SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મ નાસ્તાની વ્યવસ્થા રાખેલી તેને ન્યાય આપી અમે ત્યાંથી વિદાય લીધી હતી. સાંજના છ વાગ્યે અમે બધાં વાધડિયા તાલુકામાં આવેલ ગોરજ ગામે મૌનીબાબાની પ્રેરણાથી સ્થપાયેલ મુનિ સેવા આશ્રમની મુલાકાતે ગયાં હતાં. ત્યાંના મુખ્ય સંચાલક અને આશ્રમના પ્રાણસમા ભગવતી એવા બહેનશ્રી અનુબહેન ડકકરની મુલાકાત લીધી. તેમની મુલાકાતથી અમેા સવે ખરેખર પ્રભાવિત થયા. ત્યારબાદ તેમણે ત્યાંની પ્રવૃત્તિઓને ટુકમાં અમને પરિચય કરાવ્યા હતા. પ્રથા જીવન તેમની પ્રવૃત્તિઓમાં, મદબુદ્ધિની બહેનને ત્યાં રાખી તેમની માવજત કરવામાં આવે છે. અત્યારે ત્યાં આવી ૧૪ બહેનેા છે. જે આજે તેમના કુટુંબથી અળગી થઇને અત્યારે અનુબહેન કકરના સાનિધ્યમાં રહે છે. તેમને ખૂબ જ વાસલ્યભાવપૂર્વક રાખવામાં આવે છે અને અનુબહેન તેમને માતાથી પણ અધિક સુશ્રુષા આપી રહ્યાં છે. મમુદ્ધિની બહેનોને પ્રેમભાવપૂર્ણાંક વર્તન, સારુ બાજન અને સારા કપડાં આપવામાં આવે તે એને કશાની જરૂર નથી રહેતી, અને અનુબહેન તેમની આ માન્યતા પ્રમાણે સારવાર આપે છે. તે બહેનેાની અમે એ મુલાકાત લીધી. સારવારની આવી પદ્ધતિના કારણે તે બધી બહેને ખૂબ જ આન ંદવિભાર હતી. તેમના માનસિક વિકાસ ત્યાં અવશ્ય થશે જ, તેવી અમને પ્રતીતિ થઈ. બીજું, તરતનાં જન્મેલાં ખાળાને કાઈ છોડી ગયુ' ય અથવા તેને સાચવવા માટે જે અશકય હોય એવા બાળકાને અહી’ લાવીને સાચવવામાં આવે છે અને અનુબહેન તેમની સાચી માતા બનીને તેમને હૃદયના ઊંડા ભાવપૂર્વક પોતાની દીકરીએની માફક સાચવે છે. અહી એક વર્ષથી માંડીને પાંચ છ વર્ષ સુધીની બાળાઓને પણ અમાએ ખુશખુશાલ હસતી–રમતી જોઇ આ અને પ્રકારની બાળાઓના દર્શનથી અને તેની લેવાતી સભાળથી અનુબહેન પ્રત્યે મને મન દંડવત પ્રણામ થઈ ગયા. આવા જંગલ જેવા વિસ્તારમાં આવી મેટી જવાબદારી સંભાળીને ખૂબ જ સાત્ત્વિક ભાવથી અનુખેન આ આશ્રમ ચલાવે છે. તેની પ્રશંસા કરવાના મને શબ્દો નથી મળતા. આ સિવાય આજુબાજુના વિસ્તારમાં ઘેડિયાધર ચલાવે છે. તેમાં ૨૦૦ બાળકો છે, ત્યાં ગૌશાળા ચાલે છે અને ત્યાંના વિસ્તારના માણસોને છાશ વિનામૂલ્યે આપવામાં આવે છે. એ વિસ્તારના કાઈ પણ માણસ એકાર હોય તેને થાડુ કામ કરાવીને ત્યાં જમાડવામાં આવે છે અને ધરે વૃદ્ધો હોય તેમના માટે મફત અનાજ આપવામાં આવે છે. આશ્રમમાં હોસ્પિટલ ચલાવવામાં આવે છે અને ત્યાં નાના—મેટા દરેક જાતનાં આપરેશને નજીવી ફી લઇને કરવામાં આવે છે. અહીં પ્રસુતિગૃહ પણ છે. અલગ અલગ -ગામામાં આશ્રમશાળા પણ ચલાવવામાં આવે છે. આ આખા વિસ્તાર લૂંટારાઓને હતા. દારૂ તેમને દેવતા હતા. એવા માણસેની વચ્ચે અનુબહેને યજ્ઞ માંડયેા છે. વ્યસન, પાપ, હિંસા આવા દુર્ગુણાને છેડાવવા તેમના આંતરિક પ્રયત્ન સતત ચાલે છે અને તેનુ ખૂબ જ મૂપવાન પરિણામ આવ્યું છે. અમેએ સાંજનું સાત્વિક ભજન ત્યાં લીધું અને આ સંસ્થાને પણ અમે રૂપિયા પંદર હજાર ભેટ આપવાની તા. ૧-૩-૮૮ જાહેરાત કરી હતી, જેની વિગત "અન્યત્ર આપવામાં આવી છે. અત્રે ભોજન બાદ છેલ્લે દસ મિનિટ બધાએ સાથે મળી ગોષ્ઠિ કરી અને અનુબહેને મધુરક થી ખે ભજનેા સંભળાવ્યા અને અમેાને બધાને ડોલાવ્યા. ખરેખર અનુબહેન સેવા અને સાત્ત્વિકતાની મૂર્તિ સમાં છે. વિગતે ટુંકમાં જ આપી છે. સંપૂર્ણ વિગતે સાંભળનારને પ્રશ્ન થાય કે એક સ્ત્રી આવા જંગલમાં મંગલ જેવું વિરાટ કાય કરી શકે ? પર ંતુ અનુબહેનનુ સેવાકાય તે અમાનજરોનજર નિહાળીને આવ્યા. તેમના આશ્રમની પ્રસન્નતા, રવચ્છતા અને સાત્ત્વિકતા અમારા સૌના હ્રદયને સ્પશી ગઇ. અમે અહીં એક વાસલ્યમૂતિ અને સેવામૂર્તિ ના સ્વરૂપે એક આદર્શ ભારતીય નારીનાં દર્શન કર્યાં. અને ધન્યતા અનુભવી. સેવા મૂર્તિ અનુબહેનની ઉત્કૃષ્ટ સેવા, હિ ંમત અને દીનજના પ્રત્યેની તેમની હમદદી પ્રત્યે અમારા સૌનુ મસ્તક ઝુકી ગયું. હજુ પણ એ આશ્રમની મુલાકાતનાં સુખદ સ્મરણો હૈયાને આનંદની હેલીથી ભરી દે છે. શ્રમમદિર ( સિધરોટ )માં એક કાથમી ભાજનિતિથ માટે સંઘ તરફથી જાહેર થયેલી રકમ ૧૫૦૦૦૦ મૃતલાલ ભીખાચંદ શાહુ ૧૫૦૦-૦૦ કુ. મીનાહેન શાહ ૧૦૦૦-૦૦ શ્રીમતી રસીલાબહેન મહેન્દ્રભાઈ ઝવેરી ૧૦૦૦-૦૦ શ્રી કાન્તીલાલ નારણદાસ શાહ ૧૦૦૦-૦૦ શ્રીમતી રમાબહેન પારેખ ૧૦૦૦-૦૦ ડૉ. રમણભાઈ શાહ, તારાબહેન શાહ તથા શ્રી પ્રમાદભાઈ સી. શાહ ૧૦૦૦-૦૦ શ્રી અનિલભાઇ અને શ્રીમતી સુલીબહેન હિરાણી ૧૦૦૦-૦૦ શ્રી શાંતાબહેન બાબુભાઇ કામદાર ૧૦૦૦-૦૦ શ્રી પ્રવીણભાઈ કે. શાહ અને શ્રીમતી ભાનુબહેન પી. શાહ ૧૦૦૦-૦૦ શ્રી હરસુખભાઇ શાહ અને શ્રીમતી ચંદ્રાબહેન શાહ ૧૦૦૦-૦૦ શ્રી વિનુભાÚ મહેતા અને શ્રીમતી રમાબહેન મહેતા ૧૦૦૦-૦૦ એક બહેન તરફથી છે. મહિનીબહેન દલાલ ૧૦૯૦-૦૦ શ્રી પ્રમોદભાઇ શાહ અને શ્રીમતી જ્યેાતિબહેન પી. શાહુ ૧૪૦૦૦-૦૦ રૂા. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહુ વસત વ્યાખ્યાન માળા પ્રતિવષ ની જેમ આ વર્ષે પણ સંધના ઉપક્રમે સોમવાર, તા. ૧૮-૪–’૮૮થી સુધવાર, તા. ૨૦-૪-'૮૮ સુધી ત્રણ દિવસની વસંત વ્યાખ્યાનમાળાનું આયોજન ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર (ચગેટ)ના સભાગૃહમાં કરવામાં આવ્યુ છે. વ્યાખ્યાનના વિષય છે—આર્થિક આધાધુંધી દેખાય, છે કોઈ માગ?' ત્રણેય દિવસના વ્યાખ્યાનને સમય સાંજના ૬-૧૫ વાગ્યાને રાખવામાં આવ્યા છે. આ અંગેની વધુ વિગતે આગામી અંકમાં જાહેર કરવામાં આવશે. મત્રીએ
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy