________________
તા. ૧-૫–૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
ચેથા ખંડમાં પણ સરસ્વતી વંદના અને પછી કથાનકમાં સંઘર્ષનું તત્ત્વ પ્રવેશતું દ્રષ્ટિગોચર થાય છે. ઉદયન મહેતા રાજા વિરધવલ સમક્ષ મંત્રી વસ્તુપાલની મર્યાદાઓ દર્શાવતા, કહે છે કે તે તે ચારે છે અને તમારા દ્રવ્યથી ધર્મકાર્યો કરે છે અને કીતિ" પોતે મેળવે છે રાજા ચકાસણી કરે છે. ઉદયન જો સાબિત થાય છે. અહીં ચમત્કારનું પણ આલેખન છે. સૂર્યમલ્લ રાડ સાથે બનેલી ઘટના દ્વારા ફરી સંધ થાય છે. ઉદયન મહેતે અને સૂર્યમલ્લ રાડ સાથે મળીને રાજાને વરતુપાલ વિશે કાનભ ભેરણી કરે છે. રાજા બધુ ફરી ચકાસે છે. વસ્તુપાલની પ્રામાણિકતા, નિષ્ઠા અને પૂરા માનવતાવાદી વ્યકિતત્વને રાજાને આ નિમિત્તો ખ્યાલ આવે છે. -એટલે ક્રોધે ભરાઈને ઉદયન મહેતા અને સૂર્યમલ્લ રાઠોડને વધ કરવા આદેશ આપે છે. પરંતુ વસ્તુપાલ વચ્ચે પડે છે. અને વધ અટકાવીને દેશનિકાલ કરવા કહે છે. અહીં એ ખંડ સમાપ્ત થાય છે.
પાંચમાં ખંડમાં પણ પ્રારંભે સરસ્વતી વંદના અને પછી જ્ઞાતિમિલનની ઘટનાને પ્રસંગ મૂકયો છે. એમાં એક વિધવાને. બાળક ભુલાઈ ગયાની ઘટનાથી વિધવા આ કારણે એવું માને કે પતે વિધવા છે એટલે બાળકને ત્યજવામાં આવેલ છે. આ કારણે વિધવા પિતાનું લગન ગઠવી આપવા કહે. અહીં જ્ઞાતિજને સાથે વસ્તુપાલને મતભેદ થાય. આમાંથી ઉચ્ચ- ' નીચના ભેદ જન્મે. વસ્તુપાલ ખિન્ન થાય, અન્ય પૌરાણિક પાત્રને થયેલા અન્યાયની વિગતેનું આલેખન કરીને પછી ખિન થયેલે વસ્તુપાલ વિશેષ રૂપે ધર્મકાર્યો તરફ વળે છે એવું નિરૂપણ થયું છે. ધર્મયાત્રા સંઘનું આલેખન, માતાબંધુઓ, પત્ની અને અન્ય સ્વજનના સ્મરણાર્થે મંદિર મૂતિઓ અને અન્ય સ્થાપત્યનું નિર્માણ કરે છે એવું નિરૂપણ થયેલું છે. અહીં પાંચમે બંડ પૂર્ણ થાય છે.
છઠ્ઠા ખંડના આરંભે સરસ્વતી વંદના અને પછી વિશેષ ધર્મકાર્યો કર્યા એની વિગતે, યાત્રાની વિગત બંને વસ્તુપાલનું જન્મ અને મૃત્યુ વષ નિદેશી, વસ્તુપાલ-તેજપાલની વંશાવળી નિર્દેશીને મેરુવિયે એની ગુરુપર પરા મૂકી છે અને રાસ પૂર્ણ કરેલ છે.
કથાનકને કમિક વિકાસ, સર્ભો અને દષ્ટાંતિ દ્વારા કથાના મમતે ઉપસાવવાની રીતિ, સુકિતઓના અનુવંગે વસ્તુપાલના વ્યકિતત્વનું અશેષ નિરૂપણ કરવાનું આયોજન -આ રાસકૃતિને એક સાહિત્યકૃતિને તરીકે સ્થાપે છે.
કર્તાના બહુશ્રત, તર્કપૂણુ અને કાવ્યતત્ત્વની સૂઝના પાસાને પરિચય કરાવતી આ રસકૃતિ વરતુપાલના ચરિત્ર આલેખતી તમામ રાસકૃતિઓમાં ઉત્તમ કોટિની છે. કથાનકમાં ઉમેરેલા સંઘર્ષનું તત્વ રાસના કથાનકને અને વસ્તુપાલના ચરિત્રને બનેને આગવી ભૂમિકા અપે છે. વસ્તુપાલાની બાલચેષ્ટાઓનું, ” તેજપાલની પત્નીના અને ઉદયન મહેતાની અયાના વર્ણનથી આ કૃતિ દ્વારા માનવભાવેનું આલેખન કરવાની કર્તાની શકિતને પરિચય મળે છે. * મધ્યકાલીન જૈન કથાસાહિત્યમાં કથનકળાના આ પ્રકારના ઉત્તમ અંશોને કારણે આ કૃતિનું સ્થાન ખૂબ જ ઊંચું છે. રાસસાહિત્યસ્વરૂપની પરંપરાને સમૃદ્ધ કરતી આ કૃતિ કર્તાની સર્જકપ્રતિભા પરિચય કરાવે છે.
() અભયમ કૃત ‘વસ્તુપાલ તેજપાલ એ પાઇ –અહીં રાસને બદલે ચોપાઈ નામ મુકાયું છે. આ પ્રકારનું નામકરણ મૂકવું એ એક મધ્યકાલીન પરંપરા છે. હકીકતે તે આ ૫ણુ રાસકૃતિ જ છે આ રાકૃતિ પણુ અપ્રકાશિત છે. ખંભાત | (ગુજરાત માંના વિજયનેમિસૂરિશ્વર જ્ઞાનમંદિરમાની નંબર ૩૩૦૨ નંબરની MSS માં આ કૃતિ છે. કૃતિ MSS ના નવ પૃષ્ઠ સુધી છે. પ્રત્યેક પૃષ્ઠમાં ઓગણીસ પંકિત છે.
સંક્ષિપ્તમાં વસ્તુપાલના પુણ્યકાર્યોનું આલેખન કરતી આ કૃતિ સમયસુંદરે રચેલી કૃતિ પરંપરાની છે.
વરતુપાલના ચરિત્રને વિષયસામગ્રી બનાવીને રચાયેલા આ રાસાઓના સ્વાધ્યાય દ્વારા વિષયનિરૂપણ અને અભિવ્યકિત સંદર્ભે કર્તાઓએ પોતપોતાની રીતે દાખવેલી આગવી વિશિષ્ટતાને ખ્યાલ આવે છે.
વસ્તુપાલના પૂર્વજોને ઉલેખ તમામ રાસાઓમાં, દષ્ટિગોચર થાય છે. રાસામાં મુખ્યચરિત્રના પૂર્વજોના નામોલ્લેખની એક પરંપરા છે અને એનું અહીં દરેક કર્તાએ પિતાની રીતે અલગ પડીને નિરૂપણ કર્યું છે. કેઈએ આરંભે : તે કેહાએ થાનકમાં વચ્ચે ઉચિત સ્થળે એ નિરૂપણ કર્યુ છે.
ખરી રીતે તે વસ્તુપાલ સેલંકી શાસનકાળના ભીમદેવ બીજાની પાસે હતા અને ત્યાંથી ધોળકાના રાણું વરધવલ પાસે મોકલવામાં આવેલા. વસ્તુપાલે પિતે એની રચના, નરનારાયણનંદ’ માં આ વિગત દર્શાવી છે. પરંતુ કે જ “વસ્તુપાલ રાસમાં આ વિગત નથી. મેરુતુ ગાચાર્ય કૃત પ્રબંધચિંતામણિની જ વિગતે બહુધા “વસ્તુપાલ રાસની વિષયસામગ્રી બની જણાય છે. જો કે મેરૂતુંગાચાર્યે દર્શાવેલી વિગતે વસ્તુપાલ વિષયક અન્ય ચરિત્ર ગ્રંથ 'વરતુપાલચરિત્ર', કીતિકૌમુદી’, ‘વસંતવિલાસ’ અને ‘પ્રબંધકોશ” વગેરેમાં પણ છે. વસ્તુપાલ રાસાઓના કર્તાઓ કદાચ આ ગ્રંથને પણ અનુસર્યા હોય. પણ એટલું તે ખરું જ કે વસ્તુપાલે રચેલા નરનારાયણનંદ મહાકાવ્યમાંથી પ્રાપ્ત થતી વસ્તુપાલ વિષયક વિગતને આધાર આ મધ્યકાલીન ગુજરાતી રાસાના કર્તાઓએ લીધે હતે.
વસ્તુપાલે કરેલાં પુણ્યકાર્યોનો ઉલ્લેખ તમામ રાસાઓમાં છે. કેટલાક રાસાએામાં વસ્તુપાલના જીવનચરિત્રની વિશેષ વિગત નથી, એમાં પુષકાર્યોની વિગતે તે છે જ. કેટલાક રાસાઓમાં વસ્તુપાલના જીવનચરિત્રની વિશેષ વિગત ઉપર વિશેષ લક્ષ અપાયું છે ત્યાં પણ પુણ્યકાર્યોના ઉલ્લેખ તો છે જ. આમ તમામ કર્તાઓ ઉપર વસ્તુપાલના ચરિત્રનું વસ્તુપાલે કરેલાં પુણ્યકાર્યોવાળું પાસું બહુ જ પ્રભાવ પાડી ગયું જણાય છે. .
રાસસાહિત્ય સ્વરૂપમાં લઘુ અને દીર્ઘ એમ બન્ને પ્રકારની, રાસકૃતિએ છે, રાસ ખેલવા માટેના તથા સમૂહ સમક્ષ પઠન કરીને રજૂ કરવા માટે પણ રચાતા હતા એમ બે પરંપરા ઊભી થયેલી જણાય છે. આ મુજબ વસ્તુપાલના ચારિત્રવિષયક રાસાએમાં કેટલાક લઘુ કદના અને કેટલાક દીર્ધ" કદના છે. કથનકળા પથ્થી ખ્યાલ આવે છે કે કેટલાક રાસ ખેલવા માટે તે કેટલાક સમૂહ સમક્ષ પઠન કરીને પ્રસ્તુત કરવા માટે સજાયેલા છે.