SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ પ્રબુદ્ધ જીવન તા. ૧--૮ આજીજી કરવા લાગી મેહજીયે બારીમાંથી કહ્યું કે “રાજપૂત અને ચારણ ભાઈબેન છે માટે બધું બનેલું તું ભૂલી જજે.' ઊજળી કહે છે : “હે બરડાના ધણી જેઠવા ! આજ સુધી તે તું મને મીઠે સ્વરે બોલાવતા ને આજ ફુચા જેવાં વેણ શીદ ઉચ્ચારે છે? જાણી જોઈને છાણે ચડાવેલ વીંછી ડંખ ન મારે તે બીજુ શું કરે ? મેં તને બરડાના બિલેશ્વર પાસેથી માગી લીધે એટલે મને તારા ડખ વાગે જ ને! તારી અધમતા એટલી હદે જશે એમ મેં નહતું ધાર્યું, જે તેમ જાણત તે મારા પગ ઢાંકીને હું બાળકુંવારી બેસી રહેત, તે મને પ્રીતિ કરીને પાટુ મારી, હું સામે ચાલીને અહીં આવનારી આજ હલકી પડી ગઈ. જે તારા દિલમાં પ્રેમ ન હતું તે ના પાડવી ઘટારત હતી, હે કુલીન કુમાર ! તેં મારી લાજ લઈને લેકમાં મને ભેટી પડી, મારા જેવી પરદેશી (વનવાસી) કન્યાની પીડા તું નગરજન કેમ કરીને જાણવાને ? તેં ભાથાં ભરીને તીર રાખેલાં તે એક પછી એક મને માથે જ રાખ્યાં! હું પ્રણયમાં વધાઇને ચાળણું જેવી થઈ ગઈ. પરિણામ એ આવ્યું કે હું સદાય તારી એશિયાળી જ રહી, તારી ડેલીના ટેડલા ઝાલીને નીચે મેઢે ઊભા રહેવાની દયામણી દશા હવે શું છે? તે મને કાયમ માટે મેણિયાત કરી મૂકી, બાળતિયામાં વી ટેલી હતી ત્યારથી જ હું દુઃખી છું, મારું બાળપણ નિરાધાર ગયું, માતા મરી ગઈ ને તેના થાનેલા ઉપર હું કદી કરીને ધાવવા પામી જ નહિ, માએ જેમ તરછેડી તેમ આજ તે મને તરછોડી ! તાવમાં ઉકરાંટા આવતાં માણસ જેમ અન્નને ધુતકારે તેમ આજે ઘુમલીના કુલીન કુમારે મને દગાથી ધુતકારી! મારી મીઠી પ્રીત એને અફીણ જેવી કડવી લાગી, આ બરડને મુલક ખારે નીકળે, એનાં ખારાં હૈયાનાં માનવી માત્ર મેઢેથી જ મીઠું બોલી જાણે છે. આવા નગુણા સાથે નેહશે. ને નાતે શે? અરેરે! મેં કુંભારની કેડિયમાંથી કા ઘડે પસંદ કર્યો, મેં નહોતું જાણ્યું કે પ્રેમજાળમાં આ કચે ઘડો ગળશે ને મને ડુબાડશે, આભપરાને ડુંગરેથી ફેંકાઈને હું મહેરામણમાં ડૂબી, હવે તે હે પૂર્વના પ્રીતમ! આપણે સ્વર્ગમાં જ મળશું. આ કરતાં તે તું મરી ગયે હત તે કરમના લેખ માનીને હું મન વાળી બેસી રહેત. અજ તું મને જીવતીને ભડભડાટ કેમ બાળે છે? ભેળી કન્યાને દશે દેનારા હે કૃતન કામી ! તારી આ ધુમલી નગરી ઉપર કાગડા કળકળશે. તારી નામવંત નગરીને ઘુમટે ભાંગીને ભૂકે થશે, તારા રાજમાં રોજ ને રોજ આગ લાગ્યા કરશે, પાણીના જળસાપ પગ તળે દબાતાં સહેજ ડંખ મારે છે. એ પરડેતરાંના ડંખે મત ન નીપજે, પરંતુ હળાહળ વિષચંતા નાગને ડખેલા માનવી તે પવળું પાણી માગવા જેટલાંય ન છે, તેમ પામર સ્ત્રીના શાપ ન ફળે પણ મારી જેવી પવિત્ર, કુલીન, નિર્દોષ ચારણકન્યાના શાપે તારું ધોતપોત નીકળશે.” - દક્ષિણ આફ્રિકાનાં પાશ્ચાત્ય બાંધણીનાં ઘરમાં ખાળ-મેરી હોતાં નથી. રાતની હાજત થાય છેતેનાં ખાસ ચીનીમાટીનાં વાસણોમાં તે પતાવી ઘરના માલિક જાતે જ તે ઉપાડતા. ગાંધીજી વકીલાતના ધંધામાં મહેતાજીઓને પિતાના ઘરમાં રાખતા. જૂના મહેતાઓ પિતાની હાજતનાં વાસણો પિતે ઉપાડતા. પણ એક નવા ખ્રિસ્તી મહેતાને આ સ્વાશ્રયના રિવાજની ખબર નહિ. ગાંધીજીએ કરતુરબાને તે ઉપાડવા હુકમ કર્યો. કસ્તુરબાની ગૈષ્ણવ પ્રકૃતિને આ પારકાં મળમૂત્ર ઉપાડવાં અપમાનજનક લાગ્યું. આંખમાંથી આંસુ પડતાં જાય, લાલ આંખે તેઓ ગાંધીજી તરફ જતાં જાય અને વાસણું ઉપાડતાં જાય. પણ ગાંધીજી કહે હસતાં હસતાં ઉપાડે. તે કેમ બને. ગાંધીજી કહે : “આ કંકાસ મારા ઘરમાં નહિ ચાલે', ‘ત્યારે તમારું ઘર તમારી પાસે રાખો, હું ચાલી !' કસ્તુરબાએ સંભળાવ્યું, ગાંધીજીએ કરતુરબાનું કાંડું પકડ્યું ને સીડી ઉતરાવી દરવાજા સુધી તેમને ખેંચી ગયા, દરવાજે અરધે ઉઘા. કસ્તુરબાએ પરખાવ્યું, તમને તે લાજ નથી, મને છે. જરા તે શરમાઓ, હું બહાર નીકળીને કયાં જવાની હતી? અહીં માબાપ નથી કે ત્ય જાઉં. હું બાયડી થઈ એટલે મારે તમારા ધુંબા ખાવા જ રહ્યા. હવે લજવાઓ ને બારણું બંધ કરો. કોઈ જોશે તે બેમાંથી એકે નહિ શોભીએ !” આવા છે અબળાના ઉદ્ગારે, સુંદરીના સપાટાએ, સતીના શાપે, તરુણીના તમાચાએ, સNિણીના સુસવાટાઓ ન નાગણના ફંફાડાઓ. મહાન કવિએ જ આવી લલનાના મુખમાંથી લાવારસ વહાવી શકે. પ્રેમાળ સીતા કટાક્ષમાં વાણ ફેંકી શકે છે, પતિના પડછાયા જેવી દ્રૌપદી દારુણ દાવાનળ જેવી વાગ્ધારા વહાવી શકે છે, લાડકા પુત્રને પિતાની સગી આંખ સામે કતલ થતે જોતાં અબળા રાણકના મુખમાંથી આગ ઝરે છે, વનચરની વચ્ચે ઉછરેલી ઊજળીનો આત્મા અગ્નિશિખા જેવાં વચને વડે મેહને મૂંગામતર બનાવી દે છે. અને અશિક્ષિત કસ્તુરબાનાં વચનને હતાશ બેરિસ્ટર બાપુજીની બુદ્ધિને બહેર મારતી કરી મૂકે છે, છ છેડાયેલી છબિલી લલનાની પ્રકોપપૂર્ણ વાગ્ધારા, સાહિત્યને વાંચવાથી નથી સરજાતી પણ તે આત્માની કલામાંથી ઊપજે છે તે અનાયાસે સાહિત્યનું ગૌરવ ધારણ કરે છે. • પ્રબુદ્ધ જીવન (રજિસ્ટ્રેશન એફ ન્યુઝ પેપર્સ રૂલ્સ ૧૯૫૬ના અન્વયે) (ફાર્મ નં. ૪) “પ્રબુદ્ધ જીવન’ સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધિનું સ્થળ : રસધારા કે. એ. હા. સોસાયટી, : ૩૮૫ સરદાર વી. પી. રોડ, મુંબઈ ૨. પ્રસિદ્ધિને કમ : દર મહિનાની પહેલી અને સોળમી તારીખ. ૩. મુદ્રકનું નામ : ચીમનલાલ જે. શાહ કયા દેશના : ભારતીય ઠેકાણું : રસધારા કે. એ. હા. સોસાયટી, : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ૪. પ્રકાશકનું નામ : ચીમનલાલ જે. શાહ કયા દેશના : ભારતીય ઠેકાણું : રસધારા કે. એ. હા, સેસાયટી, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪ ૫. તંત્રીનું નામ : ડો. રમણલાલ ચી. શાહ ક્યા દેશના : ભારતીય : રસધારા કે. એ. હા. સોસાયટી, ૩૮૫, સરદાર વી. વી રેડ, મુંબઈ-૪ ૬. માલિકનું નામ અને શ્રી મુંબઈ જૈન યુવક સંધ, સરનામું : ૩૮૫, સરદાર વી. પી. રેડ, મુંબઈ-૪ હું રમણલાલ ચી. શાહ આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતે મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧–૩–'૮૮ : - રમણલાલ ચી. શાહ ઠેકાણું
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy