SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫-૮૯ તા. ૧૬-પ-૮૯ સાંભળીએ ત્યારે તુંબડીમાં કાંકરા ખખડતા લાગે. કાન્તની કવિતા સાંભળીએ ત્યારે સરસ્વતીની વીણાને ઝંકાર સંભળાય. એક ખંડકાવ્યમાં ‘કાન્ત' કહે છે : | સરિતાનાં જળ કષ્ણુ જરા થયાં કિરણ સૂર્ય, તણાં શિખરે ગયાં. . ‘કાન્ત’નું ‘સાગર અને શશી” કાવ્ય શબ્દાલંકારને ઉત્તમ નમૂનો છે. સાગરમાં. જેમ ભરતી ચડી છે તેમ ‘કાન્ત’ની સજનશક્તિને પણ તેમાં ભરતી ચડી છે. જલધિજલ દલ ઉપર દામિની દમકતી યામિની વ્યામસર માંહી સરતી કામિની કેકિલા કેલિજન કરે છે સાગરે ભાસતી ભવ્ય , ભરતી.. . | દામોદર ખુશાલદાસ બોટાદકર બેટાદની પ્રાથમિક શાળાના ગુજરાતી માસ્તર, તેમના મરણ વખતે તેમને પગાર બાવીસ રૂપિયાનો હતો. આવી ગરીબી છતાં તેઓ મસ્ત કવિ હતા. તેમણે આખે સંસ્કૃતઃ અમરકેશ કંઠસ્થ કરે. તેથી તેમની કવિતામાં સંસ્કૃત શબ્દનું કાચુયું છે. કુટુંબજીવનના અને લોકજીવનના કવિ તે મેધાણી. પણ હતા, પણ તેમણે સંસ્કૃતની ભક્તિ કરી ન હતી. બેટાદકરના રસમાં ‘તાલકૃતલાલિમ લસિતકરતલવતી' તથા 'કટિભાગ વિરાજિત બાલવતી’ જેવાં જડબાતોડ સમાસે આવે છે. પરંતુ તેમાંય અપવાદ છે. એભલવાળે ખંડકાવ્યમાં કહે છે :-' , , , ને વારિને વસુમતી અવકાશ આપે • ના સંધરે જલનિધિ ઉરમાં લગાર; 1 * મુંઝાઇ બે સદનના અતિથિ સરીખું " જ્યાં જ્યાં પડ્યું સલિલ ત્યાં બની શાંત સૂતું * સર્વત્ર હા ! સલિલ માત્ર જણાય કાળું ; કૂબાવતું જગતને પથને પડેલું; પંથાવધ કરતા મહિં બેટ જેવાં આ ડેક્તાં અહિતહિં તરુઓ ઊભેલાં. ઓગણીસમી સદીમાં પંચમહાલમાં ગોધરામાં એક અરજણભગત થઈ ગયા, તેમની ખ્યાતિ ફેલાતાં મુંબઈના શેઠિયાઓ તેમના દરશને આવતા મહાદેવભાઈ દેસાઈએ તેમનાં કાવ્ય સંગ્રહ “અજુનવાણીનામે કર્યો છે. વકીલ ગાંધીવાદી પત્રકાર અભણ ભગતનાં કાવ્યનું સંશોધન કરે છે. અર ભગત સંસારને સાગર ગણતાં ગાય છેભરઃ દરિયાકે તરિયા ન જાવે, અખૂટ ભર્યો માંય ખારે. અથાગ જલ અંત ન આવે, નહિ હે આરે કિનારે મહાસાગરમાં મીનમ9 મેટાં, મગર કરે ધમકારે રે ઘડી પલકમાં પંડકું ખવે, સતગુરુ મેરા ઉગારે રે " કુમારે માસિક ઈ. સ. ૧૯૨૨ માં શરૂ થયું ત્યારથી તેમાં ત્રિભુવન વ્યાસની કાવ્યરચના કેટલાક વખત સુધી પ્રકટ ચતી રહી. તેઓ ગાંધીવાદી હે ‘નવજીવનમાં કામ કરતા હતા. પાછળથી તેઓ રાજકોટની શાળામાં આચાર્ય થયેલા. અમરેલીના વતની હોઇ તેઓ ગીરના જંગલના જાણકાર હતા, “ગીરનાં જંગલ’ નામે કાવયમાં તેઓ તેને આમ વર્ણવે છે : ઊતાવળી ને ઊંડી નદિયું, સઘન ઘટાથી છાઈ રહે, 'કાળાં ભમર પણ એનાં, ધસતાં ધમધોકાર વહે, બુકમાં, તરુવર તીરતણાં, જે ગોજ જંગલ ગીર તણાં, અજબ ખંજરી બજે ભયાનક, પ્રચંડ ધોધ પછાડ તણી, ઝીલે તેના પડદાએ, પ્રજા અડીખમ પહાડ તણું, ભીષણ સુર સમીતણા, જો ગાજે જગત ગીર તણું. જૂની કવિતામાં પ્રેમાનંદને અને અર્વાચીન કવિતામાં ન્હાનાલાલને ઘડીને વિધાતાએ હાથ ધોઈ નાખ્યા, કારણ કે તેમના સમાન કવિએ થેડી સદીઓ સુધી જન્મે એ વિધાતાને મંજુર ન હતું. અદ્યતન કવિઓ માને છે કે છંદમાં લખવું તે કુછંદ છે, તેમને છંદ સ્વચ્છેદ છે. પરંતુ અદ્યતન કવિઓના આદિ આચાર્ય મહાકવિ ન્હાનાલાલ છે. તેમણે અંગ્રેજી બેંક વસ” ઉપરથી “ડોલનશૈલી” નામે એક લેખનપદ્ધતિ વિકસાવી મસ્કરા લેકને લાગ્યું કે આ શૈલીમાં નથી ગર્વ કે નથી પઘ. તેથી તેમણે તેનું નકારાત્મક નામકરણ કર્યું અપદ્યાગદ્ય' કવિ કહે છે : સન્મુખ સાગર લહરતા જાણે આકાશ જ ઉતારી પાથયું, જલ ઉપર કિરણ રમતાં, રૂપાની રેખાઓ દેરતાં, હસી હસી- મીટ મટમટાવતાં, ને ઊંડી ઊંડી જતાં રહેતાં. સાગરને વિશાલ પલવટ મધ્યાહનમાં પલપલતો હતે. આઘા સાગર ઉપરથી શિતલ અનિલ અવતા. યૌવના શું વિચારતી ? જલના રગ આલેચતી ? સાગરનાં તીર નિહાળતી ? અસીમ જલરેખાએ વીંધી વીંધી * સામા પાર સંગમ શેધતી ? સાગર તેડે હાથ પસારી નાવડી નાચે નૌતમ મારી, ધીરા પ્રેમળ તને . નાવ મેં મેલી સાગર મેળે, તારા અભયદાને સાગર ગાંડે ઊછળી ઉછળી, ભેટવા મને આવે પાતાળ કેરાં પારસમતી ગુથી હારલા લાવે હોલી કાપે માઝાર પાણ, પાંપણ મારી પ્રેમભીંજાણી વડવાનલે ભભકી મીઠાં, સાગરસેણલાં તેડ્યાં સુકાન છેડી, લંગર તેડી, સઢ ચડાવી સાતેય છેડી નાવડી જાણે અરબ ઘેડી, રૌદ્ર જનતાને ખેળલે તારે ખેલવા મેલી, નાવડી અભયદાને સૂકાં તળાવે માર્ગ સૂકાં સવારે સૂકાં કદમદળ, સૂકે એ વાયરો નાનું તળાવ મારું પાણીડાં છલકે ભીને પવન કમળ, આછેરી મકે વાદળી ઉતરી રે કાન, મારે તળાવ આ એક અહીં આ ઝીણું ઝરણું કે વનપરીનું ભમતું ચરણું
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy