SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯ શ્વેત વસ્ત્રધારિણી કઈ નદ્રા જેવી શેભતી હતી અને ચંદ્રનાં કિરણે જળરાશિને ચૂંબનેથી અભિષેક કરતાં હતાં. વળી, નદીમાં કયાંક કયાંક ખીલેલાં વનસ્પતિના છોડ નીમ જેવા વાદળી અને પાન જેવા લીલા રંગના દેખાતા હતાજાણે કે સાબરમતી સરિતાને સમસ્ત દેહ અદ્વિતીય અલંકારોથી દીપી ઊઠયો ન હોય ! વેણીભાઈ પુરોહિતની કાવ્યપંકિતઓની પરખશકિતનું પ્રમાણ જોઈએ : હો મારી સેના અંગુઠીને હીરલ મેં તે દીઠે હેરી હેરી-મારી આંખું ઝવેરી. એટલે કે ઝવેરી જેવી મારી નિષ્ણાત પરખ શકિત દ્વારા મેં એક મૂલ્યવાન હીરાને ગતી કાલે-પસંદ કર્યો અને એને સેનાની વીંટીમાં જડાવી દીધે. - કૃષ્ણલાલ શ્રીધરાણી :- રાત્રિના તારામઢયા તેજોમય આકાશને હીરામોતી તથા રત્નથી ભરેલા ઝગમગતા થાળ (મટી થાળી) સાથે સરખાવતાં સુંદર રીતે કહે છે : “રાત્રિને મેતી શગ થાળ, હીરામેતી ઝાકઝમાળ” - કવિ અવિનાશ વ્યાસની નીચે વર્ણવેલી રસસભર પંકિતઓને માણતાં આનંદવિભોર થઈ જવાય. . ! રસિયાની સંગમાં, રમતાં ગગનમાં, મેતીને હાર તૂટયોજી રંગમાં, જમુનાજી બેલી ઊઠયાં મોતી વેરાયાં જે, ઝીલ્યાં મેં સર્વે મહાર - ' તરંગમાં. અન્યત્ર, અવિનાશભાઈ, લાડકી પુત્રીને પતિગૃહે વળાવતી માતાના હૃદયભાવને આવી રીતે વાચા આપે છે : જરીએ જડેલ તને અંબર, દીકરી, દીધાં મેં ગતગતી સેના રે દીધાં ને રૂપા રે દીધાં, માણેક દીધાં ને મોતી.” કવિ બાલમુકુન્દ દવે નદીમાં પડતાં ચંદ્રકિરણોનાં પ્રતિબિંબ બોની અનેખી શેભા વર્ણવતાં આમ કહે છે - મેતી સેંઘાં ખરલ કરીને પાથર્યા હોય તેવા બો’ળા વેળુ ઢગ ચળકતા, વિર્ય શ્વેત || ' અર્થાત-બહુમૂલ્ય અનેક મોતીઓને ખરલમાં વાટીને એમની રજકણો રોમેર પાથરતાં સમસ્ત ભૂમિ જેવી રીતે પ્રકાશી ઊઠે, તેવી રીતે નદી તટની રેતીના (વેળ) અતિ સ્વૈતરંગી ઢગલા પૂર્ણિમાની ચાંદનીના સ્પર્શથી ચળકી રહ્યાં હતાં. કવિ પ્રહલાદ પારેખ એમના “દાન” કાવ્યમાં શ્રાવતી નગરીમાં ભિક્ષા લેવા નીકળેલા ગૌતમબુદ્ધના શિષ્યને નગરજને દાનમાં કેવી કેવી બહુમૂલ્ય વસ્તુઓ આપે છે (કે શિષ્ય એમાંનું કશું પણ સ્પર્શતા નથી કે સ્વીકારતા નથી, તેનું સ્પષ્ટ વર્ણન આ પંકિતઓમાં જોઈએ :“ભરી મુઠ્ઠી માગે રતન ઠલવે રાજરમણી, લક્ષ્મીવંતી તનુ ઉપરના ભૂષણતણી કરે વૃષ્ટિ; ને સૌ ગરીબ ગૃહિણુ વેણી મહીંના બધાં ચૂંટી મેતી પથ ઉપર દે આજ ફાગવી.” ભાવાર્થ રાજાની રાણીઓ મુઠ્ઠી ભરી ભરીને અતિ મેધા રત્નને, અને નગરનાં શ્રેષ્ઠીઓની ધમંપનીઓ પિતાના અંગે ધારણ કરેલાં આભૂષણોને રસ્તામાં આજે વરસાદ વરસાવી રહી હતી. તદુપરાન્ત, મયમવર્ગની ગૃહિણીઓ પણ પિત પિતાની વેણીઓમાં ગૂંથેલા સર્વે મોતીઓને ચુંટી લઈ માગ પર ફેંકી રહી હતી. કવિ શ્રી સુરેશ દલાલ પિતાની કલમપછી દ્વારા ભકિતગીતે કેવા ચેહર શબ્દચિત્રો આલેખે છે:- ' મંદિર સાથે પરણી મીરાં રાજમહેલથી છૂટી રે, કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગુઠી ?' અર્થાત મહેલ, વૈભવ અને રાણાને ત્યાગ કરીને મીરા, મંદિર, ભકિત અને કૃષ્ણ સાથે તાદમ્ય સાધે છે અને સ્થલ ઘરેણાં હવે મીરાંને શા ખપનાં ? એ તે હવે કૃષ્ણ નામરૂપી અલંકારોને અપનાવે છે અને એમાં જ રાચે છે. વળી, ‘રાધા શેધે મેરપિસ્ટ ને શ્યામ શેધતા ઝાંઝરિયા” કેવી રસીલી રમત છે? તથા, “તારા હેઠની છીપે, મૂછ્યું મનનું મેતી’ કવિ શ્રી બકુલ રાવળની આ પંકિતઓ, કૃષ્ણને શેધવા નીકળેલી ગેપીના મનભાવને આમ સરસ રીતે વ્યક્ત કરે છે, શ્યામનું મુખદર્શન એ પિતાના રનરૂપી અંતરમાં જ નિત્ય કરી લે છે. "વરમાળે લઈ પ્રેમ મેતી હું ગલી ગલી રહી ગતી, શ્યામ તમારી સુરતને હુ મનમણિમાં નિત જતી.” જૈન સાહિત્ય તે રત્નાભુષણના લાલિત્યમય વણને અને હૃદયંગમ ઉપમાઓથી અતિ સમૃદ્ધ છે. તેમાંના એક શ્લેકને અહિં આસ્વાદ કરીએ પવિત્રગ્રંથ કલ્પસૂત્રમાં માતા ત્રિશલાદેવીએ મહાવીર પ્રભુના જન્મપૂર્વે જે ૧૪ મહાવખે જોયાં તેમાંના એક રત્નશશિ” નામક સ્વપનમાં તેઓ શું જુએ છે તેનું વર્ણન અર્ધમાગધી ભાષામાં આ પ્રમાણે છે :“પુલગ વેરિંદ નીલ સાસગ કકયણ-લેહિય કખમર ગય પવાલ ફાલેય–નીલ સગંધિય-ગગનમંડલંત, પ્રભાસયંત, તુંગમેગિરિ-સંકિનારું પિચ્છ સા રયણ નિકરરાસિ - ભાવાર્થ - પિખરાજ, હીરા નીલામ (શનિ) પાનાં, પરવાળાં, માણેક, સ્ફટિક, ચંદ્રમણિ આદિ શ્રેષ્ઠ પ્રકારનાં રત્નને ભૂમિ પર કરવામાં આવેલ ઢગલે, જેના તેજ-પ્રકાશથી આખું ગગનમંડળ આલેકિત થયું હોય, તેવો રને વિશાળ સમૂહ જાણે સ્વયં ઉંતું ગ મેરુ પર્વત ન હોય એ ભવ્ય લાગતો હતો. કાવ્યશાસ્ત્રમાં મોતી અને અન્ય રત્નના ભંડાર સમા સમુદ્રનું વર્ણન પણ રત્નના જ માધ્યમથી કેવું અલંકૃત કરવામાં આવ્યું તેને સારવાદ માણીએ : હારમણિ મુક્તાના, શંખ-પાણિમાં, વાસ વસી છાજે, સદાય વિષ્ણુ સરીખે એ રત્નાકર રસવંતે રાજે, ' ધરી પતિ પટ અંગે, રસિકવિહારી રાધાયુક્ત રાજે, મકતમાણિ કુંદનમાં જેમ જડેલે, છઠ્ઠા ભયે છાજે. અર્થાતઃ-ગળે મોતીઓને હાર તથા જેમના હાથમાં શંખ છે એવા વિષ્ણુભગવાન (શંખપાણિ) જેવા હે, રસવંતા સમુદ્ર !
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy