________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૮ તા. ૧૬-૫-૮૯
ના ફેલાય. સત્ય પણ છે કે યુગમાં કોઈ રાજકીય કાનૂન ના હતા ત્યારે ધર્મના આ નિયમો જ સમાજ સંચાલન અને વ્યવસ્થા માટે કાનૂન હતા. લેકેને ધર્મમાં વધુ દ્રઢ બનાવવા અનેક ચરિત્ર--કથાઓ દ્રષ્ટાંત રૂપે મૂકવામાં આવી. જેઓ ધર્માચરણમાં દ્રઢ હતા તેઓએ વિપરીત પરિસ્થિતિમાં જીવન અર્પણ કરવાનું સ્વીકાર્યું પણ ધમંપંથથી ચુત ના થયા. પરિણામે તેઓ જન-જનના આરાધ્ય બન્યા. તેમનાં ચરિત્ર પ્રેરણાસ્તત્ર બન્યા. સમય જતાં તેઓ ભગવાનની શ્રેણીમાં પ્રતિષ્ઠિત થયા. આવા આરાની મહત્તા વધારવા વિવિધ ચમત્કારિક પ્રસંગે ગુંથાયા જેથી જનશ્રદ્ધા વધી.
સમયના પ્રવાહ અને પરિવર્તનની સાથે એક બાજુ સંસ્કૃતિને વિકાસ થશે તો બીજી બાજુ ભૌતિક સુખે, સત્તાની લાલચ અને ધર્મના નામે વિવિધ પશે અને સમ્પ્રદાયે ઉગી નીકળ્યા. જીભ લુપી અને ચાલાક માણસેએ કમની મનસ્વી વ્યાખ્યા કરી તેને “ભાગ્ય’ના આંધળા પ્રતીક રૂપે ચીતર્યા જેથી લેભી પ્રજા તેમાં ફસાઈ. ધર્મના નામે ભય પ્રસર્યો. આવા સંક્રાંતિકાળે અસત્યનાં વાદળાં દૂર કરવા મહાન પુરુષે માર્ગદર્શક બનતાં રહ્યા. વૈદિક સંસ્કૃતિમાં તે અવતાર રૂપે પ્રકટયા તે શ્રમણ સંસ્કૃતિમાં તીર્થંકર રૂપે જન્મ્યા. આ તીર્થકરેએ વાસ્તવમાં તે સત્યધર્મના પ્રકાશન માટે, માનવને પુનઃ સત્પથ દર્શાવવા માટે તીર્થોની રચના કરી. આ મહાપુરુષોએ સત્યના અનુભવ માટે વર્ષો સુધી તપસ્યા કરી આત્માને ઓળખી વ–કલ્યાણની સાથે પરકલ્યાણું પણ કરી શકયા. તેઓએ ધર્મ પર ચઢેલાં પડ દુર કરી સમજાવ્યું કે ધર્મ તે સત્ય છે અને વસ્તુને તેના મૂળ રવરૂપમાં જાણવી તે જ ધર્મ છે. વિશ્વમાં પ્રવર્તિત ૯ તો, ૬ દ્રવ્ય અને ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યના નિયમને તેના મૂળ સ્વરૂપમાં જાણે તે જ ધર્મ છે. માનવમાં જે ભૌતિક સુખ, પરિગ્રહને લીધે હિંસા, જૂઠ, ચેરી, અબ્રહ્મચર્ય અને સંગ્રહની ભાવના વધી રહી છે તે જ તેના દુઃખનું મૂળ કારણ છે ચિત્તને દુખી બનાવનાર અને માનસિક તથા શારીરિક રોગનું મૂળ છે
અશાંતિની જડ છે. માટે, જીવનને શાંત, સરળ બનાવવા સંતેષ, સંયમ, સત્યાચરણ, અહિંસાત્મક તથા નિપરિગ્રહી બનવાની દિશા આપી. આમ બાહ્ય જગત જો સુખીસંતેષી બને તે માનવ ક્રમશઃ આ શરીર-સુખને ઘટાડીને અને પછી ત્યજીને આત્મલીન બની તપસ્યા કરે. વ્રત-નિયમ ધારણ કરે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી ઉચ્ચ ચારિત્ર ધારણ કરી મેક્ષ એટલે સંસારના જન્મ-મરણથી મુકત બને. આ રીતે શરીરસુખથી આત્મસુખ, બાહ્ય જગતથી અંતરજગત, ભૌતિક સુખથી આત્મસુખ સુધી વિસ્તાર તેજ ધર્મને સાચું સ્વરૂપ આ તીર્થકરોએ બતાવ્યો. આ માગને સતત પ્રકાશિત રાખવાનું કમ ત્યારબાદ આચાર્ય ભગવતે કરતા રહ્યા. આ બધાજ ધર્મ સિદ્ધાંતના કેન્દ્રમાં તે માનવ જ રહ્યો તેના સુખને મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યું. - જેમ-જેમ મનુષ્યની બુદ્ધિને વિકાસ થયે તેની સંશાધન શકિત જાગી, તેણે નવી વૈજ્ઞાનિક શું કરી અને સિદ્ધિ મેળવી તેમ તેમ અહમ વો. તે જાણે સૃષ્ટિને સ્વયં કર્તા હેય તેવી ભાવના વધી તેણે અત્યાધુનિક સાધનો, સગવડ, શસ્ત્ર શાયાં. તેણે ચંદ્ર પર પહોંચવાના દાવા કર્યા પણું ભૂલી ગયે કે તે તેના સંશોધનના મૂળ આ પૂર્વજોએ લખેલા શાસ્ત્રો જ છે.
બીજી બાજુ ધર્મના નામે ચાલવા માંડેલી ધતિંગબાજી પણ કારણભૂત બની. ધમને પ્રાણ શ્રદ્ધા અને સત્યના સ્થાને
વિકસિત થઈ અન્ધશ્રદ્ધા, ક્રિયાકાંડ ધર્મ અને દેવતાને ઉપગ સુખ આપનાર સાધન તરીકે થવા લાગ્યા. લેકે સસ્તામાં તેમની પાસેથી વધુ જ સંસારી સુખ ચાહવા લાગ્યા. જ્યારે તે સુખ પ્રાપ્ત ના થયા ત્યારે તેમની શ્રદ્ધા ડગી, અને ધમને ધતિંગ સમજવા માંડ્યા. “ભગવાન” શબ્દ તેઓને કેઈ અવાસ્તવિક લાગવા માંડે. જેઓ અમીર, શાસક કે પ્રભાવશાળી હતા. તેઓ ભગવાન અને ધમને દુરુપયોગ કરી ભાગ્યની આડ લઈઃ શેષણ-અત્યાચાર કરવા લાગ્યા. ઊંચ-નીચ, છૂત-અછૂત,. અમીર-ગરીબ જેવી દીવાલો ધર્મના નામે ચણાવવા લાગી. પરિણામે જે શેષિત-ગરીબ હતા તેમને રોષ વધવા લાગ્યા. તેમના મને ધર્મ અને ભગવાન અમીરો-જાગીરદાર માટે જ હોય તેવું બન્યું. આમ એક બાજુ વિજ્ઞાનની સિદ્ધિ–બીજી બાજુ અમીરેનું મનવીપણું અને માત્ર ક્રિયાકાંડની બેલાબાલાથી ધર્મ વ્યકિતથી પૃથક બનતે ગયે.. તે માત્ર થોડાક પરંપરાવાદિઓ માટેની વસ્તુ બનીને સંકુચિત બન્યો.
આ બધાથી ભયંકર તે તેની સામ્પ્રદાયિક વ્યાખ્યા બની. ધર્મના નામે ધર્માચાર્યો-ધાર્મિક નેતાઓ પોતાને એક જ સારો કરવા બીજા ધર્મની બુરાઇ કરી અનુયાયીઓને ઉશ્કેરવા લાગ્યા. પરિણામે ભયંકર લેહિયાળ જંગ થયા. ધર્મ કે જે માનવના વિકાસ માટે હવે તે વિનાશ માટે શક્ય બન્યું. ધર્મ સંપ્રદાયની સંકુચિતતામાં વિસરાવવા લાગ્યા. આ બાબતે પણ સાચા ધર્મ પ્રત્યેની ઉદાસી માટે એક કારણ બન્યું. ટુંકમાં ધમ એટલે પુરાતનપંથી ઝઘડે કરાવનાર, ભાગ્યવાદને પોષનાર, આળસુ પેદા, કરનાર, દેવી – દેવતાઓની પૂજા-ક્રિયા કરી ભૂખ્યા-તરસ્યા. રહેવામાં તપ માનીને દુખી થનાર લેકાના પ્રતીક રૂપે ઓળખાવવા લાગે. રૂસ અને ચીને ધમને અફીણુને ન માની તેને તિલાંજલિ આપી અને જનક્રાંતિની સફળતા નિહાળી. પરિણામે લોકોની ધર્મમાંથી શ્રદ્ધા જ ડગી ગઈ.
સમય પરિવર્તનશીલ છે. આ બધી ભૌતિક ઉપલબ્ધિ. રાજકીય સફળતાથી કદાચ ધમની બિનઉપયોગિતા લાગી હશે. પણ બીજી બાજુ ભારત જેવા વિશાળ અને શસ્ત્રરહિત દેશે ગાંધીજીના ધર્મના મહાન તત્ત્વ-સત્ય અને અહિંસાથી આઝાદી પ્રાપ્ત કરી તે આ યુગની મહાન ઘટના બની. ધર્મની હાંસી ઉડાવનાર પણ સ્તબ્ધ બન્યા અને શસ્ત્રધારી અંગ્રેજ પણ મુકયા. વિજ્ઞાનને ભસ્માસુરની વિનાશલીલાનું પ્રચંડ રૂ૫ હીરોશીમા-નાગસાકીએ જોયું છે. ધરતીને માનવ કરૂણાથી આકાંત કરી ઉઠશે. આજે માણસ પાસે એવા વિનાશકશા છે કે તે ડાક કલાકમાં સંપૂર્ણ વિશ્વને મનુષ્ય, પ્રાણી અને પ્રકૃતિના સૌન્દર્યથી રહિત બનાવી શકે છે. પણ તેની પાસે જવને આપવાની શકિત કે સાધન
ક્યાં છે. આજે શાના રવાસીઓ પણ ચિંતિત છે. વિશ્વને વિનાશ ના થાય તે માટે હવે સહુ ચિંતિત બન્યા છે.. પિતાના જ સજન ભસ્માસુરને નાથવા સહુ વ્યાકુળ છે, જોકે, જાણે કે ધર્મને મમ શાંતિ, સવને સુખ, પ્રજાના કલ્યાણમાં સમજાય છે માટે રોજ શાંતિના પ્રયાસે થઈ રહ્યા છે. ભગવાનને અફીણને ન માનનારાઓ પણ હવે આ વિનાશથી, ભયભીત બન્યા છે. ભૌતિક સુખને સર્વસ્વ માનનારા ધનને જ જીવનનું લય માનનારાઓ પણ હવે તેનાથી ત્રાસીને તેને ત્યાગવા લાગ્યા છે. ધન અને વૈભવમાં માનસિક સંતુલન ગુમાવનારા