SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ K પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫-૮૬ તા૧૬-૫–૮૯ તત્ત્વવિચારમાં અનેક સરવાણીઓને સમાસ . આપે છે. અખાજીના બ્રહ્મવાદમાં સંસારને તિરસ્કાર નથી, વિશ્વમાં વસ્તુનું, બ્રહ્મનું, હરિનું દર્શન કરવાની જિકર એ કરે છે. સંન્યાસને તે અખાજી આવશ્યક ગણતા જ નથી, માત્ર અ-કર્તા થઇને, જગતભાવ દુર કરીને જીવવાનું એ પ્રખધે છે તેથી સંસારનાં પ્રાપ્ત કર્તવ્યની ઉપેક્ષા એમાં થતી નથી. અખાજીના નિર્ગુણ જ્ઞાનમાર્ગમાં શ્ર ગારભકિતને સ્થાન મળે છે. ઉત્કટ શૃંગારનાં કહેવાય એવાં ઘણાં પદો અખાજીએ રચ્યાં છે પણ એમને અભિપ્રેત છે જ્ઞાનશૃંગાર. એટલે કે પરબ્રહ્મ ભાવની રસમય રમણ. અખાજીની દૃષ્ટિએ પરબ્રહ્મનું જ્ઞાન એ શુષ્ક જ્ઞાન નથી, કે બૌદ્ધિક પ્રતીતિ નથી, એ આનંદમય અનુભવ છે તેથી એમાં રસાશની અપેક્ષા છે. શુષ્ક વૈરાગ્યને પણ અખાજીની ફિલસૂફીમાં સ્થાન નથી. એ શબ્દ વાપરે છે વિરહવૈરાગ્ય. જગતભાવ દુર થવો એ પૂરતું નથી, પરમ તત્વની ઝંખના જાગવી તે મહત્ત્વનું છે. અખાજીની ફિલસૂફી નાતિમૂલક નથી, અસ્તિમૂલક છે. અખાજીને ગુરુવિચાર એમની વિચારકળાશનું એક લાક્ષણિક ઉદાહરણ છે. નગુરાપણુને રંજ અને સદ્દગુરુની આવશ્યકતા એ એની પહેલી ભૂમિકા છે. પછી અમાને અને પરબ્રહ્મને ગુરુ ગણવાની વાત આવે છે. ખરા ગુરુ તે એ જ; પણ અખાજી અહીં અટકતા નથી. એ નગુરાપણાને મહિમા કરવા સુધી જાય છે ને જ્યાં ગુરુ-શિષ્યભાવને સ્થાન નથી એવી ભૂમિકાને છેવટની ગણાવે છે. આ નગુરે તે સ્વથ નરહરિ છે એમ એ કહે છે. નથી, આપણે સંસારવ્યવહાર પણ એમના વાક્ષ બહાર નથી. એમાં પ્રગટ થતી બાઘાઇની નોંધ લેવાનું એ ચૂક્તા નથી. કથા સાંભળવા જતા “આંધળે સસરે અને સરંગટ વહુનું અખાજીએ દેરેલું ચિત્ર આપણને કયાં અજાણ્યું છે. સસરે આંધળા છે ને તેયે વહુએ લાજ ઘૂમટે તાણે છે ! કેવી રૂઢિવશતા, કેવી વિચારહીનતા ! * અખાંછને ખરો પ્રહાર તે વિચારહીનતા, વિચારજડતા પર છે. વિચારજડતાનું એમણે એક ભારે સચેટ અવિ સ્મરણીય ચિત્ર આપ્યું છે: જ્યાં જોઈએ ત્યાં ફડે કુડ, સામાસામી બેઠા ઘૂડ, કે આવી વાત સૂર્યની કરે, તે આગળ લઈ ચાંચ જ ધરે, અમારે હજારો વર્ષ અંધારે ગયાં તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયાં ? અખાજી તે અનેક પરંપરાગત વિચારોને માન્ય કરતા નથી. વર્ણાશ્રમધમને એ મહિમા કરતા નથી. એમાં ઘણીવાર તે એમને માયા રસબસ થઈને રહેતી લાગે છે. મનુષ્યમાં ઊંચનીચભાવ એમને અસ્વીકામ જ છે. અસ્પૃશ્યતા પાળનારની તે એ દેકડી ઉડાવે છે- “આભડછેટ અંત્યજ ઘેર જણી, બ્રાહ્મણવૈષ્ણવ કીધા ધણી.” સતયુગ કલયુગની ઉચ્ચાવતા સામે એ પ્રશ્ન કરે છે કે સગરના સાહસહસ્ત્ર પુત્ર અવગતિ પામ્યા ત્યારે કલિયુગ કયાં હતે? પૂર્વજન્મની માન્યતા, કર્મવાદ, અવતારવાદ આ બધામાં અખાજીને કંઈક ને કંઈક તકિક મુશ્કેલી દેખાય છે. “પશુ ઓ કે ભૂત ન થાય, અખા માણસ અવગત કહેવાય” એમ કહી એ ભૂતપ્રેતની માન્યતાની હાંસી ઉડાવે છે અને તિષ પણ એમની પરીક્ષામાં ટકી શકતું નથી. એ કહે છે કે ગ્રહો બાપડ પતે પરવશ કરે છે–ચંદ્ર ક્ષય પામે છે, રાહુ ધડવિહોણે છે-તે એ ગ્રહ માણસને શું કરવાના હતા? એમ લાગે છે કે અખાજી પ્રખર બુદ્ધિવાદી છે. મયકાળમાં એમને જેટો જડવો મુશ્કેલ છે, તે અર્વાચીનકાળમાંયે એમના જેવા પ્રખર બુદ્ધિવાદી ઝાઝા ન જડે આવા બુદ્ધિવાદી અખાજી કેાઈ દર્શનિક મતના એકઠામાં બંધાયેલા રહે એ બને નહીં. એમાં શંકા નથી કે અખાજીની દાર્શનિક ભૂમિકા વેદાંતની-શંકરને કેવલત વેદાંતની છે. છતાં એમને વેદાંતી કહેવા એ એમની પૂરી સાચી ઓળખ નથી. ખટર્શનના જૂજવા મતા, માંહમાંહે તેણે ખાધી ખતા” એમ એ કહે છે ત્યારે ખટદર્શનમાં વેદાંતને સમાવેશ થાય જ અને અખેગીતા'માં બધાં દેશની એ સમીક્ષા કરે છે ત્યાં વેદાંતની અધુરપ જોયા વિના એ રહી શક્તા નથી. અખાજીએ ગપ્પાદાચાર્યની છાયા ઝીલી છે, છતાં એ પૂરેપૂરા અજાતવાદી બની ગયા નથી. મયકાલીન સંતપરંપરાના ઉદારમતવાદ અને માનવવાદને પ્રભાવ અખાજી પર પડે છે, પરંતુ એ સંતપર પરામાં ઘણે ઠેકાણે વિકસેલાં ક્રિયાકાંડે ને રૂઢિઓનું અખાજી કયાંય સમર્થન કરતા નથી. અખાજી સૂફીઓના પ્રેમમાગની પરિભાષાનો આશ્રય લે છે, પણ એમને સૂફી કહેવા તે સાચું નથી. અખાજીને કેઈ મત કે માર્ગનું લેબલ લગાડ્યા વિના એક તત્વવિચારક સંત તરીકે ઓળખીએ એમાં જ ઔચિત્ય જણાય છે., , વેદાંતની ભૂમિકા સ્વીકારવા છતાં અખાજીએ પિતાના એ સંભવિત છે કે અખાજીની આ વિચાર કળશમાં શાસ્ત્રોને આંતરવિરોધે દેખાય. પણ અખાજી, શાસ્ત્રકાર નથી, વ્યવસાયી તત્ત્વવિચારક નથી. આપણી તત્ત્વવિચાર-પરંપરાનું એમનું વિશાળ, ઊંડું અને સૂક્ષ્મ અધ્યયન છે. “પરીકરણ જેવી આરંભની કૃતિમાં એ શાસ્ત્રનું સીધું દહન આપે છે ને પછીથી અવારનવાર બારીક શાસ્ત્રચર્ચાને આશ્રય લે છે. તેમ છતાં ચુસ્ત શાસ્ત્રીય માંડણીથી એમણે કશું લખ્યું નથી. પ્રખર બુદ્ધિવાદી હોવા છતાં એમણે નકરા બુદ્ધિવાદને, કહો કે બુદ્ધિવિલાસને કયાંય મહિમા કર્યો નથી. સૂકા જ્ઞાનને એ યંડળમૂછ સાથે સરખાવે છે અને શાસ્ત્રને તે એક જ આંખ કહે છે. બીજી આંખ છે અનુભવની. એ ન ખૂલે ત્યાં સુધી શાસ્ત્રજ્ઞાન સાચું દર્શન ન આપે. એટલે કે અખાજીનું લક્ષ્ય કરો વિચાર નથી, અનુભવગત બનેલો વિચાર છે, આત્મસાત થયેલ વિચાર છે. એથી જ એ વિચારને સ્થાને સૂઝ, સમજ, અનુભવ એવા શબ્દો પણ વાપરે છે. ખરેખર તે અખાજી કેવળ વિચારના નહીં, વિચારમય જીવનના ઉપાસક છે એમ કહેવું જોઇએ. અખાજીને સઘળે તત્ત્વવિચાર વળીવળીને, અખાઈને શબ્દ વાપરીને કહીંએ તે, 'વરતમાં આવીને ઠરે છે. ખરી વિચારનિષ્ઠ વ્યક્તિની વરતણું કેવી હોય ? જ્ઞાની, સંત, હરિજન એટલે કે ભકતજનનાં ચિ, ઉમળકાભેર અને સચેટતાથી, અખાજી અનેક સંદર્ભોમાં આપ્યાં કરે છે. એમનાં લક્ષણો વર્ણવતાં એ થાકતા જ નથી. આ બતાવે છે કે અખાજીને રસ જીવનસાધનામાં છે. જીવનને સ્વસ્થ, સભર, સાર્થક, સત્યમય અને આનંદમય બનાવવાની ચાવી એમને વિચારમાં
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy