SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૩-૮૮ અને ૧-૪ ૮૮ પ્રબુદ્ધ જીવન તે દ્રવ કાળન) એ ભવન નિમિતે આનંદ ઉપગ પણ જે પદાર્થને વિચાર કરે તે પ્રમાણે પરિણમે છે અને તે પ્રમાણે કર્મબંધ થાય છે. આમ વિજાતીય એવા પર – પદાર્થ સાથે ઉપયોગ બદ્ધસંબંધે ક્ષીરનીરની જેમ પરિણમે છે. તે સજાતીય અને રવરૂપ એક એવા અરિહંતસિદ્ધ પરમાત્મામાં ઉપગથી પરિણમશું તે આપણે ઉપયોગ પણ વીતરાગ-નિર્વિકલ્પ-અવિનાશી એવા કેવળજ્ઞાનમાં પરિણમશે. છેવટે જે કેવળજ્ઞાન ન થાય તે દેવ મનુષ્ય ગતિ અપાવે અને અરિહંત-સિદ્ધપદના સ્વરૂપપદની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરાવી આપવા તક આપે છે. ઉપગને નિયમ: કોઈ પણ પરપદાર્થમાં ઉપગ તન્મય થાય એટલે તે રૂપે ઉપગ પરિણમે છે. તે સજાતીય અને સ્વરૂપ–કય એવા અરિહંત-સિદ્ધપદમાં ઉપયોગથી પરિણમવું તે મોક્ષમાર્ગની અનન્યસાધના છે. ઉપયોગ અનાદિકાળથી લક્ષણ રૂપે છે અને ઉપયોગમાંથી - અશુદ્ધિ નીકળી જાય એટલે ઉપયોગ શુદ્ધ રહે છે. . અરિહંતપદની સેવા કરવી એટલે રવદોષદર્શન કરી કરીને દોષરહિત થવા ઉદ્યમી બનવું. અરિહંતપદની ધમ. સાધના સાથે સાથે જરૂર કરવાની છે. આવરણ હઠે છે : (i, હું સચિદાનંદ સ્વરૂપે છું તે વિધેયાત્મક જ્ઞાન-ધ્યાન છે. (i) જાતીય- કય અને રવરૂપ–કય એવા અરિહંત સિદ્ધના જ્ઞાન-થાનથી આવરણો હઠે છે. ગુરુજન પરત્વે વિનય-વૈયાવચ્ચ-નમ્રતા–દીનતાથી તેમના ગુણ સાથે અભેદ થવાય છે-એટલે આપણા તે ગુણેને આવિર્ભાવ થાય છે. પશ્ચાતાપથી દેને ભેદ (ખંડન) થાય છે અને ગુણ નિરાવરણ બને છે. ' આત્મજ્ઞાન ત્યાં મુનિપણું શ્રીમદે મૂકેલ છે. કારણું જ્ઞાન એ મૌનતત્ત્વ છે. વચનાગ એ જ્ઞાનતત્વને આધાર લઇને બહાર નીકળે છે. પરંતુ વચનગ એ જ્ઞાનતત્વ નથી. જ્ઞાન એ બેલતત્ત્વ નથી. જો તેમ હોત તે સિદ્ધભગવંત પણ બેલતા હતા. મુનિપણું એટલે મૌન અવસ્થા. જ્ઞાનવરૂપમાં સ્થિત થવુ, નિર્વિકલ્પતા સેવવી. વચનયોગને સંબંધ શરીર સાથે છે; ઉભય જડ પદ્ગલિક તત્ત્વ છે. - જે વસ્તુ જેની સાથે પરમાર્થિક ભાવે અભેદ હોય તેમાં કાળક્ષેપ ન હોય. સદા હોય જ. જ્ઞાન અને વચનગ એ ભેદ-તત્ત્વ છે છતાં વચનગ જ્ઞાન વડે નીકળે છે જ્ઞાનને આધીન વચનગ છે. વચનયેગને આધીન જ્ઞાન નથી. તેથી મૌન સેવવું તે ઉચિત છે. અતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ જ્ઞાનને આધારે છે. પણ ભેદતત્ત્વ છે. સાદિ–સાંત છે. કેવળજ્ઞાન નિત્ય છે. મૌન રહીએ તે ખેલવાનું બંધ થાય પણું જ્ઞાન વગરના ન થઇએ. જ્ઞાનને સાચા અર્થ અબોલ છે. મૌન–અલ રહીએ તે જ્ઞાન થાય. મતિ-અવધિ-મન:પર્યાવ-કેવળજ્ઞાન એ મૂકજ્ઞાન છે. શ્રુતજ્ઞાન એ બેલતું જ્ઞાન છે. આધાર ભલે મતિ આદિ ચાર મુકજ્ઞાનને લે. . જેમ શરીર અને આત્માને વિવેક ભૂલી જઈએ છીએ અને શરીરને આત્મા માનીએ છીએ તેમ જ્ઞાન અને બોલને વિવેક ભૂલી જઈને બેલને જ્ઞાન સમજી લઈએ છીએ. દ્રવ્યમૌન એ જીભથી ન ખેલવું તે છે પરંતુ અંદરથી વિચારણા-વાત કરીએ છીએ. ભાવમૌન એટલે નિર્વિકલ્પ અવસ્થામાં રહેવું પ્રવર્તવું તે છે. ભાવમૌન જાળવીએ તે જ્ઞાનસ્વરૂપમાં રિથર થવાશે. આત્મા અરૂપી છે–દેહરૂપી છે. - આત્મા અશબ્દ છે. વચનગ શબ્દરૂપ છે. (જ્ઞાન એ અબોલ તત્ત્વ છે). વિહરમાન કેવળી ભગવંત અબેલ બનીને વચનગને. ઉગ કરે છે એટલે તેમનામાં લેશમાત્ર રાગદ્દોષ રતિ અરતિ આદિ મેહજનિત ભાવ નથી હોતા. તેથી તેમણે તેમના જ્ઞાનને અબોલ બનાવેલ છે. અને બેલે છે. જ્યારે સ્વસ્થ જીવ બોલે છે ત્યારે બેલ બહાર નીકળે છે કારણ જ્ઞાનને અબેલ નથી બનાવ્યું. વીતરાગનિર્મોહ-નિષ્કષાય-નિર્વિકલ્પ જ્ઞાન હજી નથી બનાવ્યું. જ્ઞાનનું સ્વરૂપ મૌન-અબેલ છે એટલે જ્ઞાન વીતરાગ–નિવિકલ્પ છે. નિર્વિચાર-નિર્વિકલ્પ-શૂન્યમય રિથતિની શકિત અનંતી છે. જે ત્રણે કાળનું જગત એક સમયમાં પ્રતિબિંબિત બનાવે છે. અલ-મૂક જ્ઞાન (મૌન) એ આનંદરૂપ છે. સચ્ચિદાનંદ છે. જ્યાં સુધી અંતરજ્ઞાનને અબેલ ભાવમૌન નિર્વિકલ્પ વીતરાગ જ્ઞાન નહિ બનાવીએ ત્યાં સુધી (મનનું મૌન) આત્માને આનંદ સચ્ચિદાનંદનું સુખ નહિ વેદાય. મનનું મૌન એનું નામ જ્ઞાનનિર્વિકલ્પજ્ઞાન જેમ શરીર હું નથી તેમ વચનગ–બાલ એ હું નથી. તેમ વિચાર એ પણ હું નથી. વિચાર છે એ વિકલ્પ છે...એ રાગ છે અને વિચાર છે એટલે બેલ આવશે. જ્ઞાત સુખ વગરનું નથી. પણ જ્ઞાન જ્યાં સુધી વીતરાગનિર્વિકલ્પ-અબેલ નથી બન્યું ત્યાં સુધી જ્ઞાનનું સુખ પરિવર્તન પામીને પુદ્ગલદ્રવ્યાશ્રિત ભોગવીએ છીએ. પરિવર્તન-સુખ એટલે રાજા રંક બને તેમ અનંત સુખ અલ્પ સુખ બનીને આવે છે અગર દુઃખમય બનીને આવે છે, અજ્ઞાન અને મેહવશથી આમ બને છે. કેવળી ભગવંત અંદરથી અબેલ બનીને દેશના આપે છે અને છઘસ્થ એવા આપણે બેલને સાંભળીને અબાલ-અશબ્દ રૂ૫ ભાવમૌન બનવાનું છે એથી આત્મજ્ઞાન ત્યાં મુનિ પણું એમ શ્રીમદ્ કહે છે. સાધુપણાની સાધના છે. બાહ્યપંચાચર સેવાય તે પણ ચાલતી હોય. જ્યારે મુનિપણું એ અભ્યતર તત્ત્વ છે. પરમ શાંત તત્ત્વ છે; વિશ્વની અનંત અશાંતિ ભાવમુનિને લેશ માત્ર અશાંત ન કરે તેવું પરમ શાંત તત્ત્વ એ મુનિતત્ત્વ છે. વચન અને વિચારરહિત ઉપગ એ જ્ઞાનતત્ત્વ છે. નિશ્ચયથી જ્ઞાન એ પરમશાંત તત્ત્વ છે. વીતરાગતા [અશબ્દ કેવળજ્ઞાન–અબેલતત્વના બોલ વચનામૃત છે. જિનવાણી છે. કેવળજ્ઞાન એ પરમશાંત રસ છે. કેવળી ભગવંત દેશના આપે છે તે પરમશાંતરસ અને સુખરૂપ વેદાય છે. છધસ્થ જીવને અ-વિવેક એ કાયરતારૂપ છે. વિવેક જ્ઞાન પ્રગટતા અનંતવીર્ય નિરાવરણ બને છે અરિહંત કેવળી ભગવંત એક જ ભેદે છે એટલે ત્યાં માત્ર (કેવળ) જ્ઞાન છે. જ્યારે ગુરુમાં બે ભેદ છે: સદ્દગુરુ અને મુગુરુ.. એટલે જ્ઞાન અને અજ્ઞાનરૂપ બે ભેદ પડે છે. અપૂર્ણ તત્વ છે તે કદી પૂરું થાય નહિ. સંસારનાં કામ કદી પૂર્ણ થતાં નથી, અપૂર્ણ વસ્તુ પૂરાય જ નહિ , બેલમાંથી અબોલ બનીએ-શબ્દમાંથી અશબ્દ બનીએ ત્યારે જ્ઞાનને પ્રદેશમાં પ્રવેશ કરશું અને સુખતત્વને, શાંત તત્ત્વને અનુભવ કરશું.
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy