SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૮૮ અને ૧-૪-૮૮ સ્તુતિચતુર્વિશતિકાને પરિચય પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજ એન્દ્રસ્તુતિ ચતુર્વિશતિક એ પૂજ્ય ન્યાયાદિશાસ્ત્ર નિષ્ણાત ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે રચેલ અનેક ગ્રંથે. પૈકી એક ગ્રન્થરૂપ છે. આ ચતુર્વિશતિકામાં આ અવસર્પિણીકાલના પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ પ્રભુથી લઇને વશમાં તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્મા સુધીના વીશ તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરવામાં આવી છે. મૂળ શ્લેકે તે ૯૬ જ છે પણ એની રચના તેમજ એમાં યમ-અનુપ્રાસ આદિ વિવિધ અલંકારોની ગુંથણી એટલી તે સુંદર છે કે એ વાંચનારને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની વિદ્વત્તા તથા કવિત્વશકિત માટે અપૂર્વમાન ઉત્પન્ન થયા વગર રહે નહિ. તુતિચતુર્વિશતિની શરૂઆત “દેવાત નતઃ' એ પદથી થતી હોવાથી આનું નામ “જિતુતિ' એ રીતે પ્રસિદ્ધ થયું છે. આપણે ત્યાં ઘણાં સ્તુતિ-સ્તનાં નામ તે સ્તુતિ સ્તોત્રના પ્રથમ પદથી પડેલાં છે. ભકતામર-કલ્યાણુમંદિર વગેરે તેનાં ઉદાહરણ છે. આ વીશ સ્તુતિમાં એક એક ભગવાનની ચાર ચાર શ્લેકની સ્તુતિ છે તેમાં પ્રથમ શ્લોકમાં અધિકૃત જિનની સ્તુતિ, બીજા ગ્લૅકમાં સર્વ જિનની સ્તુતિ, ત્રીજા સ્લેકમાં શ્રુત જ્ઞાનની સ્તુતિ અને ચેથા શ્લોકમાં અધિકૃત તીર્થંકર ભગવાનના અધિષ્ઠાયક શાસનદેવ-દેવીની સ્તુતિ કરવામાં આવે છે. પ્રસ્તુત સ્તુતિની વિશિષ્ટતા એક મહાકવિની રચનામાં જે સાહિત્યિક ગુણે જોવામાં આવે તેવા ગુણે આ કૃતિમાં જોવા મળે છે. આપણે ત્યાં સ્તુતિસાહિત્ય ખૂબ જ વિપુલ પ્રમાણમાં મળે છે. એમાં કેટલીક સ્તુતિ તે એવી અદ્ભુત હોય છે કે જે વાંચતાંસાંભળતાં આત્મા ભાવવિભોર બની કઈ જુદી જ દુનિયામાં પહોંચી જાય છે. વળી એ પદોની રચના પણ એવી તે મધુર પ્રાસાદિક અને હૃદયંગમ હોય છે કે એ અનાયાસે જીભે ચડી જાય છે અને રહી રહીને જીભના ટેરવે વાંચવા માંડે છે. એમાં પણ ચમકમય સ્તુતિની રચના કરવી એ ઘણું જ કપરું કામ છે. એન્દ્રસ્તુતિના લગભગ બધા જ ગ્લૅકેમાં પ્રાય: બીજ ચરણ અને ચેણું ચરણ એકસરખું આવે છે, શબ્દો એ જ હોય પણ અર્થ જુદા, આ જ એની ખૂબી ગણાય છે. અલગ અલગ બાર છન્દને ઉપયોગ કરવામાં આવ્યું છે. શ્રી શર્ભત મુનિએ રચેલી “તુતિચતુર્વિશતિકાના અનુકરણરૂપ આ સ્તુતિ રચાઈ છે, તેમ છતાં પિતાની આગવી વિશેષતાઓ દ્વારા એ મૂળકૃતિની સાથે બેસી શકે તેવી છે. શ્રી શેભન મુનિએ રચેલી આ એક જ કૃતિ આપણને મળે છે. પણ આ એક જ કૃતિથી તેઓનું સ્થાન વિદ્વાને તથા કવિએની આગલી હરોળમાં મૂકવામાં આવે છે, એ જ એ કૃતિની મહત્તા છે. આ સ્તુતિ ચતુર્વિશતિકા ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે પદી વૃત્તિ રચી છે–જેનાથી આ તૃતિનાં પદાર્થો, ભાવાર્થો અને રહસ્ય સમજવામાં આપણને ઘણી સુગમતા રહે છે. આ ગ્રંથ વિ. સં. ૧૯૮૪ માં આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ દ્વારા સંપાદિત (૩ટિતવૃત્તિ સહિત) પ્રકાશિત કરવામાં આવેલ ત્યારબાદ મુનિરાજશ્રી યશોવિજયજી (હાલ આ. શ્રી યશેદેવસૂરિજી) મહારાજ દ્વારા સંપાદિત થઈ સંપૂર્ણ વૃત્તિ તથા હિન્દી અનુવાદ સહિત વિ. સં. ૨૦૧૯ માં પ્રકાશિત થયેલ છે. શોભન સ્તુતિની જેમ આ રસ્તુતિ પણ કંઠસ્થ કરી. પ્રતિક્રમણ, દેવવંદન વગેરેમાં અવશ્ય ઉપયોગમાં લેવા જેવી છે. કાવ્યદષ્ટિએ અનેક અલંકારથી શોભતી આ સ્તુતિઓ સહૃદય હૃદયને આકર્ષિત કર્યા સિવાય રહેતી નથી. મહાકાવ્યની જેમ આ સ્તુતિને પણ અન્વય-વિગ્રહ-સમાસ અને અથ આદિપૂર્વક અભ્યાસ કરવામાં આવે તે અભ્યાસીને અવશ્ય વ્યુત્પત્તિ થયા વગર રહેતી નથી. ઉદાહરણ તરીકે ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિને પહેલે શ્લેક જોઇએ'सौधे सौधे रसे स्वे रुचिररुचिरया हारिलेखारि लेखा, पायं पायं निरस्ताधनय धनयशो यस्य नायस्य नाऽथ । पाच पार्श्व तत्रोद्रो तमऽहतमहमऽशोमजाला भजाडलां, कामं कामं जयन्त मधुर मधुरमा मोजनत्वं जन ! त्वम् ॥' " આમાં બૌધે ’ પદ છે એમાં એક સેધને અર્થ ભવન કરવામાં આવ્યું છે. બીજા સૈધ પદને અર્થ સુધા એટલે અમૃત સંબંધી અર્થે કરવામાં આવ્યા છે પાયં વાયં 'ને અર્થ “વવા વીચા' છે. પાન કરીને પાશ્વ પાશ્વ” પદમાં એક પાશ્વને અથ" પાર્શ્વનાથ ભગવાન કર્યો છે. જ્યારે બીજા પાશ્વ પદને અર્થ “પશૂનાં સમૂહ: પાશ્વ” એટલે કે કુહાડીઓને સમુદાય એ અર્થ કર્યો છે. “ #ામ વામ' પદમાં એક કામને અર્થ છે. કામદેવ અને કામપદને અર્થ છે અત્યન્ત. વળી ‘હારિલેખારિલેખા’ પદમાં લેખા શબ્દને બે વાર પ્રયોગ છે તેમાં એક લેખ પદને અથલેખ એટલે દેવતા અને તેના અરિ–શત્રે એટલે દાનવ એવો કર્યો છે જ્યારે બીજો લેખ શબ્દનો અર્થ પંકિત કરવામાં આવ્યો છે. આ રસ્તુતિમાં જુદા જુદા ૧૭ છોને ઉપયોગ કરવામાં આવ્યો છે. એમાં પહેલા, સેળમાં અને બાવીશમાં ભગવાનની સ્તુતિમાં એકસરખે શાર્દૂલવિક્રીડિત છંદને ઉપયોગ કર્યો છે. ત્રીજા અને પાંચમા ભગવાનની સ્તુતિમાં “સ્કન્ધક છન્દને ઉપયોગ કર્યો છે. ચેથા, દશમા અને ચૌદમા ભગવાનની સ્તુતિમાં એકસરખે, કુતવિલમ્બિત છન્દ પ્રયોજે છે તેમજ સાતમા અને સત્તરમા ભગવાનની સ્તુતિમાં માલિની છન્દ વાપર્યો છે. બારમા તથા વીશમાં ભગવાનની સ્તુતિમાં એક સમાન સ્ત્રગ્ધરા છન્દને ઉપયોગ કર્યો છે, એ સિવાય બાર તીર્થકર ભગવતેની સ્તુતિમાં
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy