________________
-
પ્રવૃત જીવન
તા. ૧-૩-૮૮
સિદ્ધરાજ અને કુમારપાળ હતા; અને એ બંને રાજવીઓને | દ્રષ્ટિ આપીને મહાન બનાવનાર હતા કલિકાલસર્વજ્ઞ યુગપ્રવર્તક મહાકવિ હેમચંદ્રાચાર્ય. એમના પ્રતાપે ગુજરાતી પ્રજાનાં ભાષા, સાહિત્ય અને સંસ્કાર સમૃદ્ધ બન્યાં. ભારતના અન્ય પ્રાંતની સરખામણીમાં ગુજરાતમાં દારૂ, માંસાહાર, જુગાર, શિકાર, વેશ્યાગમન, પશુબલિ વગેરે અનિષ્ટો આજ પણ ઓછાં છે તેને યશ અમુક અંશે હેમચંદ્રાચાર્યને ફાળે જાય છે, કારણ કે આઠ સૈકા પહેલાં કુમારપાળ જેવા રાજવીના સહકારથી એમણે વ્યસન ત્યાગ અને સદાચારની એક વ્યાપક ઝુંબેશ પ્રજામાં ઘરે ઘરે ગાજતી કરી હતી. સમગ્ર પ્રજાનું આમૂલ ઊર્વ પરિવર્તન થઈ ગયું હતું.
હેમચન્દ્રાચાર્યે જે વિપુલ સાહિત્યની રચના કરી છે એમાં એમના “સિદ્ધહેમ શબ્દાનુશાસને નામના વ્યાકરણનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. સિદ્ધરાજ જયસિંહની વિનંતીથી પતે એ વ્યાકરણની રચના કરી હતી માટે એનું નામ “સિદ્ધહેમ” રાખવામાં આવ્યું હતું. સંસ્કૃત સાહિત્યમાં આજ દિવસ સુધીમાં મહાન વૈયાકરણ તરીકે બે જ વ્યકિતઓનાં નામ સુપ્રસિદ્ધ છે (૧) પાણિનિ અને (૨) હેમચંદ્રાચાય. હેમચન્દ્રાચાયે પિતાના વ્યાકરણમાં સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ આપ્યું છે. છેલ્લાં આઠસો વર્ષમાં “સિદ્ધહેમથી ચડિયાતા બીજા કોઈ વ્યાકરણની રચના નથી થઈ એ જ એની મહત્તા દર્શાવે છે.
વ્યાકરણ ઉપરાંત હેમચંદ્રાચાર્યો “યાશ્રય મહાકાવ્ય” ત્રિષષ્ટિશલાકા - પુચરિત્ર,’ ‘ગશાસ્ત્ર.” “વીતરાગસ્તેત્ર, ‘સકલાહંત તેત્ર” “કાવ્યાનુશાસન, “અભિધાનચિંતામણિ, ‘નિઘંટુ કાશ, દેશી નામમાલા, વગેરે સંખ્યાબંધ કૃતિઓની રચના કરી છે. સાહિત્યનું તત્કાલીન કાઈ ક્ષેત્ર એવું બાકી નથી જેમાં હેમચંદ્રાચાર્યનું મૌલિક મહત્ત્વનું પ્રદાન ન હોય.
હેમચંદ્રાચાર્યે પિતાની કેટલીક કૃતિઓ ઉપર પિતે જ વિસ્તૃત ટીકા લખી છે. એને લક્ષમાં લેતાં હેમચંદ્રાચાર્યનું પિતાનું લેખનકાર્ય એટલું બધું વિપુલ થાય છે કે અસાધારણ ઉચ્ચતમ સજ પ્રતિભા અને વિવેચનપ્રતિભા વિના આટલું લેખનકાર્ય એક વ્યક્તિના જીવનકાળ દરમિયાન બનવું તે લગભગ અશક્ય જેવું લાગે. વૃદ્ધાવસ્થામાં પણ એમને હાથે મોટા ગ્રન્થ લખાયા છે. એમણે પિતાના જીવનકાળમાં સાહિત્યને તે જાણે મેટ ઘેધ વહેવડાવ્યું હોય એમ લાગે છે. સરસ્વતીદેવીની અસીમ કૃપા વિના આવું બની ન શકે. એટલા માટે જ એમના સમયમાં લોકમાન્યતા રૂઢ થઈ હતી કે સાક્ષાત સરસ્વતીદેવી પ્રસન્ન થઈને એમની પાસે આવીને આ બધું લખાવી જતી હતી. એમની સર્જકપ્રતિભા એવી ઉચ્ચ કેટિની હતી કે એમના મુખમાંથી સરતા અર્થધટન-શબ્દ સાહિત્ય બની જતા. તેઓ સાચા, મેટા Genius હતા. તેઓ પારસમણિ જેવા હતા. જેમ ધમના ક્ષેત્રે તેમ સાહિત્યના ક્ષેત્રે એમના નિયમિત સંપર્કમાં આવનાર વ્યક્તિ પણ સાહિત્યના રંગથી રંગાઈ જતી. એમના શિષ્ય રામચંદ્ર, ગુણચંદ્ર, બાલચંદ્ર વગેરે પણ મેટા સમર્થ સાહિત્યકારે બની ગયા હતા.
કુમારપાળ મહારાજાએ હેમચંદ્રાચાર્યને પિતાના ગુરુ ભગવત તરીકે સ્વીકાર્યા હતા. એટલે એમની સલાહથી કુમારપાળે ગુજરાતને આર્થિક, સામાજિક અને સાંસ્કારિક એમ
વિવિધ દ્રષ્ટિએ સમૃદ્ધ કરવામાં ઘણો મોટો ફાળો આપે, હેમચંદ્રાચાર્યની મહત્તા તે એ હતી કે પિતાની હૃદયની વિશાળતા અને સમત્વની ભાવના વડે પરસ્પર શત્રુ એવા બે સમર્થ રાજવીઓને પ્રેમ અને આદર મેળવવાને તેઓ પાત્ર બન્યા હતા. હેમચંદ્રાચાર્યની જીવનયાત્રા સુદીર્ઘ હતી.ચેયસી વર્ષની તેમની ઉમર થઈ હતી. તેઓ સંયમી તપસ્વી સાધુ હતા અને યોગી પણ હતા. આવી વ્યકિતઓને સામાન્ય રીતે દીઘાયુષ્ય સાંપડે છે. હેમચંદ્રાચાર્યે પોતાની ગલબ્ધિથી પિતાને અંત સમય જાણી લીધું હતું. છ મહિના અગાઉ તેમણે પિતાના ગુરુબંધુ પ્રદ્યુમ્નસૂરિને તેની જાણું કરી દીધી હતી. તેમણે કુમારપાળ રાજાને પણ તે વાત જણાવી દીધી હતી અને તે વિશે શક ન કરવા જણાવ્યું હતું. હેમચંદ્રાચાર્યે છેલ્લા દિવસમાં અનશનવ્રત અંગીકાર કરી લીધું હતું અને સૌની સાથે ક્ષમાયાચના કરી લીધી હતી સં. ૧૨૨૯ (ઇ.સ. ૧૧૭૩૬ માં ૮૪ વર્ષની વયે પાટણમાં તેઓ કાળધર્મ પામ્યા, ચરિત્રકારે કહે છે કે બ્રહ્મરંધ દ્વારા એમના આત્માએ દેહ છોડ્યો હતો. હજારો નરનારીઓએ એમની અંતિમ પાલખીનાં દર્શન કર્યા હતાં.
એમના અગ્નિસંસ્કાર વખતે કુમારપાળ મહારાજા ઉપસ્થિત રહ્યા હતા. એમની ચિતાની ભસ્મ લઈ એમણે પોતાના કપાળે તિલક કર્યું હતું. હજારો લેકાએ પણ એ રીતે એ ભસ્મ વડે તિલક કર્યું હતું. | હેમચંદ્રાચાર્યને “કલિકાલસર્વજ્ઞ તરીકે ઓળખાવવામાં આવે છે. જિનમંડણુગણિએ સંવત ૧૪૯રમાં લખેલ કુમારપાલ પ્રબંધમાં જણાવ્યું છે કે બ્રાહ્મણ પંડિત દેવબંધિએ હેમચંદ્રાચાર્યના અગાધ જ્ઞાનથી પ્રભાવિત થઈ એમને “કલિકાલસર્વજ્ઞ' તરીકે ઓળખાવ્યા હતા. હેમચંદ્રાચાર્ય વિષે સંશોધન કરનાર મુનિ જિનવિજયજી જણાવે છે કે હેમચંદ્રાચાર્યની અપરિચિત જ્ઞાનશકિતથી મેહિત થઈ તેમના સમયના સર્વધર્મના વિંઠાનેએ એકત્ર થઈને “કલિકાલસર્વજ્ઞ’ એવું બિરુદ એમને આપ્યું હતું.
મુનિશ્રી પુણ્યવિજયજી કહે છે કે, હેમચંદ્રાચાર્યને એમના અદ્વિતીય ગુણોને લીધે કલિકાલસર્વજ્ઞ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. તેઓ મહાન આચાર્યા હતા, મહાન વૈયાકરણ હતા. મહાન સંયમી સાધુ હતા. એમ ભિન્નભિન્ન વિશેષ પ્રજવા કરતાં કલિકાલસર્વજ્ઞ’ એ એક જ વિશેષણમાં તેમના તમામ મહાન ગુણ સમાઈ જાય છે.'
હેમચંદ્રાચાર્યનું નામ વડે માત્ર જૈને જ નહિ; સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સમસ્ત વિશ્વસાહિત્ય ઉજજવળ છે, મહાન પ્રતિભાશાલી સજ કેના સાહિત્યનું અધ્યયન કયારેય ખૂટતું નથી. સમયે સમયે વિભિન્ન દષ્ટિકોણથી અનેક સાહિત્યકારો એમનાં અધ્યયન-અધ્યાપન કરતા-કરાવતા હોય છે. અનુવાદ-સંશોધન-સંપાદન ઈત્યાદિ વિવિધ પ્રકારના કાર્ય એમના સાહિત્ય વિષે જુદી જુદી યોજનાઓ હેઠળ થયાં, કરે છે અને થયા કરવું જોઈએ. સમયે સમયે આવતી નવી નવી પ્રજા આવા મહાન – ભવ્ય પુરુષોના યથાર્થ પરિચયથી વંચિત ન રહી જાય એ માટે પણ દરેક પેઢીએ ઉદ્યમ કરે, જરૂરી છે. હેમચંદ્રાચાર્યની આ આઠરી શતાબ્દીની ઉજવણી એ માટે એક ઘણું મેટું નિમિત્ત પ્રાપ્ત કરી આપે છે.
. ( પૃષ્ઠ ૯ ઉપર )