________________
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
પ્રભુતા” પ્રગટ થતાં જ ગુજરાતી સાહિત્યમાં નવી હવા સંચરતી થઈ અને પછી તે એ વાયુમંડલ બની. ગુજરાતી સાહિત્ય મુનશીથી પ્રભાવિત થયું. શ્રી વિજયરાય વૈદ્ય જેવા વિવેચકે, એને કારણે, નર્મદયુગ અને પંડિતયુગ પછી ગાંધીયુગ એવું નામાભિધાન કરવાને બદલે ગાંધીજીના નામ મેહનદાસ ઉપરથી અને એમાં મુનશીને નામ કનૈયાલાલમાંના કનેયાને પર્યાયવાચી શબ્દ “મેહન’ને અર્થ આવી જતું હોવાથી મેહનદાસ અને કનૈયાલાલ-બંનેને સમાવિષ્ટ કરતું મોહનયુગ” એવું નામાભિધાન કરેલું. આ ઉપરથી મુનશીને પ્રભાવ એ કાળે કેવો હતો એને અંદાજ આવે છે,
મુનશીના વ્યક્તિત્વનાં ધારાશાસ્ત્રી, વહીવટદાર, હૈદરાબાદ રાજ્યને એજન્ટ જનરલ, અનમંત્રી, રાજ્યપાલ, કુલપતિ, દેશભકત, મુત્સદ્દી, સંસ્કારપુરુષ - એવાં વિવિધ પાસાં જેમ ઉજજવલરૂપે પ્રગટ થયાં છે તેમ એમનામાંના સાહિત્યપુરુષનાં વિવિધ રૂપ પણ તેજવિતાથી અંકિત થયાં છે. એમનું સખત પરિશ્રમ અને પુરુષાર્થભર્યું જીવન એમને અનેક સિદ્ધિઓ તરફ દોરી જાય છે. એમની બુદ્ધિની તીષ્ણુતા અને એમના હૃદયની સુકુમારતા આપણને પ્રભાવિત કરે છે અને નવલકથા-નાટક જેવી કૃતિઓમાં પ્રગટ થતી એમની સજકતા આપણને આંજી દે છે. એમના વ્યક્તિત્વના વિવિધ નયનાકર્ષક રંગ આપણને પુલક્તિ કરે છે અને એની પાછળ પ્રકાશી રહેલે ભારતીય સંસ્કારોનેભારતીયતાને ઉજજવળ ધવલ રંગ આપણને પ્રસન્ન કરે છે. લાગે છે કે મુનશીને એ મૂળ વેત રંગ પ્રત્યે સારો પ્રેમ છે. | મુનશીમાં ભારતીય સંસ્કાર સાઘન્ત ધબકતા રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિ એમના જીવન સાથે વણાઈ ગયેલી લાગે છે, અને એનું ગૌરવગાન એમણે જીવનભર ગાયું છે. ગુજરાતની અસ્મિતા' એ પ્રયાગ એમના દ્વારા જ અવતારિત થયે. “ગુજરાત” માસિક દ્વારા ગુજરાતી સાહિત્ય અને સંરકારને વિકાસ – વિસ્તાર સાધવા એ તત્પર થયા હતા. છે. ૧૯૨૨માં ગુજરાતી સાહિત્ય સંસદની સ્થાપના કરી એનું મુખપત્ર “ગુજરાત” પ્રગટ કર્યું હતું. નરસિંહ – નમંદ જેવા કવિઓના સાહિત્યિક મહોત્સવનું એમણે આયોજન કર્યું હતું અને ગુજરાતને બીજી બધી સંસ્કૃતિઓમાં એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે સ્થાન આપવાની ઇચ્છા પણું પ્રગટ કરી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદનું સુકાન સંભાળી ગુજરાતી અસ્મિતા વિક્સાવવાનું નિમિત્ત બનવા ચાહ્યું હતું. એ પહેલાં અને પછી ગુજરાતમાં મનહર સાહિત્યિક આબોહવા એમણે જન્માવી હતી અને ગુજરાતને અનેકવિધ સાહિત્યપ્રવૃત્તિઓથી એમણે ધમધમતું કર્યું હતું. ગુજરાતી સાહિત્યનો સુરેખ નમૂનેદાર ઇતિહાસ અંગ્રેજીમાં લખીને ગુજરાતી સાહિત્યનો પરિચય અને આસ્વાદ બિનગુજરાતીભાષીઓને એમણે અસરકારકતાથી કરાવ્યું હતું. ગુજરાતના સામાજિક-સાંસ્કૃતિક જીવનની, એની ક્લાદ્રષ્ટિની કીર્તિગાથા પણ એ જ રીતે એમણે ગાઈ હતી. સોમનાથના મદિરના પુનરુદ્ધારનું એમનું સ્વન પણ એમણે ભારે પુરુષાર્થ કરી, મૂર્તિમંત કરાવી શકયા હતા અને આ સુદી માળાના મેરની જેમ ‘ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરીને એમણે એમના આંતરદ્રવ્યની મનોરમ પ્રતીતિ કરાવી. આ ભાર્ગવ-ગૂજર– ભારતવાસીએ ગુજરાતની
મઢુલી પણ સજાવી અને ભારતને પ્રાસાદ પણ ચ. એ મુંજાલ પણ રહ્યા અને કીતિદેવ પણ બન્યા. પિતાની નવલકથાઓમાં એમણે લાટની તેમજ ગુજરાતની અસ્મિતા પણ ગાઇ અને ભારતના વ્યકિતત્વમાં એને સમન્વિત કરવાનું સ્વપ્ન પણ આલેખ્યું, અને એ દ્વારા ભારતની સાંસ્કૃતિક એકતાને એમણે પુરસ્કારી. ગઈકાલને સાચવીને એનું યશગાન પણ કર્યું અને આવતી કાલની ઉજજવલતા પણ ઉપસાવી.
ભારતીય સંસ્કાર અને સંસ્કૃત વિદ્યાના આ પરમચારકે ભારતીય વિદ્યા અને સંસ્કૃતિ પ્રત્યેને એમને સાચે હૃદયરંગ પ્રગટ કર્યો છે. મુનશી-દંપતી સંગીતકલાનું ચાહક. લીલાવતી મુનશીની હારમોનિયમ ઉપર આંગળીઓ ફરતી અને મુનશી મૃદંગ પર થોપી મારી તાલ આપતા એનું ઘણાંને સ્મરણ હશે. ભારતીય વિદ્યાભવન દ્વારા ભારતના ચૈતન્યને ભારતની રગેરગમાં વહેતું રાખવાનું એમનું સ્વપ્ન તેઓ સિદ્ધ કરી શક્યા. સાહિત્ય-કૃતિઓમાં જેમ એમનું અક્ષરચતન્ય વહ્યું છે તેમ ભારતીય વિદ્યાભવનમાં એમનું ભાવનામધુ સંચિત થયું છે.
કનૈયાલાલ મુનશી ગુજરાતી સાહિત્યનું એક ઉજજવલ નામ છે. એમની સાહિત્યસેવા વૈવિધ્યવંતી અને સત્વશાળી છે. કાવ્ય સિવાયનાં લગભગ બધાં જ સાહિત્યસ્વરૂપમાં એમની કલમ લીલયા વિચરી છે અને એ સર્વને એમણે પિતાની મુદ્રાથી અંક્તિ કર્યા છે. નવલિકા-લેખનથી એમણે આરંભ કરે. શામળદાસને વિવાહ’ જેવી વાર્તાઓ દ્વારા આરંભકાળની ગુજરાતી ટૂંકી વાર્તાનું એમણે ધડતર કર્યું. પરંતુ ટૂંકી વાર્તાનું ફ્લેક એમને નાનું પડ્યું. મુનશીએ પિતાની સજનકલાને ત્રણ પ્રકારમાં વહેંચી છે. પોતે અનુભવેલાં દુઃખસુખની અભિવ્યકિત મારી કમલા' (૧૯૧૨)ની વાર્તાઓથી આરંભાઇ. અને સામાજિક નવલકથાઓ “વેરની વસુલાત' (૧૯૧૩) “મને વાંક ?” (૧૯૧૫) જેવીમાં એ વિસ્તરી. સામાજિક નવલકથાએમાં તનમન જેવાં પાત્રોએ આકર્ષણ પણ જમાવ્યું. કથનકલાની કુશળતાથી એ લોકપ્રિય પણ બની. ત્યારબાદ તત્કાલીન યુવાનની મદશાને ચિતાર આપતી 'રવપ્નદ્રષ્ટા અને તત્કાલીન રાજદ્વારી પ્રવૃત્તિઓને નિરૂપતી 'તપસ્વિની’ ભાવનાને સંસ્પર્શ પામીને આવી.
સજનકલાના બીજા પ્રકારમાં એમણે પહેલાં સ્વાનુભવને કલ્પનામાં સંધર્યો અને પછી એને મૂર્તિમંત કરતી કાલ્પનિક
વ્યક્તિ કે પ્રસંગને અવલંબી સર્જન કર્યું. 'પાટણની પ્રભુતા” (૧૯૧૬) જેવી તિહાસિક નવલકથાઓમાં આ પદ્ધતિ એમણે સ્વીકારી. ત્રીજા પ્રકારમાં એમણે વણઅનુભવેલી મશાને ઘટાવી, તેને કાલ્પનિક સ્વાનુભવ કરી, તેના પર મુખ્ય પાત્રો અને પ્રસંગોની રચના કરી. ભગવાન કૌટિલ્ય' (૧૯૨૩)થી આરંભાયેલી આ પદ્ધતિ જય સેમિનાથ (૧૯૪૦માં પ્રબળતા પામતી દેખાય છે. નવલકથાલેખનની સમાન્તરે એમણે સામાજિક – ઔતિહાસિક - પરાણિક નાટક લખ્યાં; સામાજિક નાટકમાં એમને વિનોદી અંશ, સમાજની પિકળતા પરના જોરદાર પ્રહાર-કટાક્ષ પ્રગટ થયાં અને પૌરાણિક નાટકમાં પુરાણકાળનાં સગર-સુવર્ણ–દેવયાની વસિષ્ઠ-અરુંધતી જેવાં પ્રતાપી પાડ્યાના ઊછળતા ઊર્મિઓધ. ઉત્કટ નાટયક્ષણેને ઝીલી લઈને, એમાંના સંધર્ષને સબળ સંવાદકલા અને અભિનયક્ષમતાથી, કેવળ ગદ્યમાં જ એમણે રજૂ