________________
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
' જેવાં પાત્ર છે. મુનશી આવી પાત્રસૃષ્ટિને ઉપયોગ પિતાની કૃતિમાં અનુસ્મૃત વકતવ્યને, રૂઢ શબ્દ પ્રજીએ તે, દર્શનને વ્યક્ત કરવા કરે છે. ગોવર્ધનરામને સદૂઅથે સંસારલીલાનું ચિત્ર આપતાં આપતાં આપણી સાંસ્કૃતિક સ્થિતિનું પિતાનું દર્શન આપવું હતું. મુનશી પુરાણકાળ અને ભૂતકાળનાં ચિત્રો આલેખતાં આલેખતાં સાંપ્રતના પરિપ્રેક્ષ્યમાં અને ભૂતકાળની ભૂમિકામાં ભાવિના પટનું નિદર્શન કરે છે. રાષ્ટ્રની પ્રાચીન ભવ્યતાના મહિમાવંતા અતીતના નિરૂપણ દ્વારા તેઓ પ્રજાને - આપણું સંસ્કારવારસાનાં ચિત્ર આપી એના સ્વત્વને જાગૃત
એ સમયે કાકની આંખે આંસુથી છલકાઈ જાય છે. કાકની વન્દ્ર જેવી શુરવીરતા મેદાઇ જાય છે અને એના હૃદયની સુકુમાર સંસ્કારિતા ક્ષણાર્ધામાં પ્રગટ થઈ જાય છે : રાણકદેવીને એ સિદ્ધરાજ કે રાખેંગાર—એ બેમાંથી કેને પરણવા માગે છે એની પસંદગી કરવાનું વ્યકિત–સ્વાતંત્રય આપે છે અને સ્ત્રીની અંતરછાને જાણી–પ્રમાણી કાક એ બંનેને સાથે નાસી જવા દે છે, રાખેંગાર કાકને બત્રીસલક્ષણ” કહી બિરદાવે છે ત્યારે મંજરી “એના મિત્રમાં બાવન લક્ષણ છે એમ કહી કાકને ઉત્તમે ત્તમ અય આપે છે. આ પ્રસંગમાં કાકની હૃદયની ઉદાત્તતા મહાકાવ્યના ધીરેદાર નાયકને શેબે એવી છે. રામનારાયણ પાઠકે કાકના આ માનવીય સંવેદનને એમના એક લેખમાં સમુચિત રીતે ઉપસાવ્યું છે.
માનવહૃદયનાં ભાવસંવેદનની આવી સબળ અભિવ્યક્તિ મુનશીમાં અનેક સ્થળે જોવા મળે છે. કારુણ્યતિ' હંસા અને મીનળને સંવાદમાં, પિતાના પુત્રને બચાવવા હંસાનું માતૃત્વ જે વેદના અનુભવે છે એનું નિરૂપણ પણ મુનશીની પ્રફુલ સર્જકતાને સુંદર ઉન્મેષ છે.
આવા અનેક ઉન્ને મુનશીની-પંડિતયુગથી તદ્દન નિરાળીવેગવંતા પ્રવાહવાળી તિલી ગદ્યશૈલીમાં ઝિલાયા છે. ગુજરાતી ગદ્યને મુનશીએ પતી મરેડ આપ્યો એમાં લાલિત્ય અને નાટયાત્મકતા સિદ્ધ કર્યા. થેડા જ શબ્દોમાં ચિત્ર ઉપસાવી આપવાની એમની શકિત ઉષાએ શું જોયું ?” (ગુજરાતનો નાથ) કે આંધી અને રણના વર્ણનમાં (જય સેમિનાથ) સહુને કામણ કરે છે. મુનશીના ગદ્યનાં તાજપ અને સબળતા સહુને પ્રભાવિત કરે એવાં છે. નવલકથાના ઉઘાડમાં લીલયા આલેખાયેલાં વર્ણનચિત્રોથી તેઓ વાચક પર પકડ જમાવે છે. એક તરફ વાસ્તવિક સબળ ગદ્ય અને બીજી તરફ કાવ્યાત્મક્તાને અનુભવ કરાવતું, વિશિષ્ટ વાટભંગિઓવાળું ચેતનવતું સર્જનાત્મક ગદ્ય, ટૂંકા વાક્યથી, ભાવાનાં લયમાધુર્ય અને છટાથી એમને ગુજરાતીના એક સમર્થ ગદ્યસ્વામી તરીકે પ્રસ્થાપિત કરે છે.
મુનશીની નવલકથાઓ આપણને વેગવંત ઘટનાઓથી ઉત્તેજિત કરે છે, પાત્રના વ્યકિતત્વથી પ્રભાવિત કરે છે, ચમકદાર સંવાદોથી મુગ્ધ કરે છે અને સંઘર્ષનિરૂપણથી હચમચાવી મૂકે છે. લેહી તરસ્ય અમાત્ય’ કે ‘કાતિદેવનું કુળ” મીનળ-મુંજાલનાં મિલનદ્રશ્યો કે “રાણુકની ભવિષ્યવાણી’ જેવાં પ્રકરણે પ્રસંગને ઉત્કટ બનાવી–રમાં જન્માવી પ્રભાવક નાટયાત્મક્તા સિદ્ધ કરે છે. એથી જ એમની આ પ્રકારની કૃતિઓનાં નાટયરૂપાંતરે સહજતાથી થઈ શકે છે. એમની આત્મકથા પણ આવા નાટયતત્વથી જ જીવંત લાગે છે. એથી એ દ્રશ્યચિત્રની જેમ નેત્ર સમક્ષ તરવરે છે અને પાત્રની પ્રત્યેક રેખા ચિત્તમાં અકી આપે છે.
સરસ્વતીચંદ્ર'ની જેમ મુનશીમાં પણ અતીત, વર્તમાન અને ભાવિનું પ્રતિનિધિત્વ કરતાં મુંજાલ-કાક અને કીતિદેવ
ગુજરાતની અસ્મિતાના ગૌરવગાનથી શરૂ થતી મુનશીની ભાવના આર્યસંસ્કૃતિના જયઘોષ સુધી વિસ્તરે છે. “ગુજરાતને નાથ'માં કતિદેવ મુંજાલને, ગુજરાતની રાજનીતિ પાછળ જીવન સમર્પવાને બદલે આર્યાવર્તની રાજનીતિ હાથમાં લઇ, કુસપી બનેલાં રાજ્યોને એકતંતુએ બાંધી. વિદેશી અરિદલેને પરાસ્ત કરવા વિનવે છે: ટુંકી બુદ્ધિની રાજનીતિને બદલે અખંડ રાષ્ટ્રનું સ્વન આપે છે. પરંતુ મુંજાલ કહે છે: “મહામહેનતે મેં મારી ઝુંપડી ઊભી કરી છે; આર્યાવત'ને મહેલ ચણવા જાઉં તે એ ઝુંપડી ચગદાઈ જાય.' તત્કાલીન ઇતિહાસની રાજનીતિમાં મુંજાલની દષ્ટિ કદાચ સાચી હોય, પણ કીતિદેવની અખંડ રાષ્ટ્રની ભાવના એ ભાવિને સંકેત છે. પિતા અને પુત્રનેઆજ અને આવતી કાલને-વર્તમાન અને ભાવિને આ ભેદ મુનશીએ અત્યંત કલાત્મકતા અને નાટયાત્મકતાથી નિરૂપ્યો છે. અહીં, મુંજાલની વાસ્તવિક્તાને કતિદેવની ભાવનામયતા પર ક્ષણિક વિજય થતા લાગતો. છતાં, પુત્ર અને પિતાના આ સંવાદમાં મુંજાલનું વ્યકિતત્વ ઝાંખું પડતું દેખાય છે એ મુનશીના દર્શનને વ્યંજિત વિજય છે. ભારતના અખંડ વ્યકિતત્વને ઉપસાવવાનું મુનશીનું આ સ્વપ્ન છે. “ભગવાન પરશુરામ'માં પણ વસિષ્ઠ કહે છે: ‘તમે ને હું ગઈ કાલના છીએ-એ આજ ને આવતી કાલને છે.”
મુનશીએ એમની કૃતિઓમાં વ્યકિતસ્વાતંત્ર્યનું ગૌરવ કર્યું છે. રાષ્ટ્રની અખંડિતતા–એકતા-સમન્વયને પ્રબંધ કર્યો છે અને માનવી અને માનવતાને મહિમા કર્યો છે. ભાવનાત્મક અપૂર્વતાના અને મહત્ત્વાકાંક્ષાથી ઊભરાતા આ સજક જીવનનાં પાછલાં વર્ષોમાં સજનક્ષેત્રે કૃષ્ણ તરફ વળ્યા એ ધમ-સંસ્કાર-સંસ્કૃતિના એમના મૂળ રંગ સાથે સમુચિત છે. ગુજરાતી ભાષા મુનશીની કલમે વધુ સુંદર બની અને એમના એકતાના દર્શનથી ગુજરાતી સાહિત્ય પુષ્ટ થયું.
સરસ્વતીચંદ્ર' અને “માનવીની ભવાઈ’નાં સામાજિક અને જાનપદી નવલકથાનાં બે ઉચ્ચ અંગેની વચ્ચે મુનશીની ઐતિહાસિક નવલકથા “ગુજરાતને નાથે એક તેજવી શૃંગ તરીકે ચિરકાળ સુધી આપણને આકર્ષશે. સરસ્વતીચંદ્ર અને કુમુદ તથા કાળુ અને રાજની વચ્ચે કાક અને મંજરી પણ ગુજર પ્રજાના હય પર વિરાજતાં રહેશે.