________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧પ-૮૮ તા૧૬-૫-૮૯
કર્યો, અને એ દ્વારા ગુજરાતી નાટકને સમૃદ્ધ કર્યું. - મુનશીએ પોતાના વિવિધ વિષય પરના વિચારે નિબંધ અને વ્યાખ્યામાં પ્રગટ ક્યાં અને ચર્ચાઓને ઉતેજી. આત્મકથા પણ આપી અને ચરિત્ર પણ આપ્યાં. એમની આત્મકથામાં નર્મદ કે ગાંધીજીની સત્યસ્થાપ્તાને બદલે આત્મસ્થાપન માટેની કલાત્મક રજૂઆત છે, વાતાવરણને જીવંત બનાવવાનું કૌશલ છે અને સંવેદનાની ભીનાશને કેરળતાથી નિરૂપવાની કળા છે. એથી એ રસમય બની છે અને એમાં કોર આત્મપરીક્ષણ ન હોવા છતાં એમના આંતરજગતને પ્રગટ કરવામાં એ સફળ રહી છે.
, મુનશીનું સૌથી મહત્ત્વનું પ્રદાન નવલકથાના ક્ષેત્રે અને એમાંયે ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રે ગુજરાતની પહેલી એતિહાસિક નવલકથા કરણઘેલે” ઈ. ૧૮૬૬માં પ્રગટ થઈ હતી. “સરસ્વતીચંદ્ર' જેવી સત્ત્વશાળી સામાજિક નવલકથા અને મુનશી-બંનેને જન્મ એક જ વર્ષમાંછે. ૧૮૮૭માં. 'કરણઘેલ” પછી બે જ દાયકાને અંતે “સરસ્વતીચંદ્ર' જેવી મહાનવલ આપણને મળી હતી એને ઉદ્દેશ જ હતે. સર્જક-ચિંતક ગોવર્ધનરામનું ‘સત્ત્વ ઉત્તમ રીતે એમાં પ્રગટ થયું હતું અને એ નવલકથા ગુજરાતની નવલકથાઓને માનદંડ બની રહી. અઢી દાયકા પછી, મુનશી સામાજિક નવલકથા લઇને આવ્યા, પણ એ ઝાઝું ગજુ કાઢી શકી નહિ. વર્તમાનની વાસ્તવલક્ષી સામાજિક કૃતિઓ મુનશીના શકિતવિશેષને પૂરેપૂરી પ્રગટ કરી શકી નહિ અથવા કહો કે, એમાં એ ઝાઝા સફળ થયા નહિ. એટલે એમણે આપણા ભૂતકાળ તરફ દષ્ટિ દેડાવી આ રવપ્ન સેવી રંગદશી" સજ'કને પિતાના ખ્યાલ અને પિતાની વિભાવનાઓ ઉપસાવવા માટે ભૂતકાળની ભવ્યતા આલેખવાનું વિશેષ અનુકૂળ આવ્યું. એમની નજર એ ખજાના પર પડી અને એમણે એમના આત્મપ્રદેશમાં રમી રહેલી ભાવનાઓને ઔતિહાસિક નવલકથાઓમાં કંડારવા માંડી :
ઐતિહાસિક નવલકથાઓ અર્વાચીન મુનશીને ભૂતકાળમાં લઈ ગઈ અને પછી તે તેઓ દુરદુરના ભૂતકાળ-વેદપુરાણકાળના આર્યાવત'ના સમાજની ભવ્યતાને પણ આલેખવા માંડ્યા. . . અહીં નેધવું જોઇએ કે ઔતિહાસિક નવલકથાએ મુનશી પૂર્વે પણ લખાઈ હતી. પરંતુ પૈરાણિક નવલકથાને તે ન જ પ્રદેશ મુનશીએ ઉદ્ઘાટિત કર્યો; અને તાલીન પ્રજાનાં સંસ્કાર અને શૌયને, મુત્સદ્દીગીરી અને ધર્મભાવનાને ઉઠાવ આપે વસિષ્ઠ, વિશ્વામિત્ર, પરશુરામ, અગરત્ય,
પામુદ્રા અને કૃષ્ણ-મુનશીની કલમે તાદશ થયાં. આ સ્થાઓએ વાચકને પોતાના દેશ અને સંસ્કૃતિની ભવ્યતાનું દર્શન કરાવી એમનામાં સ્વત્વ પ્રગટાવવાનું લક્ષ્ય તાક્યું.
. ૧૯૧૬ થી . ૧૯૫૬ના ચાર દાયકાના દીધું સમયગાળા દરમ્યાન મુનશીએ ‘પાટણની પ્રભુતાથી “ભન પાદુકા’ સુધીની ઐતિહાસિક નવલકથાઓ સરજી. એમની સૌથી વધુ યદાયી કૃતિઓ પણ એ જ. અલબત્ત, પાછળથી કૃષ્ણાવતાર’ વિશેષ જોકપ્રિય બની, પણ એનું કારણ લોકહૃદયની ધર્મભાવનામાં પણ પડેલું છે. કૃષ્ણચરિત્રને નવલકથારૂપે આલેખીને, કૃષ્ણના વિવિધરંગી વ્યકિતત્વને કુશળતાથી ઉપસાવીને
વાચકના હૃદયમાં મહામાનવ કૃષ્ણને રમતા મૂકી ગુજરાતને જાણે કે કૃષ્ણનું ઘેલું લગાડયું તેમ છતાં, ગુજરાતી સાહિત્ય તે એમની ઐતિહાસિક નવલકથા – ત્રપીને જ જતનપૂર્વક જાળવી રાખશે. : નવલકથાકાર મુનશીએ પિતા વિશે કહ્યું છે : The principal features that I brought to Gujarat were an intersting story, dramatic situation and living character.'હા, મુનશીની પાત્ર નિરૂપવાની રીતિ અપૂર્વ છે. એમણે તિલાં અને ચિરકાળ સુધી વાચકના ચિત્તમાં જીવતાં રહી શકે એવાં પા આપ્યાં છે. જેમ રામાયણ-મહાભારત કે પુરાણનાં રામ-રાવણ. નળ-દમયંતી, સુદામો, ઓખા જેવાં પાત્રને બદલે એ ઉપરથી સર્જાયેલાં પ્રેમાનંદનાં પિતાનાં એ પાત્ર લેકહદયમાં વસ્યાં છે, તેમ મુનશીનાં કાક-મુંજાલ-કૃષ્ણદેવકીર્તિદેવ, મંજરી, રાણક જેવાં અનેક પાત્ર ગુજરાતી પ્રજાના હૃદયમાં જીવતાં છે. આ પાત્રાએ લોકહદયમાં ઇતિહાસ જીવતે કર્યો છે અને એને સહૃદયતાની કેળવણી આપી છે-એમાં કાલવ્યુ&મને દોષ છે તે ભલે, લેખકે એલેકઝાંડર ડયૂમાની અસર ઝીલી છે તે પણ ક્ષમ્ય અને એમાં અર્વાચીનતાને પગપેસારે થયો છે તે પણ ઉપેક્ષણીય પણ એ પાત્રો દ્વારા ગુજરાતને જે ધસમસતે સુસંકલિત કથારસ મળે અને એના વિવિધ વળેટમાં એ પાત્રો ચડતાં-પડતાં-પુરુષાર્થ કરતાં માનવહૃદયની જે ગરિમા પ્રગટાવે છે એ લેખકની કલાને અપ્રતિમ વિજય છે. મુનશીનાં એ પાત્ર ગુજરાતી પ્રજાનું જાણે 'કિમપિ દ્રવ્ય’ બની ગયાં છે. - આ પાત્રમાંનાં કેટલાકમાં આપણને મહાકાવ્યોચિત ઉન્નતતાનાં દર્શન થાય છે. “ગુજરાતનો નાથને મુંજાલ, ગુજરાતનો નાથ હેય કે ન હોય, એના હૃદયની ભવ્ય વેરાનતાનું મુનશીએ મહાકાચિત આલેખન કર્યું છે. એની વિચક્ષણ મુત્સદ્દીગીરી, બુદ્ધિપ્રભા અને શૂરવીરતાને ભૂલી શકાય તેમ નથી, પણ આનંદને અમૃતરસ ચાખવા ‘સ્મરણ સૃષ્ટિને અનુભવમાં પ્રવેશતા મુંજાલના રહે સાતા જીવનું જે ભવ્ય દર્શન મુનશીએ કરાવ્યું છે તેમાં અને એ પ્રકરણના છેલ્લા બે પરિદૃમાંના મુનશીના ભાષાકર્મમાંલેખકની ઊંચાઈ પ્રતીત થાય છે. કીર્તિદેવ પિતાને પુત્ર છે એની આકસ્મિક જાણ મુંજાલને થાય છે ત્યારે એ ધાર આંસુએ રડે છે. પણ એ પ્રસંગ કરતાં પણ વિશેષ મુંજાલની ‘હજારને રડાવનારી નિષ્ફર આંખમાંથી... સેમના મૃત્યુદશને આંસુનું એક ટીપું સરી પડે છે. એમાં તેમજ કતિદેવ અને કાકને એ વિદાય આપે છે એ પ્રસંગનિરૂપણમાં મુંજાલના સુકુમાર હદયનું માનવીય સંવેદન પ્રગટ થઈ જાય છે. આ માનવીય સંવેદનનું ઋજુ નિરૂપણ કરતી મુનશીની સજકતા પાત્રને નવું પરિમાણ આપી “મઠી ઊંચેરા બનાવે છે.
એવું જ પાત્ર છે કાકનું. અનેક સાહસે અને પરાક્રમોથી સહુને દિમૂઢ કરી દેતા કાક, ગુજરાતનો નાથ'ના અંત ભાગમાં રાખેંગાર રાણકદેવીનું હરણ કરી જાય છે ત્યારે એ બંનેને રોકીને પાટણપતિ સિદ્ધરાજ તરફની પિતાની વફાદારી દર્શાવે છે. મિત્ર તરીકે રાખેંગારને એકલા નાસી છૂટવા પિતાની ઘડી આપવાનું કહે છે એમાં એને મિત્રધર્મ પ્રગટ થાય છે. રાખેંગાર આવી રીતે પિતાને એકલા નાસી જવાની તક આપવાને બદલે પિતાને મારી નાખવા વિનવે છે