SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક ૬૦ વરકન્યાના લાલ જેવી થાય છે, આ સજોગામાં વારા સતેાથી પેતાના વ્રતને બરાબર વળગી રહે એ વિકટ મનાયું છે. વર કે કન્યાના પક્ષપાતને લઇને, લાકડે માંકડું વળગાડી દેવામાં અને ગમે તેવાં કહેડાં કરી દેવામાં એ પરિણમે છે. પરિણામે સમાજમાં અનેક સડાએ ઉદ્ભવે છે, અને એટલે સ્વદારાસ તેાષીને આવી પ્રવૃત્તિ વન્ય' ગણવામાં આવી છે. અલબત્ત, ગૃહસ્થ પેતાનાં પુત્રપુત્રીએતે યેાગ્ય સ્થળે પરણાવે કે એ કામ કાઢ ચેાગ્ય સમજદાર અને જવાબદાર સ્વજનને ભળાવે. પણ એ તરફ ઉપેક્ષા ન ચાલે. એમાં સ્વદારાસ તેષી ઉપેક્ષા સેવે તે જૈન ધર્મને વિનાશ કરે છે એવું શાસ્ત્રકારાએ પચાશકવૃત્તિ, ધર્માંબિન્દુવૃત્તિ અને યોગશાસ્ત્રમાં સ્પષ્ટ કર્યુ છે. સ્મૃતિઓની પેઠે જૈન શત્રામાં કાઇ જાતનાં વૈવાહિક વિધાના નથી; લગ્ન સ્વયંવર પદ્ધતિથી કરવાં કે અન્ય પદ્ધતિથી કરવાં, એકપત્નીત્વ કે એકપતિવ્રત સ્વીકારવું કે બહુ પત્નીત્વની પ્રથા માન્ય કરવી, અમુક વય સુધી કુંવારા રહેવુ ચોગ્ય કે પછી નહિ તેમ જ વિવાહિત સ્થિતિમાં પણ વિષયસેવમની મર્યાદા વગેરે બાબતે અ ંગે જૈન શાસ્ત્રામાં વિધાતા ન મળે એ એની લેાત્તર વિચારસરણી જોતાં, સ્વાભાવિક છે. આમ છતાં જૈન સાહિત્યમાં સ્ત્રી-પુરુષોનાં જે વર્ણ તે આવે છે તે દ્વારા તે સમયની વૈવાહિક મર્યાદા પર પ્રકાશ પડે છે. ભગવાન ઋષભદેવના કાળમાં યુગલાવતરને યુગ હતે. એટલે કે સ્ત્રીની કુક્ષિએ પુત્ર-પુત્રીનું યુગલ જ જન્મતું . વય પ્રાપ્ત થતાં એ યુગલ લગ્નગ્રંથિથી જોડાતું. એટલે કે એ જમાનામાં સહોદર---ભાઇ-બહેનના લગ્ન યતાં, શારીરિક, નૃવંશશાસ્ત્રીય કે અન્ય કારણેસર ભગવાન ઋષભદેવે યુગલ વિવાહની પદ્ધતિ નિષિદ્ધ કરી. ત્યારથી ભાઈ-બહેનના પરસ્પર લગ્ન સામાજિક રીતે થતાં નથી અને યુગલાવતરને એ યુગ પણ એ વખતે પૂરા થયા. ક્ષત્રિયાદિ અને દક્ષિણ ભારતની કેટલીક જ્ઞાતિઓમાં તેમ કેટલાક મુસ્લિમ પરિવારેામાં આજે પણ મામાફાઇ વગેરેનાં ભાઇ-બહેનેાના લગ્ન થાય છે તે સહેાદરવિવાહના કદાચ અવશેષ હોય એમ કલ્પી શકાય. ‘અટલ” મયેદ્ ગૌરી' જેવાં અનેક વિધાનાં વૈદિક સ્મૃતિ એમાં મળશે. એનુ અથઘટન બાળવિવાહના સમથનમાં સહેલાઈથી કરી શકાય, સ્મૃતિઓથી પ્રાચીન જૈન કથા સાહિત્યમાં નાયક—નાયિકાના લગ્ન એ રીતે થતાં વર્ણવાયેલાં નથી. યૌવનપ્રાપ્ત પાત્રાના લાવણ્ય, રૂપ તથા ગુણામાં સરખેસરખી જોડીએના વાહની માંધ ઠેર ઠેર મળે છે. નાયિકા હોય તે ચેસઠ કળામાં પ્રવીણ હાથ અને નાયક હોય તો ખાતર કળામાં નિપુણ હોય : એવાં આંખને ઠારે એવાં કથા સાહિત્યના પાત્રોને લગ્નગ્રંથિથી ોડવાનું માતા-પિતા વિનયપૂર્વક ઠરાવે. આવાં અનેક વિધાને અને વર્ષોના જ્ઞાતાસૂત્ર, ભગવતીસૂત્ર અને વિપાકસૂત્ર આદિમાં જોવા મળે છે. સ્થાનાંગસૂત્રની ટીકામાં શ્રી અભયદેવસૂરિએ યુવકની વીશ વર્ષની અને યુવતીની સેફ્ળ વર્ષોની વય લગ્ન માટે યોગ્ય જણાવી છે. આમ થાય તે જ પ્રજા પરાક્રમી, નિરાગી, દીર્ધાયુ અને બુદ્ધિશાળી થઈ શકે એવું વિધાન કર્યુ છે, પ્રવચન સારોદ્વારમાં શ્રી નેમિચ આ વય અનુક્રમે પચીશ અને સેળની જણાવી છે. આમ ન થાય તા એટલે કે બાળલગ્ન થાય તે પ્રશ્ન નિર્માલ્થ, રાગી અને અલ્પથ્વી થાય છે એમ કહ્યું છે. આગળ જણાવ્યું તેમ સ્વદાસ તેષીને પરિવવાહકરણ તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯ અતિચારરૂપ છે. સાગરધર્મામૃતના કર્તા પંડિત આશાધર આમ છતાં પોતાના સમાનધમી'ને સારી કન્યા આપવી એ મહા પુણ્યનું કામ છે, એમ જણાવે છે. તેરમા સૈકામાં થયેલા પડિત આશાધર એનું કારણ આપતાં કહે છે કે ખરું ઘર સ્ત્રી જ છે, પણ ભીંત કે છાપરું' વગેરે નથી, આમ કહેવાનુ કારણ કદાચ એ હોઇ શકે કે વિવાહકરણના અતિચારની આડશમાં લેાકાએ વસંતાનેાના ભવિષ્યમાં મેદરકારી દાખવી હશે. પરિણામે અનેક અનાચારા વધ્યા હોવાના સલવ છે. 'જૈને સ્વસ તાતાના વિવાહમાં પણુ પાપ સમજે છે' એવી વ્યાપક છાપ વિવાહકરણના અતિચારની ખોટી સમજથી કે ખોટા અથઘટનથી પડી હશે અને એથી સમાજજીવનમાં જેના માટે ઉપાલ ભની અને હાસ્યાસ્પદ સ્થિતિ સજાર્જોઇ હશે. એથી પંડિત આશાધરે સહુધમી'ને સુકન્યા આપવાની કરેલી ભલામણુ એ વખતના દેશકાળ પ્રમાણે ઉચિત પણ હશે. બા તેરમા સૈકામાં હેમચંદ્રાચાયે પોતાના સંતાતાના સગપણ કે વિવાહ વગેરેના વ્યવસ્થિત પ્રબંધ ન કરનાર્ ગૃહસ્થ જૈન ધમ'ના ઉપદ્માતક છે એમ યેગશાસ્ત્રના તૃતીય પ્રકાશમાં કહ્યું છે. એ તે દેખીતુ જ છે કે જૈન ધમ'માં વિવાહકરણનું સીધું કયન ન હેાય ત્યાં વિધવાવિત્રાહનું કથન કર્યાંથી હોય ? એવા વિવાહ નિંદનીય કે પ્રશસનીય છે એવું સ્પષ્ટ અને સીધું મંતવ્ય જોવા મળતું નથી. પરંતુ ષે – ત્રણ કથાઓમાં વિધવાવિવાદ્ધના પ્રસંગ આવે છે. તેમાં એ અંગે કશી ટીકાટિપ્પણું કે ધૃણા દર્શાવી નથી. આગળ જોઇ ગયા તેમ ભગવાન ઋષભદેવના સમયમાં યુગલે જન્મતા અને સહેદર લગ્ન થતાં. એ વખતે એક યુગલ ખંડિત થયું અને એ ખડિત યુગલમાંથી જીવિત સ્ત્રી સાથે ભગવાન ઋષભદેવે લગ્ન કર્યાં હતા. પ્રાચીન સાહિત્યમાં આ હકીકતનુ બહુ રેચક અને પ્રસન્નતાપૂણ' વર્ણન આવે છે, ભગવાન મહાવીરના છઠ્ઠા ગણધર માંડતાપુત્ર અને સાતમા ગણધર મૌયપુત્રની માતા એક છે અને છતાં ગેત્રે જુદાં જુદાં છે, બન્નેના ગોત્ર જુદાં ત્યારે જ સભવી શકે તે અન્તેના પિતા જુદા હોય. આમ ત્યારે જ ખની શકે કે એકવાર આ ગધરાની માતા પરણી હાય અને એને પુત્ર થયો હોય પછી વૈધવ્ય આવ્યું હોય. વૈધવ્ય બાદ એણે લગ્ન કર્યુ હોય અને ફરી સતાનપ્રાપ્તિનો યોગ થયે હાય. આ પદ્ધતિ વિષે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય કહે છે કે ‘કાય દેશમાં એવી પણ પ્રથા છે કે એક પતિના અવસાન બાદ ખીજો પતિ વરી શકાય, એમ વૃદ્ધ પુરુષો કહે છે.' ગુજરાતના પ્રસિદ્ધ મંત્રીએ શ્રી વસ્તુપાલ અને તેજપાલની માતાના વિધવાવિવાહુના પ્રસંગ જાણીતા છે. એમની માતા બાળવિધવા હતાં અને આશરાજ પોરવાડ સાથે એના પુનઃલગ્ન થયા હતા. એ બાળવિધવા સાથે લગ્ન કરતાં. આશરાજે વિધવા સાથે લગ્નના સ’કાચનુ પભદેવના દૃષ્ટાંતથી પોતાના મનનું સમાધાન કર્યુ અને પૂર્વ પ્રથાનું પાલન કર્યું. ખખ્ખરના જગડુચિરત્રમાં જગડુશા પેતાની પુત્રી પ્રીતિમતિ લગ્ન બાદ તુરત જ વિધવા થટ્ટ. સ્વજ્ઞાતિના બુદ્ધિમાન અને વૃદ્ધ પુરુષોની સંમતિથી પેાતાની પુત્રીને ખીજા વર સાથે પરણાવવા જગડુશા તૈયાર થયાની હકીકત આવે છે. અહીં રજૂ થયેલી હકીકતા પરથી જૈન સાહિત્યની વિવાહકરણ પ્રત્યેની દ્રષ્ટિ આપણે સમજી શકીએ.
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy