SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૮૮ પદ્ધ જીવન અગ્રેજી ભાઈ &તર સહિત વિવિધ જ એનાં ભાષાં હેમચન્દ્રાચાર્યની આઠમી શતાબ્દી (પૃષ્ઠ રથી ચાલુ) એ માટે અત્યારથી જ વિવિધ પ્રકારનાં આજ કરવાની જરૂર છે. જૈન સમાજ પાસે નાણાંની કમી નથી. ત્યાગી સાધુસમાજ સમય પણ ઘણે ફાળવી શકે એમ છે. એટલે આચાર્ય ભગવે છે અને અન્ય મુનિ મહારાજેએ ઠેર ઠેર લેકને પ્રેરણા અને ઉપદેશ આપી આઠમી શતાબ્દીની ઉજવણીના વાતાવરણને સજીવન બનાવવું જોઇએ, ગાજતું કરવું જોઇએ. , હેમચંદ્રાચાર્યના સાહિત્ય વિષે હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે. એમના ગ્રંથની અધિકૃત વાચનાઓ (પાઠાંતરે સહિત) તૈયાર કરાવવા સાથે હિન્દી, અંગ્રેજી, મરાઠી, તમિળ વગેરે ભાષાઓમાં એનાં ભાષાંતરે થાય તે માટે પ્રયાસ એ જોઇએ. વિવિધ દ્રષ્ટિકોણથી તુલનાત્મક અધ્યયન થવાં જોઇએ. સ્થળે સ્થળે હેમચંદ્રાચાર્યના જીવન અને કાર્ય વિષે વ્યાખ્યાને લેવાં જોઈએ. વિષયવાર, કૃતિવાર એમ જુદી જુદી દ્રષ્ટિથી પરિસંવાદનું આયેાજન થવું જોઈએ. હેમચંદ્રાચાર્ય પ્રત્યે જૈન-જૈનેતર સર્વ વિદ્વાનોને અપાર અનુરાગ રહ્યા કર્યો છે. વ્યાખ્યાને, પરિસંવાદ, સંપાદને, અનુવાદ સંશોધન–અધ્યયન વગેરેમાં જૈન - જૈનેતર અને દેશવિદેશના સર્વ વિદ્વાનોને સહકાર મેળવી હેમચંદ્રાચાર્યની આઠમી શતાબ્દી અનેક સ્થળે ભવ્ય સ્વરૂપે ઉજવાય એ માટે આચાર્ય ભગવંત અને મુનિ મહારાજોએ, સંઘોએ, વિવિધ સંસ્થાઓએ, શ્રેષ્ઠિઓ, વિદ્વાને વગેરે સૌ કોઈએ અત્યારથી એ દિશામાં સજાગ બની આયેાજન કરવું જોઈએ. જુદે જુદે સ્થળે અને જુદે જુદે સમયે નાના નાના સ્વતંત્ર કાર્યક્રમ સહિત મુંબઈ, દિલ્હી, કલકત્તા, મદ્રાસ, અમદાવાદ જેવાં મેટાં સ્થળોએ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજવા જોઈએ. કાયમી સ્વાધ્યાયપીઠની યથાશય સ્થાપના કરવી કરાવવી જોઈએ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને સમસ્ત માનવજાત ઉપર અને વિશેષપણે ગુજરાત ઉપર ઘણે મેટો ઉપકાર રહ્યો છે. એમનું એટલું મેટું ઋણ રહ્યું છે કે એમની આ આઠમી જન્મશતાબ્દી યોગ્ય રીતે ઊજવીને આપણે કંઈક ઋણમુક્ત બની શકીએ. વર્તમાન સમયમાં નાણાં અને આધુનિક વૈજ્ઞાનિક સાધન-સામગ્રીને યોચિત ઉપયોગ કરી આઠમી શતાબ્દીની ઉજવણી એવી સરસ કરવી જોઈએ કે જે એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના બની જાય. ભવિષ્યના ઇતિહાસ - કારને પણ એની નોંધ લીધા વિના ચેન ન પડે. દ્રષ્ટિસંપન્ન સજાગ સાધુભગવંતે અને ગૃહસ્થ વૈયક્તિક અને સામૂહિક ધોરણે આ દિશામાં સત્સાહ ઉદ્યમ કરશે ? -રમણલાલ ચી. શાહ . . . . સ્વરાજ અને નશાબંધી (પૃષ્ઠ ૧૦થી ચાલુ) અધી વસતિ સ્ત્રીઓની છે. તેઓ તે નશાખોરીની વિરુદ્ધ છે જ અને મોટા ભાગના લોકોને નશે પસંદ નથી. પણું. લેકશાહીમાં બોલકા લેકે ફાવી જાય છે, એવા લોકે રાજકીય પક્ષોને ધૂમ પૈસા આપીને પિતાનું ‘અંકે કરી લેતા હોય છે. ' આજે આપણા દેશમાં વિવિધ કક્ષાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંના ઠીક ઠીક પ્રમાણમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા છે અથવા તે તેમને હાથ એવા ધંધાથીએ નીચે દબાએલે છે પછી શું થાય? એવા લોકોની શરાબલેબી રાજસ્થાનના ઋષિસમા શ્રી ગોકુળભાઇને પણ હડસેલાવી શકે છે. બધે જ આવું જ ચાલે છે. આ તે વાત થઈ નશાબંધીની. અન્ય ક્ષેત્રમાં પણ આવાં જ બળો કામ કરી રહ્યાં છે. જરીપુરાણાં બળ પુનઃ માથું ઊંચકી રહ્યાં છે ને દેશને ૨૧ મી સદીમાં લઈ જવાને બદલે પાછા ખેંચી રહ્યાં છે. પ્રશ્નને કોઈ પ્રશ્ન હોય તે તે આ છે કે જાહેર જીવન કેમ વિશુદ્ધ થાય. અસામાજિક તો તેમજ સ્થાપિત હિતવાળા લોકોની નાગચૂડમાંથી દેશ તેમજ લેકે કેમ છૂટે ? ગાંધી નિર્વાણ પર્વ આપણા માટે આ દિશાનું આત્મચિંતન કરવાને પ્રસંગ બની રહે જોઈએ. એ અંગે વિચારીએ, દિશાપરિવર્તન કરીએ. દિશાપરિવર્તન એટલે ગાંધી ચીં માગી વિકેન્દ્રિત સમાજરચના અર્થરચનાનાનું એટલું સુંદરવાળી વાત (Small is beautiful) યંત્રવાદના રાક્ષસી નાગચૂડમાંથી છુટકારે. કુદરત તરફ પ્રતિગમન, સાદાઈ શ્રમનિષ્ઠા, પાયાના મૂલ્યનું પુનઃ સ્થાપન. આવું આવું ઘણું ઘણું કરવાનું છે જે પાયાનું છે. આજની દુઃખદ પરિસ્થિતિ એ વર્તમાન સમાજરચનાને અભિશાપ છે તેથી એ પરિસ્થિતિ પલટાવ્યા વિના છૂટકો નથી. મેટા ભાગનાં દુઃખદર્દીનાં મૂળ અહીં પડેલાં છે તેટલું સમજી લઇએ તો સારું. મુનિ સેવા આશ્રમને ભેટ રકમ રવિવાર, તા. ૨૧મી ફેબ્રુઆરીએ સંધના કાર્યકર્તાઓ, સમિતિના સભ્ય, દાતાઓ વગેરેએ વડોદરા પાસે, ગોરજમાં આવેલી મુનિ સેવા આશ્રમ નામની સંસ્થાની મુલાકાત લીધી હતી તે સમયે ત્યાં ઉપસ્થિત રહેલી વ્યક્તિઓએ રૂપિયા પંદર હજારની રકમ આશ્રમને ભેટ આપવાની જાહેર કરી હતી, જેની વિગત નીચે પ્રમાણે છે : રૂા. ૧૦,૦૦૦-૦૦ એક બહેન અને એમના પરિવાર તરફથી - ૧૦૦૦૦૦ શ્રી કાન્તિલાલ નારણદાસ શાહ * ૧૦૦૦-૦૦ શ્રી મફતલાલ ભીખાચંદ શાહ ૧૦૦૦-૦૦ શ્રી પ્રમોદચંદ્ર સી. શાહ - ૧૦૦૦-૦૦ એક બહેન તરફથી ૫૦૦-૦૦ શ્રી ચંદ્રાબહેન હરસુખભાઈ શાહ ૫૦૦-૦૦ શ્રીમતી સુલીબહેન અને અનિલભાઈ હિરાણી મહાવીર જન્મ કલ્યાણક અંક પ્રબુદ્ધ જીવનને તા. ૧૬-૩-૧૯૮૮ તથા તા. ૧-૪-૧૯૮૮ને અંકે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિતે સંયુક્ત અંક તરીકે તા. ૧-૪-૧૯૮૮ના રોજ પ્રગટ થશે.' , ' ,
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy