________________
તા. ૧૬ ૩૮૮ અને ૧-૪-૮૮
દઈ ત્રિશ કુદશામાં મુકાઇ જાય છે. કેટલાક તે એમ પણ માનતા થઈ જાય છે કે યોગ અને ધ્યાનમાં આપણે તે ચઢી ગયા, એટલે હવે આચરણશુદ્ધિની કાઇ કિંમત નથી. તેવાને ચીમકી આપતા પૂ. ઉપા. મહારાજ કહે છે કે અદ્વેતતત્ત્વોધમાં લીન થયેલાએ પણ જો સ્વચ્છંદ આચરણ કરે તેા પછી અશુચિભક્ષણ કરતા કૂતરાએ અને એ કહેવાતા તત્ત્વજ્ઞાનીઓમાં શુ તાવત રહ્યો?! ખરેખર જેએ તત્ત્વજ્ઞાની હેાય છે તેમના જીવનમાં કયારેય એવી સ્વચ્છંદ પ્રવૃત્તિઓને સ્થાન હોતું નથી– રવભાવથી જ તે યથાશય શુભપ્રવૃત્તિઓમાં આદરવાળા હોય છે.
232
પ
સમંતાયોગમાં ઝીલનારા સાધકની ઉચ્ચ શાનું આ વિભાગમાં ગ્રન્થકારે ખૂબ જ હૃદયંગમ વણ ન કર્યુ છે જે જૈનેતર વાચકને ‘ગીતા'ના સ્થિતપ્રજ્ઞ પુરુષની યાદ અપાવી દે એવું છે.
લાકાત્તર સમભાવમાં આરૂઢ યાગી આત્મસાધનામાં અત્યંત જાગ્રત રહે છે; પારકી પંચાત પ્રત્યે તે બહેરા-આંધળા અને મૂંગા થઈ જાય છે. (ત્રણ વાંદરાનું રમકડું યાદ કરે.) સા જ્ઞાનાન૬માં મગ્ન રહે છે. સાધનાના પંથમાં ગમે તેવાં પ્રાળ 2 સહેવાં પડે, તે સમભાવે સહી લેવા તૈયાર હોય છે. સમતાસુખના સરોવરમાં ઝીલી રહેલા યોગી કયારેય બાહ્યસુખના કીચડથી પગ બગાડતા નથી.
સૌથી મોટો સવાલ એ છે કે આવા શ્રેષ્ઠ સમભાવ શી રીતે આવે ? ગ્રન્થકારે તેને ખૂબ સુંદર જવાબ આપ્યા છેઃ શુદ્ધ આત્મતત્ત્વ વિશે ક્રમશઃ વધુને વધુ ઊંડાણમાં થતું ચિ ંતન, જ્યારે કાઈ ધન્ય પળે શુદ્ધ આત્મતત્ત્વની સ્પર્શનારૂપ સવેદનમાં પરિણમી જાય અને આત્મભિન્ન કશાનુ ભાન જ ન રહે ત્યારે એવી ઉચ્ચ દશામાં કાઈ ધણુના ધા મારે કે પુષ્પોથી પૂજા કરે, તેમાં સમભાવ તેવા તે તેવા ટકી રહે છે. આવા ઉચ્ચ સમભાવની સિદ્ધિ માટે સાધક ક્રોધાદિ કષાયાથી અત્યંત સાવધ રહેવાની જર હોય છે.
પ્રબુદ્ધ જીવન
કેટલાક એમ સમજે છે કે ‘જો ભાવ હાજર હોય તેા પછી ક્રિયા નાની છે કારણ કે ક્રિયાથી પણ આખરે તે ભાવ જ લાવવાના હાય છે. જો ભાવ ન હોય તે એકલી ક્રિયાના પણ કાંઈ અર્થ નથી—આમ બંને રીતે ક્રિયા નકામી છે.' આની સામે ઉપાધ્યાયજી કહે છે કે ભાવ વગરની ક્રિયા પણ ભાવને સિદ્ધ કરવા માટે ખૂબ ઉપયોગી છે અને ભાવ હોય તે તેને સ્થિર અને પુષ્ટ બનાવવા માટેય ક્રિયા ઉપયોગી છે. આમ અને રીતે ક્રિયાનું મહત્ત્વ છે. ક્રિયાયોગના સમથન માટે ત્યાં સુધી કહ્યું છે કે ક્રિયા વગરનુ જ્ઞાન સાવ નિર્ણાંક છે-ખાજરૂપ છે. રસ્તાના જ્ઞાન માત્રથી ઈચ્છિત સ્થાને પહોંચાતું નથી પણ પચ્છિત સ્થાનની દિશામાં ગતિક્રિયા કરવાથી જ ત્યાં પહેોંચાય છે. બળતા દીવામાં પણ જો વૈલપૂરક્રિયા યોગ્ય સમયે ન થાય તે એ દીવા ધીમે ધીમે મુઝાઇ જાય છે. તે રીતે યોગ્ય ક્રિયા વિના ભાવના દીપ પણ બુઝાઇ જવાની શકયતા રહે છે. આ સદ'માં ઉપાધ્યાયજીએ એક તાત્ત્વિક ચર્ચા પ્રસ્તુત કરી છે.
વેદાન્તી વગેરે કહે છે કે ‘અજ્ઞાન અને જ્ઞાન અન્યોન્ય વિરોધી હાવાથી જ્ઞાનથી જ અજ્ઞાનને નાશ થાય, માટે ક્રિયા નિરર્થક છે'... તેની સામે ક્રિયાવાદી કહે છે કે ‘અજ્ઞાન નષ્ટ થયા પછી પણ જ્ઞાનીને સચિત અદ્રષ્ટ (=કમ')ના નાશ કરવા માટે ક્રિયાની આવશ્યકતા ઊભી જ રહે છે.' જો વેદાન્તી એમ કહે કે નાનીને સવ કર્માં બળી ગયાં હોવાથી કાઇ અદ્રષ્ટ શેષ રહેતુ નથી'–તા એ યાગ્ય નથી, કારણ કે એવું માનીએ તે જ્ઞાન થયા પછી તરત જ જ્ઞાનીનું માત થવું જોઇએ, અર્થાત્ અદ્રષ્ટના અભાવે શરીર પશુ છૂટી જવુ જોઈએ. કાઈ એમ કહેતુ હાય કે ‘શરીર તા શિષ્યાદિના અદ્રષ્ટથી ટકી રહે છે’તેા તેા પછી શત્રુઓના અદ્રષ્ટથી જ્ઞાનીના શરીરના નાશ પણ માનવા પડે. ટુંકમાં, ઉપાધ્યાયજી કહે છે કે આવા ઉચ્છ્વ ખલ મતની ઉપેક્ષા કરીને એ વાતને સ્વીકાર કરવા • જોઈએ કે જ્ઞાનીને પણ શેષ પ્રારબ્ધ નામનું અદ્રષ્ટ ખતમ ન થાય ત્યાં સુધી શરીર ટકી રહે છે અને એ અષ્ટને નાશ કરવા માટે તેને ક્રિયાના આધાર લેવા જ પડે છે, માટે જ્ઞાનયોગની જેમ ક્રિયાયોગ પણ ધ્યેયસિદ્ધિ માટે આવશ્યક છે. જે લેાકા માત્ર જ્ઞાનનુ અભિમાન રાખીને ક્રિયા છેાડી દે છે તે જ્ઞાન-ક્રિયા ઉભયથી ભ્રષ્ટ થયેલા નાસ્તિકા છે એમ ઉપા. મહારાજ સ્પષ્ટ કહે છે.
* સામ્યયેાગ શુદ્ધિ
વિભાગ-૪ : આ વિભાગમાં ગ્રન્થકારે સુંદર રૂપક આપ્યુ છે–‘જ્ઞાન અને ક્રિયા મેં ઘેાડા સાથે જોડેલા સામ્યરથમાં બેસીને આતમરામ મુક્તિમાર્ગે પ્રયાણ કરે છે. હવે જોડા ન પહેરવા છતાં પણ તેમને ક્ષુદ્ર કાંટા વગેરેના ઉપદ્રવ નડતા નથી.'
શ્રેષ્ઠ સમભાવના આદર્શરૂપે ગ્રન્થકારે અહીં દમનન્તમુનિ, નમરાષિ, ખંધકસૂરિના શિષ્યા, મેતાય મુનિ, ગજસુકુમાળ– મુનિ, અન્નિકાપુત્ર આચાય', પ્રહારી વગેરે અનેક સમતાયેગીએનું સુ ંદર શબ્દચિત્ર આલેખ્યું છે.
પરિશેષ :
આ ગ્રન્થના પ્રારમ્ભમાં મ ંગલમ્લેકમાં વીતરષ્ણદેવને પ્રણામ સાંથે ગ્રન્થકારે વાગ્યુંવતાખીજ ફેંકારનું પણ સ્પષ્ટ સ્મરણુ કયુ" છે જે તેમના લગભગ દરેક ગ્રન્થામાં ઉપલબ્ધ થાય છે. પૂ મુનિસુ ંદરસૂરિ મહારાજે જેમ પોતાની દરેક કૃતિઓમાં પ્રારમ્ભે ‘જયશ્રી’ શબ્દમુદ્રાનું અંકન કર્યુ છે તેમ આ ગ્રન્થકારે પણ આ ગ્રન્થમાં દરેક વિભાગને અંતે ‘યશશ્રી' શબ્દમુદ્રાનું અકન કર્યુ છે. આ ગ્રન્થની પ્રાચીન હસ્તપ્રતે હાલ મે-ચારથી વધુ મળતી નથી.
પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ગ્રન્થને, વીતરાગસ્તત્ર યોગ-સારપ્રાભૂત વગેરે પ્રાચીન અનેક ગ્રન્થાના અક્ષરશ : લીધેલા શ્લેષ્ઠાયી શણગાર્યાં છે તથા ‘જ્ઞાનસાર' નામના ગ્રન્થ કારના જ બનાવેલા અષ્ટકગ્રન્થના મગ્નતાષ્ટક, અનુભવાષ્ટક, નિલે તાષ્ટક, ક્રાષ્ટક વગેરેના અનેક શ્લેષ્ઠા આમાં પણ અક્ષરશઃ ઉપલબ્ધ હાવાની તે તે બ્લેકને ભાવાથ સમજવામાં નાનસાર ગ્રન્થને ગ્રન્થકારે પોતે જ બનાવેલા ટમે ખૂબ જ ઉપયાગી બની રહે તેમ છે. અધ્યાત્મોપનિષદ્મન્થ ઉપર હમણાં જ પૂ. ભદ્ર કરસૂરિજીએ ટીકા રચી છે.
આ ગ્રન્થમાં પૂ. ઉપાધ્યાયજીએ ચાર વિભાગમાં ખરેખર અધ્યાત્મપ્રેમીઓ માટે ઉત્તમ સામથી સંચિત કરીને આપી છે.
ગ્રન્થકાર તે સમયના જૈન-જૈનેતર દર્શનશાસ્ત્રાના અને તકગ્રન્થાના પ્રખર અભ્યાસી હાવા છતાં આ ગ્રન્થમાં તેઓએ તર્ક-વિતર્કની પરમ્પરા લમ્બાવવાને બદલે સાધકાને ઉપયોગી મહત્ત્વનું માર્ગદર્શન પૂરું પાડયું છે તે તેમના જીવનની ઉચ્ચ ચેગિદશા–સાધકતામાં સાખ પુરાવે છે. ખરેખર હવે એમ કહેવાનુ` મન થાય છે કે અધ્યાત્મ-ઉપનિષદ્ સમગ્ર અધ્યાત્મવિશ્વ (Spiritual sphere)નુ ઝળહુળતુ" રત્ન છે.