________________
ૐ
પ્રબુદ્ધ જીવન
આ નાનકડા દેશની અપેક્ષાએ ઘણા કપાવનારા છે.
કેટલાય
આ ઉપરાંત ત્રીસ લાખથી વધુ અફધાન નિરાશ્રિત પાકિસ્તાનમાં ભરાયા છે. વળી ઇરાનમાં પણ અફધાન નિરાશ્રિતા ઘૂસેલા છે. એટલે પાકિતાન માટે સરહદ પર સેવિયેત સૈનિકા હોય એ ગભીર સમસ્યાની સાથે સાથે અધાન નિરાશ્રિતોની સમસ્યા પણ ઘણી મોટી છે. આવી સમસ્યાઓને આર્થિક ભાર પણ જેવાતેવા હોતા નથી.
અમેરિકાને અહ્વાનની સમસ્યામાં માનવભાગ કશાય આપવો પડયો નથી, પરતુ પાકિસ્તાન દ્વારા સેવિયેત યુનિયનની ઘુસણખારી પ્રત્યે પ્રતિકાર કરવાને માટે આર્થિક ભાગ ધણા મોટા આપવા પડયા છે કુંકત ગયા એક વર્ષ દરમિયાન છ અબજ અને ત્રીસ કરોડ ડૉલરની શસ્ત્રસહાય અમેરિકાએ પાકિસ્તાન દ્વારા અધાન બળવાખારેએ પૂરી પાડી છે. . અગાઉ પણ પ્રતિવર્ષ અબજો ડૉલરની શસ્ત્રસહાય અહ્લાન બળવાખાને અપાઈ છે. અાનિસ્તાન ગેરીલાઓ માટે આટલાં બધાં શસ્ત્રો આવે તે એ તે રૃખીતું છે કે માનવસંહાર ધણા મોટા પ્રમાણમાં થયા કરે. પરંતુ હવે અમેરિકા પણ આર્થિક શસ્ત્રસહાય કરવામાં થાકવા લાગ્યુ છે. એટલે સમાધાનની કાઇ શકયતા હોય તે તે સ્વીકારવા તે કેટલાક સમયથી ઉત્સુક અન્યું હતું.
સામાન્ય રીતે સોવિયેત યુનિયને એક વખત ભૌગોલિક સત્તા જમાવ્યા પછી કયાંયથી પીછેહઠ કરી નથી. પરંતુ અાનિ તાનના એનો અનુભવ વિપરીત પુરવાર થયા છે. આમ જોવા જઇએ તેા સેવિયેત યુનિયન, અમેરિકા, પાકિ સ્તાન અને અફધાનિસ્તાન એ ચારે દેશ આ સમસ્યાથી ખૂબ થાકયા છે. (બિચારા ઇરાનની તો વાત જ શી? એ અક્ષાન નિરાશ્રિતને સ ંભાળે કે રાક સાથેના પોતાના યુદ્ધને સભાળે?)
તા. ૧૬-૪ ૮૯
જૂની દુશ્મનાવટને કારણે ગેરીલા બળવાખોરી અને સત્તાધારી દળે વચ્ચે ભારે રકતપાત થયા વિના રહે નહિ. સમગ્ર સત્તા પેાતાના હાથમાં લેવા માટે જુદાં જુદાં પરિબળ કામ કરવા લાગશે. સેર્વિયેત યુનિયનની પૂતળા સરકાર નહિ પરંતુ સવના પ્રતિનિધિત્વવાળી લેાકશાહી સરકાર સ્થાપવાનો સિદ્ધાંત દેખાવમાં સારા છે; પર ંતુ વ્યવહારમાં એ કેટલે અમલીખની શકશે તે માટે પ્રશ્ન છે. વળી સેવિયેત યુનિયન પોતાની સરહદે અડીને આવેલા વાખાન વિસ્તાર ઉપર પેાતાનુ લશ્કરી વસ્વ ધરાવવાનું ચાલુ રાખશે. ત્યાં જરા પણ જોખમ જણાતાં સેવિયેત યુનિયન ફરીથી અધાનિસ્તાનમાં પોતાનુ લશ્કરી વ`સ્વ સ્થાપવા માટે પ્રવેશ કરે તેા નવાઈ નહિ.
આ પરિસ્થિતિમાં ચાયે સત્તા વચ્ચે સુલેહ માટે જો કાએ યશસ્વી કામગીરી બજાવી હોય તે તે યુનાઇટેડ નેશન્સના અન્ડર સેક્રે ટરી જનરલ ડીએગેા કારવેશે. એમણે જીનિવા, કાબુલ, ન્યુયા, મારા અને રાવલપિ'ડીની અનેકવાર વિમાન – સફર · કરીને અને ડહાપણ, દુર ંદેશી સાથે તથા ચતુરાઈપૂર્વક અથાગ પ્રયત્ને કરીને સમાધાનના મ કાઢયા છે. એ અનુસાર સેર્વિયેત યુનિયન ક્રમેક્રમે નવ મહિનામાં અઘાનિસ્તાનમાંથી પોતાની લગભગ સવા લાખ સૈનિકાની સેના ખસેડી લેશે. અને તેમાંની અડધી સેના તે ત્રણ મહિનામાં જ ખસેડી લેશે. જો કે એમ કરવામાં અમેરિકા અને પાકિસ્તાન જો ધાન મુઝાહિદને શસ્ત્રસહાય કરવાનું ચાલુ રાખે તે પરિસ્થિતિ અમેરિકાને પક્ષે ટાઈ જાય. એટલે છેવટે અમેરિકાને પણ પાતાની શસ્ત્રસહાય પ્રમાંણસર ઘટાડતા જવાના સિદ્ધાંન સ્વીકાર પડયા છે. સેર્વિયેત યુનિયનના એ આગ્રહ હતા, કારણ કે તેમ ન થાય તા સેવિયેત યુનિયન ખસી ગયા પછી અમેરિકા અધાનિસ્તાન ઉપર પોતાનુ વચ'સ્વ જમાવી ખેસે અને સર્વિયેત સરહદ સુધી પોતાનાં લશ્કરી થાણાં અધાનિસ્તાનમાં સ્થાપી શકે.
જો કે સેવિયેત યુનિયન આપણે ધારીએ એવું કાચુ નથી. આવી મોટી મહાસત્તાને જરાપણ ગલતમાં રહેવાનુ પાસાય નહિ. પોતાની સેના પાછી ખેંચાયા પછી અફધાનિસ્તાનની પરિસ્થિતિ કેવી થશે તે કહેવુ મુશ્કેલ છે, કારણ કે એથી તરત શાંતિ સ્થપાશે જ, એવું એકદમ માની શકાય નહિ. વર્ષોથી ચાલતી
વંળી, રાજરમતા કેવી ભયંકર હોય છે ! આ સુલેહની વાત છેલ્લા તબકકામાં આવતાં અમેરિકાએ બાર મહિના ચાલે એટલાં શસ્ત્રો બળવાખેારાને આપી દીધાં છે. તે સવિયેત યુનિયને પણ સેકા ટ્રકા ભરીને શસ્ત્રો નજીબુલ્લાની સરકારને પહોંચાડી દીધાં છે. એટલે જો કરારના અમલ થાય તો પણ અફધાનિસ્તાનની પરિસ્થિતિ થાળે પડતાં બાર મહિના તેા લાગશે.
શાંતિથી, પ્રેમથી, સહકારથી સુખમય જીવન જીવતી નાનકડા દેશની પ્રજાને મહાસત્તાઓ પોતાના લશ્કરી સ્વાર્થ માટે કેવી માંહોમાંહે લડાવી મારે છે અને પ્રજાને પાયમાલ અને ખેદાનમેદાન કરી નાખવા સાથે પરસ્પર કાયમી દુશ્મનાવટનાં ખીજ કેટલાં ઊંડા રોપી દે છે તે કારિયા વિયેટનામની જેમ અફઘાનિસ્તાનમાં પણ આપણને જોવા મળે છે.
• પાર્ વગરની લશ્કરી તાકાત ધરાવતી મહાસત્તાઓને ભગવાન સદ્ગુદ્ધિ આપે અને નિર્દોષ માણસોને સહાર અટકે એ જ પ્રાથના કરવી રહી!
રમણલાલ ચી. શાહ
સત્સંગ એક સવારને (આર્થિક સહયોગ : શ્રી કિશાર લક્ષ્મીચ'દ વેરા) • અપૂર્વ અવસર ’
વ્યાખ્યાતા : ।. રમણલાલ ચી. શાહુ ભક્તિ સંગીત : કુ. ઈન્દુબહેન ધાનક
સ્થળ : ભારતીય વિદ્યા ભવન, ચોપાટી, મુખ!-૪૦૦૦૦૭ સમય : રવિવાર, તા. ૮-૫-૧૯૮૮
સવારના ૧૦–૦૦ કલાકે
સાથે પધારવા પ્રેમભયુ" નિમ ત્રણ
મુદ્રણ દાષ
પ્રબુદ્ધ જીવન'ના ગતાંક (તા. ૧-૪-’૮૮)માં પૃષ્ઠ—૨ ઉપર નીચે પ્રમાણે છપાયુ છે, જેમાં મુદ્રણ રાખ છે :
મત્રીએ
‘ભગવાન મહાવીર પાતે ક્ષત્રિય હતા. તેમના ગણધરો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો પણ હતા.'
આ વાકયે. સુધારીને નીચે પ્રમાણે વાંચવા વિન'તી. - ભગવાન મહાવીર પોતે ક્ષત્રિય હતા. તેમના ગણુધરા બ્રાહ્મણ હતા અને એમના શિષ્યામાં વૈશ્યા અને શુદ્રો
પણ હતા.’
મુદ્રણ દોષ માટે ક્ષમા યાચીએ છીએ.