________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૮૯
છે તે પેખીતે તમને તમારા આ યમને આ નિયમ તજવાનુ મન ક્રમ નથી થતું? હૃદયને ખળી નાખતી તમારી આ વિષત્તિના જ્યારે હું વિચાર કરું છું ત્યારે તમને શા વિચારા ઊઠતા હશે તે તે હું જાણી શકતી નથી પરંતુ મારું પોતાનુ હું યું તે ચિરાઈ જાય છે, પૂવે રાજમહેલમાંના વૈત્તાલિકા પ્રભાતમાં તમારાં યશગાન ગાઇને તમને સુમધુર કંઠે જગાડતા આજે આ વગડાનાં શિયાળિયાં કરુણ . લાળી કરીને તમને ઉઠાડે છે. પૂર્વે બ્રહ્મભોજન કરાવીને તમે પ્રસાદ આરેાગતા ત્યારે તમારા દે રમણીય દીસતા, આજે તમારા આ ફ્લાહાથી તમારી કાયા ને તમારી કીતિ અને કરમાયાં છે, પૂવે મણિમય પાદપીઠ ઉપર મૂકેલા તમારા ચરણાને પ્રણામ કરતા રાજવીઓના મરતકની પુષ્પમાળાના કેંસરથી જે ચરણા છ ટકાતા હતા તે જ તમારા ચરણા આજે યજ્ઞાથે ઋષિઓએ વાઢેલા દર્બાની મધ્યમાં આથડે છે. દુશ્મનાએ સરજેલી આ દુર્દશા મારા મનને મથી નાખે છે. દેવકૃત દુર્દશાનો ઉપાય નથી, પરંતુ આ માનવકૃત દુદ શાને ઉપાય તમારા જ હાથમાં છે, હવે આ મનની શાંતિને વેગળા મૂકીને શત્રુના વધના ઉપાય વિચારો, શમદમથી માત્ર મુનિએ જ સિદ્ધિ પામે છે–રાજવીએ નહિ, પ્રતાપીએમાં અગ્રેસર, યશેાધનના નિધિરૂપ રાજા જો આવાં અપમાને સહેવામાં સતેષ માનતા હોય તેા પછી ગૌરવ અને અભિમાનને આશરો કયાં મળશે ? જો તમે પરાક્રમને પહેરીને ક્ષમાતે જ સુખનું સાધન માનતા હો તે પછી ધનુષ્યબાણુને નેવે મૂકી, ઋષિ-મુનિની જેમ લાંબી જટા વધારી, દિન–પ્રતિદિન હોમહવનો કયે રાખો. નિત્ય નવાં અપમાન ઉપજાવનારા શત્રુ ઉપર વેર લેવાને તેા ખાર વરસની વાર્ છે એમ જો તમે વિચારતા હો તે તે મુમુક્ષુઓનુ તત્ત્વજ્ઞાન હશે પણ ક્ષત્રિયોની રાજનીતિ તે નથી જ. વિજય વાંછતા રાજાએ તે કાઇને કાઈ ખવાતુ ઉપજાવીને પરસ્પર થયેલી સંધિને દામય ઠરાવે છે અને પછી તેને ચીંથરાંની જેમ ઉડાડી મૂકે છે. વિધિએ નિમેલા અતકાળે સૂર્યનારાયણ પણ એક વાર આથી જાય છે ખરા પરંતુ પ્રભાતકાળ થતાંવેંત જ અધકારને વિદારીને તેએ ઝળહળી ઊઠે છે. અંધકાર ઉચ્છેદ કરનારા આવા સૂર્યને જેમ શ્રીની પ્રાપ્તિ થાય છે તેમ તમને પણ તે પ્રાપ્ત હો.'
સૈારાષ્ટ્રના કાષ્ટ રાજવીને ત્યાં રાજકન્યા જન્મી, જોશીએ જોષ ભાખ્યા કે આને પરણશે તેનુ લડામાં મૃત્યુ થશે, રાજાએ કન્યાને તળાવની પાળે તજી દીધી. મજેવડી ગામનેા કુંભાર તળાવની માટી લેવા નીકળેલા તેણે તેને જોઈ અને નિઃસ ંતાન હતા તેથી તેને પુત્રી તરીકે ઉછેરી. પંદર વરસની વયે કન્યાનુ રૂપ ઊંધાયુ, ચારણાએ જૂનાગઢના રા' ખેંગારને તથા પાટણના રાજા સિદ્ધરાજને તેની જાણ કરી અને તેના રૂપનાં વખાણુ કર્યાં, નજીકના જુનાગઢના રા'ખેંગાર રાણકદેવીને પરણ્યા અને દૂરને સિદ્ધરાજ રહી ગયા. સિદ્ધરાજે વેર વાળવા જૂનાગઢને બાર વરસના ઘેરા ધાલ્યા. અંતે ધરના ાતકી ભાણેજના દગાથી ઉપરકાટના દરવાજે ઊડયા અને રા'ખેંગાર યુદ્ધ કરતાં મરાયો. સિદ્ધરાજે રાણુકની તપાસ કરી તો તે ઉપરકેટમાંથી ગુપ્ત માર્ગે ગિરનાર પર્વતે પહેાંયેલી તેમ જાણ્યું. ત્યાંથી તેને પકડી મંગાવી અને લગ્નનો પ્રસ્તાવ મૂકો. સતી રાણકે ના પાડી તેથી તેના મોટા પુત્રને મારી નાખ્યો. તા ય તે ન ડગી આથી તેને ઉડાવીને પાટણ ચાઢ્યા. વઢવાણુ આવતાં
રાણકને સત ચડયું ને ત્યાં સતી થઈ, ગિરનારથી ઊતરતાં રાણકદેવી સેરની ભૂમિનાં ઝાડપાન, પહાડ, પશુપક્ષી વગેરેને સખાધી કઠોર વચને કહે છે અને ગુજરાતની ભૂમિની નિંદ્ય કરે છે. રાણકદેવી કહે છે :
હું ખેંગારના વેગવંતા ઘેાડા! તારા સ્વામી મરતાં આજે મારે ગુજરાતનું ગામતરું થાય છે, એ જોઈને તારુ' હય ફાટી કમ નથી પડતું? હે વનના મેરલા ! ઉપરાને કાંગરેથી તું શીદ ટૌકા કરે છે? તારા મીઠા ટૌકા આજે મારા કાળજાને શારી નાખે છે, જાણે કે પાણીથી મારુ દેપિંજર ઠરવાને સાટે દાઝે છે. હે વાવ ઉપર ઝખેલા વડલા તુ નણિયાત છતાં લીલા ક્રમ રહ્યો? ખેંગારના શકમાં ખળાને તુ લાકડુ ક્રમ ન થયા ? હે ચંપા ! તારી સુગંધ માણનાર ખેગાર ગયા છતાં તું કેમ કહ્યો છે? તારા ધડમાં હું આગ મૂકીને તને રાખ કરી નાખુ એવી આગ આજે અંતરમાં સળગે છે, હું ગિરનાર ! વાદળ સાથે વાતો કરતો હોય. તેટલા તુ ઊંચા છે. તને ભૂમિનાં માનવીના હૃદયની શી ગતાગમ હોય ? ખેંગાર મરતાં રંડાપો તે મને આવ્યા, તને નહિ, ગોઝારા ગિરનાર શું જોઇને તું વેરીને વળાવી રહ્યો છે ? શાકથી તું ભાંગી ક્રમ નથી પડતા ? જ્યાં પાળાં નામના મૂલ્યવાન સાળુ અને છે તે પાટણના દરવાજામાં પૂળા મુકામે, સુઘર તા આ સેરાની ભેમકા છે કે જ્યાં ઊનની કામળાને મળતી લોબડી લાખેણી ગણાય છે, સત્યાનાશ જાજો એ પાટણ પ્રદેશનુ કે જ્યાં ઝીણા પારા (જંતુ) જીવતા રહે એટલું પાણી કે લેા પામતાં નથી, એથી તે અદા છે મારા સેરઠ દેશ કે જ્યાં સાવઝ જેવાં કદાવર પશુઓ પણ અખંડ વહેતા સરિતાજળમાં પડીને આ જળપાન કરી શકે છે. જેની ભાગાળે ભોગાવા નદી વહે છે એવા આ સુંદર વઢવાણ શહેરને પાદરે હું આજ સતી થાઉં છું. હું ભોગાવાના ભરથાર ! મારા જે દેહને ખેંગાર ભોગવતા હતા તેને હવે તારામાં તાકાત હાય તે ભોગવજે. મને સતી થવા માટે તે દેવતા પણ મળવા દીધેા નથી, તને અબળખા હશે કે હજી રાણુક મને પરણશે. ભગવન્ટે આ દેહને તારા લાવલશ્કરના બળ ઉપર ! હે સૂર્ય નારાયણ ! મને આ કામી રાજા અગ્નિ નથી આપતા તે તમારા આથમતા બિંખમાંથી મને કિરણાગ્નિ આપે !' રાણુક આટલુ ખેલી ત્યાં તેના પગના અંગુઠો સળગ્યા તે ચિતા ભડભડાટ, ચૈતી.
સૈરાષ્ટ્રના બરડા ડુંગરમાં ચારણુના નેસમાં અમરા કાજા નામના ચારણ ભેંસા વડે ગુજરાન કરતા હતા. તેને ઊજળા નામે એક કન્યા હતી, એકવાર ચામાસાની આ લીમાં એક ખેલાન (ાડેસવારના ઘેાડી તેને આંગણે આવીને ઊભે. ઘરમાં કાઈ હતું નહિ. ઊજળીએ અસવારને સેજમાં સૂવાડી તેને ખાથ ભરીને દૂ. આપી. અસવાર જાગ્યા. પેાતાનાં અગ અભડાયાં માની ઊજળીએ તેને આંતર અપણુ કર્યુ, તે પુરુષ ઘુમલી નગરીના રાજકુમાર મેહ જેઠવા નીકળ્યો. પરસ્પર લગ્નના કાલ અપાયા, તિથિ નક્કી થઈ. વારવાર મેહનાં તેની સાથે મિલના થયાં. રાજાને ખબર પડતાં તેણે કહ્યુ કે રાજપૂત અને ચારણને સબંધ ભાઈ બહેનના છે. લગ્ન નહિ થાય, મેહ ગ્રુપ થઈ રહ્યો, તિથિ વહી જતાં ઊઝ્ની ઘુમલી ગઈ તે રાજન મહેલ સામે ઊભી રહીને ‘એકવાર તેમાં ખતા' એવી