________________
પ્રશુદ્ધ જીવન
વ્યાસાચ્છિષ્ટમ્ જગત્સવ મ્
ચ'દુલાલ સેલારકા
એક રવિવારની સાંજે, ટી. વી. પર દર્શાવાઈ રહેલી હિન્દી ફિલ્મ અમે જોઈ રહ્યાં હતાં. ફિલ્મનુ નામ યાદ નથી રહ્યું. ફિલ્મ બહુ પ્રસિદ્ધિ પામેલી પણ નહાતી. છુટ્ટા થઈ ગયેલાં પતિ પનીની વાત હતી. તેમની, હવે ઉ ંમરલાયક થઈ રહેલી પુત્રી, જે માતા સાથે રહેતી હતી, તેને પિતાને મળવાની ઝંખના થાય છે. અને માતાની ઇચ્છા વિરુદ્ધ અને તેનાથી છૂપી છૂપી તે પિતાને શેાધવા નીકળે છે. આવી કબ્રુક વાંત આગળ ચાલી રહી હતી. વિષય તરીકે મને રસ પડયા હતા. કલાકારો નવા હતા છતાં વિષયને વિકાસ ક્રમ થાય છે તેનુ કુતૂહલ હતું તેથી ટી. વી. સામે ખેસી રહ્યો હતેા.
વચ્ચે, ‘ખાતમ્યા’–મરાઠી સમાચારને સમય આવ્યા ત્યારે ટેલિફોનની ધંટડી રણકી. મેં રિસીવર ઉપાડયુ અને ‘ ૢલ્લા’ કહ્યું :
‘મારું નામ જય’તીલાલ...ચંદુભાઈ, તમે અત્યારે ટી. વી. પર દેખાડાઇ રહેલી ફિલ્મ જુએ છે?’ સામે છેડેથી પ્રશ્ન થયા. હા.' મેં કહ્યું.
મેં ફિલ્મના પ્રારંભ નથી જોયા, ટી. વી. ચાલુ કરવામાં મેડા પડયા તેથી તેના–ફિલ્મની વાર્તા-લેખકનું નામ જાણી શકયા નથી. પણ આ ફિલ્મ તમારી નવલકથા-‘આપણી વચ્ચે દરિયા’ ઉપરથી તમે લખી છે ?'
'ના, ના. આ ફિલ્મના લેખક કાડ઼ અન્ય જ છે. મે' તેની વાર્તા નથી લખી.' મેં આશ્ચયથી કહ્યુ.
‘પણ આ ફિલ્મની વાર્તા તમારી નવલકથા ઉપરથી જ લીધી હોય તેવુ અમને લાગે છે. કદાચ તમારી સ`મતિ વગર, જાણુ વગર તેઓએ ‘પ્લેટ’ની ઉઠાંતરી કે અનુકરણ કર્યુ હાય !' શ્રી જયંતીલાલભાઈએ મારા પ્રત્યેની સદ્ભાવનાને કારણે કહ્યુ .
મેં કહ્યું: ‘આ ફિલ્મની કથાનાં મુખ્ય પાત્રોને ખેઝ’– બાંધણી કદાચ મારી નવલકથાનાં પાત્રને આધારે કરી હોય. તાપણુ તેના પ્રસંગે અને કથાવિકાસ જુદી રીતે થાય છે અને હજુ તેને અંત પણ જોવાના બાકી છે તેથી તેમણે મારી નવલકથા પરથી આ ફિલ્મકથા લખી હોય તેમ માની ન શકાય. તમારા સદ્ભાવ બદલ આભારી છું. તમે મારી નવલકથા યાદ રાખીને મારુ ધ્યાન દોરવા ફાન કર્યાં તે પણ તમારી સજ્જતા અને સજ્જનતા છે.'
સાહિત્યસર્જનનુ ક્ષેત્ર હવે અત્યંત વિસ્તૃત અની ગયું છે. જ્યાં સુધી સાહિત્યકૃતિઓ છપાયેલા શબ્દોમાં સીમિત હતી ત્યાં સુધી તે નિશ્ચિત અને મર્યાદિત વાચકવગ સુધી પહોંચતી. હવે તે સાહિત્યકૃતિઓ ફિલ્મને પડદે શિડયાની ‘વાણી' ઉપર અને ટી. વી.ના ખેાક્ષમાંથી ઉભરાઈ રહી છે. સેંકડા નહિ પણ · હજાર કવિ-લેખકા સાહિત્યસર્જન કરી રહ્યા છે. પુરતકરૂપે ક દૈનિક સાપ્તાહિક સામયિકામાં પણ અઢળક કૃતિએ પ્રગટ થ રહી છે, અનેક ભાષાઓમાં કામ થઈ રહ્યું છે, દેશનાં વિવિધભાષી રાજ્યામાં અને પરદેશામાં અસખ્ય ભાષાઓમાં. આમાં
તા. ૧૬-૪-૮૮
અકસ્માત પે ક્યાંક, કયારેક ખે કૃતિઓ વચ્ચે ધણું મોટુ સામ્ય જોવામાં આવે તે ‘અપહરણ’ના કે ‘અનુકરણ”ના આક્ષેપ કરી દેવે તે કેટલે 'શે વાજબી ગણાશે? નિષ્ઠાપૂવ ક સાહિત્ય - સાધના કરતા સાને તેથી અન્યાય થવાના સભવ નથી ?
ટી. વી. ઉપર કેટલાક મહિના પહેલાં, એક ગુજરાતી લેખકની વાર્તા પરથી ‘એપીસેડ' – ટી. વી. રૂપાંતર- આવેલુ - તેમાં, ત્યારે સામા માણુસના મનની વાત સંભળાય–સમજાય તેવો ‘જાદુઈ અનુભવ’ થતા. એ‘જાદુઇ ચશ્માં' હતાં. સામા માણુસના, અંજારમાંથી જૂના ચશ્માં ખરીદનાર વ્યકિતને એ ચશ્માં પહેરે સાથે વસતા સ્વજનના મનની ગેપિત વાતા આપને સાંભ ળતા નથી, જાણુતા નથી ત્યાં સુધી જ સારું' છે, ત્યાં સુધી જ જીવનમાં અને જગતમાં શાંતિ છે. નહિ તે ભડકા થઈ ઊઠે તે આ સંસાર અને માણુસનાં મન છે, એવી વાત હતી તે જોતાં મને વર્ષો પહેલાં પ્રસિદ્ધ હાસ્યલેખક અને નાટયલેખક શ્રી તારક મહેતાએ લખેલ અને અમારી નાટય સંસ્થા ‘રંગમંચ' (ઘાટાપર) એ ભજવેલુ નાટક - ‘દુનિયાને ઊંધા ચશ્મા' યાદ આવી ગયું. તેમાં પણ આ જ વિષય અથવા ટેકનિક’ લીધી છે. ધરના જૂના રસયે જૂના સામાન" વાળાને ત્યાંથી જૂના ચશ્મા લાવે છે અને એ જ્યારે પહેરે છે ત્યારે તેને ખીજા બધાનાં મનમાં ચાલતી વાતે જાણવા મળે છે. એ ટકને તે વખતના મહારાષ્ટ્ર-રાજ્ય નાટયાત્સવમાં પ્રથમ પારિતોષિક પશુ મળેલુ. હવે આને શું કહેવું ?
ટી. વી. પર પોતાની વાર્તા આપનાર એ ગુજરાતી લેખક શ્રી તારકભાજીનુ નાટક કદાચ જોયું પણ નહિ હોય, વાંચ્યુ પશુ નહિ હાય. એ એમના સ્વતંત્ર તુકા–કલ્પના, ‘ટેકનિક જે કહા તે હાય. પણ એક ખીજી શકયતા છે.
વર્ષો પહેલાં જ્યારે શ્રી તારકભાજીના એ નાટકને રજૂ કરવામાં આવ્યું ત્યારે કાઈ નથવિવેચક એવા આક્ષેપ કરેલા કે એ કાઇ-પાશ્ચાત્ય-નાટકનું અનુકરણ' કે ‘અપહરણ’ છે. (અન્ડર ધ આર્મ્સટ્રી) કે એવુ કઈ અંગ્રેજી નાટકનુ નામ પણ તેમણે એટલે કે વિવેચકે જાવેલું. તેની ક ટેકનિક શ્રી તારકભાઈએ ઉપાડી છે તેવા આક્ષેપ હતા. આપણે અત્રે તેની ચર્ચામાં નથી ઊતરતા. મારે એટલુ કહેવું છે કે કદાચ એ અંગ્રેજ કૈં અમેરિકન - લેખકના મનમાં નાટકની જેવી તરકીબ કે વિષય સૂઝ્યા તેવા શ્રી તારક ભાઇના મનમાં ક્રમ ન ઊગ્યા હોય? અને ધારો કે માત્ર એક વિચાર માત્ર લીધા–તો તેને ઉડ્ડાંતરી ગણવી ? અને લેખક પર ટીકા નિ'દાની ઝડી વરસાવવી? એ અનુસર્જન કહેવાતુ હાય તા લેખકને એ વિચાર ઉપર કેટલું બધું કાય પેાતાની રીતે કરવુ પડયું હોય? અને એ અંગ્રેજી નાટકના વિચાર ત્યાર પછી બીજા લેખકે ઉપયોગમાં લીધે હોય અને ટી. વી. પર પેલું રૂપાંતર રજૂ થયું હોય ! તે શકય છે !
થાડા વખત પહેલાં, એક જૈન મુનિશ્રીએ, એમના એક લેખની ગુજરાતીના એક પ્રસિદ્ધ સાહિત્યકાર ઉઠ્ઠાંતરી કરી