________________
9
૩૪.
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
ગઃ કમષ કૌશલમનું સૂત્ર જ અનુસરવા જેવું લાગે છે. કમના સિદ્ધાન્ત સમજવા પ્રયત્ન કરું છું અને જો છાની ભવભવની યાત્રામાં વિશ્વાસ મૂકું તે જૈન ધર્મમાં કરેલી કમમીમાંસા વધુ બુદ્ધિગમ્ય લાગે છે. દેશ, સંપ્રદાય અને જ્ઞાતિઓથી જલદી મુકત થાય એમ ઇચ્છું છું પણ હિન્દુ અને તેમાં બ્રાહ્મણ હવાને આનંદ અનુભવું છું. યજ્ઞોપવીતની ઉપાગિતા સમજી શકયો નથી એટલે જોઈ લેવી કે નહીં તેને નિર્ણય કરવાનું પુત્ર પર જ છોડયું હતું અને એણે જનોઈ પહેરી જ નહીં અને મેં તે તેની ઉપયોગિતા નહીં સમજાતાં કયારની છેડી દીધી હતી. પિતા પુજા કરતી વખતે શ્લેકે ગાતા એ મુગ્ધભાવે સાંભળ્યા કરે પણ ક્યારેક પિતા અઠવાડિયા સુધી ભગવાનને વેકેશન આવ્યું છે એમ કહી પૂજા ન કરતાં ત્યારે વધુ ગમતું. દાદા વહેલી સવારે ચાર વાગે ઉઠાડી પ્રાતઃ નાન સંધ્યા કરાવી રૂદ્રાભિષેક પાઠ કંઠસ્થ કરાવતા ત્યારે દાદા પર ખૂબ ગુસે આવતા પણ મેટપણે કાવ્યશાસ્ત્ર ભર્યું ત્યારે અષ્ટાધ્યાયી રુદ્રીની કેટલીક ઉકિતઓ બહુ ગમવા લાગી અને પાંચમા અધ્યાયની શિવસંકલ્પની સ્તુતિની ઉદાત્ત ભાવના ઊંડે સુધી સ્પશી ગયેલી. " યુરોપીય મહાકાવ્યના સાર વાગ્યા છે પણ રામાયણ-મહાભારતના સાર પાસે એ ઊતરતા લાગ્યા છે. કુરાન-બાઇબલના અનુવાદ વાંસ, મેરારીબાપુનું પવિત્ર વ્યક્તિત્વ અને આકર્ષે છે પણ રામકથાને
કપ્રિય બનાવવા જતાં અને સમાજસુધારકની ધગશથી પવિત્ર કથા જોડે ડાયરાનું ધિશ્રણ કરવા જતાં તેઓ ઉત્તરકાંડ જેવા અદૂભુત કાંડને લગભગ બધે વખત છોડી દે એ ગમતું નથી. તેમને ગંગાજળપ્રેમ સમજાતું નથી અને મહિને એક કથા, નવી પેઢી સાથે એક પરિસંવાદ અને એક વ્યાખ્યાન સંકલ્પ તેમણે છેડી દીધો તે ગમ્યું નથી. પણ ઉપનિષદેના અનુવાદ પાસે ' એ બહુ ફિકકા લાગ્યા છે. રામકૃષ્ણ મિશનનું કામ અત્યંત સ્મરણીય લાગ્યું છે. પણ સંસ્થાઓનું અસ્તિત્વ ટકાવી રાખવા અમે હિન્દુ નથી” એવી એફિડેવિટ કલકત્તાની અદાલતમાં કરાવ્યાનું સાંભળતાં મન પર કુઠારાઘાત થયાને અનુભવ થયેલે અને વિવેકાનંદ પુનર્જન્મ થાય તે સારું એ ભાવ મનમાં જાગેલ અને મધ્યકાલમાં હરિજન સાથે એક પંક્તિમાં બેસીને ભોજન કરવું પસંદ કરીને મઠાધીશનું પદ કુકરાવનાર રામાનંદને વંશવેલે નષ્ટ થવા લાગે છે એનું દુઃખ થયા કરેલું. આદિ શંકરાચાય બહુ ગમતા હોવાથી આજના શંકરાચાર્યો માટે માનની લાગણી પળભર માટે પણ થતી નથી. બધાં ધર્મસ્થાનોની મિલકત પ્રજાકલ્યાણના-ભૂખ અને બેકારી-દુર કરવાના કાર્યમાં જ વપરાય એને અને ધર્મસ્થાનને ચીનની જેમ કેળવણી કે આરોગ્યની સંસ્થામાં બદલી નાખવાના મતને હું છું; પણું મુસ્લિમ દુરાગ્રહથી ત્રાત્રીને રામજન્મભૂમિને રાષ્ટ્રીય રમારકમાં ફેરવી નાખવાનું ગમતું નથી. ધર્મનિરપેક્ષતામાં પૂર્ણ શ્રદ્ધા હોવા છતાં ચૂંટણીમાં મત મેળવવા લઘુમતીને વધુ પડતી છૂટછાટ આપતા રાજકીય પક્ષો રાહી છે એવું મને સતત લાગે છે. રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ પિતાના મનની ઇચ્છા પ્રમાણે ભગવાન સેમિનાથના મંદિરની પુન:પ્રતિષ્ઠામાં ભાગ લેવા જાય તેથી નારાજ થનાર નહેરુ પિતાના વસિયતનામાં પિતાની ભસ્મને ગંગામાં વહેરાવવાની ઈચ્છા
વ્યકત કરે ત્યારે વંશપરંપરાના સંસ્કારનું જેર કેવું પ્રબળ ' હોય છે એને વિચાર આવે છે પણ ભારતીય કેબીલને બદલે
નહેરુ સંસદમાં હિન્દુ કોડબીલ પાસ કરાવે ત્યારે મહાન નહેરુ વામણું અને સ્વાથી રાજપુરુષ લાગે છે. ગાંધીજીની હિન્દસ્વરાજ પડી બહુ ગમતી હોવા છતાં આજે વિજ્ઞાનટેકનોલોજીના યુગમાં એની સંધિત પરિવર્ધિત આવૃત્તિ કેએ હિંમતપૂર્વક બહાર પાડવી જોઈએ એવું મને લાગે છે. વિનેબાનાં લખાણો પરમ આદરપૂર્વક વાંચવા છતાં “જપુછ* જે ગ્રન્થ કે. ઈષ્ટદેવના નામને જપ ક્ય કરવાની સલાહ નેટબુકમાં રામનામ કે ગાયત્રી મંત્ર લખવા જેવી જ નિરર્થક લાગે છે. સંન્યાસી માટે કેટલાક વિશેષ નીતિ નિયમના બંધન આવશ્યક હેવા. જોઈએ એમ માનવા છતાં બંધુ ત્રિપુટી પર સાધુ-મહારાજે અને કેટલાક શ્રાવકે જે રીતે તૂટી પડયા છે તેમાં મહાવીરપ્રબંધિત અહિંસાની હત્યા થતી મને દેખાય છે. આ
સાહિત્યમાં પ્રશિષ્ટ ગ્રન્થના મહત્વ વિશે સંપૂર્ણ સજાગ હોવા છતાં કયારેક કયારેક ઉત્તમ જાસૂસી કથાઓ વાંચવી. ગમે છે. હોલીવુડની પ્રખ્યાત મહાકાવ્યાત્મક ફિલ્મની સાથે સાથે ક્યારેક ક્યારેક હોરર ફિલ્મ કે જેમ્સ બેન્ડની ફિમે પણ જોવી ગમે છે. શાસ્ત્રીય સંગીત ગમે છે તેમ ઉત્તમ કિમી ગીતે પણ ગમે છે.
આજની આર્ટસ-કોમર્સ કોલેજના અભ્યાસક્રમે વિદ્યાર્થીને જ્ઞાનની કેઈ નકકર ભૂમિકા આપવાને બદલે સમયને બગાડ અને અનુપયોગી બેકારેની ફેજ ઉપન્ન કરે છે એની ખાતરી હેવા છતાં એ માળખામાં રહીને પણ બગાડ કેમ ઓછામાં ઓછા થાય એ માટે હું સતત ઝુઝ છું. સામ્યવાદી પક્ષના કેટલાક સિદ્ધાંત જેમ ગમે છે, એમના કાર્યકરોની નિષ્ઠા જેમ ગમે છે તેમ ભા.જ.પ.ના સિદ્ધાંતો અને તેમના કાર્યકરોની નિષ્ઠા પણ ગમે છે. નથી ગમતાં કોંગ્રેસ, જનતા દળ કે અન્ય પ્રાદેશિક પક્ષના ઢેગી નેતાઓ અને સ્વાથી કાર્યકરે. તથાકથિત પછાત જાતિઓ તરફ સંપૂર્ણ સહાનુભૂતિ હેવા છતાં આઝાદી પછી બંધારણીય રાહે અને કાયદા-કાન દ્વારા શાસકએ આ જાતિઓને સમાજના તથા કથિત ઉચ્ચ વર્ણના લોકોના સમાજમાં ભેળવી દેવા માટે જે અધકચરા ઉપાયો અમલમાં મૂક્યા છે તેમાંથી થોડા વખતમાં જ દેશમાં જબરું આંતરયુદ્ધ ફાટી નીકળશે એ ડર મને લાગે છે.
આમ મારા ચેતન-અવચેતન મનમાં પરસ્પરવિધી એવું અજબગજબનું વિચાર-વલેણું ચાલે છે. કોઈ સ્પષ્ટતા નથી એટલું સ્પષ્ટ છે. પણ એટલી ખબર છે કે જ્યાં જેટલું સારું. સાચું અને સીધું હોય છે એ ગમે છે. હજુ અન્નમય કોષથી હું આગળ ન વો હોય એવું બને, હજુ અવિદ્યાનું કવચ હું તેડી શો ન હોઉં એવું બને, તામસી પ્રકૃતિનાં પડળ હું ભેદી શક્યો ન હોઉં એવું બને, હજુ મારે ત્યાંસી લાખ નાણું હજાર નવસો નવાણું ભવના ફેરા બાકી હોય એવું પણ બને પણ મને અત્યારે તે એનું દુઃખ નથી. આટલા બધા ભવ ફેરા ફરવાના બાકી છે એને મને આનંદ છે, કારણ મને જીવવું ગમે છે. મેક્ષ પામવાની મહાન પળથી દુર રહેવાનું હજ મને ગમે છે. તથાકથિત ઇશ્વર પામવા કરતાં એની લીલાઓ નિહાળવાનું મને ગમે છે. "
કદાચ તમને હું ખરાબે ચડી ગયેલા વહાણ જે લાગત હોઉં, કદાચ તમને હું ત્રિશ કુની ભૂમિકામાં ફસાઈ ગયેલ લાગત હોઉં, કદાચ તમને હું અપરંપાર દુવિધાઓમાં સપડાઇ ગયેલ લાગતો હોઉં, કદાચ તમને હું, પણુ જવા દો એ બધું. મને એટલી ખબર છે કે આ ક્ષણે હું નિખાલસ છું અને અત્યારે એટલું બસ નથી ?