________________
તા. ૧૬-૩-૮૮ અને ૧-૪-૦૮
પ્રબુદ્ધ જીવન
આ પ્રતિમાની પ્રાચીનતાનું બીજું પણ એક લક્ષણ છે. મહાવીરસ્વામીની પ્રતિમાઓ નીચે જોવા મળતાં સિંહના લાંછન કરતાં આ પ્રતિમાની નીચે કંઈક જુદી આકૃતિ છે. અહીં હાથીના મુખવાળા સિંહની આકૃતિ કેતરવામાં આવી છે. આગળના અર્ધા ભાગમાં સુંઢવાળી હાથીની આકૃતિ અને પાછળના અર્ધા ભાગમાં સિંહની દેહાકૃતિ છે. એટલે કે ગજસિંહના પ્રકારની આ આકૃતિ છે. વળી હાથીના મસ્તક ઉપર બે પાંખ પણ બતાવવામાં આવી છે. એ દષ્ટિએ આ પ્રતિમા અત્યંત પ્રાચીન હોવાનું નિશ્ચિત થાય છે. (ભગવાન મહાવીરના લાંછન તરીકે ગજસિંહની આકૃતિ બતાવવામાં આવી હેય એવી અન્ય કોઈ પ્રતિમા જાણવામાં નથી. આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પતાભરવામીનું લાંછન પણ સિંહ છે. ભગવાન પનાભનાં મંદિર ખાસ જોવા મળતાં નથી, પરંતુ ઉદયપુરમાં ભગવાન પન્નાભનું મંદિર છે તેમાં પણ પ્રતિમા અત્યંત પ્રાચીન છે અને તેની નીચે ગજસિંહનું લાંછનું કરવામાં આવેલું છે. એટલે કે આ વિસ્તારમાં પ્રાચીન સમયમાં ગજસિંહનું લાંછન કે તરવાની પ્રણાલિકા પ્રચલિત હશે એમ જણાય છે. પ્રાચીન સચિત્ર હસ્તપ્રતોમાં સિંહની જે જુદી જુદી આકૃતિઓ જોવા મળે છે તેમાં ગજસિંહના પ્રકારની આકૃતિ પણ જોવા મળે છે. પ. પૂ. યશેદેવસૂરિજીએ પ્રાચીન હસ્તપ્રતોના આધારે તૈયાર કરાવેલાં ચિમાંના કેટલાંક ચિત્રમાં ગજસિંહની આકૃતિ જોવા મળી છે.)
રાતા મહાવીરનું આ મંદિર ઐતિહાસિક દ્રષ્ટિએ ૧૭૦૦ વર્ષથી વધુ પ્રાચીન છે. પ્રાચીન જૈન ઇતિહાસના અભ્યાસી મુનિશ્રી જ્ઞાનસુંદરજી મહારાજે 'શ્રી શાશ્વનાથ માવાની પરંવ તિહાસ' નામને ગ્રન્થ લખે છે, એમાં એમણે બતાવ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીના સમય પછી પણ કેટલાક સમય સુધી ભગવાન પાર્શ્વનાથની સાધુ પરંપરા ચાલુ હતી અને એ પરંપરામાં ૩૦મી પાટ ઉપર આવેલા આચાર્ય શ્રી સિદ્ધસૂરિએ આપેલા ઉપદેશથી શ્રેષ્ઠિ ગોત્રના વીરદેવ નામના શ્રાવકે આ જગ્યાએ ભગવાન મહાવીર સ્વામીનું ભવ્ય જિનાલય પ્રથમવાર બંધાવ્યું હતું અને એમાં આચાર્ય સિદ્ધસરિએ વિ. સં. ૩૬૦ માં ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
રાતા મહાવીરનું સ્થળ હ્યુંડી કે હડી તરીકે ઓળખાય છે. હથુંડી શબ્દ “હસ્તિકુંડી” અથવા “હસ્તિતુંડી” પરથી આવેલ છે. હતિકુંડિકા’ શબ્દને ઉલ્લેખ પણ પ્રાચીન સંદર્ભોમાં મળે છે. આ પ્રદેશમાં પ્રાચીન સમયમાં રાષ્ટ્રકૂટનું અર્થાત રાઓનું રાજ્ય પ્રવર્તતું હતું. ત્યારે આ પ્રદેશમાં હાથીએ ઘણા હતા. રાષ્ટ્રકૂટોની સેવામાં પણ હસ્તિસેના મહત્ત્વની ગણતી હતી. હાથીઓની તાકાત ઉપર રાડ રાજાએ યુદ્ધમાં વિજય મેળવતા અને દૂર દૂર સુધી પોતાની આણ પ્રવંતાવતા. એટલા માટે આ નગરીનું નામ “હસ્તિકુડી’ પડયું હશે. એના ઉપરથી સમય જતાં અપભ્રષ્ટ નામ ‘હથુંડી’ બની ગયું હશે.
કેટલાક સાક્ષરો અને સંશોધકે એ તક કરે છે કે હકુંડી શબ્દ ‘હસ્તિતુંડી” ઉપરથી પણ કદાચ આ હોય. તુંડ” એટલે “મુખ.” હાથી જ્યાં મુખરૂપે છે એ સ્થળ એ હસ્તિતુંડી.' રાડેડ રાજાઓની સેનામાં અગ્રસ્થાન હાથીઓનું રહેતું. એટલે કે હાથીઓ સેનાના મુખરૂપ હતા
માટે ‘હસ્તિતુડી” એવું નામ હોઈ શકે અથવા આ તીર્થમાં બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમામાં લાંછન તરીકે જે સિંહની આકૃતિ કેતરવામાં આવી છે તેનું મુખ સુંઢવાળા હાથીનું બતાવવામાં આવ્યું છે એટલા માટે એ લાંછનને
હસ્તિતુડી” તરીકે ઓળખાવવામાં આવ્યું હોય અને એ ના ઉપરથી હથુંડી નામ આવ્યું હોય એવું પણ એક અનુમાન કરાય છે. - સ્વ. મુનિશ્રી જિનવિજયજી પ્રખર પુરાતત્વવેત્તા હતા. એમણે જૈન મંદિરના શિલાલેખને ઘણે ઊંડે અભ્યાસ કરે છે. પ્રાચીન જૈન લેખ સંગ્રહ’ નામના એમના ગ્રંથમાં એમણે હસ્તિકુંડી વિષે લખતાં જણાવ્યું છે કે રાજસ્થાનમાં ૫૫૬ જેટલાં પ્રાચીન જૈન મંદિરના જે શિલાલેખ મળે છે, તેમાં સૌથી પ્રાચીન શિલાલેખ હરિતકુંડીના રાતા મહાવીરને છે, ડે. સેહનલાલ પટનીએ હસ્તિકુંડી વિશે લખેલા ગ્રંથમાં આ વિશે ઘણી એતિહાસિક માહિતી આપી છે.
ઈસવી સનની છઠ્ઠીથી અગિયારમી શતાબ્દી દરમિયાન રાજસ્થાનને આ વિસ્તાર ઘણા સમૃદ્ધ હશે, પરંતુ ત્યારપછી વખતેવખત યુદ્ધો અને ઉપરાઉપરી દુકાળના કારણે આ પ્રદેશની સમૃદ્ધિ નષ્ટ થઈ ગઈ હશે. એક સમયે હસ્તિકુંડી રોડોની એક અત્યંત સમૃદ્ધ નગરી હતી. એનું વર્ણન કરતાં એક કવિએ લખ્યું છે કે
આઠ કુવા, નવ વાવડી રે,
સોળ સહસ પણિહાર.' એના ઉપરથી સમજાય છે કે આ નગરીમાં પીવાના પાણી માટે આઠ મેટા મેટા કૂવા હતા, નવ વાવ હતી અને સોળ હજાર જેટલી પનિહારીઓ સવારના ત્યાં પાણી ભરવા જતી. આ પ્રદેશનું પાણી પણ મીઠું અને આરોગ્યપ્રદ રહ્યું છે. પ્રાચીન સમયની નગરીઓની સમૃદ્ધિનું માપ એ નગરીમાં કૂવા, વાવ, તળાવ, ચૌટાં, મંદિરે કેટલ' હતાં તેના ઉપરથી નીકળતું. રાતા મહાવીર તીર્થસ્થળની બાજુમાં જ એક વાવ અત્યારે ચાલુ છે. વળી નજીકમાં ખેદકામ કરતાં બીજી એક વાવ મળી આવી છે. આ વિરતારમાં જે વિશેષ ખેદકામ કરવામાં આવે તે અનેક પ્રાચીન અવશેષો મળી આવવાને સંભવ છે.
વિક્રમના અગિયારમા સૈકામાં મહમદ ગજનવીએ સોમનાથ ઉપર ચડાઈ કરી. તે સમયે આ રસ્તેથી સોમનાથ તરફ જતાં અને તેમનાથથી પાછા ફરતાં રાજસ્થાનમાં હિન્દુ રાજાઓ સાથે પણ એણે યુદ્ધ કર્યા હતાં એની વિશાળ સેનાએ કેટલાંય નગરે અને મંદિરે ઉજજડ બનાવી દીધાં હતાં. એ સમયે રાજસ્થાનના આ પ્રદેશના હસ્તિકુંડીમાં રાઠોડ રાજાનું રાજ્ય હતું: અને નડાલમાં ચૌહાણ રાજાનું રાજ હતું. મહમદ ગજનવીની સેનાએ એ સમયની આ બંને માટી નગરીઓને નાશ કર્યો હતે. હતિકુંડી નગરીની સમૃદ્ધિ મહમદ ગજનવીને. આક્રમણ પછી નાશ પામી. લેકે નગરી છેાડીને નાસી ગયા. કાલાનુક્રમે નગરી જીર્ણશીર્ણ થઈ ગઈ હતી ત્યાર પછી ક્રમે કમે ફરી પાછી નગરી સમૃદ્ધ થતી ગઈ અને વિક્રમના તેરમાચૌદમાં સૈકામાં ફરી તે સમૃદ્ધિની ટોચે પહોંચી હતી. , કે
પ્રાચીન ઉલ્લેખ પ્રમાણે રાજ્યની સરહદના અને હસ્તિ -