________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ૩-૮૮ અને ૧-૪-૮૮
ભગવાન મહાવીરનાં એ વચનમાંથી પ્રેરણા લઈ આપણાં વૈયકિતક અને સામૂહિક જીવનમાં પરિવર્તન આણવું એ આપણી સાંસ્કૃતિક નિષ્ઠાથી દ્રષ્ટિએ પણ આવશ્યક છે.
રમણલાલ ચી. શાહ
શ્રી દીપચંદ ત્રિભોવનદાસ ટ્રસ્ટ ગ્રન્થ શ્રેણું
પ્રન્થ ચોથા જિનતત્વ ભાગ-૨ લેખક ડો. રમણલાલ ચી. શાહ
પ્રગટ થઈ ગયો છે. મૂલ્ય રૂા. ૨૦/
-: પ્રકાશક :શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
૩૮૫, સરદાર વી. પી. માર્ગ, - મુંબઈ-૪૦૦ ૦૦૪ ફેન : ૩૫૦ ૨૯૬ નેધ : સંઘના સવ સભ્યને માટે કિંમત રૂપિયા પંદર
જાતિમદ, કુલમદ, ગોત્રમદ ઇત્યાદિની નિરર્થકતા સમજાવતાં. ભગવાન મહાવીરે કહ્યું છે : पण्णामदं चेव तवोमदं च,
froળામણ જોયમટું વિહૂ ! ' आजीवगं चेव चउत्थमाहु,
से पंडिए उत्तमपोग्गले से ॥
( સૂત્રતા ૧ / ૧૨ / ૧૧ ) . (જે સાધુઓ હોય તે બુદ્ધિમદ, તમિર, ગૌત્રમદ અને - આજીવિકામદ ન કરે. જે આ મદ કરતા નથી તે જ પંડિત છે અને તે જ સર્વશ્રેષ્ઠ છે)
એવી જ રીતે માત્ર બાહ્ય લક્ષણે કે બાહ્ય આચરણથી ઉત્તમ મનુષ્ય નથી થઈ શકાતું, પરંતુ આંતરિક સદ્દગુણે ખીલવવાથી તેમ થવાય છે તે દર્શાવતાં ભગવાને સરસ કહ્યું છે: न वि मुण्डिएण समणो,
ન જાળ વમળો . . न मुणी रणवासेणं,
कुसचीरेण न तावसे ॥ समयाए समणो होइ,
મળે મળો ! नाणेण य मुणी होइ,
तवेणं होई तावसो ॥
(૩ત્તાયન સૂત્ર ૨૫ ૨૭ – ૨૦ ) . (શિરમુંડનથી કોઈ શ્રમણ થતું નથી. ૩ ને જાપ કરવાથી કઈ બ્રાહ્મણ થતું નથી. અરણ્યવાસ કરવાથી કેાઈ મુનિ થ. નથી અને વલ્કલનાં વસ્ત્રો પહેરવાથી કઈ તાપસ થતું નથી. સમતાથી માણસ શ્રમણ થાય છે, બ્રહ્મચર્યથી બ્રાહ્મણું થાય છે, જ્ઞાનથી મુનિ થાય છે અને તપશ્ચર્યાથી તાપસ થાય છે.)
વૈદિક પરંપરાના હિન્દુઓમાં જ્યારે વર્ણવ્યવસ્થા અત્યંત સુરત હતી ત્યારે જૈન પરંપરામાં ચારે વણુ માટે મેકળે. અવકાશ હતો. ભગવાન મહાવીર પોતે ક્ષત્રિય હતા. તેમના ગણધર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈ અને શુદ્રો પણ હતા. એટલે કે જૈન ધર્મના પરિપાલનમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણને સરખે અધિકાર હતે. વર્ણના કારણે કોઈને ઊંચ કે નીચ લેખવામાં આવતા ન હતા. ભગવાનના શમણુસંધ દીક્ષા લેનાર રાજકુમારે પિતાની પૂર્વે સાધુ થયેલા પિતાના દાસને પણ વંદન કરતા. ભગવાને સમતા અને આત્માની સમાનતાને એ એક આદર્શ પ્રજા સમક્ષ મૂક હતે. ઊંચે બેઠેલા માણસે જ્યારે નીચે ઊતરીને સમાનતાની સાચી વાત કરે છે ત્યારે તે પ્રિય અને સદ્ય સ્વીકાર્ય બને છે. ક્ષત્રિય રાજકુમાર વર્ધમાને રાજ્યના સુખેપભેગોને અને ગૃહસ્થ જીવનને ત્યાગ કરીને જ્યારે વર્ણવ્યવસ્થા અને જાતિમદ, કુલમર કે ગોત્રમદનું અભિમાન ન કરવા માટે ઉપદેશ આપે ત્યારે તે સહર્ષ સ્વીકાર્ય બન્યું હતું.
- વર્ણવ્યવસ્થાને પ્રશ્ન આજે આપણને ગૌણ લાગે છે, પરંતુ એ સમયે, અઢી હજાર વર્ષ પૂર્વે આવી રૂઢ વ્યવસ્થા સામે માનવમાત્રની સમાનતાના ક્રાંતિકારી વિચારો દર્શાવવા એ સરળ વાત નહોતી.
સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ વસંત વ્યાખ્યાનમાળા
સંધના ઉપક્રમે રાષ્ટ્રના સળગતા પ્રશ્નો પર પ્રતિવર્ષ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ વસંત વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષની વ્યાખ્યાનમાળા મંગળવાર, બુધવાર અને ગુરુવાર, તા. ૧૯, ૨૦, ૨૧ એપ્રિલ, ૧૯૮૮ના રોજ
જવામાં આવી છે. તેને કાર્યક્રમ નીચે મુજબ છે : " વિષય: “આથિક અંધાધુંધી: ખાય છે કેઈમાગ?”
Economy In Chaos : Any Way Out" દિવસ વાર
વ્યાખ્યાતા ૧૯-૪-૮૮ મંગળવાર શ્રી સી. સુબ્રમણ્યમ,
ભારતના માજી નાણાપ્રધાન ૨૦-૪-૧૮ બુધવાર શ્રી નેહિત સેન
સામ્યવાદી સિદ્ધાંતના સમર્થ વિદ્વાન ૨૧-૪-૮૮ ગુરુવાર શ્રી હેમી પી. રાનીના
નાણાકીય બાબતોના પ્રખર અભ્યાસી સ્થળ : શ્રી વાલચંદ હિરાચંદ સભાગૃહ,
ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦ ૨૦. સમય : ત્રણ દિવસ સાંજના ૬-૧૫ કલાકે
આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન શ્રી અમર જરીવાલા, સંભાળશે. સૌને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.
કે. પી. શાહ રમણલાલ ચી. શાહ પન્નાલાલ ર. શાહ
મંત્રીઓ
. પ્રમુખ