________________
થ૪
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૦૮૯ તા. ૧૬-પ-૮૯
જ
રા, સભરતા રાસ-કળા એ ભાર વિજ્ય સરવે
ગુણ જેવા ગુણ ધરાવનાર માટેનું આસન. ભગવાન મહાવીરે બાળપણમાં રમતાં રમતાં સાપને ઊંચકીને ફેંકવાની અને માનવ વેશધારી રાક્ષસને હંફાવવાની વીરતા બતાવી હતી. તેથી જ દેએ તેમને મહાવીર નામ આપ્યું. વળી સાધનાકાળ દરમિયાન તેમણે તપશ્ચર્યા કરવામાં તથા પરિષહ અને ઉપસર્ગો સહન કરવામાં અપ્રતિમ વીરતા દાખવી એટલે તેમનું “મહાવીર’ એવું નામ સાર્થક થયું.
(ર) શ્વેત હાથી-પ્રાણુઓમાં શ્વેત હાથી કદમાં મોટો. "બળવાન, શાકાહારી અને સમજદાર હોવાને કારણે શુભ પ્રસંગે મંગળ અને પૂજાગ્ય તથા ગુરુપદને પાત્ર ગણાય છે. નમુથુણું સુત્ર'માં ભગવાનને “પુરિવરગધહથિયું” એટલે કે પુએમાં ગંધહસ્તિ-સમાન ગણાવ્યા છે. ભગવાન મહાવીરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અનેક લોકોને ઉપદેશ આપી ભવસાગર તરવાનો માર્ગ બતાવ્યું. સમ્યક્ ધર્મ પ્રવર્તાવીને તેઓ જગતગુરુ બન્યા. . (૩) ઋષભ-અષભ એ શકિતનું પ્રતીક છે. બળવાન હોવાને કારણે તે ભાર વહન કરી શકે છે. કાદવમાં ખેંચી ગયેલા ગાડાને કે રથને ખેંચીને તે બચાવી લે છે. ઋષભ ખેતર ખેડવામાં અને એ રીતે અન્ન પૂરું પાડવામાં સહાય કરે છે. ભગવાન મહાવીરે અધર્મને કીચડમાં ફસાયેલા સમજેને બહાર કાઢો. એમના સમયમાં ખંડનમંડનમાં રાચતા અનેક વાદે પ્રવતતા હતા. આ અનિષ્ટને દુર કરવા ભગવાને અનેકાન્તવાદ આપે. તે સમયમાં ધર્મના નામે યજ્ઞમાં પશુબલિ હોમાતાં હતાં. ભગવાને પશુને બદલે અંતરની બુરાઇઓ પશુવૃત્તિઓને હોમીને સાચી ધાર્મિકતા પ્રગટાવવાને રહિ બતાવ્યું.
આ સ્વની વિશેષતા એ છે કે સિંહ, હાથી, ઋષભ વગેરે નિમ્ન ગણતાં પશુઓમાં પણ માતાએ ઉચ્ચ સત્ત્વ જોયું. કારણ કે પુરુષાથ દ્વારા કૃરતા, જડતા, બુદ્ધિની
લતા ખંખેરી સાત્વિક્તા પ્રાપ્ત કરી શક્ય છે. પોતાના પૂર્વભવમાં ત્રિપૃષ્ઠકુમાર જેવા અત્યંત પાશવી અને કુર રાજકુમારમાંથી ભવાન્તરમાં સત્વશીલ કુમાર વધમાન સજાથા અને તેમાંથી જગતગંધ પ્રભુ મહાવીર પ્રગટયા તે માનવપુરુષાર્થના ફળના કારણે
(૪) લક્ષ્મીદેવી - પદ્માસનસ્થા, ચતુર્ભુજા લક્ષ્મીદેવી સુખસંપત્તિ અને વૈભવની દેવી ગણાય છે. પરંતુ અહીં ચંચલ, નાશવંત ભૌતિક ધનસંપત્તિ કરતાં સાચી ઉપકારક શાશ્વત આધ્યામિક સંપત્તિને અર્થ લેવાનો છે. આધ્યાત્મિક લક્ષ્મી પ્રાપ્ત કરનાર સાચા અર્થમાં ભગવાન- ભાગ્યવાન બને છે અને પૂજાય છે.
(૫) પુછપની માળા-પુ૫ સુંદરતા, કમળતા અને પવિત્ર - તાનું પ્રતીક છે. વિવિધ રૂપ, રંગ અને સુવાસવાળાં પુષ્પની
માળા એટલે ભગવાન મહાવીરના દિવ્ય અને અભુત જીવન પ્રસંગોની હારમાળા, તેની સુરભિ ચારે બાજુ આપોઆપ પ્રસરી જાય છે.
(૬) ચંદ્ર-સૌમ્યતા, શીતળતા, તેજવિતા અને માધુર્ય એ ચંદ્રનાં લક્ષણ છે. એવાં લક્ષણે ભગવાનમાં પણ હોયું છે. એમના સંપર્કમાં આવનારને એની પ્રતીતિ થાય છે. . (૭) સૂર્ય-સૂર્ય આકાશવતી જ્યોતિષચક્રને કેન્દ્રીય ગ્રહ છે. સૂર્ય અંધકારને નાશ કરીને પ્રકાશ ફેલાવે છે. જગતને તે અજવાળે છે. ભગવાન જ્ઞાનરૂપી સૂર્ય વડે મેહરૂપી અને અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે. તે , (૮) ઇન્દ્ર-ધ્વજ-વજ એ વિજ્યનું - પ્રતિષ્ઠાનું અને
ઊદવંગામિતાનું પ્રતીક છે. ઇન્દ્રવજ એ દેવેની રચના છે. તીયકરના સમવસરણમાં ચારે દિશામાં દિગન્તવ્યાપી ચંદ્રવજ દેવો લહેરાવે છે. ઇંદ્રવજ એ ધર્મને વિજય સુચવે છે.
(૯) જળપૂર્ણકળશ-કળશ એ ભારતીય સંસ્કૃતિનું શાંતિ, શકિત, સભરતા અને જીવન્તતાનું મંગળ અને શ્રદ્ધઓ પ્રતીક છે. શુભ અને ધાર્મિક પ્રસંગે તેની સ્થાપના કરવામાં આવે છે. જળ એટલે જીવન અને જળ એટલે શક્તિ, પૂણકુંભ એટલે જરાપણ અપૂર્ણતા વિનાનું જીવન. ત્રિશલા માતાએ સમર્થ, ક્ષતિરહિત, વિશિષ્ટ અને વિરલ શકિતવાળે પૂર્ણપુરુષ પુરુષોત્તમ બને તે પુત્ર ઇચ્છો હતો. દરેક તીર્થકરના જીવનમાં ચેત્રીસ પ્રકારના અતિશય પ્રગટ થાય છે. આ અતિશે એટલે અસાધારણ ગુણ કે શકિતની પરાકાષ્ઠા અને આ અતિશય જીવનની પૂર્ણતાના સૂચક છે.
(૧૦) પદ્મસરોવર–સરોવરના પાણીથી શરીર અને મન શુદ્ધ અને શાંત બને છે. પદ્મ એટલે કમળ. એ સુંદરતાનું, સુવાસનું અને નિલેપતાનું પ્રતીક છે. તેના પર લમીને વાસ છે. તીથ કર ભગવાનનું ચારિત્ર કમળ જેવું સારિવક કષાયથી અને વાસનાઓથી રહિત અને સંસારમળથી અલિપ્ત હોય છે.' રાગદ્વેષથી રહિત તેમના હૃધ્યકમળમાં કેવલ્યરૂપી લક્ષ્મીને વાસ હોય છે. તેમના પ્રભાવથી અનેક શ્રદ્ધાળુ ભકતે તેમના તરફ આકર્ષાય છે.
(૧૧) ક્ષીરસમુદ્ર-સમુદ્ર તરવા માટે અતિ વિકટ પણ તેના ઉપર નાનામાં નાની હોડી પણ હીલેળા લઈ શકે.
સમુદ્ર ઉદારતાનું પ્રતીક છે. રત્નાકર સમુદ્રની જેમ તીર્થંકર ભગવાનનું જીવન ગુણરૂપી રત્નાકર જેવું છે. ક્ષીર એટલે દુધ તે ઉજજવળતા, પવિત્રતા અને વાત્સલ્યનું સૂચક છે. ભગવાન મહાવીરે સવજી પ્રત્યે વાત્સલ્યભાવ વહાવ્યું હતું. અંડકૌશિક જેવા કાતિલ વિષધરને પણ પ્રતિબંધ પમા- ચંડકૌશિક તેમના પગના અંગુઠે દંશ દીધે ત્યારે અંગુઠામાંથી લેહીને બદલે દૂધની ધારા વહી. આ દુધ તે ભગવાન મહાવીરની વિશ્વવત્સલતાનું પ્રતીક છે.
(૧૨) દેવવિમાન-વિમાનવાસી દેવે પણ જેની સેવા કરે એવા અલોકિક પુત્રની ત્રિશલામાતાએ ઈરછા કરી હતી. ભગવાન મહાવીરના જીવનના દરેક પ્રસંગે ઈંદ્રાદિદેવોએ મેટી સંખ્યામાં હાજર રહી તેમની સેવા કરી છે. તેઓ કેવળજ્ઞાન પામ્યા પછી દેવોએ સમવસરણની રચના કરી છે.
(૧૩) રત્નપુંજ-રત્ન એ ગુણનું પ્રતીક છે. અનેક રત્નના સમૂહ સરખા લેBત્તર ગુણનાં ભંડાર જેવા પુત્રની ભાવના ત્રિશલા માતાએ સેવી હતી.
(૧૪) નિધું. અગ્નિ-માતાએ મુખમાં નિધું અગ્નિને પ્રવેશ કરતે દીઠે. અહીં નિર્ધમ શબ્દ મહત્ત્વનો છે. ધુમાડો એટલે મલિનતા, અસ્પષ્ટતા, અશુદ્ધિ, ધુંધળાપણું ઈત્યાદિ. અગ્નિ અશુદ્ધિને બાળી નાખે છે જ્ઞાનરૂપી અગ્નિ કર્મરૂપી કચરાને બાળે છે. નિર્દુમઅગ્નિ એ સંપૂર્ણ, સર્વોત્તમ, અનંત, અનાવરણ કેવળજ્ઞાનનું સૂચન કરે છે.
આમ, ત્રિશલા માતાને આવેલું એકેએક સ્વપ્ન રહસ્ય અને તત્વથી ભરેલું છે. ચૌદ સ્વને સળંગ અનુક્રમે આવે તે તેનું મહત્ત્વ કેટલું બધું હોય તે એના ઉપરથી સમજી શકાય છે. મનુષ્ય જીવનની સર્વોચ્ચતા તીર્થકર પદમાં રહી છે તે આ સ્વપ્ન ઉપરથી પણ પ્રતીત થાય છે.