________________
૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૮
વીસીના પ્રથમ સ્તવનમાં આ રીતે કરી છેઃ
મુકિતથી અધિક તુજ ભકિત મુજ મન વસી જેહશું સબલ પ્રતિબંધ લાગે ચમક પાષાણુ જયમ લેહને ખીચશે
મુકિતને સહજ મુજ ભકિત રાગો - જૈન ધર્મમાં એક પારિભાષિક શબ્દ છે: નિયાણુ, એમાં પુણ્યકર્મ દ્વારા ફળ માગવાને નિષેધ છે. ભૌતિક, આધિભૌતિક કે સાંસારિક સિદ્ધિ અર્થે સુકૃત પણ નિષિદ્ધ છે. એટલું જ નહિ પરંતુ એવી સિદ્ધિની અભિલાષા પણ મનમાં ન ઊગવી જોઈએ. આમ છતાં એવું થાય તો એનું ફળ અવશ્ય મળે, પણ અંતે તે. એનું પરિણામ સંસારવૃદ્ધિનું છે. આવી તાત્ત્વિક ભૂમિકાને લક્ષમાં રાખી ઉંપાયજી આપણને એક ડગલું આગળ લઈ જાય છે. ભગવદ્ભજન અને ભકિતથી સવ થવાનું પણ તેઓ વજર્ય ગણે છે અને સરસ વિધાભાસ સજે છે. મુકિત કરતાં પણ એમના મનમાં ભક્તિ સવિશેષ વસી છે. નિયાણું તે નહીં જ, પરંતુ સહેજ પણ મુકિતની ૩ અભિલાષા નહીં. કારણ એથી સંસારમાં રહેવું પડે અને એ થાય તે પ્રેમલક્ષણા ભકિતનો યુગ સતત ચાલુ રહે અને ચુંબકીય તત્વથી જેમ લેતું પાસે ખેંચાઈ આવે તેમ ભકતની ભકિતથી મુકિત પણ આપે આપ ખેંચાઈ આવે એવી એ સહજ પ્રક્રિયા છે.
પ્રેમલક્ષણા ભકિતની વાત આવી એટલે એમ થાય કે વૈરાગપ્રધાન ધર્મમાં કે જ્ઞાનમાર્ગમાં પ્રેમલક્ષણા ભકિતને રથાન ન હોય, આમ છતાં આપણું ભકતકવિઓએ આવી ભકિત ઉલ્લલાસપૂર્વક કરી છે. એટલું જ નહિ પરંતુ એવા ઉલ્લાસને શૃંગારમંડિત સંબંધની પરિભાષામાં પ્રગટ કરવામાં આવી છે. એનું કારણ એ છે કે ઉત્કટતાપૂર્વકની ભાવાત્મક સ્થિતિમાં દેહની પૃથક્તા ઓગળી જાય અને એકતાની ભરતી ક્લકાઈ ઊઠે એવું નરનારીના સંબધમાં જ સંભવે છે. આવી સ્થિતિ, અલબત્ત જુદી અને એથી પણ ઉચ્ચ કક્ષાએ આપણા ભકતકવિઓએ સિદ્ધ કરી છે. એવી એકતાની, તદ્રુપતાની, તાંદામ્યભાવની, એકાકારની વાત કરવા સાથે એની પ્રબળ અને વ્યાપક અસર સંસારી પર ત્યારે જ થાય, જે એ સંસારીને પરિચિત એવા ભવની ભૂમિકાને આશ્ર લેવાય. તેની તીવ્રતાએ મીરાં જેવી સાધિકાઓને લાભ આપે છે. તેને લાભ એ છે કે પતિ કે પત્નીમાં અન્ય અનેક સંબંધે સમાઈ શકે છે. સ્ત્રી પની હોવા છતાં મિત્ર-સલાહકાર, માતૃભાવ આપી શકે છે. તેવી જ રીતે પતિ મિત્ર, રક્ષક અને પિતૃક ભાવે આપી શકે છે. બીજા સંબધે આટલા વ્યાપક નથી. તેથી જે સાધક ભગવાનને આ ભાવે ભજે તેમાં ઉ, કટતા આવે છે. મૂળે પરસ્પરમાં લકત્તર વિશ્વાસ અને પ્રત્યેક સ્પંદનેમાં એકનુભૂતિ એ આને પાયે છે. સખી કે સખાભાવમાં આખરે તે આ જ તત્ત્વ છે. ઇલિયટે પિતાની પત્નીને અર્પણ કરેલ કાવ્યમાં આ અનુભવ સર્જિત થયો છે. આ બધું જોતાં વૈરાગ્ય અને જ્ઞાનમાર્ગમાં પણ પ્રેમલક્ષણા ભકિત ઔચિત્યપૂર્ણ અને ઉપકારી જણાય છે. ,
શ્રી ચંદ્રપ્રભવામીના સ્તવનમાં આવી પ્રેમલક્ષણભકિતને
ઉપાધ્યાય યશવિજયજીએ વિનિગ કર્યો છે. ચંદ્રપ્રભ જિન સાહેબા રે, તુમે છે ચતુર સુજાણ, મનને માન્યા સેવા જાણે દાસની રે, દેશે ફળ નિવ, રણ, અ અ રે ચતુર સુખગી,
કીજે વાત એકાંતે અભેગી પ્રેમમાં વિશંભે થતી ગેડીનું સુખ કલ્પનાતીત છે. વસ્તી વિશ્વભર આ સુખને ચૌદલોકની પડતું મૂકી એનાથી રૂડું બીજું કશું એને લાગતું નથી એમ જણાવી એનો મહિમા કરે છે. અવધૂત આનંદધનજી પણ આવી જ અનુભૂતિ કરે છે :
મીઠે લાગે કંતડો ને ખાર લાગે કેક કિંત વિહુણી ગોઠડી, તે રણમાંહે પિક
આ સ્તવનમાં રમ્યોકેટિ જોવા મળે છે. યાચકને યાચકભાવ ન આવે એ રીતે આપવાથી દાતાની શાખ વધે છે અને યાચકની ઈજજત થાય એવી સહૃદયતાથી દાન કરવું જોઈએ, એવું ન થાય તે –
જળ દીએ ચાતક ખીજવી મેઘ હુઓ તીણે શ્યામ
ચાતકને ખીજવી ખીજવીને વૃષ્ટિ દ્વારા જળસિંચન કરવાથી મેઘ જેમ શ્યામ થયે એવી હાલત દાતાની થાય. અહીં વાદળોની સ્પામતાના કારણ અંગેની કલ્પના દ્વારા રમ્પકેટિ જોવા મળે છે. ચાતક અગેની પુરાકથાને પણ એ જ રમ્ય ઉપયોગ થયો છે, આપણા પ્રાચીન મુક્તકે, અન્યકિત, અત્યુકિત અને કલ્પના કારણે, બદલાતી કાવ્યરુચિ અને પલટાતા કાવ્યપ્રવાહે વચ્ચે, આધુનિક રચનાઓ જેવાં જ અને જેટલાં જ, (કદાચ ચડિયાતાં) આજે પણ તાજગીપૂર્ણ અને આકર્ષક રહ્યાં છે. આ કડી એનું ઉત્તમ ઉદાહરણ છે.
શ્રી ધમનાથ સ્વામીનાસ્તવનમાં કવિ કવે છે: થાશું પ્રેમ બન્યો છે રજ, નિરવ તે લેખે મેં રાગી, પ્રભુ શું છે નિરાગી, અણુજુગતે હેઓ હાંસી....
પ્રેમમાં કજોડું થાય તે હાંસી થાય. ભગવાન વિતરાગી અને હું રાગી. એવી રિથતિ અને એકતરફી રહ રાખવામાં હાંસી થાય છતાં એ પ્રીતિ રાખવામાં મારી શાબાશી છે એમ કવિ ઉમેરે છે. આપણા કથાસાહિત્યમાં “ચતુર નાયિકા અને મૂરખ નાયકનું કથાઘટક છે, એમ એવાં ફાગુકાવ્ય પણ રચાયાં છે, એ વાતની અહીં યાદ આવે. આ વાતને આનંદઘનજીએ અભિનંદન જિન સ્તવનમાં આ રીતે કહી છે: દરિશણુ દરિશણ રટતે જે ફિરું
તે રણરઝ સમાન જેને પિપાસા હો અમૃત–પાનની
કિમ ભજે વિષપાન
અભિન દન જિન દરિશણ તરસીએ. કેટલીકવાર સાવ સરળ લાગતી બાબત શબ્દોથી, વાણીના અર્થથી સમજાવી શકાતી નથી, તેમ કેટલીકવાર ગહન લાગતી.
થી થાય છતાં પણ કામ એવાં ?