SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ 3 - - પ્રબુદ્ધ જીવન સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫- ૮૯ તા. ૧૬-૫૮૯ આ મિથ્યાત્વ શું છે? (૧) મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા કે વિપર્યાસબુદ્ધિ. (૨) અસતને સત્ સમજવું; સને અસંત સમજવું તે. ' (૩) દેહમાં આત્મબુદ્ધિ–દેહ તે 'હું' છું તેવી માન્યતા (૪) આત્મામાં દેહબુદ્ધિ, રાગાદિ પર્યાયમાં પોતાપણું સુખદુ:ખા દિમાં આત્માભાવ. ' (૫) અસત પદાર્થોમાં કે દેહાદિમાં સુખબુદ્ધિ. (૬) સત -આત્માથી વિમુખતા કે તેનું વિસ્મરર્થક, (૭) અસત દેવ, ગુરુ અને ધર્મમાં આસ્થા કે આદર(૮) સદેવ, ગુરુ અને ધર્મમાં અનાસ્થા કે અનાદર. આ (૯) તત્ત્વ-સંબંધી એકાંત માન્યતા, વગેરે અનેક પ્રકારે જાણવું." (સદેવ-સર્વજ્ઞ વીતરાગ, સદૂગુરુ-નિગ્રંયમુનિ, સધર્મ : છ દ્રવ્ય તથા નવતત્ત્વની શ્રદ્ધા અને વીતરાગનાં વચનમાં . ધર્મમય આજ્ઞાને આદર) : મિથ્યાત્વના પ્રકારોને જાણે-અજાણે પણ સેવવાથી સંસાર પરિભ્રમણ વધે છે. અને તે આવા પ્રકારે 1 જીવને સતાવ્યા શાસ્ત્રમાં સગ્ગદશાનાં પાંચ લક્ષણ છે જે આ પ્રમાણે છે. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને ! અનુકંપા, આ પાંચ પ્રકારે આત્મદશાને જાણવાના માપકર્યા જેવાં છે. તેના ભાવાર્થને સમજવાથી તેને સ્પષ્ટ ખ્યાલ આવશે. મિથ્યાત્વરૂપી મિટયામતિથી અને દિશામૂઢતાથી પાછા વળેલા જીવમાં આ ગુણે પ્રગટ થાય છે અને તેથી જીવ સાચી દિશા પ્રત્યે વળે છે. 1 ક્રોધ, માન, માયા, લોભરૂપી કષાયોનું મંદ થવું અર્થાત બંધનાં કારણેનું શમન થવું તે શમ છે. - * જેમ જેમ કપાયે શાંત થતા જાય તેમ તેમ તેનું સ્થાન ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ લે છે. રાગદ્વેષનું સ્થાન નિર્મળ પ્રેમ અને મધ્યસ્થતા લે છે. કષાયનું શમન થવાથી સાધક કેને દુભવતા નથી અને પોતે કેઈથી દુભાતો નથી. ક્ષમાદિ વિગુણો વડે હંમેશાં પ્રસન્ન રહે છે.' જગતના આકર્ષક પદાર્થોને તથા દેવાદિ ગતિનાં સુખને તુચ્છ માની કેવળ એક મુકિતની અભિલાષા સેવવી તે સંવેગ છે. આ ગુણ જેને પ્રાપ્ત થયેલા છે તે આત્માને સંસારનાં સુખદુઃખના કે સંયોગ-વિયેગના પ્રસંગે પ્રીતિ-અપ્રીતિ ઉદ્ભવતી' નથી. તેવા પ્રસંગોથી વિરકત થઈ તે એક આત્માને જ સાધે છે. આસ્થા–શ્રદ્ધા સમકિતદશા પ્રાપ્ત થવામાં બાહ્ય નિમિત્તે પરમાત્મા છે. જેમણે આત્મા પ્રગટપણે જાણે છે, અનુભવ્ય છે તે આપ્તપુરુષે જ શ્રદ્ધા કરવા એગ્ય છે. તેમના પ્રરૂપેલા માર્ગે ચાલવાથી આ આત્માનું કલ્યાણ છે તે દઢનિશ્ચય તે. શ્રદ્ધા છે. - સંગુરના યોગે તત્ત્વો યથાતથ્ય બેધ થયે સાચી શ્રદ્ધા ઊપજે છે. દરેક તત્ત્વને તેના રવરૂપે જાણવાથી જીવને વિવળતા થતી નથી, પણ તસ્વરૂપ શ્રદ્ધા રહે છે. આમ આમપુરુષના. વચનબેધમાં દઢ શ્રદ્ધા તે આસ્થા છે. . . : સંસારમાં આધિ, વ્યાધિને ઉપાધિથી તપ્ત જીવોને તેમનાં દુઃખો દુર કરવામાં સહાયક થવાની ભાવના તે અનુકંપા છે. દરેક આત્માને પિતાના આત્મ સમાન જાણવાથી અનુકંપાને. ગુણ વિકસે છે. તે ગુણ જ્યારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે તે કરુણનું સ્વરૂપ ધારણ કરે છે. એ આત્મા સ્વપરનું કલ્યાણ સહજભાવે થાય તેમ વર્તે છે. તે સવિશેષણપણે પરમાર્થમાગને અધિકારી થાય છે. ' , " . સમ્યગદશાના આવા ગુણે પ્રગટવાથી આત્માની છબનદ્રષ્ટિ વિશાળ બને છે. તેની દ્રષ્ટિ પશુપક્ષીની જેમ પિતાનું કે પિતાના પરિવારના જીવનનિર્વાહ કરવા જેટલી મર્યાદિત દ્રષ્ટિ નથી હોતી, પણ સવ" જીવો પ્રત્યે સમદ્રષ્ટિ રહે છે. બહારથી ગૃહસ્થ ધન દયાદિ રૂપ સત્કાર્યો કરે છે અને અંતરમાં આત્મભાવે સૌનું શ્રેય ચાહે છે. આત્માના આ ગુણે તેિના અતરંગને પ્રગટ કરે છે. આ લક્ષણની સાથે સાથે બીજા ઘણુ સહાયક ગુણાને વિકાસ થાય છે. આ જીવ મેક્ષ. માર્ગમાં ત્વરાથી આગળ વધે છે. . સમકિતવંત આત્માનાં લક્ષણ : “સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી, મિશ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બહાર કાઢી. હે મહિલજિન ! એ અબ રોભા સારી શ્રી આનંદધનજી કૃત સ્તવન. સમકિત-દ્રષ્ટિ જીવમાં ઉત્તમ લક્ષણે પ્રગટ થાય છે અને આ માગંના નીચે કહેલા અતિચારે દુર થતાં જાય છે. शंकाकांक्षापि चिकित्सान्यद्रष्टिप्रशसासंस्तथा सम्यगद्रष्टः अतिचाराः । તત્ત્વાર્થસૂત્ર |૨૩ (૧) શંકારહિત હોય છે. સર્વદેવ પ્રરૂપિત તત્વદર્શન જેવું છે તેવું તે શ્રધે છે. પદાર્થોના સ્વભાવનું રહસ્ય સમજે છે. તેમાં શંકારહિત હોય છે. પ્રશ્ન ઉદ્ભવે તે વિનયાન્વિત થઈ સદગુરુ પાસે સમાધાન મેળવે છે. (૨) કાંક્ષા-ઇચ્છા રહિત હોય છે. સંસારના પદાર્થોથી મને સુખ મળશે તેવી ભ્રમણ ભાંગી જાય છે, તેથી તેવા પ્રકારની અંતરંગ ઇચ્છાઓથી દુર રહે છે. કેવળ આત્મસ્વરૂપ પ્રાપ્ત હો તેવી આકાંક્ષા રહે છે. (૩) વિચિકિત્સા – નિંદાથી રહિત હોય છે. નિંદા જેવા પાપઉત્પાદક વ્યવહારથી તે દુર રહે છે. ગુણીજનો પ્રત્યે અંતરથી પ્રભેદભાવ રાખે છે. અતુતિ નિંદા દાઊ ત્યાગે, જે પદ નિરવાન; - ગુરુ નાનક યહ માગ કદિન , કે ગુરમુખ જાના. સંસારના પરિભ્રમણના કારણે બેધ પામી, આત્મા તે પ્રત્યે થાકને અનુભવ કરે છે. પિતાના દેહ કે પરિવાર પ્રત્યે પણ તેને ઉદાસીનતા આવે છે, અંતરંગ રુચિ રહેતી નથી. જે કંઈ વ્યવહાર કરવો પડે છે તે નછૂટકે થવા દે છે. વળી તે ઇંદ્રિય વિષયથી ભાતો નથી, પરંતુ આત્મવરૂપમાં લીન રહેવાને દઢ પ્રયત્ન કરે છે. તે આમા વિચારે છે કે, આ જીવે સંસારમાં ઘણું ઘણું પરિભ્રમણ કર્યું છે, તે હવે સમાપ્ત થાઓ અને સંસાર છૂટી જાઓ ભાવના તે નિવેદ છે. . . .
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy