________________
પર
પ્રબુદ્ધ વન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧–પ-૮૯ તા. ૧૬-૫-૮૯
પૂર્વનાં દ્રષ્ટાંત આપીને પોતાની પત્ની બનાવવાના પ્રયત્નો કરે છે. પરંતુ કુમારદેવી સમત થતાં નથી. એટલે આશરાજ એનું હરણ કરવાની યેજના વિચારે છે. એ જ ગામના રાજવીર રાયકા દ્વારા તેજ ગતિવાળી સાંઢણીમાં બેસાડીને એક રાત્રીએ કુમારદેવીનું હરણ કરવામાં આવે છે. હરણ કરીને કુમારદેવી સાથે આશાપલી અમદાવાદ) આવ્યા. અહીં પણ કુમારદેવી પત્ની થવા ઘણી આનાકાની કરે છે. પરંતુ છેવટે પરાધીન હાલતમાં એ આશરાજને વશ થઈને એની પત્નીરૂપે રહે છે. અહીંથી પારા, નિવાસ માટે જાય છે. આ સમય દરમ્યાન સાત પુત્રીઓ અને બે પુત્ર જન્મેલા આમાંથી બે પુત્રો તે બાભાવસ્થામાં જ અવસાન થતાં આશરાજ ખિન્ન થઇને હરિભદ્રસૂરિ સમક્ષ આવીને કહે છે: ગુરુદેવ આમ થવાનું કારણ શું ? ગુરુ ઉત્તર રૂપે છે કહે છે કે તમે વૈરાટ (ધોળકા) આવીને નિવાસ કરો તે દેવીએ કહેલું સત્ય થશે. એટલે અશિરાજ એના પરિવાર સાથે જોળકા આવીને નિવાસ કરે છે. અહીં પ્રથમખંડ પૂર્ણ થાય છે.
વસ્તુપાલે કરેલ યાત્રાનું વર્ણન, સંધનું વર્ણન થયું છે.
- આમ વસ્તુપાલના જીવનનાં અન્ય કાર્યો કરતાં ધમકાને આલેખતું આ કાવ્ય વસ્તુપાલના ધર્મભાવશીલ વ્યકિતત્વને સુંદર પરિચય કરાવે છે. આંતર્યામક, પ્રાસાનુપ્રાસ આ રાસકૃતિને રસપૂર્ણ બનાવે છે.
(૫) પ્રેમવિજયકૃત ‘વસ્તુપાલ તેજપાલ રાસ :- આ રાસકૃતિ અપ્રકાશિત છે. ખંભાત (ગુજરાત,માંના વિજયનેમિસૂરિશ્વર જ્ઞાનમંદિરમાંની ૨૩૦૩ નંબરન MSS માં આ કૃતિ છે. કૃતિ હસ્તપ્રતના સાડત્રીશમા પૃષ્ઠ સુધી છે. પ્રત્યેક પૃષ્ઠમાં અગિયાર જેટલી પંકિત છે. '
સમગ્ર રાસ પચીસ હાલમાં વિભાજિત છે. અને પાંચ ચાર કરી છે. અહીં વસ્તુપાલનું ચરિત્ર વિગતે આલેખાયું છે. એનાં પુણ્યકાર્યોમાંના સ્થાપત્યની વિગતનું અને સઘયાત્રાનું વિગતે વર્ણન છે. એ દૃષ્ટિએ વસ્તુપાલના ચરિત્રની વિષયસામગ્રીનું વિગતે આલેખન કરતી આ રચના પ્રથમ લાંબી રાસકૃતિ છે. વિગતપૂર્વકની ગુરુ પદાવલિ પણ આ કૃતિમાં મુકાઈ છે. આ બધી દ્રષ્ટિએ આ રાસકૃતિનું ઘણું મહત્ત્વ છે.
(૬) મેરુવિજય કૃત ‘વસ્તુપાલ તેજપાલને રાસ’:- વસ્તુપાલ વિષયક રાકૃતિઓમાં સૌથી લાંબી આ રચના છે. કુલ છ ખંડમાં વિભાજિત છે. આઠસાઠ કડી છે. ક્રમબદ્ધ રીતે ઉધહરણે પ્રસ્તુત કરીને કથા રજૂ કરવાની કર્તાની દ્રષ્ટિને કારણે કથનકળાસ દમે આ કૃતિ મહત્વની છે. વસ્તુપાલનાં ચરિત્રનાં તમામ પાસાંઓ કર્તાએ વિગતે આલેખ્યાં છે. '
પ્રથમ ખંડમાં આરંભે દેહાબંધમાં રામગિરિ રાગમાં સરસ્વતી અને જિનેશ્વરની વંદના બાદ સીધા પાટણની વાત કરતા નથી પણ સમગ્ર જંબુદ્વીપ, એમાંને ભરતખંડ, અનેક જૈન તીર્થ કરે, સંતે અને શ્રેષ્ઠીઓના આલેખન બાદ દાન, માન અને દયાની ખાણ જેવા ગુજરાત અને એમાંના પાટણ નગરના અસ્તિત્વની કથા રજૂ કરી છે. પછી નગરનું વર્ણન છે. નગર બહુ મેટું છે, આંટીઘૂંટીવાળું છે, ગીચ છે એ બધું દર્શાવવા એક રાણુનું ભૂલા પડવું અને એની પત્નીનું રાજા પાસે ફરિયાદ કરવા જવું, પછી શેધાશોધ, રાણાની પત્ની અંતે સતી થવા તત્પર હોય ત્યાં પણને પ્રવેશ. આવી એક કલ્પિત કથા જોડીને એ દ્વારા કર્તાએ પાટણનું ભારે કુશળતાથી વર્ણન કર્યું છે. પછી સિધ્ધરાજને રાજયકાળ, હરિભદ્રસૂરિનું આલેખન અને વસ્તુપાલના પૂર્વજોનાં નામ-ઠામ આલેખેલ છે. પછી વરતુપાલના પિતા આશરાજની દરિદ્રતા અને એ કારણે પાટણ છેડીને નજીકના માલાસણ ગામમાં સ્થાયી થાય છે. અહીં ગુરુ હરિભદ્રસૂરિ ધર્મોપદેશ બાદ શિયને કહે છે કે મને શાસનદેવીએ કહ્યું છે કે કુમારદેવીને શાસનને વિકસાવનારા બે પુત્રો થશે. આશરાજ આ ધારામાં આ બધું સાંભળતા હોય છે. બીજે દિવસે કુમારદેવી કથાશ્રવણપાન માટે આવે છે ત્યારે એને જોતાં જ ગુરુ હરિભદ્રસૂરિ માથું નમાવે છે. એટલે ધર્મારાધના બાદ આશરાજ, ગુરુને પૂછે છે કે તમે કુમારદેવી સમક્ષ માથું કેમ નમાવેલું ગુરુ ખરું કારણ કહેતા નથી. પરંતુ પછી વિશેષ
આગ્રહને વશ થઈ કહે છે કે આ કુમારદેવીની કુખેથી બે રસમાન પુત્ર જન્મશે. આ જાણીને આશરાજ કુમારદેવીને
બીજા ખંડના આરંભે સરસ્વતી વંદના કરીને કહે છે કે વિજયરાજસૂરિ કૃત વતુપાલ રાસને આધારે આ રાસ રચાયેલ છે.
અહીં વસ્તુપાલ તેજપાલના જન્મનું કથાનક છે. એની બાલચેષ્ટાઓનું આલેખન છે. પછી વિદ્યાના પ્રશંસાના દુહાઓ, બેતર કળાઓની વિગત અને આ તમામને વસ્તુપાલ તેજપાલે બાલ્યાવસ્થામાં જ અભ્યાસ પૂર્ણ કરી લીધે પછી અઢારમા વર્ષે વરતુપાલના અનુપમાદેવી અને તેજપાલના લીલાદેવી સાથે લગ્ન થયા એમ દર્શાવેલ છે. અહીં અનવધાનથી બનેની પત્નીના નામ બદલાઈ ગયાં જણાય છે. લગ્ન પછી દ્રવ્યપ્રાપ્તિ અને ત્યારબાદ યાત્રાનું આલેખન છે. નગરમાં ચાલતી અંધાધૂંધીના નિર્દેશ પણ કર્યા છે. રાજાને સ્વપ્નમાં દેવી કહે છે કે આ નગરમાં રહેતા બે વણિક પુત્રોને પ્રધાન બનાવે. એ તમને મેદીની દુકાને મળશે, અને તમને ઘી આપશે. પછી નગરની આધાધૂધીનું કથાનક, મંત્રીઓની જોહુકમી અને ભ્રષ્ટાચારી માનસ કર્તા પ્રગટાવી શક્યા છે, રાજાની દાસીને વસ્તુપાલન સભાવપૂર્ણ વ્યકિતત્વને પરિચય થાય છે, રાજાને પણ ખ્યાલ આવે છે : રાજા બને વણિકપુત્રોને રાજ્ય કચેરીમાં નિમંત્રીને વિધિસર રીતે મંત્રીપદ ધારણ કરાવે છે. મંત્રી બન્યા પછી મહેતા ઉદયન અને બીજા સાથે અણબનાવ બને છે. વસ્તુપાલ ઉદયનને શિરછેદ નથી કરતા પણ સામાન્ય કેદની સજા કરે છે. વસ્તુપાલનું આ દયાભાવનાવાળો વ્યવહાર બધાને સ્પર્શી જાય છે. વસ્તુપાલ ળકાને એક સુંદર નગર તરીકે ઉપસાવવા માટે સરોવરે, પ્રાસાદે, જિનાલયો અને ધર્મશાળા વગેરેનું નિર્માણ કરે છે, અહીં બીજો ખંડ પૂર્ણ થાય છે.
ત્રીજા ખંડમાં સરસ્વતી વંદના બાદ તેજપાલના લગ્ન, તેજપાલની પત્નીના વર્ણનમાંથી વિજયની કવિપ્રતિભાને પરિચય થાય છે. કાવ્યતત્વની દ્રષ્ટિએ આ ભાગ ઉત્તમ કોટિન છે. પછી વસ્તુપાલ-તેજપાલનાં અન્ય સરાહનીય કાર્યો, યુધ્ધોનું આલેખન અને પછી યુધમાંથી વિજેતા થઈને ધોળકા આવે છે ત્યારે વિરધવલે સન્માન કરે છે. હવે વસ્તુપાલ તેજપાલને ધમકાયં તરફ અભિમુખ થવાને વિચાર આવે છે. ત્યાં ખંડ પૂર્ણ થાય છે.