________________
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
થયેલે. એમના પિતાનું નામ વેલ્ડંગશાહ અને માતાનું નામ વિમલાદે હતું તેઓ પ્રાગ્રંશી હતા, એવી વિગતે મળે છે. વિ. સં. ૧૫૪૬ (ઈ. સ. ૧૪૯૦)માં એમણે સાધુનના શિષ્ય તરીકે દીક્ષા લીધેલી. વિપુલ સાહિત્યસજન ઉપરાંત મારવાડના રાજા રાવળંગજી તથા મૂળરાજ માલદેવજીને એમણે પ્રબોધેલા. ખૂણેત ગેત્રના ક્ષત્રિય રાજપુતાના ૨૨૦૦ જેટલા ઘરને પ્રબોધીને એસવાળ શ્રાવક બનાવેલા. બીજા પણ અનેકને એમણે શ્રાવકે બનાવેલાના ઉલ્લેખ મળે છે. એમણે દીક્ષા પછી અનેક પદવીઓ જેવી કે સંવત ૧૫૫૪ (ઈ. સ. ૧૪૯૮) માં ઉપાધ્યાય પદવી, સંવત ૧૫૬૫ (ઈ. સ. ૧૫૦૯) માં આચાર્ય પદવી અને સંવત ૧૫૯૯ (ઈ. સ. ૧૫૪૩) માં યુગપ્રધાન પદવી મળી હતી. સંવત ૧૬૧૨, (ઇ. સ. ૧૫૫૬) માં કાળધર્મ પામેલા. આમ ઈ. સ. ૧૪૮૫ થી ૧૫૫૬ સુધીના જીવનકાળને આધારે પાદ્મચંદ્રસૂરિને આપણે પંદરમા શતકના ઉત્તરાર્ધ અને સેળમા શતકના પૂર્વાર્ધન -સમયમાં ગઠવી શકીએ.
એમની મુદ્રિત કૃતિઓ આ પ્રમાણે છે: (૧) સાધુ વંદના. (૨) ચરિત્ર મનોરથમાળા. (૩) શ્રાવક મનેય માલા, (૪) વસ્તુપાલ તેજપાલ રસ (૫) આત્મિશિક્ષા (૬) આરાધના મટી. (૭) વીસ વિહરમાન હતુતિ (૮) એકાદશ વચન કાત્રિશિકા (૯) કેશી પ્રદેશ પ્રબંધ (૧૦) ૨૯ ભાવના (૧૧) સક્ષેપ આરાધના (૧૨) આદિજિન વિનતિ (૧૩) સંવેગ બત્રીશી (૧૪) ચતુર્વિશતી જિન પંચકલ્યાણક રતવન, અને (૧૫) શ્રવણ મરથ માલા. પચીશ જેટલી અમુદ્રિત કૃતિઓ છે. એમાંની કેટલીક શીર્ષક અત્રે દર્શાવેલ છે. (1) પાક્ષિક છત્રીશી, (૨) અતિચાર પાઈ (૩) આગમ છત્રીસી, (૪) ઉતરાયન છત્રીસી (૫) ગુરુ છત્રીસી (૬) મુહપdી છત્રીસી (૭) વિવેક -શતક, (૮) દુહા શતક, (૯) એષણ શતક (૧૦) વિધિ શતક (૧૧) સંગરંગ પ્રબ ધ વગેરે.
૪. સમયસુંદર ઉપાધ્યાય : સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, રાજસ્થાની, હિન્દી, સિંધી અને ગુજરાતી એમ વિવિધ -ભાષાની મળીને શતાધિક રચનાઓના કતાં સમયસુંદરને જન્મ સંવત ૧૬૧૦ (ઇ. સ. ૧૫૫૪)માં થયાનું મનાય છે. મારવાડના સાંચારની પ્રાગ્રાટ વણિક જ્ઞાતિમાં એમનો જન્મ થયાના ઉલ્લેખ મળે છે. એમના પિતાનું નામ રૂપસિંહ અને માતાનું નામ લીલાદેવી હતું. સંવત ૧૬૩૦ (ઈ. સ. ૧૫૭૪)માં ખરતરગચ્છના જિનચંદ્રસૂરિ ઉપાધ્યાયના શિષ્ય સકલચંદ્રગણિના શિષ્ય તરીકે દીક્ષા લીધેલી. સંવત ૧૬૪ (છે. સ ૧૫૮૫)માં એમને ગણિપદવી, સંવત ૧૬૪૯ (ઇ. સ. ૧૫૯૩)માં વામનાચાર્યની પદવી, સ વત ૧૬૭૧ ઈ.સ. ૧૬૧૫)માં ઉપાધ્યાય પદવી અને અંતે મહોપાધ્યાયની પદવી મળી હોવાનું જાણવા મળે છે. સંવત ૧૬૯૬ (ઈ. સ. ૧૫૪૦)ને રૌત્ર સુદ તેરસને દિવસે અમદાવાદમાં તેઓ કાળધર્મ પામેલા.
એમણે રાસા, પ્રબંધ, પા, છત્રીસી, વીસી. સ્તવન, સજઝાઈ અને ગીત જેવાં સાહિત્યસ્વરૂપે ઉપરાંત વ્યાકરણ, ટીકા, કાવ્યલક્ષણ, ૬, ન્યાય, જ્યોતિષશાસ્ત્ર અને સિદ્ધાન્તચર્ચા અને કાર્થસાહિત્ય તથા બાલાવબોધ જેવાં વિવિધ ક્ષેત્રમાં પણ પ્રદાન કર્યું છે. જેમાંથી એમની બહુમુખી સાહિત્યિક પ્રતિભાશકિતનાં દર્શન થાય છે. ગુજરાતી ભાષામાં
એમની ત્રીસ જેટલી રચનાઓ મળે છે. મેગલ સમ્રાટ અકબરને સમયસુંદર પ્રત્યે અપાર આદર હતા. રાજાના દુદતે સખ્યમ” એ આઠ અક્ષરને આઠ લાખથી પણું વિશેષ અર્થે તારવીને રચેલ ગ્રંથ “અષ્ટલક્ષી'થી અકબર અને અન્ય રાજાઓ પણ પ્રભાવિત થયા હતા. સમયસુ દરને પીસ્તાલીસથી પણ વધુ શિષ્ય હતા. તેમાંના કેટલાક તો ઉત્તમ વિદ્વાન અને સજ' તરીકે સુખ્યાત થયેલા. સંવત ૧૬૮૭ (ઇ. સ. ૧૬૨૧)ના દારુણ દુષ્કાળની અત્યંત ઘેરી અસર એમના ચિત્ત પર પડેલી. સમયની સામાજિક રાજકીય સ્થિતિને આલેખતી રચનાનું સર્જન કરેલું. આમ સવેદનશીલ, પ્રકાંડ પંડિત, બહુત અને ઉત્તમ કવિ એવા સમસુંદરને જન્મ ઇ. સ ૧૫૫૪ અને અવસાન વર્ષ ઈ. સ. ૧૬૪૦ ને આધારે સાળમા શતકને ઉત્તરાર્ધ અને સત્તરમાં શતકના પૂર્વાર્ધના સમયમાં આ સર્જકને ગઠવેલ છે. એમની પચીસેક જેટલી મુદ્રિત કૃતિઓમાંથી કેટલીકનાં શીર્ષકે આ પ્રમાણે છે, (૧) નલદવદંતી રાસ (૨) મૃગાવતી ચરિત્રપાઈ (૩) સીતારામ ચોપાઇ (૪) વલ્કલગીરી રાસ, (૫) સિંહલસૂત પ્રિયપલક રાસ (૬) વસ્તુપાલ તેજપાલ રાસ (૭) શત્રેય તીર્થ રાસ (૮) ક્ષુલ્લક કુમાર રાસ (૯) ચંપકશ્રેષ્ઠી ચેપ (૧૦) ધનદત્ત શ્રેષ્ઠી ચોપાઇ (૧૧) પૂજા રત્નકવિ રાસ (૧૨) ક્ષમા છત્રીસી (૧૩) કમંછત્રીસી (૧૪) સત્યાસિયા દુષ્કાળ વર્ણન : છત્રીસી વગેરે. એમની કેટલીક અમુદિત કૃતિઓમાંથી કેટલીકનાં શીર્ષકે આ પ્રમાણે છે:
(૧) સાંબ પ્રદ્યુમ્ન ચેપ (૨) દ્રૌપદી પાઈ (૩) ગૌતમ પૃચ્છા પાઠ (૪) થાવસ્યાસ્ત રોપાઇ (૫) સાધુવંદના રાસ (૬) ષડાવશ્યક બાલાવબેધ.
૫. પ્રેમવિજય : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ કવિ પૂર્વે ત્રણ પ્રેમવિજ્ય નામધારી કર્તાઓ (ઇને “વસ્તુપાલ તેજપાલ રાસ’ના કર્તા પ્રેમવિજયને ચે કેમ અપયેલ છે. તપગચ્છના જૈન સાધુ વિજયસેનસૂરિના શિષ્ય વિમલસેનસૂરિના શિષ્ય તરીકે એમને ઉલ્લેખ મળે છે. એ સિવાય આ કર્તા વિશેની વિગતો પ્રાપ્ત થતી નથી. એમની કૃતિમાંથી રચનાવ સંવત ૧૬૫૯ (ઇ. સ. ૧૬ ૦૩) પ્રાપ્ત થતું હોઇને આ સમયે કર્તા હયાત હશે એમ ધારીને સત્તરમાં શતકના પૂર્વાર્ધમાં આ કર્તાને ગોઠવેલ છે. એમની મુદિત કૃતિઓ એ પ્રમાણે છે : (૧) આત્મશિક્ષા ભાવના, (૨) શત્રુંજય સ્તવન, (૩) સીતા સતી સજઝાય અને અમુદ્રિત કૃતિઓ આ પ્રમાણે છે (૧) તીર્થ” માલા, (૨) વસ્તુપાલ તેજપાલ રાસ (૩) ધનવિજય પન્યાસ રાસ.
૬. મેરુવિજય :- તપગચ્છના જૈન સાધુ વિજયદાનસૂરિ પતિની પરંપરામાં ગોપજી ગણિત વિજય ગણિના શિષ્ય તરીકે ઉલ્લેખ મળે છે. એથી વિશેષ અન્ય વિગત મળતી નથી. એમની કૃતિના રચના વર્ષમાં ઉલ્લેખ સંવત ૧૭૨૧ (ઈ. સ. ૧૬૬૫ પ્રાપ્ત થતું હોઇને એને આધારે સત્તરમા શતકના ઉત્તરાર્ધમાં આ કને ગેટવેલ છે. એમના નામે ત્રણ કૃતિઓ નોંધાઈ છે. એ ત્રણેય મુદ્રિત છે. (૧) નમંદાસુંદરી રાસ, (૨) વરતુપાલ તેજપાલને રાસ (૩) શ્રીપાલ રાસ.
૭. અભયસેમ:- ખરતર ગુના જૈન સાધુ સાતમાં જિનચંદ્રસૂરિના શિષ્ય સેમસુંદરસૂરિના શિષ્ય તરીકે તેમને