાણને સંગ્રહ છે. સંપાદન કરનાર પણ છે. અભ્યાસી અને કર્મયોગી શ્રી મૂળશંકર કે. ભટ્ટ. - સ્વામી આનંદને ગમે તે લેખ વાંચે, તમને તેમાં ન માણ્યો હોય એવો રસ મળશે. વાંચતા વાંચતાં “આપણે પણ કંઈક આવા થવું' એવું સૂચન પકડ જમાવતું રહે એવાં લેખકનાં શૈલી અને રજૂઆત છે. સ્વામી આનંદ આજીવન સાધુ રહ્યા અર્થાત તેમના જ શબ્દોમાં “ રોટી, એક લગેટીના હકદાર એવા સાધુ સંપ્રદાયના ચુસ્ત અનુયાયી રહ્યા. તેમણે આખી જિંદગી પૈસા માટે કંઇ જ લખ્યું નથી. અવા અપરિગ્રહી, તપસ્વી અને અભ્યાસી લેખકની વાણીમાં કેવું જેમ હશે અને તેમના વિચારમાં કેવું સામટયું હશે એ તો વાચક તેમનાં લખાણમાં ભાવવિભોર બને ત્યારે જ તેને ખબર પડે. આજે આંતરજ્ઞાતિય, આંતરદેશીય અને આંતરરાષ્ટ્રીય લગ્ન સામાન્ય બની ગયાં છે. એવા સમયમાં ઊછરતા અને વિકાસ પામતા યુવાનોએ ગુજરાનમાં ૬૦ થી ૧૦૦ વર્ષ પહેલાં નાત અને તેના રિવાજે એટલે શું એ સમજવા માટે “માનજી રૂદર’ લેખ વાંચવો જ જોઈએ. મેનજી રૂદર અને ભીખીબાઇને ઘરસંસાર સરખે ચાલતું હતું. પરંતુ તેમની એક દીકરીનાં બાળપણમાં લગ્ન થયેલા અને બાળપણ દરમ્યાન જ તેને રંડા આવ્યા. તેથી સ્વામી દયાનંદ સરસ્વતીના આર્યસમાજી વિચારોની અસર હેઠળ મનજીએ તેની દીકરીને યોગ્ય મુરતિયા સાથે પરણાવી દીધી. બસ થઈ રહ્યું. મનછ નાતબહારન ત્રાસ. છતાં મોનજી અને ભીખીબાઈ કેવી ટકકર ઝીલે છે તેનું આબેહૂબ ચિત્ર એવી ચેટદાર શૈલીમાં સ્વામી આનંદ આપે છે કે મેનજી રૂદર અને ભીખીબાઈ અમર બને છે. અને લેખ સાહિત્યની કૃતિને સુંદર
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy